સોમવાર, 20 ફેબ્રુઆરી, 2017

શાસ્ત્રો મુજબ આપણે રોજ સવારે બ્રહ્મમુહૂર્તમાં પથારી ત્યજી દેવી જોઈએ.

આપણા શાસ્ત્રો મુજબ આપણે રોજ સવારે બ્રહ્મમુહૂર્તમાં પથારી ત્યજી દેવી જોઈએ. 

બ્રહ્મનું મતલબ છે પરમ તત્વ અથવા પરમાત્મા. મુહૂર્ત એટલે કે અનુકૂળ સમય. રાત્રિનો અંતિમ પહોર અર્થાત્ 4થી 5.30 વાગ્યાનો સમય બ્રહ્મમુહૂર્ત કહેવાય છે. આપણી દિનચર્યા સવારે જાગ્યા પછી શરૂ થાય છે. જેથી સવારે વહેલાં ઉઠવું દિનચર્યાનું સૌથી પહેલું અને મહત્વપૂર્ણ ભાગ છે. આ જ કારણે આપણી સંસ્કૃતિમાં સવારે ઉઠવાનો સમય પણ નિર્ધારિત કરવામાં આવ્યો છે. તે છે બ્રહ્મમુહૂર્ત.

બ્રહ્મમુહૂર્તમાં ઉઠવું આપણા માટે બહુ લાભકારી હોય છે. તેનાથી આપણું શરીર સ્વસ્થ રહે છે અને દિવસભર શરીર સ્ફૂર્તિલું રહે છે. સ્વસ્થ રહેવા અને સફળ થવાનો આ એક ખાસ ફોર્મુલા છે. જેમાં કોઈ જ ખર્ચ નથી પરંતુ જરૂર હોય છે તો માત્ર આળસ ત્યજવાની.

શાસ્ત્રોમાં પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે-
वर्णं कीर्तिं मतिं लक्ष्मीं स्वास्थ्यमायुश्च विदन्ति।
ब्राह्मे मुहूर्ते संजाग्रच्छि वा पंकज यथा॥
- भाव प्रकाश सार-93
અર્થાત્- બ્રહ્મમુહૂર્તમાં ઉઠવાથી વ્યક્તિને સુંદરતા, લક્ષ્મી, બુદ્ધિ, સ્વાસ્થ્ય, આયુષ્ય વગેરેની પ્રાપ્તિ થાય છે. આવું નિત્ય કરવાથી શરીર કમળની જેમ સુંદર થઈ જાય છે.

બીજું જાણો કે સવારે જલ્દી જાગવાથી વધુ કયા-કયા સ્વાસ્થ્ય લાભ થાય છે.......

સારા સ્વાસ્થ્યનું રહસ્ય
આપણા ધર્મ ગ્રંથોમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનો સૌથી મોટો લાભ સારું સ્વાસ્થ્ય બતાવવામાં આવ્યું છે. શું છે આનું રહસ્ય? વાસ્તવમાં સવારે ચાર વાગ્યાથી સાઢા પાંચ વાગ્યા સુધી વાયુમંડળમાં એટલે કે આપણી ચારેય તરફ ઓક્સીજન વધુ માત્રામાં હોય છે. વૈજ્ઞાનિક શોધથી જાણવા મળ્યું છે કે આ સમયે ઓક્સીજન 41 ટકા, લગભગ 55 ટકા નાઈટ્રોજન અને 4 ટકા કાર્બન ડાયોક્સાઈડ ગેસ રહે છે. સૂર્યોદય બાદ વાયુમંડળમાં ઓક્સીજન ઘટી જાય છે અને કાર્બન ડાયોક્સાઈડ ગેસ વધે છે. ઓક્સીજન આપણા જીવનનો આધાર છે. શાસ્ત્રોમાં તેને પ્રાણવાયુ કહેવામાં આવ્યું છે. જેથી વધુ પ્રમાણમાં ઓક્સીજન મળવાથી આપણું શરીર સ્વસ્થ રહે છે.

બ્રહ્મ મુહૂર્ત અને પ્રકૃતિ
બ્રહ્મ મુહૂર્ત અને પ્રકૃતિ વચ્ચે ગાઢ સંબંધ છે. આ સમયે પશુ-પક્ષી જાગી જાય છે. તેમનું મધુર કલરવ શરૂ થઈ જાય છે. કમળનું ફુલ પણ ખીલી ઉઠે છે. કૂકડો બાંગ પોકારે છે. એક રીતે પ્રકૃતિ પણ બ્રહ્મ મુહૂર્તમાં ચેતન થઈ જાય છે. આ પ્રતીક છે જાગવા સૂવાનું. પ્રકૃતિ આપણને સવારે ઉઠવાનો સંદેશ આપે છે. 

કયા કારણે મળે છે સફળતા અને સમૃદ્ધિ
બ્રહ્મ મુહૂર્તમાં ઉઠનારો વ્યક્તિ સફળ, સુખી અને સમૃદ્ધ થાય છે. કેમ? 
કારણ કે જલ્દી ઉટવાથી દિવસભરના કાર્યો અને યોજનાઓ બનાવવા માટે પર્યાપ્ત સમય મળી રહે છે. જેથી ન માત્ર જીવન સફળ થાય છે પરંતુ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેનાર દરેક વ્યક્તિ સુખી અને સમૃદ્ધ થઈ શકે છે. કારણ કે તે જે કાર્ય કરે છે તેમાં તેને પ્રગતિ મળે છે. વિદ્યાર્થી પરીક્ષામાં સફળ થાય છે. નોકરી કરનારાઓથી બોસ ખુશ રહે છે. વેપારી સારી કમાણી કરી શકે છે. જ્યારે વ્યક્તિ બિમાર હોય તો તેની આવક તો પ્રભાવિત થાય જ છે સાથે ખર્ચ પણ વધે છે. સફળતા તે જ વ્યક્તિને મળે છે જે સમયનો સદ્પયોગ કરે અને સ્વસ્થ રહે છે. જેથી સફળ અને સ્વસ્થ રહેવું હોય તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું.
વેદોમાં પણ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું મહત્વ અને તેનાથી થનારા લાભનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
प्रातारत्नं प्रातरिष्वा दधाति तं चिकित्वा प्रतिगृह्यनिधत्तो।
तेन प्रजां वर्धयमान आयू रायस्पोषेण सचेत सुवीर:॥ - ऋग्वेद-1/125/1
અર્થાત્ સવારે સૂર્યોદય થયા પહેલાં ઉઠનાર વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે છે. જેથી બુદ્ધિમાન લોકો આ સમયને વ્યર્થમાં ગુમાવતા નથી. સવારે વહેલાં ઉઠનાર વ્યક્તિ સ્વસ્થ, સુખી, તાકાતવાન અને દીર્ધાયુ બને છે.
यद्य सूर उदितोऽनागा मित्रोऽर्यमा। सुवाति सविता भग:॥ - सामवेद-35
અર્થાત્ વ્યક્તિને સવારે સૂર્યોદયથી પહેલાં શૌચ અને સ્નાન કરી લેવું જોઈએ. ત્યારબાદ ભગવાનની પૂજા અર્ચના કરવી જોઈએ. આ સમયની શુદ્ધ અને નિર્મળ હવાથી સ્વાસ્થ્ય અને સંપત્તિમાં વૃદ્ધિ થાય છે.
उद्यन्त्सूर्यं इव सुप्तानां द्विषतां वर्च आददे।
अथर्ववेद- 7/16/२
અર્થાત્ સૂર્યોદય બાદ પણ જે ઉઠતા નથી તો જાગતા જ તેમનું તેજ ખતમ થઈ જાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો