મંગળવાર, 14 જૂન, 2022

🔰૧૨૦ વર્ષનું સ્વસ્થ આયુષ્ય અર્પણ કરતું આયુર્વેદનું ઉત્તમ રસાયણ તરીકે ઓળખાતા ત્રણ ફળ એટલે ત્રિફળા

🔰મહર્ષિ ચરકાચાર્યે અને વાગભટ્ટે ત્રિફળાને રષાયણ ઔષધ કહેલ છે. જે ઔષધિ યુવાનીને સ્થિર રાખે, વૃદ્ધત્વ આવવા ન દે, અને દીર્ધાયુષ્ય અર્પે તેને રષાયણ કહે છે.

હરડે, બહેડા અને આમળા ના ત્રણ શ્રેષ્ઠ ફળ એટેલ ત્રિફળા.

આયુર્વેદ અનુસાર ત્રિફળા ચૂર્ણ દુનિયાની એક માત્ર ઔષધિ જે ત્રણેવ પ્રકૃતિ વાત પિત અને કફ નો નાશ કરે છે બેલેન્સ રાખે છે. અને આપણા શરીર માં આ ત્રણ નું સમતોલપણું બગડે ત્યારે જ કોઈ રોગ ઘર કરે છે.

હાલ બજાર માં અને સર્વાધિક વ્યવહારમાં આ ત્રિફળા ના ચૂર્ણ અને ટેબલેટ ઢગલા બંધ મળી રહે છે, જેમાં દરેક કંપની ના ચૂર્ણ અને ટેબ્લેટમાં જોવામાં આવ્યું છે કે  ત્રણેવ ના ચૂર્ણની માત્રા એકસમાન રાખવામાં આવી છે જેના માટે શ્રારી રાજીવ દીક્ષિત ના લેકચરમાં તથા મહર્ષિ વાગભટ્ટ પ્રમાણે ત્રણેવ ની સરખી માત્રા વધુ ગુણકારી નીવડતી નથી.
તેના માટે તેઓએ એકપાદ, દ્રીપાદ અને ત્રીપાદ ના અનુસંધાન માં ત્રણેવ ચૂર્ણ ને મિશ્રિત કરવાનું શ્રેષ્ઠ દર્શાવ્યું છે.

જેના માટે ત્રણેયનું મિશ્રણ નીચે મુજબના પ્રમાણમાં કરવું જોઈએ.

(૧) હરડે ચૂર્ણ - 100 ગ્રામ

(૨) બહેડા ચૂર્ણ - 200 ગ્રામ અને

(૩) આમળા ચૂર્ણ - 300 ગ્રામ

આમ એકપાદ, દ્રીપાદ અને ત્રીપાદ ના પ્રમાણમાં ત્રણ ચૂર્ણ ભેગા કરીને જ શ્રેષ્ઠ ગુણકારી ત્રિફળા ચૂર્ણ બને છે. અને આજ ચૂર્ણ ૧૨૦ વર્ષનું નીરોગી અને સ્વસ્થ આયુષ્ય અર્પણ કરનાર છે.

૧૦, ૨૦, અને ૪૦ ગ્રામના પ્રમાણમાં લઈ બનાવેલ આ ત્રિફળા ચૂર્ણના ગુણધર્મો વિશે શાર્ઙગધરસંહિતામાં લખ્યું છે કે આ ચૂર્ણ કફ, પિત્ત, સોજો અને વિષમજ્વરનો નાશ કરે, જઠરાગ્નિ પ્રદીપ્ત કરે, કોઢનો નાશ કરે, શરીરની સાતેય (રસ-રક્તાદિ) ધાતુઓ વધારે છે.
ઘી અને મધ વિષમ ભાગે લઈ
, તેની સાથે આ ચૂર્ણ લેવાથી નેત્રના સર્વ રોગો દૂર થાય છે.
આ ચૂર્ણ રાત્રે લેવામાં આવે તો (રેચક) ગુણવાળું છે જેથી ઝાડો સાફ આવે છે. અને સવારે લેવામાં આવે પુષ્ટ કરનારું છે.

ઝાડો સાફ લાવવા માટે પ્રાય: ત્રિફળા ચૂર્ણ પાણી સાથે લેવાય છે. રસાયન રૂપે તે ઘી અથવા મધ સાથે લેવાય છે. આંખનાં દર્દો માટે મધ 1 ચમચી અને ઘી અર્ધી ચમચી (અસમતોલ) લઈને તેની સાથે તે લેવાય છે.
હરડેમાં ભરપૂર માત્રામાં એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે. તે પાચનને લગતી સમસ્યા, ઉલ્ટી તથા હૃદયને લગતી સમસ્યાઓ દૂર કરે છે. પેનક્રિયાસની ક્ષમતા વધારીને તે કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે તથા હાડકા પણ મજબૂત બનાવે છે.

બહેડા પાચનતંત્રની સમસ્યાઓમાં રામબાણ ઈલાજ છે. તે લોહીમાં કોલેસ્ટ્રોલની માત્રા જાળવી રાખે છે. આ ઉપરાંત શરદી, અસ્થમા, આંખને લગતા રોગો અને વાળ ખરવાની સમસ્યામાં તે અકસીર ઈલાજ છે.

ત્રિફળામાં રહેલુ ત્રીજુ તત્વ આમળા અલ્સર, ત્વચાને લગતા રોગો, ડાયાબિટીસ, કબજિયાત, પેટમાં દુઃખાવાને દૂર કરે છે અને શરીરમાં આંતરિક રક્તસ્રાવ રોકવામાં પણ મદદ કરે છે.

ત્રિફળા રોગપ્રતિકારક શક્તિ વધારવાની ગજબ ક્ષમતા ધરાવે છે. તે ઈન્ફેક્શન સામે લડે છે અને બ્લડ સરક્યુલેશન સુધારે છે. પાચનતંત્રમાં જામેલો કચરો દૂર કરે છે જેને કારણે તમે જે ખોરાક લો તેમાના પોષક તત્વો શરીરને વધુ માત્રામાં મળી રહે છે.

આ ત્રિફળા ના શ્રેષ્ઠ પરિણામ માટે નિત્ય રાત્રે સુતા પેહલા એક ગ્લાસ હળસેકા પાણી માં એક ચમચી ઉમેરી ને પીવું જોઈએ.
તથા દર અઠવાડિયા માં ૨ કે ૩ બ્રેક આપવી જેથી કાયમી ટેવ પડે નહિ. મતલબ કે અઠવાડિયામાં ૪ થી ૫ દીવસ લેવું અને બાકીના દિવસે ન લેવું.
આમ નિત્ય કરવાથી ૧૦૦ થી ૧૨૦ વર્ષનું નીરોગી આયુષ્ય અર્પણ થાય છે તેમ આયુર્વેદ શાસ્ત્ર કહે છે.

હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત

🙏🏻ૐ નમો નારાયણ🙏🏻

✍️અલ્પેશ કે.ભટ્ટ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો