🕉️શ્રી વૈજનાથ મહાદેવ.
આણંદ બોરસદ રોડ,
જીટોડીઆ ગામ,
આણંદ-388001
🕉️જીટોડીયા સ્થિત પ્રાચીન વૈજનાથ મહાદેવ મંદિરમાં
સ્વયંભૂ શિવલીંગમાંથી નીકળતા જળનું રહસ્ય હજારો વર્ષ બાદ પણ અકબંધ
સને ૧૨૧૨માં રાજા સિદ્ઘાર્થ જયસિંહે પથ્થરો, ચુના અને પાટલા ઈંટોથી મંદિર બનાવી તેનો જીણોદ્ઘાર કર્યો હતો : મોગલ શાસન દરમિયાન આ શિવાલય ઉપર હુમલો થયા હોવાના અવશેષો હાલ મૌજુદ !
🕉️આણંદ-બોરસદ દાંડી માર્ગ ઉપર આવેલ આણંદ તાલુકાના જીટોડીયા ગામ સ્થિત અતિ પ્રાચીન વૈજનાથ મહાદેવના સ્વયંભૂ શિવલીંગમાંથી અવિરત પણે વહેતા પવિત્ર જળનું રહસ્ય હજારો વર્ષ બાદ પણ અકબંધ રહેવા પામ્યું છે.પ્રતિદિન તેમજ દર સોમવાર અને ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસમાં હજારો શિવભકતો દેવાધિદેવ મહાદેવના દર્શનાર્થે અહી ઉમટે છે અને જપ-તપ,આરાધના કરી ભોલેનાથને રીઝવવાનો પ્રયાસ કરે છે. આણંદથી અઢી માઈલ દૂર આવેલ જીટોડીયા ગામની પશ્વિમ દિશામાં મોગરી તરફ જવાના માર્ગ ઉપર અંદાજિત ૧૦૧ર વર્ષ કરતાં પણ પુરાણું વૈજનાથ મહાદેવનું મંદિર આવેલું છે.અતિપ્રાચીન અને ઐતિહાસિક ગણાતા દેવાધિદેવ મહાદેવના આ મંદિરનું માહાત્મય અનેરૃ છે.એક દંતકથા મુજબ હાલ જીટોડીયા ગામ જયાં વસેલ છે તે વિસ્તાર વર્ષો પૂર્વે હિંડબા વન તરીકે જાણીતો હતો.તે સમયે ભીમ હિંડબા સાથે લગ્ન કરીને આ વનમાં રહેતો હતો. કહેવાય છે કે ભીંમ શિવભકત હોવાથી આ વનમાં ભોલેનાથની પૂજા-અર્ચના કરવા માટે શિવલીંગની શોધખોળ કરતો હતો.તે સમયે ઝાંડી-ઝાંખરામાં દટાઈ ગયેલું શિવલીંગ મળી આવ્યું હતું.જયાં ભીમે મહાદેવની પૂજાઅર્ચના કરી હતી.સમય જતા કુદરતી આફતોના કારણે આ શિવલીંગ જમીનમાં દટાઈ ગયું હતું.
🕉️આ અંગે વધુ માહિતી જાણતા, ઈ.સ.૧ર૧રમાં ગુજરાતમાં રાજા સિધ્ધાર્થ જયસિંહ સોલંકીના શાસનમાં ગાયો ચરાવતા એક ગોવાળની ગાય હંમેશા એક સ્થળ ઉપર પોતાનું દૂધ ઝરી દેતી હતી. ગાયના આંચળમાંથી દૂધ ખાલી થતું નિહાળી ગોવાળે પોતાના સાથી મિત્રો સાથે તે સ્થળે પાવડા-કોદાળી અને ત્રિકમ જેવા ઓંજારોથી ખોદકામ કરાવ્યું હતું .તે સમયે ત્યાં આ શિવલીંગનો પાર્દુંભાવ થયો હતો.કહેવાય છે કે ઓજારોના ધા વાગવાથી આ શિવલીંગ ખંડીત થયું હતું.ખંડીત થયેલા આ શિવલીંગના છિદ્રોમાંથી ધીમી ધારે પાણીની ઝાર ફુટી નીકળતા લોકોમાં આશ્રય ફેલાયું હતું.આ વાત રાજા સિધ્ધાર્થના કાને જતા જ તેમણે અહીંયા ખોદકામ કરાવીને પ્રગટ થયેલા શિવલીંગને પાટણના સહસ્ત્રલીંગ તળાવમાં લઈ જવાનો પ્રયાસ કર્યો હતો.ત્યારે શિવભકત માતા મીનળદેવીને દેવાધિદેવ મહાદેવે સ્વપ્નમાં આવી આદેશ આપ્યો હતો કે આ શિવલીંગ ભગવાન શિવની અમૂલ્ય ભેટ છે તેમાંથી જે જળ વહે છે તે ગંગા જળ જેટલું પ્રવિત્ર છે માટે ભગવાન શિવની આ અમૂલ્ય ભેટને તોડફોડ કરશો નહી.જયાંથી આ શિવલીંગ મળ્યું છે તે સ્થળે જ તેનું નિર્માણ અથવા સ્થાપના કરાવશો.જેથી રાજા સિધ્ધાર્થે સને ૧ર૧રમાં પથ્થરો-ચુના અને પાટલા ઈંટોથી અહીંયા શિવાલય બનાવી તેનો જીણોધ્ધાર કર્યો હતો.આમ રાજા સિધ્ધાર્થના શાસન કાળમાં જીટોડીયા ખાતે વૈજનાથ મહાદેવનું નિર્માણ થયું હોવાની લોકકથા છે.જો કે મોગલ શાસન દરમિયાન પણ આ મંદિર ઉપર હુમલો થયો હોવાના અવશેષો હાલ અહીંયા મોજૂદ છે.
🕉️અતિ પ્રાચીન એવા વૈજનાથ મહાદેવ મંદિરનું માહાત્મય અનેરૃ છે.અહીંયા સ્વયંભૂ શિવલીંગમાથી હજારો વર્ષોથી અવિરતપણે ગંગાજળ જેવું પવિત્ર જળ નીકળે છે.હજારો વર્ષથી કુદરતની આ કરામતને કોઈ જાણી શકયું નથી.શિવલીંગમાંથી નીકળતું આ જળ કયાંથી અને કેવી રીતે આવે છે તેનું રહસ્ય પણ હજુ સુધી અકબંધ રહેવા પામ્યું છે.એટલું જ નહી આ જળમાં ઔષધિય ગુણો રહેલા છે માટે વૈજનાથ નામ વૈજનાથમાંથી અપભ્રંશ થઈ પ્રસિધ્ધ થયું છે જે નામે આજે આ મંદિર જાણીતું બન્યું છે વૈજનાથ મંદિરના પગથિયા ચઢતા જ જમણાં હાથે સાધુ-સંતોની નાની મોટી આશરે ૭પ જેટલી ડેરીઓ આવેલ છે.જેને સમાધિ સ્થાન પણ કહેવામાં આવે છે.આ સિવાય આ વૈજનાથ મહાદેવના મંદિરના સંકુલમાં ભૈરવનાથ,જાદુઈ હનુમંત,જલારામ બાપા,સાંઈબાબા,શનૈશ્વર અને સંતોષી માતાનું મંદિર પણ આવેલ છે.પ્રતિદિન,વાર તહેવાર તેમજ સોમવાર અને શનિવારના રોજ અસંખ્ય શ્રધ્ધાળુઓ અહીંયા દર્શનાથે આવે છે અને દેવાધિદેવ મહાદેવ સહિત અન્ય દેવદેવતાઓના દર્શન કરી ધન્યતા અનુભવે છે.પવિત્ર શ્રાવણ માસમાં અહીંયા ઘણા બ્રાહ્મણો શિવ આરાધનામાં લીંન બને છે.શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે અસંખ્ય શિવભકતો દાદાના દર્શનાર્થે આવે છે.શ્રાવણ માસના છેલ્લા સોમવાર, જન્માષ્ટમી અને ધરો આઠમ જેવા પર્વ ટાણે વૈજનાથ મહાદેવ ખાતે મેળા પણ ભરાયા છે.જીટોડીયા ગામ સહિત આજુબાજુ ગામના લોકો આ મેળામાં આવે છે.
🕉️ઈ.સ. ૧૯૦૩માં ખેડાના કલેક્ટરે શિવલીંગમાંથી નીકળતા જળની તપાસ કરાવી હતી
જીટોડીયા સ્થિત વૈજનાથ મહાદેવના સ્વયભૂ શિવલીંગમાંથી અવિરતપણે નીકળતા પવિત્ર જળનું રહસ્ય ઉકેલવા માટે ઈ.સ.૧૯૦૩માં ખેડાના કલેકટરે પુરાતત્વ વિભાગની મદદથી અત્રે તપાસ કરી હતી.શિવલીંગમાંથી નીકળતા જળનો વોટર ટેસ્ટ પણ કર્યો હતો.ઘણા વર્ષો પછી પણ કુદરતની આ કરામતને કોઈ જાણી શકયું નથી.પાંચ વર્ષ પૂર્વે વડોદરા સ્થિત ભૂસ્તર વિભાગના એક અધિકારીએ પણ આ શિવાલયની મુલાકાત લીધી હતી અને શિવલીંગમાંથી અવિરતપણે નીકળતા જળનાં રહસ્યને જાણવાનો પ્રયત્ન કર્યો હતો.આજની તારીખે પણ આ શિવલીંગમાંથી ગંગા જળનો અસ્ખલિત પ્રવાહ નીકળે છે.
શિવલીંગના અગ્રભાગે ૨૫ જેટલા નાના, મોટા છિદ્રો
🕉️પ્રાચીન વૈજનાથ મહાદેવમાં સ્વયંભૂ શિવલીંગ આવેલ છે આ શિવલીંગ જમીનથી ત્રણ ફુટ ઉંચુ છે.શિવલીગના અગ્રભાગે રપ જેટલા નાના મોટા છિંદ્રો છે.મધ્યનું છિદ્ર દોઢ ઈચ વ્યાસનું છે.આ છિદ્રોમાંથી ગંગા જળ જેવું પવિત્ર જળ અવિરતપણે વહે છે શિવલીંગના છિદ્રોમાંથી જળ લઈ લો એટલે તુરંત જ આ છિદ્રો પુનઃ જળથી ભરાઈ જાય છે.શિવલીંગમાંથી નીકળતા આ જળનું રહસ્ય હજારો વર્ષ પછી પણ અકબંધ રહેવા પામ્યું છે.સત્યને સમજાવા માટે શ્રધ્ધા જરૃરી છે અને શ્રદ્વાને કોઈ પુરાવાની જરુર ન હોવાની લોકોકિત છે.
હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત
🙏🏻ૐ નમો નારાયણ🙏🏻
.jpeg)

.jpeg)

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો