ૐ કાર જ્યોતિષ લાવ્યું છે શ્રીયંત્ર વિષયક અદ્ભૂત માહિતી.
♉હિંદુ ધર્મમાં વિભિન્ન દેવી દેવતાઓના યંત્ર વિશે જણાવવામાં આવ્યું છે. આ યંત્રોનો ઉપયોગ વિભિન્ન ફળોની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે.ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્રી યંત્ર શ્રી અર્થાત ધન સંપત્તિ પ્રદાન કરનારું છે. શ્રી યંત્રને કામધેનુ યંત્ર સમાન માનવામાં આવે છે.
(ૐ કાર જ્યોતિષ)
🏡વાસ્તુ અનુસાર શ્રી યંત્ર અદ્વેત શક્તિ સંપન્ન, ધન સંપત્તિ, સુખ, વૈભવ પ્રદાન કરનારું એક માત્ર યંત્ર છે.
જો વિધીપૂર્વક શ્રી યંત્ર સિદ્ધ કરવામાં આવે તો દરેક મનોરથ પૂર્ણ થાય છે. જે સાધક શ્રી યંત્રની દરરોજ પૂજા કરે છે તેને સંસારના દરેક સુખ પ્રાપ્ત થાય છે. સિદ્ધ શ્રી યંત્ર આપે છે ઈચ્છિત ફળ જેમ કોઈ શંકા ને સથાન નાથી.
♐આજકાલ બજારમાં રત્નોથી જડેલા શ્રી યંત્ર વધુ વેચાય છે પરંતુ તે અસરકારક નથી કારણ કે સિદ્ધ શ્રી યંત્રમાં વિધિપૂર્વક હવન પૂજન કરીને દેવી દેવતાઓ સમક્ષ પ્રાણ પ્રતિષ્ઠિત કરવામાં આવે છે અને એ શ્રી યંત્ર સમૃદ્ધિ આપનારું યંત્ર બને છે.
જરુરી નથી કે એ યઁત્ર રત્નોથી જડવામાં આવ્યું હોય. શ્રી યંત્ર તાંબાનુ બનેલું હોય કે પિત્તળનું જ્યાં સુધી મંત્રની શક્તિથી વિધિપૂર્વક તેને પ્રભાવિત કરવામાં ના આવે સિદ્ધ કરવામાં નાં આવે ત્યાં સુધી શ્રી યંત્ર ધનની પ્રાપ્તિ માટે સક્ષમ બનતું નથી.
🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱
''જ્યાં શ્રી યંત્રની સ્થાપના થયેલ હોય ત્યાંની દરેક વ્યક્તિને, આસપાસની ભૂમિ-પશુપંખી અને સમગ્ર જીવન ચિરકાળ સુધી શુભફળ મળ્યા કરે છે.''
(ૐ કાર જ્યોતિષ)
🎯શ્રીયંત્ર એ આજના સમગ્ર મનુષ્ય જાતિ માટે, પોતાનું કલ્યાણ થાય અને દરેક કાર્યમાં તેને અદ્ભુત સિધ્ધિ મળે તેવંસ યંત્ર છે. મંત્ર એ દેવ-દેવીઓનો આત્મા છે. જ્યારે યંત્ર એ દેવ-દેવીઓ-દેવતાઓનું શરીર છે. દેવ-દેવીઓની પુજા મંત્ર અને યંત્ર દ્વારા કરવામાં આવે છે. આપણે ત્યાં કેટલાક મંદિરોમાં મુર્તિઓની પૂજા થાય છે જ્યારે કેટલાક મંદિરોમાં માત્ર ને માત્ર યંત્રની પૂજા થાય છે. તે મંદિરમાં યંત્ર હોવાથી ત્યાં યંત્રમૂર્તિની સ્થાપના કરેલી હોય છે. આરાસુરી અંબાજીના મંદિરમાં યંત્રમૂર્તિ છે અને આપણે તે યંત્રના સ્વરૃપને માતાજીના સ્વરૃપમાં દર્શન કરીને ધન્ય થઈએ છીએ. યંત્રમૂર્તિ જ તે દેવ-દેવીઓની આકાર મૂર્તિ કરતાં અધિક પ્રભાવ ધરાવે છે. આ પ્રકારન યંત્ર મૂર્તિ ઉપાસકમાં દેવતામૂર્તિ પ્રત્યે તાદાત્મ્ય ભાવ દર્શાવીને મનુષ્યને દરેક પ્રકારની સિધ્ધી પ્રાપ્ત થાય છે.
(ૐ કાર જ્યોતિષ)
પ.પૂ. આદ્ય શંકરાચાર્ય ગુરુજીએ લક્ષ્મીજીની ઉપાસના માટે શ્રીયંત્રનું અધિક મહત્ત્વ આપ્યું છે.
એવું માનવામાં આવે છે કે જે ઘરમાં શ્રીયંત્રની સ્થાપના કરેલ હોય ત્યાંની દરેક વ્યક્તિ કે સભ્યોને તેમજ આસપાસની ભૂમિ અને તમામ પ્રકારના જીવોને ચિરકાળ સુધી શુભફળ શ્રીયંત્રની ઉપાસનાથી મળ્યા જ કરે છે.
માનવીના સર્વ કાર્ય સિધ્ધ થાય છે. ઉપરાંત તે માનવને આધ્યાત્મિક શાંતિ-ઐશ્વર્ય-ધન સંબંધી વિશેષ લાભ અને અદ્ભૂત ચમત્કારિક સિધ્ધી મળે છે. તેમાં કોઈ શંકા નથી.
તેથી જ સૃષ્ટિની ઉત્પતિ અને માનવીના વિકાસનું સ્વરૃપ શ્રીયંત્ર છે. તેની ઉપાસના પૂજા અથવા તો માત્રને માત્ર તેના દર્શન કરવાથી જીવનો ઉદ્ધાર-ઉન્નતિ થવા લાગે છે.
(ૐ કાર જ્યોતિષ)
🙏🏻 શ્રીયંત્રની સ્થાપના કરનાર મનુષ્યે તેનો સ્વીકાર કરીને સર્વ દુઃખ દારિદ્ર રોગ-પાપ-ભય અપમૃત્યુ કે શોકનો નાશ થાય છે. ઘરમાંથી અલક્ષ્મીરનો ક્ષય થાય છે અને કુબેરસમાન ધનવાન બને છે.
દેવાધિદેવે મહાદેવ આધ્ય શંકરાચાર્ય ગુરુજીને વિશ્વના કલ્યાણ માટે 'શ્રીયંત્ર' અને 'શ્રી સુક્ત'ના બાવન શ્લોકો વરદાનમાં આપ્યા. 'શ્રી સુક્ત' 'કનકધારા સ્ત્રોત' 'શ્રી લક્ષ્મી' સુક્ત'ના મંત્રોનું ગાન કરવાથી શ્રીયંત્રની પ્રાણશક્તિ દ્વારા મનુષ્ય ધનવાન બને છે. તેથી શ્રીસુક્તના સોળમા શ્લોકમાં કહ્યું છે.
।। યઃ શુચિ પ્રયત્વો ભ્ત્વા જુહુયાદા જય મન્વહં । શ્રી સુક્તમ્ પંચદર્શનમ્ ચ શ્રીં કામઃ સતતં જયેત ।।
(શ્રી સુક્ત ૧૬મો શ્લોક) ''
ઋણ રોગાદિ દારિદ્રયં પાપંચ અપમૃત્યુવઃ । ભય શોક મનસ્તાપાન્નશ્યન્તુ મમ સર્વદા ।।''
(શ્રી લક્ષ્મી' સુક્તનો ૧૨મો શ્લોક)
''સુવર્ણધારાસ્ત્રોતં ય ચ શંકરાચાર્ય વિરચિતમ્ । ત્રિસંધ્યમ યઃપઠે નિત્યમ્ સ કુબેર સમોભવેત ।।''
(શ્રીકનકધારા સ્ત્રોતનો ૧૯મો શ્લોક)
(ૐ કાર જ્યોતિષ)
🔯શ્રી યંત્રમાં ભૂપૃષ્ઠ, કુમૃપુષ્ઠ ને મેરૃપૃષ્ઠ આકારના હોય છે. તાંબામાં, સોનામાં, ચાંદીમાં કે પંચધાતુમાં શ્રીયંત્રનું નિર્માણ થઈ શકે છે. માનવ પોતાની શક્તિ પ્રમાણે શ્રીયંત્ર વસાવી શકે છે. સેવનના કાષ્ટમાંથી પણ શ્રીયંત્રનું નિર્માણ થઈ શકે છે.
🔮આ શ્રીવિદ્યાના અસંખ્ય ઉપાસક રહી ચૂક્યા છે. તેમાં શ્રીમદ્ શંકરાચાર્યના પરમગુરુ ગૌડપાદ સ્વામી, સ્વયં શંકરાચાર્ય તથા તેના અનુવર્તી સૂરેશ્વર, પદ્મપાદ, વિદ્યારણ્ય સ્વામી પ્રભુતિ વગેરે અનેક વેદાન્તી આચાર્ય શ્રી વિદ્યાના ઉપાસક હતા.
મિમાંસકોમાં આચાર્યપ્રવર ખંડદેવના શિષ્ય શમ્ભુ ભટ્ટ, ભાસ્કરરાય પ્રભૂતિ પણ શ્રીવિદ્યાના ઉપાસક હતા.
મહાપ્રભુ ચૈતન્યદેવ દ્વારા પ્રવર્તિત સંપ્રદાયગત સિદ્ધાંતના મૂળમાં પણ આ સાધનાનો પ્રભાવ સ્પષ્ટરૂપે અથવા તો ક્યાંક સ્થળે અર્ધ પ્રછન્નભાવમાં પરિલક્ષિત થાય છે.
મહાપ્રભુ શ્રી ચૈતન્યદેવના નિત્ય સત્સંગી નિત્યાનંદ મહાપ્રભુ શ્રી વિદ્યાના ઉપાસક હતા, આ વાત સર્વવિદિત છે.
શૈવાચાર્યગણમાં અભિનવગુપ્ત પ્રભુતિ પણ શિવ ઉપાસનાની સાથે શ્રીવિદ્યાના ઉપાસક હતા.
(ૐ કાર જ્યોતિષ)
શ્રીયંત્રનો પ્રભાવ આવી રીતે ભારત પર વર્ષોથી છે, માત્ર ભારત જ નહીં પણ વિદેશોમાં પણ ‘શ્રીયંત્ર’ વિષે આજે પણ શોેધખોળ ચાલી રહી છે. ‘શ્રીયંત્ર’ ખરેખર એક અદ્ભૂત, રહસ્યમય વિશિષ્ઠ સિદ્ધપ્રદ તથા ચોક્કસ અસર પાડતું યંત્ર છે. એનું રહસ્ય પામવા જેમ જેમ પ્રયત્નો થયા છે તેમ તેમ એ વઘુને વઘુ રહસ્યમય બનતું ગયું છે.
🔯આમ તો શ્રીયંત્રના મુખ્ય આઠ પ્રકાર છે. આ આઠેય શ્રીયંત્રો અલગ અલગ ફળ આપનારા છે.
શ્રીયંત્ર સોના, ચાંદી, તામ્ર ધાતુ, પંચ ધાતુ, તાલપત્ર તથા ભોજનપત્ર પર અને કાગળ પર આલેખવામાં અને કોતરવામાં આવે છે. ક્યાંક સ્ફટીક પર પણ આલેખવામાં આવ્યાના નમુના મળી આવે છે.
🙏🏻 પથ્થરોમાં કંડારેલા શ્રીયંત્ર પણ મંદિરોમાં જોવા મળે છે.
🙏🏻જ્યાં લક્ષ્મીનો વાસ છે તેવા તિરુપતિબાલાજી મંદિર,
🙏🏻 શ્રીનાથજી મંદિર
🙏🏻 નેપાળનું પશુપતિનાથ મંદિર
🙏🏻 રામેશ્વર મંદિર
🙏🏻 નેપાળના પશુપતિનાથ મંદિરના ગર્ભાગારમાં કે જ્યાં મુખ્ય મૂર્તિ છે તેની ચારેય બાજુ આઠેય પ્રકારના શ્રીયંત્ર આલેખાયેલા જોવા મળે છે. 🙏🏻જ્યારે તિરૂપતિ બાલાજીની મૂર્તિ નીચે શ્રીયંત્ર આલેખવામાં આવેલ છે. શ્રીનાથજી મંદિરના પાયામાં પણ શ્રીયંત્ર જ છે.
આવા ખ્યાત નામ મંદિરોની આવકના મૂળમાં શ્રીયંત્ર જ છે.
🔯આઠ પ્રકારના શ્રીયંત્રમાં🔯
🔺‘મેરુપૃષ્ઠિય શ્રીયંત્ર’ અઢળક સંપત્તિ પામવા માટે,
🔺‘કૂર્મ પુષ્ઠિય શ્રીયંત્ર’ દરિદ્રતા નાશ તથા સંપૂર્ણ ઐશ્વર્યાસિઘ્ધિ માટે, 🔺‘મત્યપૃષ્ઠિય શ્રીયંત્ર’ અદ્ભૂત ઐશ્વર્યાસિઘ્ધિ માટે ‘
🔺ઉર્ઘ્વરુપિય શ્રીયંત્ર’ અષ્ટ પ્રકારની લક્ષ્મી પ્રાપ્તિ માટે,
🔺 ‘માતંગીય શ્રીયંત્ર’ નવ નીધિ માટે 🔺ધરાપુષ્ઠિય શ્રીયંત્ર’ ભૂમિ લાભ માટે
🔺વારાહીય શ્રીયંત્ર આકસ્મિક લક્ષ્મી લાભ માટે તથા
🔺 નવનીધિ શ્રીયંત્ર સંપૂર્ણ સંપત્તિ તથા ભાગ્યલક્ષ્મી માટે પૂજન થાય છે.
(ૐ કાર જ્યોતિષ)
♐આ શ્રીયંત્ર મા ૨૮૧૬ શક્તિઓ/ દેવીઓનું પ્રતિક મનાય છે. અને આમ શ્રીયંત્રની પૂજાએ સમગ્ર શક્તિની પૂજા છે.
📚પૌરાણિક કથા શ્રી યંત્રના સંદર્ભમાં એક કથાનું વર્ણન કરવામાં આવ્યું છે.આ કથા અનુસાર આદિ શંકરાચાર્યજીએ કૈલાસ માન સરોવર પર ભગવાન શંકરને કઠિન તપસ્યા કરીને પ્રસન્ન કર્યા હતા. ભગવાન શંકરે તેમને પ્રસન્ન થઈને વચન માંગવાનું કહ્યું ત્યારે શંકરાચાર્યે તેમને વિશ્વ કલ્યાણનો ઉપાય પૂછ્યો. ભગવાન શંકરે સાક્ષાત લક્ષ્મીના સ્વરુપમાં શ્રી યંત્રની મહિમા દર્શાવી અને કહ્યું કે શ્રી યંત્ર મનુષ્યના કલ્યાણ માટે જરુરી છે.
શ્રી યંત્ર પરમ બ્રહ્મ સ્વરુપ અને પ્રકૃતિમય દેવી ભગવતી મહા ત્રિપુરી સુંદરીની આરાધનાનું સ્થલ છે. કેમ કે આ ચક્ર તેમનો નિવાસ અને રથ છે.
શ્રી યંત્રમાં દેવી સ્વયં મૂર્તિવાન થઈને બિરાજે છે અને માટે જ શ્રી યંત્ર વિશ્વનું કલ્યાણ કરે છે.
📚બીજી પ્રસિદ્ધ કથા છે કે એકવાર લક્ષ્મી અપ્રસન્ન થઈને વૈકુંઠ ચાલી ગયા, આથી ધરતી પર જાત-જાતની સમસ્યાઓ જાગી, બ્રાહ્મણ અને વણિક વર્ગ લક્ષ્મી વિના દીન હીન દશામાં ભટકવા લાગ્યા. આ જોઈ બ્રાહ્મણ શ્રેષ્ઠ એવા વશિષ્ઠે નિર્ણય કર્યો કે હું કોઈપણ ભોગે લક્ષ્મીને રીઝવીને ફરી પૃથ્વી પર લાવીશ.
વશિષ્ઠ વૈકુંઠ ગયા, લક્ષ્મીજીને મળ્યા, જોયું ને જાણ્યું કે લક્ષ્મીજી રીસાયાં છે. તે કોઈપણ રીતે પૃથ્વી પર આવવા માંગતા નથી. વશિષ્ઠ ત્યાં જ પોતાનું સ્થાન જમાવી વિષ્ણુની પૂજા કરવા લાગ્યા. વિષ્ણુ પ્રગટ થયાં. તેમને ઋષિમુનિએ કહ્યું, ‘અમો પૃથ્વીવાસીઓ લક્ષ્મી વિના દુ:ખી છીએ, અમારો આનંદ ઉલ્લાસ છીનવાઈ ગયો છે. આપ આમાંથી માર્ગ કાઢો.’ ભગવાન વિષ્ણુ વશિષ્ઠને લઈને લક્ષ્મીજી પાસે જાય છે, તેમને મનાવે છે, પરંતુ માનતા નથી. તેમણે જણાવ્યું કે ‘હું કોઈપણ સંજોગોમાં પૃથ્વી પર આવવા માંગતી નથી.’ હતાશ થઈ વશિષ્ઠ પૃથ્વી પર પાછા આવે છે. ઋષિમુનિઓએ આ બાબત શું કરવું તે માટે વિચાર વિમર્શ કર્યો. દેવતાઓનાં ગુરુ બૃહસ્પતિએ કહ્યું હવે એક જ રસ્તો છે, શ્રી યંત્રની સાધનાનો. જો સિદ્ધ શ્રી યંત્ર બનાવવામાં આવે અને તેની સ્થાપના કરવામાં આવે તો લક્ષ્મીજીને પધારવું પડે. બૃહસ્પતિની વાત મુજબ ધાતુમાં શ્રીયંત્ર બનાવી મંત્ર સિદ્ધ પ્રાણ પ્રતિષ્ઠા કરી દિવાળીના બે દિવસ પહેલાં ધનતેરસના દિવસે પૂજા કરી. પૂજા પૂરી થતાં પહેલાં તો લક્ષ્મીજી હાજર થઈ ગયા અને કહ્યું ‘હું કોઈ પણ સંજોગોમાં આવવા તૈયાર ન હતી પરંતુ શ્રીયંત્ર મારો આધાર છે. તેમાં મારો આત્મા છે.’ તેથી સાબિત થાય છે કે, લક્ષ્મીજીને સહુથી પ્રિય યંત્ર શ્રીયંત્ર છે.(ૐ કાર જ્યોતિષ)
જ્યાં શ્રીયંત્રની સ્થાપના થાય છે, ત્યાં લક્ષ્મીજીનો વાસ હોય છે.
જ્યાં આ યંત્રની સ્થાપના થાય છે, ત્યાં દરિદ્રતાનો નાશ થઈ જાય છે.
દેવામાંથી મુક્ત થવા માટે આ યંત્ર સંપૂર્ણ સફળતા આપનારું છે.
🔯 આ યંત્ર ખરેખર અદ્દભુત રહસ્યમય, વિશિષ્ઠ સિદ્ધદાતા અને ચોક્કસ જ પ્રભાવશાળી છે. એનું રહસ્ય ઉકેલવાના પ્રયત્નો જેમ જેમ થાય છે તેમ તેમ એ વધુને વધુ ગૂંચવાતા જાય છે. આ યંત્રનું રહસ્ય પામવા માત્ર આપણા દેશમાં જ નહિ વિશ્વભરમાં સંશોધનો થાય છે. અને હજી પણ થાય છે.
🕵પાશ્ચાત્ય યંત્ર વિશેષજ્ઞ વુડરોકે કહેલું છે કે જે દિવસ શ્રી યંત્રનું સંપૂર્ણ પૂજન રહસ્ય હાથ આવી જશે તે દિવસે વિશ્વનું સ્વરૂપ બદલાઈ જશે.
🕵 તંત્ર વિશેષજ્ઞોએ શ્રી યંત્ર અને એની સાથે સંકળાયેલા શ્રીસુક્તનો પાર પામવામાં પોતાનું જીવન હોમી દીધું છે. છતાં પણ યંત્રરાજની ગૂંચ પૂરેપૂરી ઉકેલવામાં એમને સફળતા મળી નથી.
📕મંત્ર મહાર્ણવમાં લખ્યા મુજબ શ્રી સુક્તનાં સોળમંત્રો છે. આ મંત્રોમાં સંકેતો રૂપે કોઈપણ ધાતુમાંથી સોનું બનાવવાની વિધિ ગૂંથાયેલી છે. જે દિવસે આ મંત્રોનો ગૂઢ અર્થ સમજાઈ જશે એ દિવસે કોઈપણ ધાતુમાંથી સુવર્ણ બનાવવાની રાસાયણિક પ્રક્રિયાનું વિશ્વને જ્ઞાન થઈ જશે. શ્રી સુક્તની ગૂઢ લિપી ઉકેલવાની ચાવી શ્રી યંત્રમાં છુપાયેલી છે.(ૐ કાર જ્યોતિષ)
આ યંત્રમાં મુખ્ય રૂપે 18 શક્તિઓનુ અર્ચન હોય છે. આ શક્ત્તિઓ જ સંપૂર્ન બ્રહ્માંડને નિયંત્રિત કરે છે. સાધક આ શક્તિઓના અર્ચન પૂજનથી પોતાના શરીર, મન, બુદ્ધિ, ચિત, અહંકાર અને દસ ઈન્દ્રિયોની સાથે સાથે સમસ્ત બ્રહ્માંડ અથવા બ્રહ્મ જગતને પોતાના વશમાં કરી લે છે.
શ્રીયંત્ર. તેની અધિષ્ઠાત્રી સ્વયં ત્રિપુરસુંદરી ભગવતી લક્ષ્મી છે. શ્રીનો અર્થ છે લક્ષ્મી. શ્રીયંત્ર શક્તિશાળી લલિતાદેવીનું પૂજા ચક્ર છે.
આ યંત્ર સિદ્ધિદાયક, ધનદાયક, કષ્ટનાશક, સર્વવ્યાધી વિનાશક અને સર્વ ભયનાશક છે. આ યંત્ર સર્વસૌભાગ્યનું દાયક મનાય છે.
શ્રી યંત્રની કૃપાથી તેના બધા પાપનો નાશ થાય છે અને ચમત્કારી સિદ્ધિઓ, ધન ધાન્ય અને સુખની પ્રાપ્ર્તિ થાય છે.
ઘણાએ કહ્યું છે કે શ્રીયંત્ર મંત્ર સિદ્ધ હોય તો તેના પર કોઈપણ જાતનો પ્રયોગ કે ઉપાય કરવાની જરૂર નથી, કારણકે સ્વયં જ મંત્ર ચૈતન્ય થઈ જાય છે. અને જ્યાં પણ એની સ્થાપના થાય છે, ત્યાં અનુકૂળ ફળ પ્રભાવ આપવા માંડે છે જેમ અગરબત્તી કોઈ વ્યક્તિ સાથે સંબંધ ધરાવતી નથી, અને જ્યાં પણ સળગાવવામાં આવે છે ત્યાં સુગંધ પ્રસરાવવા માંડે છે. એ જ પ્રમાણે મંત્ર સિદ્ધ ચૈતન્ય શ્રીયંત્રની જ્યાં પણ સ્થાપના હોય ત્યાં આગળ એ અનુકૂળતા આપવા માંડે છે.પરંતુ આ કલિયુગ મા આપણે જાને અજાણે ઘણાં ગોર પાપ કર્યા જ હોય છે તૌ આપણા પાપનો નાશ નાં થાય ત્યાં સુધી પુણ્ય નો ઉદય થતો નથી તો પૂજા ઉપાસના કરવી અનિવાર્ય હોય છે.
(ૐ કાર જ્યોતિષ)
🔯શ્રી યંત્રનો ઉલ્લેખ તન્ત્રરાજ, લલિતા સહસ્ત્ર નામ, કામકલા વિલાસ, ત્રિપુરોપનિષદ વગેરે જેવા જુદા જુદા પ્રાચીન ભારતીય ગ્રંથોમાં મળે છે. મહાપુરાણોએ શ્રી યંત્રને દેવી મહાલક્ષ્મીનું પ્રતીક ગણાવાયું છે. આ પુરાણોના વર્ણન અનુસાર મહાલક્ષ્મીજી સ્વયં કહે છે કે, ‘શ્રી યંત્ર એ મારો પ્રાણ, મારી શક્તિ, મારો આત્મા તથા મારું સ્વરૂપ છે. શ્રી યંત્રના પ્રભાવથી જ હું પૃથ્વીલોક પર વાસ કરું છું.’
ઉપર જણાવ્યા પ્રમાણે શ્રીયંત્રમાં ૨૮૧૬ દેવી-દેવતાઓની સામૂહિક અદૃશ્ય શક્તિ વિદ્યમાન રહે છે. તેથી જ તેને યંત્રરાજ, યંત્ર શિરોમણિ, ષોડશી યંત્ર અને દેવ દ્વાર પણ કહેવામાં આવેલ છે.
(ૐ કાર જ્યોતિષ)
દત્તાત્રેય અને ઋષિ દૂર્વાસાએ શ્રી યંત્રને મોક્ષદાતા માનેલ છે. જૈન શાસ્ત્રોમાં પણ આ યંત્રની પ્રશંસા કરવામાં આવી છે.
જેમ શરીર અને આત્મા પરસ્પરના પૂરક છે તેવી જ રીતે દેવતા અને તેમનાં યંત્રો પણ એક બીજાનાં પૂરક છે. યંત્રને દેવતાનું શરીર અને મંત્રને આત્મા કહે છે. યંત્ર અને મંત્ર એ બન્નેની સાધના અને ઉપાસના મળીને તરત જ ફળ આપે છે.
📿જે રીતે મંત્રોની શક્તિ તેના શબ્દોમાં રહેલ છે તેવી જ રીતે યંત્રની શક્તિ તેની રેખાઓ અને બિન્દુઓમાં હોય છે. મકાન, દુકાન વગેરેના નિર્માણ વખતે જો તેના પાયામાં પ્રાણ પ્રતિષ્ઠિત શ્રી યંત્રની સ્થાપના કરવામાં આવે તો તેમાં વસતા લોકોને શ્રી યંત્રની અદ્ભુત અને ચમત્કારી શક્તિઓની અનુભૂતિ થવા લાગે છે.
🗜 શ્રી યંત્રનું નિર્માણ 🗜
શ્રી યંત્રનું નિર્માણ સુવર્ણ (સોનું), રજત (ચાંદી), તામ્રપત્ર અથવા સ્ફટિક પર કરવામાં આવે છે. ત્રિધાતુ એટલે સોનું, ચાંદી અને તાંબુ મેળવીને પણ શ્રી યંત્રનું નિર્માણ કરી શકાય છે. પાંચ ધાતુ અને અષ્ટ ધાતુ મા પણ નિર્માણ કરી શકાય છે.
🔺પારદ શ્રી યંત્રને સર્વશ્રેષ્ઠ મનાયું છે.
🔺ભોજપત્ર પર બનેલ શ્રી યંત્ર સાધારણ ફળદાયી.
🔺તામ્રપત્ર પર શ્રેષ્ઠ.
🔺રજતપત્ર પર શ્રેષ્ઠ અને
🔺સુવર્ણ પર બનેલ શ્રી યંત્ર શ્રેષ્ઠતમ ફળદાયી હોય છે.
🔺સ્ફટિકમાંથી બનેલ શ્રી યંત્ર ખૂબ જ શુભ ફળદાયી હોય છે.
🔺 શત્રુશમન માટે સોનાનું
🔺 કલ્યાણ અને લક્ષ્મી પ્રાપ્તિ માટે ચાંદીનું
🔺 વ્યવસાયના સ્થળે અષ્ટધાતુનું શ્રી યંત્ર શ્રેષ્ઠ ગણાય છે.
(ૐ કાર જ્યોતિષ)
શ્રી યંત્રનું નિર્માણ ગુરુપુષ્ય યોગ.
રવિપુષ્પ યોગ, નવરાત્રિ, દિવાળી કે શિવરાત્રિના અવસરો પર કરવામાં આવે છે.
☝🏻શુદ્ધ સ્ફટિકમાંથી બનેલ શ્રી યંત્ર અનંતકાળ સુધી
☝🏻 સોનાનું સો વર્ષ
☝🏻રજતનું ૨૫ વર્ષ
☝🏻તાંબાનું બાર વર્ષ
☝🏻ભોજપત્રનું છ વર્ષ સુધી શુભકારી રહે છે.
(ૐ કાર જ્યોતિષ)
શ્રી યંત્રની રચના
🔱શ્રી યંત્રની રચોનામાં બિન્દુ, ત્રિકોણ અથવા ત્રિભુજ, વૃત્ત, અષ્ટકમળ વગેરેનો પ્રયોગ કરવામાં આવે છે. શ્રી યંત્રમાં નવત્રિકોણ અથવા ત્રિભુજ હોય છે. જે નિરાકાર શિવની નવ મૂળ પ્રકૃતિઓના દ્યોતક છે.
🔺મુખ્યત્વે બે પ્રકારે શ્રી યંત્ર બનાવવામાં આવે છે. (૧) સૃષ્ટિક્રમ અને (૨) સંહારક્રમ.
સૃષ્ટિક્રમથી બનેલ શ્રી યંત્રમાં પાંચ ઊંર્ધ્વ મુખી ત્રિકોણ હોય છે, જેને શિવ ત્રિકોણ કહે છે. આ પાંચ જ્ઞાનેન્દ્રિયોનાં પ્રતીક છે. આ અધોમુખી ત્રિકોણ હોય છે જેને શક્તિ ત્રિકોણ કહેવામાં આવે છે. તે પ્રાણ મજ્જા, શુક્ર અને જીવનના દ્યોતક છે.
સંહારક્રમથી બનેલ શ્રી યંત્રમાં ચાર ઉર્ધ્વમુખી ત્રિકોણ, શિવ ત્રિકોણ હોય છે અને પાંચ અધોમુખી ત્રિકોણ શક્તિ ત્રિકોણ હોય છે. આ શ્રી યંત્ર કાશ્મીર સંપ્રદાયમાં કૌલ મતાનુયાયી ઉપયોગમાં લે છે.
(ૐ કાર જ્યોતિષ)
🔅શ્રી યંત્રમાં નવ ત્રિભુજોના નિર્માણમાં તેની સાથે મળીને તેંતાલીસ નાના ત્રિભુજ બની જાય છે. જે તેંતાલીસ દેવતાઓનું પ્રતિનિધિત્વ કરે છે. મધ્યના સૌથી નાના ત્રિભુજની વચ્ચે એક બિન્દુ હોય છે. જે સમાધિનું સૂચક છે અર્થાત્ તે શિવ અને શક્તિનું સંયુક્ત રૂપ છે. તેની ચોફેર જે તેંતાલીસ ત્રિકોણ બને છે તે યોગ માર્ગ અનુસાર યમ ૧૦, નિયમ ૧૦, આસન ૮, પ્રત્યાહાર ૫, ધારણ ૫, પ્રાણાયામ ૩, ધ્યાન ૨ હોય છે. આ ત્રિભુજોની બહારની તરફ આઠ કમળ દળનો સમૂહ હોય છે જેની ચોફેર સોળ દળવાળા કમળ સૂચક હોય છે. આ સૌની બહાર ભૂપુર છે.
(ૐ કાર જ્યોતિષ)
મનુષ્ય શરીરની માફ્ક જ શ્રી યંત્રની રચનામાં પણ નવ ચક્ર હોય છે
જેનો ક્રમ અંદરથી બહાર તરફ આ પ્રકારે હોય છે.
આ યંત્રની મધ્યમાં નવ ત્રિકોણ હોય છે, તેમાંથી બીજા 43 ત્રિકોણ બનેલા હોય છે. આ પ્રકારે બનેલું મેરુપૃષ્ઠીય યંત્ર રહસ્ય અને ચમત્કારોથી યુક્ત અને પોતાનામાં અનેક શક્તિઓનો સમાવેશ કરેલું યંત્ર છે.
(ૐ કાર જ્યોતિષ)
કેન્દ્રસ્થ રક્તબિંદુ
🙏🏻
🔸પીળો ત્રિકોણ જે સર્વ સિદ્ધિપ્રદ કહેવાય છે.
🔸હરિયાળા (લીલા) રંગના આઠ ત્રિકોણ સર્વ રક્ષાકારી છે.
🔸તેની બહાર કાળા રંગના દસ ત્રિકોણ સર્વ રોગનાશક છે.
🔸લાલ રંગના દસ ત્રિકોણ સર્વાર્થ સિદ્ધિના પ્રતીક છે.
🔸તેની બહાર નીલા રંગના ચૌદ ત્રિકોણ સૌભાગ્યદાયક છે.
🔸ગુલાબી રંગના આઠ કમળદળનો સમૂહ દુઃખની ક્ષણોના નિવારણનો પ્રતીક છે.
🔸ની બહાર પીળા રંગમાં સોળ કમળદળનો સમૂહ ઇચ્છા પૂર્તિકારક છે.
🔸અંતમાં સૌથી બહાર હરિયાળા (લીલા) રંગના ભૂપુર ત્રૈલોક્ય મોહનના નામથી ઓળખવામાં આવે છે.
આ નવ ચક્રોની અધિષ્ઠાત્રી નવ દેવીઓનાં નામ આ પ્રમાણે છે.
(૧) ત્રિપુરા (૨) ત્રિપુરેશી (૩) ત્રિપુરસુંદરી (૪) ત્રિપુરવાસિની (૫) ત્રિપુરાત્રિ (૬) ત્રિપુરામાલિની (૭) ત્રિપુરસિદ્ધા (૮) ત્રિપુરામ્બા અને (૯) મહાત્રિપુરસુંદરી.
🙏🏻શ્રી યંત્રની પૂજાના લાભ🙏🏻
આમતો આ માહિતી એક સામટી મળતી નથી તે છતા અમે પ્રયાસ કર્યો છે કે આપને બને તેટલી વધુ માહિતીથી અવગત કરાવી શકીયે.
🔯આ ‘શ્રીયંત્ર’ વિષે જુદું જ લખાયું છે. તેનો અભ્યાસ કરાયો છે. અહીં આપણે આ લેખમાં ‘શ્રીયંત્ર’ વિષે અને ‘શ્રી વિદ્યા’ વિષે થોડી માહિતી આપવા પ્રયત્ન કર્યો છે.

શાસ્ત્રોમાં કહેવાયું છે કે શ્રી યંત્રની અદ્ભુત શક્તિના કારણે તેના દર્શન માત્રથી જ લાભ મળવાની શરૂઆત થઇ જાય છે.
♉આ યંત્રને મંદિર અથવા તિજોરીમાં રાખી તેની દરરોજ પૂજા કરવાથી અને દરરોજ કમળ કાકડીના મણકાની માળા થકી શ્રીસૂક્તના બાર પાઠ શ્રી લક્ષ્મી યંત્રના જપની સાથે કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન રહે છે અને ધનસંકટ દૂર થઇ જાય છે.
♉જન્મકુંડળીમાં હાજર એવા કેમદ્રુમ, દરિદ્ર, શકટ, ઋણ, નિર્ભાગ્ય, કાક વગેરે વિભિન્ન કુયોગોને દૂર કરવામાં શ્રી યંત્ર ખૂબ જ લાભકારી છે.
♉ શ્રી યંત્ર મનુષ્યને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનાર છે.
♉આ યંત્રની કૃપાથી મનુષ્યને અષ્ટ સિદ્ધિ અને નવ નિધિઓની પ્રાપ્તિ થઇ શકે છે.
♉શ્રી યંત્રના પૂજનથી સઘળા રોગોનું શમન થાય છે અને શરીરની કાન્તિ નિર્મળ થઇ જાય છે.
♉આ યંત્રની પૂજા કરવાથી વીર્ય સ્તંભન થાય છે અને પંચ તત્ત્વો પર વિજય પ્રાપ્ત થાય છે.
♉આ યંત્રની કૃપાથી મનુષ્યને ધન, સમૃદ્ધિ, યશ, કીર્તિ, ઐશ્વર્ય વગેરેની પ્રાપ્તિ થાય છે.
♉શ્રી યંત્રના પૂજનથી રોકાયેલાં કે અટકેલાં કામો સક્રિય બને છે.
♉શ્રી યંત્રની શ્રદ્ધાપૂર્વક નિયમિત રીતે પૂજા કરવાથી દુઃખ-દરિદ્રયનો નાશ થાય છે.
♉શ્રી યંત્રની સાધના ઉપાસનાથી સાધકની શારીરિક અને માનસિક શક્તિ પુષ્ટ થાય છે.
♉ આ યંત્રની પૂજાથી દસ મહાવિદ્યાઓની પ્રાપ્તિ થઇ શકે છે.
♉શ્રી યંત્રની સાધનાથી આર્થિક ઉન્નતિ થાય છે અને વ્યાપારમાં સફળતા મળે છે.
♉શ્રી યંત્રના દર્શન માત્રથી બધા પાપ, શ્રાપ અને તાપનુ શમન થાય છે અને ધન ધાન્ય અને સ્વાસ્થ્યની પ્રાપ્તિ થય છે.
🙏🏻🔺આની સાધના વામ અને દક્ષિણ બંને માર્ગોથી કરવામાં આવે છે. 🔺🙏🏻
♉શ્રી યંત્રને દુકાનમાં રાખવાથી વેચાણમાં વધારો થાય છે.
♉પૂજા ઘરમાં રાખવાથી ધન ધાન્ય અને કારખાના કે અન્ય કોઈ વ્યવસાય ક્ષેત્રમાં રાકહ્વાથી વ્યવસાયમાં ઉન્નતિ અને વૃદ્ધિ થાય છે.
♉તેનુ સવારે ઉઠીને દર્શન માત્ર કરી લેવાથી દરેક પ્રકારનો લાભ મળે છે.
🙏🏻 વિનિયોગ મંત્રમાં ઉન્નતિ અને શ્રીયંત્રની રચના પૂજા અને વિધિ માટે શાસ્ત્રોમાં પંચોપચાર પૂજન વિધિ બતાવી છે.✋🏻પાંચ પૂજામાં શ્રીયંત્રને ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેધનું પૂજન કરવું તેમ જણાવ્યું છે. તેનો સવારે ઉઠીન દર્શન કરવાથી દરેક પ્રકારના લાભ મળે છે.
🙏🏻શ્રીયંત્રને પ્રાત:કાળે નિત્ય જળથી સ્નાન કરાવવું. તેના પર ચંદન, કંકુના ચાંલ્લા કરી દીવો, ધૂપ કરી દર્શન કરીને પ્રસ્થાન કરવું. શ્રીયંત્રમાં દસ વિધાઓનો સમાવેશ થયેલો છે. ભોજપત્ર, તાંબું, સ્ફટિક, ચાંદી, સોનામાં બનાવેલ શ્રીયંત્રને પૂજામાં રાખી નિત્ય દર્શન કરનાર ધન, સંપત્તિ, માન, સન્માન મેળવે છે.
તમામ યંત્રોમાં શ્રીયંત્ર રાજા સમાન ગણાય છે.
તંત્ર શાસ્ત્રમાં કહ્યું છે કે અન્ય દેવોની ઉપાસના કરવાથી ભોગ અને મોક્ષ બંનેમાંથી કોઈ એક જ પ્રાપ્ત થાય છે, યા તો ભોગ યા તો મોક્ષ. પરંતુ માતા ત્રિપુરસુંદરીની જે ભક્ત ઉપાસના કરે છે તેને સંસારનું સુખ ઐશ્વર્ય (ભોગ) અને જીવન પછી મોક્ષ બંને પ્રાપ્ત થાય છે. પુરાણ તથા તંત્ર ગ્રંથો ર્માંં વર્ણિત દશ મહાવિદ્યાઓમાં તૃતીય ષોળશી વિદ્યા ત્રિપુરસુંદરી છે. ત્રિપુરસુંદરી દેવીના યંત્ર મનાતા શ્રીયંત્રના રેખાંકનએ દેશી-વિદેશી બધા રેખાગણિતજ્ઞોને આશ્ચર્યચકિત કર્યા છે.
🔅શ્રીયંત્ર શિવ અને શિવા બંનેનું એક શરીર છે. બંને સર્વથા અભિન્ન છે. શ્રીચક્રમાં ૪ ત્રિકોણ ઊર્ધ્વમુખ (ઉપર) અને ૫ ત્રિકોણ સાધક જ ની તરફ અર્ધ્વમુખ (નીચે) હોઈ છે. તે મળીને શિવશક્તિ મય ૯ ત્રિકોણ બને છે. અંકશાસ્ત્ર અનુસાર ૯ અંક પૂર્ણાક માનવામાં આવ્યો છે. ૯ ને કોઈપણ સંખ્યા સાથે ગુણાકાર કરવાથી બરાબર ૯ જ રહે છે, તેથી આ પૂર્ણાતાનું ઘોતક છે.
🔺શ્રીચક્રમાં ૯ આવરણ હોય છે. જેનું ''આવરણ પૂજન'' થાય છે. તે નવ આવરણના પ્રથમ આવરણને ''ત્રૈલોક્ય મોહનચક્ર'' કહેવામાં આવે છે. આમા ૪ દ્વાર તથા ૩ રેખાઓ હોય છે. ૩ રેખાઓમાં પ્રથમ રેખામાં ૧૦ દેવીઓનો નિવાસ, બીજી રેખામાં અષ્ટ માતૃકાનો નિવાસ અને તૃતીય રેખામાં ૧૦ શક્તિઓનો નિવાસ હોય છે.
🔺દ્વિતીય આવરણનું નામ ''સર્વાશાપરિપૂરકચક્ર'' ચક્ર છે. આમા ષોડશદલ હોય છે. આ ષોડશદલોમાં ષોડશનિત્ય કલાઓની પૂજા થાય છે.
🔺તૃતિય આવરણ ''સર્વસંક્ષોભણચક્ર'' છે. આમા અષ્ટદલ કમલ છે અને આઠ દેવીઓની પૂજા કરવામાં આવે છે.
🔺ચતુર્થ આવરણ ''સર્વસૌભાગ્યદાયકચક્ર'' કહેવાય છે. આમા ૧૪ ખુણા હોય છે અને ૧૪ શક્તિઓનો નિવાસ હોય છે.
🔺પંચમાવરણ ''સાર્વાથસાધક'' છે. આમા ૧૦ ખુણા બહાર હોય છે તેને ''બર્હિર્દશાર'' ચક્ર પણ કહે છે. આમા ૧૦ દેવીયોનો નિવાસ હોય છે અને તેની પૂજા થાય છે.
🔺ષષ્ઠાવરણ ''સર્વરક્ષાકરચક્ર'' છે, આની અંદર ૧૦ ખુણા હોય છે. જેને ''અન્તર્દશારચક્ર'' પણ કહે છે. આમા ૧૦ દેવીઓનો નિવાસ હોય છે.
🔺સપ્તમાવરણ ''સર્વરોગહર'' કહેવાય છે. આમા આઠ ખુણા હોય છે. આમા ૮ દેવીની પૂજા થાય છે. 🔺અષ્ટમાવરણ ''સર્વસિદ્ધિપ્રદચક્ર'' કહેવાય છે. આ ત્રિકોણાત્મક હોય છે. આમા ૪ આયુધ દેવીઓ-વાણિની, ચાપિની, પાશિની અને અંકુશિનીનો નિવાસ હોય છે. ત્રણ દેવી ત્રણ ખુણા પર રહે છે. અને પાછળ ત્રિકોણની વચ્ચે કેન્દ્ર સ્થાનમાં જેને બિંદુ કહેવાય છે, આયુધ દેવીઓની સાથે કામેશ્વરી, વ્રજેશ્વરી અને ભગમાલિની આ ત્રણ શક્તિઓની પણ પૂજા થાય છે.
🔺 નવમુ આવરણ ''સર્વનંદમયચક્ર'' કહેવાય છે. સર્વ શક્તિઓમાં પ્રધાન લલિતા, મહાત્રિપુરસુંદરી આમાં વાસ કરે છે. જેની પૂજા અહીં કરવામાં આવે છે.
આ પ્રકાર શ્રીચક્રની શક્તિઓ છે.શ્રીવિદ્યાથી દીક્ષિત થઈને ભક્તિભાવથી શુદ્ધતાથી પ્રતિદિન યથોપચારથી શ્રીચક્રનું પૂજન કરવાથી જગદમ્બાની કૃપાથી અવશ્ય જ મનવાંચિત ફલ અને શ્રીમાતા ભગવતી ત્રિપુરસુંદરીની કૃપા પ્રાપ્ત થાય છે તેમાં કોઈ શંકાને સ્થાન નથિ.
🏷આ ''સર્વસિદ્ધિપ્રદ'' કહેવાય છે. પરંતુ ખંડિત તૈટુલું યંત્ર પૂજીત નથી જો કોઈ કારણે યંત્રની રેખાઓ ભૂસાય જાય અથવા તો ખંડિત થઈ જાય તેને તીર્થરાજમાં નદી અથવા સમુદ્રમાં વિસર્જીત કરી દેવું જોઈએ નહીં તો દુઃખ ભાજન થવું પડશે. પ્રાણ પ્રતિષ્ઠા કર્યા વગર યંત્રનું પૂજન ફળદાયી થતું નથી અને નવરાત્રિના વિશેષ પર્વ પર શ્રીયંત્રના પૂજનનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે.
🙏🏻શ્રી યંત્રની પૂજામાં ઉપયોગી મંત્ર🙏🏻
શ્રીયંત્ર પર શ્રધ્ધાથી ભક્તિ દ્વારા ઉપાસના કરવી જોઈએ. તે માટે કેટલાક મંત્ર અહીં આપવામાં આવ્યા છે. જેના જાપ-માળા-ગાન કરવાથી મનુષ્ય અદ્ભુત પરિણામ મેળવે છે.
🔱શ્રી ૐ મહાલક્ષ્મ્યૈ નમઃ
🔱ૐ શ્રીં હ્રીં કલીં હ્રીં શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ
🔱ૐ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ
🔱 ।। ૐ શ્રી નમઃ ।। (દરરોજ ૧ માળા)
🔱।। ૐ ઐં હ્રી શ્રી ક્લીં દેવી પદ્માવત્યૈનમઃ ।। (દરરોજ ૧ માળા) (આ મંત્ર જૈન ઉપાસકો માટે વિશેષ ફળ આપે છે.)
🔱 ૐ શ્રી હ્રી શ્રી કમલે કમલાયે પ્રસીદપ્રસીદ શ્રી હ્રી શ્રી ૐ મહાલક્ષ્મ્યૈ નમઃ ।। (દરરોજ ૧ અથવા ૧૧ માળા) (આ મંત્ર ખાસ બ્રાહ્મણો માટે પણ બધા ઉપાસકો કરી શકે છે.)
🔱 ।। ૐ શ્રી ૐ હ્રી ક્લી શ્રી કલી વિજ્ઞોશ્વરાય નમઃ । મમ દુઃખ દારિદ્રય નાશં કુરુ કુરુ સ્વાહા ।। (દરરોજ ૧ વાર મંત્ર બોલવો અથવા ૧ માળા કરવાથી દુઃખ દારિદ્રય નાશ થાય છે.)
🔱 ૐ હ્રી શ્રી અહં શ્રી લક્ષ્મીરદેવ્યૈ હીં નમઃ । મમ શ્રી પ્રાપ્તી કુરુ કુરુ સ્વાહા ।। (દરરોજ ૧ વાર મંત્ર બોલો અથવા ૧ માળા કરવાથી લક્ષ્મીે-ધન પ્રાપ્ત થાય છે)
🔱શ્રી શુકતમ નો નિત્ય 1 થિ 11 વાર પાઠ કરવો.
🔱લલિતા સહસ્ત્ર નામનો જાપ નિત્ય 1 વાર કરવો.
આ ઉપરાંત ઘણા બધા મંત્રો છે જેનાથી માનવનું કલ્યાણ અવશ્ય થાય છે.
🔅શ્રી યંત્ર અને તીર્થસ્થળ🔅
ભારત વર્ષમાં વિવિધ તીર્થો અને સ્થળોએ પણ શ્રી યંત્ર સ્થાપિત છે.
🗻આબુ પર્વતના દેલવાડા મંદિરમાં ઓસિમા દેવીના દ્વાર પરના થાંભલા પર શ્રી યંત્ર અંકિત છે.
🏝મર્હિષ રમણના આશ્રમ અને જગતગુરુ શંકરાચાર્યના મઠોમાં પણ શ્રી યંત્ર સ્થાપિત છે.
🎇અંબાજીમાં માતાજીની મૂર્તિ નથી, પરંતુ શ્રી યંત્ર જ છે
🌁દક્ષિણ ભારતના તિરુપતિ બાલાજીના મંદિરમાં પાયાની સ્થાપના વેળા વિધિવત્ સિદ્ધ શ્રી યંત્ર પાયામાં સ્થાપિત કરેલ છે. મંદિરની મુખ્ય મૂર્તિની પીઠ પર પણ શ્રી યંત્ર (ષોડથી યંત્ર) ઉત્કીર્ણ છે.
🎋બાંસવાડામાં શ્રીપુરસિંદુરી દેવીના મંદિરમાં પણ શ્રી યંત્રનાં દર્શન થાય છે.
🌠 જગન્નાથજીના મંદિરમાં ભૈરવી ચક્ર અને શ્રીનાથજીના મંદિરમાં સુદર્શન ચક્રમાં રૂપમાં પણ શ્રી યંત્ર સ્થાપિત છે.
🌈 સૌરાષ્ટ્રના સોમનાથ મંદિરના ભૂગર્ભમાં સુવર્ણ પથ્થરો પર શ્રી યંત્ર ઉત્કીર્ણ હતું એવું કહેવાય છે.
અંબાજી ખૂબ જ મશહૂર યાત્રાધામ ગણાય છે. પુરાણોમાં લખ્યું છે કે અહીં અંબિકાવન હતું. અંબાજી એ સમુદ્ર સપાટીથી ૧૫૮૦ ફીટની ઉંચાઇ ઉપર અરવલ્લીના પહાડોની વચ્ચે વસેલું છે. અંબાજી મંદિરમાં કોઇ દેવીની મૂર્તિની પૂજા થતી નથી. પરંતુ વીસાયંત્રની પૂજા કરાય છે. આ યંત્ર માન્યતા અનુસાર શ્રીયંત્ર છે જે ઉજ્જૈન તેમ જ નેપાળના શક્તિપીઠોના મૂળ યંત્ર સાથે સંકળાયેલું હોવાનું અને યંત્રમાં એકાવન અક્ષર હોવાનું પ્રમાણ છે. આ યંત્રની દર મહિનાની આઠમે પૂજા થાય છે તો મિત્રો આપને અમોએ શ્રીયંત્ર નું આટલું બઘુ મહત્વ કેમ? અને તેની રચનાથી માંડીને તેનાં પૂજન અને અતિ મહત્વના કારણો પણ ઉલ્લેખ કરવાની કોશિસ કરી છે શકય હતુ તેટલુ જણાવાની કોશિસ કરેલ છે.આશારખુ છું કે આપને ૐ કાર જ્યોતિષ તરફથી મળવાપાત્ર આ માહીતી ઉપયોગી નીવડે.

નવરાત્રી, દિવાળી, ગુરુ પુષ્ય, રવિ પુષ્ય જેવા સિદ્ધ દિવસોમાં પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વક સિદ્ધ કરેલ શ્રી યંત્ર માટે સંપર્ક કરવો.
હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત
🙏🏻ૐ નમો નારાયણ🙏🏻
શ્રીયંત્ર ના આવરણ દેવતાની ક્રમશઃ યાદી જોઈએ છે.
જવાબ આપોકાઢી નાખો