- મંગળ તે મંગળકારી કલ્યાણકારી અને શુભકરતા નૈસર્ગિક પાપગ્રહ છે.આપડે જ્યોતિષીઓ એ મંગળ માટે જબરદસ્ત ખોટા હાવ ઉભા કરેલ છે. જે આપડી સંસ્થાએ આ હાઉ/ભય ને દુર કરી સમાજ પ્રત્યેની પોતાની કર્તવ્યનિષ્ઠાનું પાલન કરવાનું છે.
- સૌ પ્રથમ જાણીશું કે મંગળદોષ વાડી કુંડલી એટલે
શું ? માંગલિક કુંડલી કોને કેહવાય ?
તો જે જાતકનિ કુંડલી માં ૧,૪,૭,૮,૧૨ સ્થાનમાં મંગળ હોય તો તેને માંગલિક કુંડલી કેહવાય છે.જો પુરુષની કુંડળીમાં ૧,૪,૭,૮,૧૨ સ્થાનમાં મંગળ હોય તો તેને પાઘડીએ મંગળ અને જો સ્ત્રી નિ કુંડળીમાં ૧,૪,૭,૮,૧૨ સ્થાનમાં મંગળ હોય તો તેને ઘાટડીએ/ચુનરીએ/ચુંદડીએ મંગળ છે તેમ કેહવાય છે. - મંગળદોષ અપવાદ : જો કુંડળીમાં પ્રથમ ભાવમાં મેષ નો, ચોથા ભાવમાં વૃશ્વિક નો,સપ્તમ ભાવમાં મકર (ઉચ્ચ) કે મીન નો, આઠમાં ભાવમાં કર્ક (નીચ) નો અને બારમાં ભાવમાં ધન નો મંગળ હોયતો કુંડળીમાં મંગળ દોષ રેહતો નથી તેમ માનવામાં આવે છે ખરેખર તે યોગ્ય નથી,
- મિથુન કે કર્ક ના મંગળ ને મેડાપકમા મેળવવામાં
દોષકારક માનવામાં આવતો નથી જે યોગ્ય નથી. બીજું કે ઉચ્ચનો મંગળ, સ્વગૃહી મંગળ, તેમજ સૂર્ય કે ગુરુ ની રાશીઓ સિંહ ધન અને મીન
માં મંગળ દોષકારક બનતો હોવા છતાં તેને અલ્પ દોષકારક માનવામાં આવે છે તે બિલકુલ
યોગ્ય બાબત નથી.
- મંગળ અગ્નિતત્વ નો ગ્રહ અગ્નિતત્વનિ રાશિમાં બળવાન બને છે. જેથી યોગ્ય બળાબળ જોઇને મંગળદોષનિ ભૂમિકા જ્યોતિષીઓ એ પોતાની બૌદ્ધિક ક્ષમતાએ ચકાસણી કરવી તેવો મારો સ્પષ્ટ મત છે.
- પ્રથમ ભાવમાં મંગળ હોતા તેની દ્રષ્ટિ ૪-૭-૮ સ્થાન પર પડે છે. પ્રથમ ભાવમાં મંગળ હોતા જાતક આક્રમક અને જીદ્દી હોય છે ત્વરિત ગુસ્સો તેનામાં સહજ આવી જાય છે.
- સાતમે મંગળ તો તેની દ્રષ્ટિ ૧૦-૧-૨ ભાવ ઉપર પડે છે. ૧૦ મેં દ્રષ્ટિ કાર્યમાં ઝડપ, લગ્નમાં દર્ષ્ટિ તુડમીજાજી,આક્રમક, બીજે દ્રષ્ટિ વાણીમાં આક્રમકતા કોડાફાળ બોલી,કર્કશતા અને જુઠું બોલે.
- આઠમે મંગળ તો તેની દ્રષ્ટિ ૧૧-૨-૩ ભાવ ઉપર પડે છે. ૧૧ મેં દ્રષ્ટિ લાભમાં હાની આપે છે, બીજે દ્રષ્ટિ વાણીમાં આક્રમકતા કોડાફાળ બોલી,કર્કશતા અને જુઠું બોલે. ત્રીજે દ્રષ્ટિ શાહસિક અને નીડર બનાવે છે.
- બારમે મંગળ હોય તો તેની દ્રષ્ટિ ૩-૬-૭ ભાવ ઉપર પડે છે. ત્રીજે દ્રષ્ટિ શાહસિક અને નીડર બનાવે છે. છઠ્ઠે દર્ષ્ટિ દુશ્મનો/રોગ સામે જીત મેળવે છે. સાતમે દ્રષ્ટિ લગ્ન જીવનમાં આક્રમકતા આપે છે.
- સપ્તમભાવ તે માનવ જીવનમાં સ્ત્રી અને પુરુષના શારીરિક સંભોગ નું અને અસ્ઠમ સ્થાન તે જાતીય સંભોગ ની પરિતૃપ્તિ દર્શાવે છે. આથી ૧-૪-૭-૮-૧૨ માં રહેલો મંગળ જાતકની જાતીયતા ને ઉસ્કેરે છે. વ્યક્તિની શક્રિય જાતીયતાની બાબતમાં ૭-૮ સ્થાન અને આ સ્થાનમાં મંગળ અત્યંત મહત્વનો ભાગ ભજવે છે.
- મંગળ તે અગ્નિ તત્વ નો ગ્રહ છે. સ્ત્રી ને સ્ત્રીતત્વ અને પુરુષને પુરુષતત્વ આપનાર ગ્રહ મંગળ છે. સ્ત્રી અને પુરુષની જાતીયતા તપસ્વી હોય તો મંગળને કુંડળીમાં તપાસવો જ પડે. ટુકમાં કહું તો માંગલિક કુંડળી વાડી વ્યક્તિમાં વધુપડતી જાતીયતા જોવા મળે છે. મંગળ શક્તિ ધોતક છે પતીનીધીત્વ કરે છે. જો સપ્તમ સ્થાન પર હસુભ ગ્રહની દર્ષ્ટિ ના હોય તો સ્ત્રી પુરુષની જાતીયવૃતિ ને ઉશ્કેરનાર કે ભડકાવનાર બને છે.
- ઘણા ના દિમાગ માં જાતીયતા માટે શુક્ર જવાબદાર છે તેમ બેઠેલ છે પણ શુક્ર તે “ઘી” છે તો મંગળ “આગ” છે. અને આ બંને ગ્રહોની જુગલ બંધી પણ જાતીયતામાં ભડકે ભડકા આપે છે. કોઈ પણ કુંડલી ઉઠાવીને જોઈ લેવી જેમાં શુક્ર મંગળ નો નવપંચમ યોગ હોય કે યુતિ હોય. (શરતો લાગુ)
- માંગલિક કુંડલીની સામે માંગલિક કુંડલી નો મેડાપક ન કરાવેલ અથવા તો મંગળ દોષ વાડી કુંડલી પર ગુરુ જેવા શુભ ગ્રહની દ્રષ્ટિ ના હોય અથવા અપવાદ મંગળ ન બનતો હોય તો આવી કુંડલીમાં એકપાત્ર વધુ જાતીયવૃતિ વાળું અને બીજું પાત્ર ઓછી જાતીયવૃતિ વાળું બનશે જેથી કરીને એકબીજાની જાતીય વૃતિ સંતોષાતી નથી જેના કારણે વાસ્તવિક જીવનમાં ઘણી સમાનતા જોવા મળે છે. જેને લઈને રોજ બરોજ ના કકરાટ ઝગડા તીવ્ર મતભેદો થી માંડીને વ્યભિચાર ત્યાગ કે છુટાછેડા જેવા બનાવોનું અનિષ્ટ સમાજમાં સર્જાય છે. જો એક વધુ જાતીયવૃતિવાડી વ્યક્તિ ને જાતીય સંતોષ નહિ મળે તો તે અન્ય પાસેથી તે પ્રાપ્ત કરવા કોશિશ કરશે મથામણ કરશે જે આપણી ભારતીય સંસ્કૃતિમાં માન્યતા કે સ્વીકાર્ય નથી.
- ઘણા મંગળની સામે શનિ કે રાહુ ને મેળવી આપે છે. શનિ મંદ પ્રકૃતિ નો ગ્રહ છે જ્યારે મંગળ ઝડપી અને આક્રમક ગ્રહ છે. રાહુ જાતીયવૃતિમાં વિશેષ રસ દાખવતો નથી તેવું અનુભવે જોવા મળેલ છે તો કેવી રીતે મંગળ સામે શનિ કે રાહુ નો મેડાપક થઇ શકે ???? વિચારવા જેવું ખરું ને ???
- એક જ્યોતિષ સંમેલનમાં સાંભળવામાં આવ્યું હતું કે ૮ મેં મંગળ ને મંગળદોષ માનવો કે ના માનવો તે સવાલ છે...તો હવે થોડું આ વિષે પણ જાણીએ.....
- આઠમું સ્થાન જાતીય પરિતૃપ્તિનું હોવાથી આ ભાવમાં રહેલો મંગળ પ્રબળ જાતીયતા આપે છે. (પેહલા જ કહ્યું કે મંગળ તે જાતીયતાનો કારક છે) હવે જાતે જ વિચારો કે અહ્યા મંગળની ભડકે આગ કેવી રહશે ????
- સપ્તમ
કે અસ્ઠમ ભાવ સાથે સંબંધિત વ્યક્તિની જાતીયવૃતી એ કુદરતી બાબત છે.કારણ કે સ્ત્રી
પુરુષમાં રહેલી જાતીયવૃતિ કે SEX ની ભૂખ કુદરતી પરિબળો ને આધારિત છે. છતાં પણ તેની
તૃપ્તિ સમાજની મર્યાદામાં રહી ને જ થાય તે અતિ આવશ્યક હોવાથી જાતીયવૃતિની અસરને
વધારે નિયંત્રણ રાખવાની કે નાબુદ કરવાને બદલે તે વૃતિ ને અનુરૂપ જ સામેની વ્યક્તિ
નિ પસંદગી થાય કે કરવામાં આવે તેજ સર્વોત્તમ ઈલાજ છે. અન્યથા સમાજે તેના અશુભ
પરિણામો ભોગવવાની કે સહન કરવાની તૈયારી રાખવીજ રહી. કારણ તમારી સામે જ છે તેને
અવગણો તો ભૂલ છે....
આશા રાખું છુ કે મંગળ દોષ જ કેમ ??? બીજા કોઈ ગ્રહ ના દોષ કેમ નહિ ??? તે આ લેખમાં સમજાવી શકું તેવી કોસિસ કરેલ છે.
વિશેષ :
- જન્મ કુંડળીમાં મંગળ દોષ ના હોય પરંતુ ચંદ્ર,શુક્ર,મંગળ અને હર્ષલ ના
પરસ્પર યોગો તેમજ આ ગ્રહો નો સપ્તમ ભાવ પરત્વેનો સંબંધ ને લીધે મંગળ દોષ જેવી જ
અસરો જાતીય જીવન ઉપર જોવા મળશે.
ચંદ્ર,શુક્ર,મંગળ અને હર્ષલનિ યુતિ કે પ્રતિયુતિ તેમજ એકબીજાના સાથે જે કેન્દ્રયોગ કરતા હોય તો તે પણ મંગળદોષ કરતા વધુ અનિષ્ટકરી જોવા મડે છે. - મંગળ દોષ કરતા પણ ૨-૮-૧૦ માં ભાવમાં રહેલ શનિ વિવાહ/લગ્નજીવનમાં ભંગાણ ઉભું કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. મોટે ભાગે એક વખત લગ્ન જીવન ખંડિત કરે છે. આમ ૧-૫-૭ માં રહેલ શનિ પણ ખરાબ પરિણામ લગ્નજીવન માટે આપતો જોવા મળે છે. દાંપત્ય જીવનમાં સંઘર્ષ,નીરસતા અને અસંતોષ જોવા મળે છે.(શરતો લાગુ)
- જો સપ્ત્મેશ નીચનો હોય કે અન્યોના થકી નીચ બનેલ હોય કે પાપ સંબંધમાં હોય તો તે મંગળ દોષ કરતા પણ વધુ અશુભ બને છે. ૮ કે ૧૨ મેં રહેલ મંગળ કરતા પણ વધુ ખરાબ ફળ આપે છે.
- લગ્ન મેડાપકમાં કર્ક ના મંગળ ને ભલે અશુભ માનવામાં નથી આવતો છતાં પણ જો કર્ક નો મંગળ ૮ મેં વૈધવ્ય આપે છે. ઉચેથી પડીને મૃત્યુ પામે ત્યારે આવા કિસ્સામાં જ્યોતિષી એ સમા પાત્રની કુંડળીમાં આયુષ્ય સંદર્ભણ અચોક્કસ પાને નજર કરી લેવી જોઈએ.
- ૧૨ મેં ધન નો મંગળ અપવાદરૂપ હોવા છતાં તે જાતીયતા બાબતે તે ખરાબ ફળ આપે છે.
- મંગળ દોષ હોય અને મંગળ પર ગુરુની દ્રષ્ટિ હોય તો મંગળ દોષ નાબુદ થાય
છે.
સ્ત્રી ની કુંડલી નો ગુરુ પુરુષ ની કુંડલીના મંગળ ઉપર દર્ષ્ટિ કરે તો પુરુષ નો મંગળ દોષ નાબુદ થાય છે અથવા પુરુષની કુંડળી ના મંગળ ઉપર સ્ત્રી ની કુંડળી નો ગુરુ દ્રષ્ટિ કરતો હોય તો પુરુષ નો મંગળ દોષ નાબુદ થાય છે. - ૮ માં ભાવનો મંગળ કેતુ સ્ત્રીની કુંડળીમાં હોય તો અચૂક વૈધવ્ય યોગ
આપે છે. આથી આવા જાતક ને કુંભ વિવાહ કરવાની સલાહ હોય છે. અને ત્યાર બાદ જ લગ્ન
કરવાનું કેહવામાં આવે છે. અન્યથા પતીસુખમાં અવરોધો ઉભા થાય છે.( કોઈ પણ ગ્રહ તેની
દશા શિવાય ફળ આપતો નથી મારકની કે અષ્ટમેશની દશામાં મંગળ કે કેતુ નું અંતર આવે
ત્યારે વય્ધવ્ય યોગ આપે છે.
નોધ : દરેક જ્યોતિષી મિત્રો એ આખરી ફળકથન આપની પોતાની બુદ્ધિ ની એરણ ઉપર કરવું.
હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત
🙏🏻ૐ નમો નારાયણ🙏🏻
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો