સોમવાર, 13 જૂન, 2022

🥭આદ્રા નક્ષત્ર અને કેરી🥭

🥭૨૨ જૂન ૨૦૨૨ ના દિને ૧૧:૪૪ થી આદ્રા નક્ષત્ર પ્રારંભ થશે, સૂર્ય આ દિવસે આદ્રા નક્ષત્ર માં પ્રવેશ કરશે અને કેરી ખાવાની સીઝન પણ પુરી થશે.

🥭આદ્રા નક્ષત્રનો આરંભ થતા જૈનો કેરીનો ત્યાગ કરે છે.....

🥭સાધુ ભગવંતો પણ આ દિવસથી કેરી વાપરવાનું/ખાવાનું બંધ કરે છે. 

🌨️ભેજવાળા અને વરસાદી વાતાવરણમાં સાધુ-સાધ્વીજીઓ વિહાર પણ બંધ કરે છે.....

🌨️ભેજવાળા વાતાવરણમાં ફળોમાં જીવાત ઉપન્ન થાય છે તેથી પરમાત્માના વચનો પર શ્રધ્ધા રાખતા જૈનો આ નક્ષત્ર બેસતા કેરી સહિતના ફળોનો પણ ત્યાગ કરે છે. 

🙏આદ્રા નક્ષત્ર બેસતા ઋતુ પરિવર્તન થાય છે અને ઋતુ પરિવર્તનમાં કફ, પિત્ત અને વાતની પ્રકૃતિ પણ વધારે થાય છે આમ વૈજ્ઞાનિક ધોરણે પણ કેરીનું સેવન કરવું હિતાવહ નથી. 

વરસાદ પડવાથી કેરીમાં નરી આંખે ન દેખી શકાય તેવા અસંખ્ય જીવોની ઉત્પત્તિ થવા લાગે છે. અને આજકાલ ની આપણી નવી પેઢી હોંશે હોંશે કેરી સ્ટોરેજ કરી ને ડીપફ્રીઝ માં મૂકીને વર્ષભર કેરીનો રસ ની મજા માણે છે (જીવાણુ ઓ સાથે)

♋આદ્રા નક્ષત્ર શરૂ થતાં જ તરત જ ફળોમાં સૂક્ષ્મ જીવાણુઓ ઉતપન્ન થાય છે અને આ સમય બાદ કેરી આરોગતાની સાથે વાયુ વિકારના રોગો પણ ઉત્પન્ન થાય છે. એટલે જ વર્ષાકાળ દરમિયાન ઋતુશાસ્ત્રો માં માનનાર જ્ઞાની વર્ગ કેરીનો ત્યાગ કરે છે.

🕉️ટોટલ 27 નક્ષત્રમાંથી 11 નક્ષત્ર વરસાદના હોય છે, શરૂઆત આદ્રા નક્ષત્રથી થાય છે, સૂર્ય આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યારથી વરસાદી વાતાવરણનો અથવા વાતાવરણમાં ભેજનો પ્રારંભ થાય છે. 

દરેક ધર્મમાં જીવોની રક્ષાને મહત્ત્વ આપવામાં આવતું હોય છે તેથી જ આદ્રા નક્ષત્રમાં કેરી સહિત જાંબુ અને કરમદા જેવા બીજા ફળોનો પણ ત્યાગ કરવામાં આવે છે.

🙏આમ ૨૨ જુન બાદ કેરી ની સીઝન પુરી થઈ તેમ સમજવું અને ત્યાર બાદ ના સમયમાં કેરી ખાવી નહિ. કા.કે આપણા શાસ્ત્રો અને કુદરત ની જે ગતિ છે તે જો સમજવાની કોશિશ કરશો તો ખ્યાલ આવશે કે અમુક સીઝન માં અમુક ફળ ફ્રૂટ્સ જ ઉગે અને તે જ ખાવા, અને તેજ લાભદાયક છે. નહી કે કોલ્ડ સ્ટોરેજ માં મુકેલી કેરી કે તેનો રસ વર્ષ ભર આરોગવો...

હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત

🙏🏻ૐ નમો નારાયણ🙏🏻

✍️અલ્પેશ કે.ભટ્ટ


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો