🌞બાળક ની કુંડળી માં ઘણી વખત મહાભાગ્ય
યોગ, રાજયાદી યોગ જોવામાં આવે છે છતાં પણ બાળક નું અરિષ્ટ થાય છે, જો અરિષ્ટ ન થાય
તો બાળપણ થી જ મંદબુદ્ધિ કે ખાપણ જોવા મળે છે. આવા માં સર્વાર્થ ચિંતામણી ના
રચનાકાર એ સંદર્ભ આપ્યો છે.
"आद्वादशाद्वा
जनतूनामायुर्ज्ञातुं न शक्यते |
जपहोमचिकित्साद्यैर्बारक्षां
तु कारययेत ॥
पित्रोर्दोषैर्मृताःकेचित्के
चिद्वालग्रहैरपि ।
अपरे
रिष्ट्योगाच्च त्रिविधा बालमृत्यवः॥(सर्वार्थ चिन्तामणी)
અર્થ:
બાળક ૧૨ વર્ષ નું થાય ત્યાં સુધી તેના આયુષ્ય નો
નિર્ણય નથી થઈ શકતો,
માટે તેની રક્ષા જપ, હોમ,વૈદ્યક વગેરે ઉપાય થી કરવી જોઈયે...
કેટલાક બાળકો નું માતાપિતા ના દોષો થી
અરિષ્ટ થાય છે, કેટલાક નું બાળગ્રહો થી અને કેટલાક નું અરિષ્ટ યોગો થી....
તથા આ બાબત ને જાતક પારિજાત પણ
સ્વીકારે છે..
आद्वादशाब्दान्तरयोनिजन्मनामायुः
कलानिश्चयितुं न शक्यते।
मात्रा
च पित्रा कृतपापकर्मणा बालग्रहैर्बालमुपैति नाशम॥(जातक पारिजात ४/१)
અર્થ :
જ્યાં સુધી ૧૨ વર્ષ ની ઉમર ન થાય ત્યાં સુધી જેમનો જન્મ યોની
દ્વારા થયો છે તેઓ નું આયુષ્ય નિશ્ચિત નથી, કારણ કે માતા પિતા ના અશુભ કર્મ અને
બાળગ્રહો થી બાળક નો નાશ થાય છે.
જાતક પારિજાત આગળ કહે છે કે....
आध्ये
चतुष्के जननीकृताधैर्मध्ये तु पित्रार्जितपापस।
बालस्तदन्त्यासु
चतुःशरत्सु स्वकीयदोषैः समुपैति नाशम् ॥(जातक पारिजात ४/२)
અર્થ :
પહેલા ૪ વર્ષ માતા ના પાપ, બીજા ૪ થી ૮ વર્ષ પિતા ના પાપ,
અને ૮ થી ૧૨ વર્ષ સુધી પોતાના પાપ થી બાળક નો નાશ થાય છે.
તથા આગળ કેશવી કાર નો મત છે કે...
"जीवेत्कापि
विभङगरिष्ट्जशिशू रिष्टं विना मीयते s
थाध्योsब्दःशिशुदुस्तरोsपि च
परौ कार्येशु नो पत्रिका ॥
कार्या
प्रश्ननिमित्त्पूर्व्शकुनै रक्ष्न्स्वमानं धिया
होराज्ञेन
सुबुध्दिनात्र बहुथोदर्कस्य कालोबली ॥
અર્થ :
કદાચ રિષ્ટ યોગ હોય છતાં બાળક જીવે છે, કદાચ રિષ્ટ યોગ ન હોવા છતાં બાળક નષ્ટ
થાય છે અને બાળક નું જન્મ થી પહેલું વર્ષ કઠિન હોય છે ત્યાર બાદ ના બે વર્ષ પણ
તેવા જ હોય છે
માટે
પ્રથમ ત્રણ વર્ષ સુધી બાળક ની જન્મપત્રિકા બનાવવી જોઈએ નહીં આવા સમયે વિદ્વાનો એપ્રશ્નશાસ્ત્ર, શકુન શાસ્ત્ર , નિમિત્ત શાસ્ત્ર વગેરે થી તેમજ પોતાની
વિવેક બુદ્ધિ થી ફલાદેશ કરી ને પોતાના સ્વમાન ની રક્ષા કરવી
જોઈએ...
કારણ
કે કાળ બળવાન છે.
આમ અહીં ત્રણ વર્ષ સુધી પત્રિકા નિર્માણ
કરવી જોઈએ નહીં એવું જણાવ્યું છે. દેશ કાળ પરિસ્થિતિ મુજબ આટલી રાહ કોઈ જોતું હોતું
નથી તેથી જન્મ પત્રિકા નિર્માણ ની અવધિ ઓછા માં ઓછી સવા માસ, ત્રણ માસ અને છ મહિના રાખવી જોઈએ તેવો
મારો મત છે.
હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત
🙏🏻ૐ નમો નારાયણ🙏🏻
✍️અલ્પેશ કે.ભટ્ટ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો