મંગળવાર, 14 જૂન, 2022

⏳કાળ ગણના

કાળ ગણના

આંખના ૧૮ પલકારા = એક કાષ્ઠા

૩૦ કાષ્ઠા = કળા

૩૦ કળા = મુહુર્ત

૩૦ મુહુર્ત = રાત્રી-દિવસ (૨૪ કલાક)

૩૦ રાત્રી-દિવસ = મહિનો

મહિનો = પિત્રુ રાત્રી-દિવસ (કૃષ્ણ પક્ષ = દિવસ અને શુક્લ પક્ષ = રાત્રી)

મનુષ્ય વર્ષ = દેવતાઓનો રાત્રી-દિવસ

દેવતા વર્ષ = ૩૬૦ મનુષ્ય વર્ષ

નોંધ: મનુષ્ય નું વર્ષ = ૧૨ મહિના = ૧૨*૩૦=૩૬૦ દિવસ ( મહિનો = અંજવાળિયું (૧૫) + અંધારિયું (૧૫) = ૩૦)

મનુષ્યનું એક વર્ષ = મહિના ઉત્તરાયણ સમય + મહિના દક્ષિણાયન સમય = દેવતાઓ નો દિવસ + દેવતાઓ ની રાત્રી (ઉત્તરાયણ = દેવતા દિવસ , દક્ષિણાયન = દેવતા રાત્રી )


·        સતયુગ = ૪૮૦૦ દેવતા વર્ષ = ૩૬૦*૪૮૦૦ = ૧૭,૨૮,૦૦૦ મનુષ્ય વર્ષ


·        ત્રેતાયુગ = ૩૬૦૦ દેવતા વર્ષ = ૩૬૦*૩૬૦૦ = ૧૨,૯૬,૦૦૦ મનુષ્ય વર્ષ


·        દ્વાપરયુગ = ૨૪૦૦ દેવતા વર્ષ = ૩૬૦*૨૪૦૦ = ૮,૬૪,૦૦૦ મનુષ્ય વર્ષ


·        કળિયુગ = ૧૨૦૦ દેવતા વર્ષ = ૩૬૦*૧૨૦૦ = ૪,૩૨,૦૦૦ મનુષ્ય વર્ષ


·        યુગ = દેવતા યુગ = ૧૨૦૦૦ દેવતા વર્ષ = ૧૨૦૦૦*૩૬૦= ૪૩,૨૦,૦૦૦ મનુષ્ય વર્ષ


·        ૭૧*૧૨૦૦૦ (-યુગ = ૧૨૦૦૦ દેવોના વર્ષ) = ૮,૫૨,૦૦૦ દેવોના વર્ષ


·        ૮,૫૨,૦૦૦*૩૬૦ = ૩૦,૬૭,૨૦,૦૦૦ મનુષ્ય વર્ષ = એક મન્વંતર (આવા ૧૪ મન્વંતર નું ચક્ર ફર્યા કરે છે) (નોંધ : આમતો મનુ જ છે.)


·        ૧૦૦૦ દેવતા યુગ = ૧૦૦૦*૪૩,૨૦,૦૦૦ = ,૩૨,૦૦,૦૦,૦૦૦ મનુષ્ય વર્ષ = બ્રહ્મા દિવસ અને તેટલોજ પાછો રાત્રી.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો