🕉️ચંદ, મંગળ ઇત્યાદિક ગ્રહેાની સંક્રાંતિનો પુણ્યકાળ
⚛️સૌ પ્રથમ જાણો કે સંક્રાંતિ એટલે શું ??
🙏🏻તો...સંક્રાંતિ એટલે એક રાશિમાંથી બીજી રાશિમાં કોઈ ગ્રહ નું જવું. બીજા શબ્દોમાં ગ્રહ નું એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રયાણ કરવું તે દિવસ તે સમય ને જે તે ગ્રહ ની સંક્રાંતિ કેહવાય છે. આમ કુલ 12 રાશી ની સંક્રાંતિ હોય છે.
🙏🏻મકરસંક્રાંતિ વિષે તો સૌ કોઈ જાણતું જ હશે પણ આજે આપને દરેક ગ્રહો ની સંક્રાંતિ અને તેના પુણ્યકાળ તથા જે તે સમય માં દાન અને કર્મ ની સમજ આપીશ.
🟥ચંદ્ર: ચંદ્ર સંક્રાંતિ એટલે ચંદ્ર નું એક રાશિમાંથી બીજી રાશીમાં પ્રયાણ કરવું તે દિવસ/સમય.
ચંદ્રની સંક્રાંતિની પ્રથમની એક ઘડી (૨૪ મિનીટ) અને ૧૩ પલ (૪૦ સેકન્ડ૧૩=૮ મી.૬૬ સે) તથા પાછળની એક ઘડી (૨૪ મિનીટ) અને તેર પલ (૪૦ સેકન્ડ૧૩=૮ મી.૬૬ સે) પુણ્યકાળ કેહવાય છે.
તો આ પુણ્યકાળ માં કોઇપણ ગંગા યમુના નર્મદા જેવી પવિત્ર નદીમાં સ્નાન કરી ને વાંસનાં પાત્રમાં ચોખા, કપૂર, મેાતિ, શ્વેત વસ્ત્ર, ધૃતપૂર્ણ કુંભ (ઘી ભરેલો લોટો), અને બેલ(બળદ).
નું દાન કરવાથી ચંદ્ર આધારિત દરેક પીડાઓમાંથી મુક્ત થવાય છે અને ચંદ્રના શુભ પરિણામ પ્રાપ્ત થાય છે.
🟥મંગળ : મંગળની સંક્રાંતિની પ્રથમની ચાર ઘડી અને એક પલ તથા પાછળ ની ચાર ઘડી અને એક પલ પુણ્યકાળ કેહવાય.
તો આ પુણ્યકાળ માં કોઇપણ ગંગા યમુના નર્મદા જેવી પવિત્ર નદીમાં સ્નાન કરી ને પરવાળું, ઘઉં, મસુર, રાતો બેલ (બળદ), ગોળ, સોનું, રાતું વસ્ત્ર, અને ત્રાંબું દાન કરવાથી મંગળ આધારિત દરેક પીડાઓમાંથી મુક્ત થવાય છે અને મંગળ ના શુભ પરિણામ પ્રાપ્ત થાય છે.
🟥બુધ : બુધની સંક્રાંતિની પ્રથમ ત્રણ ઘડી અને ચૌદ પલ અને પાછળની ત્રણ ઘડી અને ચૌદ પલ પુણ્યકાળ કેહવાય.
તો આ પુણ્યકાળ માં કોઇપણ ગંગા યમુના નર્મદા જેવી પવિત્ર નદીમાં સ્નાન કરી ને નીલું વસ્ત્ર, સુવર્ણ, કાંસાનું પાત્ર, મગ, પાચ મણિ, દાસી, હાથીના દાંત, અને ફૂળ દાન કરવાથી બુધ આધારિત દરેક પીડાઓમાંથી મુક્ત થવાય છે અને બુધ ના શુભ પરિણામ પ્રાપ્ત થાય છે.
🟥ગુરુ : બૃહસ્પતી/ગુરુની સંક્રાંતિની પ્રથમ ચાર ઘડી અને સાડત્રીસ પલ અને પાછળની ચાર ઘડી અને સાડત્રીસ પલ પુણ્યકાળ કેહવાય.
તો આ પુણ્યકાળ માં કોઇપણ ગંગા યમુના નર્મદા જેવી પવિત્ર નદીમાં સ્નાન કરી ને પોખરાજ, હળદર, સાખર, ઘોડો, પીળું ધાન્ય, પીળું વસ્ત્ર, લૂણ અને સુવર્ણ નું દાન કરવાથી ગુરુ આધારિત દરેક પીડાઓમાંથી મુક્ત થવાય છે અને ગુરુ ના શુભ પરિણામ પ્રાપ્ત થાય છે.
🟥શુક્ર: શુક્રની સંક્રાંતિની પ્રથમની ચાર ઘડી અને એક પલ અને પાછળની ચાર ઘડી અને એક પલ પુણ્યકાળ કેહવાય.
તો આ પુણ્યકાળ માં કોઇપણ ગંગા યમુના નર્મદા જેવી પવિત્ર નદીમાં સ્નાન કરી ને ચિત્ર વસ્ત્ર, શ્વેત ઘોડો, ગાય, હીરો, સુવર્ણ, ચંદન અને ચોખાનું દાન કરવાથી શુક્ર આધારિત દરેક પીડાઓમાંથી મુક્ત થવાય છે અને શુક્ર ના શુભ પરિણામ પ્રાપ્ત થાય છે.
🟥શનિ : શનિની સંક્રાંતિની પ્રથમ સોળ ઘડી અને સાત પલ અને પાછળની સોળ ઘડી અને સાત પલ પુણ્યકાળ કેહવાય
તો આ પુણ્યકાળ માં કોઇપણ ગંગા યમુના નર્મદા જેવી પવિત્ર નદીમાં સ્નાન કરી ને નીલ મણિ, અડદ, તેલ, તિલ, કળથી, ભેંસ, લેાઢું, અને કાળી ગાયનું દાન કરવાથી શનિ આધારિત દરેક પીડાઓમાંથી મુક્ત થવાય છે અને શનિ ના શુભ પરિણામ પ્રાપ્ત થાય છે.
🔺નોધ: સૂર્યની સંક્રાંતિ પ્રમાણે દિવસે જ પુણ્યકાળ લેવામાં વચન નથી, માટે સૂર્ય વિના બીજા દરેક ગ્રહની સંક્રાંતિ રાત્રિએ થાય તો રાત્રિએજ પુણ્યકાળ જાણવો.
🔺સૂર્ય સંક્રાંતિ માં ૧૨ રાશી પ્રમાણે ૧૨ અલગ અલગ પુણ્યકાળ દર્શાવવામાં આવેલ છે માટે આ લેખ માં સૂર્ય સંક્રાંતિ વિષે ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, જેને બીજા સૂર્ય સંક્રાંતિ ના અલગ લેખમાં આવરી લેવામાં આવશે.
💮૧ ઘડી = ૨૪ મિનિટ
💮૧ પલ બરાબર ૪૦ સેકન્ડ
હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત
🙏🏻ૐ નમો નારાયણ🙏🏻
✍️અલ્પેશ કે.ભટ્ટ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો