શનિવાર, 11 ફેબ્રુઆરી, 2017

શંખની આરાધનાથી અણધાર્યો આર્થિક લાભ થાય

જ્યોતિષશાસ્ત્ર અનુસાર શંખધ્વનિથી નકારાત્મક ઊર્જાઓ દૂર થાય છે. શંખની ભસ્મનો ઔષધી તરીકે ઉપયોગ કરવાથી અસાધ્ય રોગમાંથી મુક્તિ મળે છે. ઘરમાં શંખની સ્થાપના-પૂજન કરવાથી સુખ-સમૃદ્ધિશાંતિ આવે છે. વાસ્તુદોષ દૂર થાય છે. શંખ સંબંધિત પ્રયોગો અજમાવવાથી વિશેષ લાભ પણ મેળવી શકાય છે. શંખ જાતકની તમામ પ્રકારની મુશ્કેલીઓ, કષ્ટ, બાધાઓ, અશાંતિ, બીમારીને દૂર કરે છેક્ષિણાવર્તી શંખની આરાધનાથી અણધાર્યો આર્થિક લાભ થાય છે. યશ-પ્રતિષ્ઠા, માન-સન્માન પ્રકારના શંખની સાધનાથી પ્રાપ્ત કરી શકાય છે. શંખ જેટલો મોટો તેટલો સવિશેષ લાભદાયક ગણવામાં આવે છે. ઓછામાં ઓછું અડધો લિટર જળ જે શંખમાં સમાય તેની સાધના કરવી જોઈએ. એક લિટર પાણી જે શંખમાં સમાઈ જાય શ્રેષ્ઠ ગણવામાં આવે છે. શંખની સાધના કરી સિદ્ધ કરવામાં આવે ત્યાર બાદ તેનું શુભ ફળ પ્રાપ્ત થાય છે.શંખ દેવીય અને માયાવી બંને પ્રકારના હોય છે. ઘરમાં અને મંદિરમાં કેવા પ્રકારના શંખ હોવા જોઈએ તે વિશે શાસ્ત્રમાં વિશેષ ઉલ્લેખ જોવા મળે છે. વ્યક્તિ ઘરમાં શંખ તો લઈ આવે છે પણ પછી કેટલીક વાર ઘરમાં રણશિંગું ફૂંકાય છે. જાણો છો શાથી. કારણ કે જે શંખ યુદ્ધમેદાનમાં ઉપયોગમાં લેવાતો હોય તે ઘરમાં લાવી દીધેલો હોય છે. લેખ તમને આવી સ્થિતિમાંથી બચાવશે. તમારે ચોક્કસરીતે ક્યાં શંખની જરૂર છે તે નક્કી કરવામાં તમારી મદદ કરશે. જાણી લો શંખ વિશે બધું ..
વિશ્વનો સૌથી મોટો શંખ કેરળમાં ગુરુવયુર ગામ ખાતે આવેલા શ્રીકૃષ્ણ મંદિરમાં સુશોભિત છે. જેની લંબાઈ અડધા મીટર જેટલી છે. તેનું વજન બે કિલોગ્રામ છે.  જેમ મુખ્ય ઋતુઓ ત્રણ હોય છે તેમ શંખના પણ મુખ્ય ત્રણ પ્રકાર હોય છે. વામાવર્તી, દક્ષિણાવર્તી અને ગણેશશંખ. ગણેશ શંખને મધ્યવર્તી શંખ પણ કહેવામાં આવે છે. ત્રણેય પ્રકારના શંખોમાં અનેક પેટા પ્રકારો છે જેમાંથી કેટલાંક ચમત્કારિક છે. કેટલાંક દુર્લભ છે તો કેટલાંક આરામથી મળી શકે તેવા છે. અથર્વવેદ અનુસાર શંખોથી રાક્ષસોનો નાશ થાય છે. શંખ રક્ષણ કરે છે. ભાગવતમાં પણ આનો ઉલ્લેખ છે. યજુર્વેદ અનુસાર યુદ્ધમાં શત્રુઓના હૃદય બાળવા માટે શંખધ્વનિ ફૂંકવામાં આવતો હતો. તે કોઈ ચોક્કસ વ્યક્તિ તે વગાડતી. અદભૂત શૌર્ય અને શક્તિનું પ્રદર્શન થાય ત્યારે પણ શંખનાદ કરવામાં આવતો. શંખધ્વનિ દ્વારા રોગો, રાક્ષસો, પિશાચો અને શત્રુઓથી રક્ષા થાય છે. તેથી જ કહેવાય છે કે, 'શંખ બાજે, બલાએ ભાગે' શંખધ્વનિ કરવાથી દરિદ્રતા તથા દુઃખ દૂર થાય છે. આયુષ્યમાં વૃદ્ધિ થાય છે. એકમાત્ર શંખ વગાડવાથી યોગની ત્રણ ક્રિયાઓ યથાપૂરક, કુંભક અને પ્રાણાયામ એક સાથે સંપન્ન થાય છે. જેનાથી સ્વાસ્થ્ય સારું રહે છે તથા આસુરી શક્તિઓ પરેશાન કરતી નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર પ્રાતઃકાળે તથા સંધ્યાકાળે ઘર તથા મંદિરોમાં શંખધ્વનિ કરવાથી ચારે તરફની નકારાત્મક શક્તિ દૂર થાય છે.
શંખનું ર્ધાિમક મહત્ત્વ ઘણું છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ તેને ખૂબ જ શુભ માનવામાં આવ્યો છે. તેની સાથે કેટલાંય જ્યોતિષીય પ્રયોગો જોડાયેલા છે. શંખની ભસ્મનો ઔષધી તરીકે પણ ઉપયોગ કરીને અસાધ્ય રોગમાંથી મુક્તિ મેળવી શકાય છે. વિષ્ણુપુરાણ અનુસાર પાવન શંખ માતા મહાલક્ષ્મીના ભ્રાતા (ભાઈ) છે. સમુદ્રમંથનના સમયે મળેલાં ચૌદ રત્નોમાંથી એક શંખ છે. તેર રત્નોમાં જેટલા ગુણ છે તે બધા જ ગુણ શંખમાં પણ છે.
શંખ ચંદ્ર અને સૂર્યની જેમ દેવસ્વરૂપ છે. તેના મધ્યભાગમાં વરુણ, પાછલાભાગમાં બ્રહ્મા અને અગ્રભાગમાં ગંગા-સરસ્વતી નિવાસ કરે છે.
ગણેશ શંખઃ સમુદ્ર મંથન દરમિયાન જે શંખ આઠમા રત્ન તરીકે મળી આવ્યો હતો તે હતો ગણેશ શંખ. સર્વપ્રથમ તેની ઉત્પતિની જાણ ત્યારે થઈ હતી. શંખની આકૃત્તિ હુબહુ ગણેશજી જેવી હોય છે. શંખમાં જે સુંઢ આકાર આવેલો હોય છે તે પ્રાકૃત્તિક સૌંદર્ય યુક્ત હોય છે. પ્રકૃતિના રહસ્યની અનોખી ઝલક ગણેશ શંખના દર્શનથી મળે છે. શંખને દરિદ્રતાનાશક અને ધન પ્રાપ્તિના કારક ગણવામાં આવે છે. ગણેશ શંખનું પૂજન જીવનમાં દરેક ક્ષેત્રમાં ઉન્નતિ અને વિઘ્ન હરનારું છે. તેની પૂજાથી તમામ મનોરથો સિદ્ધ થાય છે. ગણેશ શંખ આસાનીથી નથી મળતા. તે દુર્લભ પ્રકારના શંખ છે. આર્થિક વ્યપારિક, કર્જ તેમજ પારિવારિક સમસ્યાઓમાં શંખ શ્રેષ્ઠ ઉપાય સાબિત થાય છે.કલાનિધિ શંખધનપ્રાપ્તિમાં અંતરાયો આવતા હોય, આર્િથક સ્થિતિ નબળી રહેતી હોય તથા સંપત્તિસંબંધી જ્યારે કોઈ મુશ્કેલીઓ હોય તો તેના નિરાકરણ માટે કલાનિધિ શંખનો ઉપયોગ કરવો જોઈએ. કોઈ પણ ર્પૂિણમા, પ્રદોષ, ગુરુુપુષ્ય, રવિપુષ્ય યોગ અથવા નવરાત્રિ દરમિયાન આ શંખનું વિધિવત્ સ્થાપન-પૂજન કરવું જોઈએ.
એરાવત શંખએરાવત શંખ નારદ મુનિએ સિદ્ધ કર્યો હતો. તેના બળ થકી તેઓ કોઈ પણ રૂપમાં સંસારમાં ક્યાંય પણ ભ્રમણ કરી શકતા હતા. જો આ શંખ કોઈને મળી જાય તો તેનાં દર્શનમાત્રથી સમસ્ત મનોરથ પૂર્ણ થાય છે.
ઈંદ્રના હાથીનું નામ ઐરાવત છે. શંખ પણ તેના જેવો જોવા મળે છે. તેથી તેનું નામ ઐરાવત છે. શંખ મૂળતઃ સિદ્ધ અને સાધના પ્રાપ્તિ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે રંગ અને રૂપના નિખાર માટે શંખનો ઉપયોગ કરવામાં આવે છે. શંખમાં 24થી 28 કલાક જળ ભરીને રાખી પછી તેને પીવામાં આવે તો ચહેરો કાંતિમય બની જાય છે. આવું કેટલાંક દિવસો સુધી કરવાથી વ્યક્તિ તેજોમય બને છે. દેવેજ્ય શંખદેવેજ્ય શંખનું પૂજન વિવિધ પ્રકારનાં પાપ અને શાપમાંથી મુક્તિ તો અપાવે છે સાથે-સાથે જાદુ-ટોણાથી પણ બચાવે છે. શાંતિ તથા સમૃદ્ધિ મેળવવા માટે દેવેજ્ય શંખને પ્રભાવશાળી માનવામાં આવે છે.
શંખ મહાભારતમાં અર્જુન પાસે હતો. વરુણદેવે તેને ભેટ આપ્યો હતો. શંખનો ઉપોયગ દુર્ભાગ્યનાશક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શંખનો ઉપયોગ ન્યાયના ક્ષેત્રમાં વિજય અપાવે છે. ન્યાયિક ક્ષેત્રથી જોડાયેલા લોકો તેની પૂજા કરીને લાભ મેળવી શકે છે. શંખને શક્તિના પ્રતિક તરીકે માનવામાં આવે છે. દક્ષિણાવર્તી શંખદક્ષિણાવર્તી શંખ પ્રકૃતિની અદ્વિતીય ભેટ છે. આ શંખ ખૂબ જ દુર્લભ અને ચમત્કારિક છે. દક્ષિણાવર્તી શંખ સીધા (જમણા) હાથ તરફ ખૂલતો જોવા મળે છે. સામાન્ય રીતે બધા જ શંખ વામાવર્તી જ હોય છે. દક્ષિણાવર્તી શંખના સ્થાપન અને પૂજનથી જીવનનાં તમામ કષ્ટ દૂર થાય છે. સુખ-શાંતિનો ઘરમાં વાસ થાય છે. ધન-સમૃદ્ધિમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે.
શંખને દક્ષિણાવર્તી શંખ એટલા માટે કહેવાય છે કે તમામ પ્રકારના શંખોનું પેટ ડાબી બાજુ ખુલે છે જ્યારે તેના કરતાં ઉંધું પ્રકારના શંખનું પેટ જમણી બાજુ ખુલે છે. શંખને દ્વિસ્વરૂપ માનવામાં આવે છે. દક્ષિણાવર્તી શંખના પુજનથી ખુશીઓ આવે છે. લક્ષ્મીની સાથે સાથે સંપત્તિની પ્રાપ્તિ થાય છે. શંખની ઉપસ્થિતિ અનેક રોગોનો નાશ કરી દે છે. દક્ષિણાવર્તી શંખમાં રાતે જળ ભરીને રાખી દેવામાં આવે અને સવારે ખાલી પેટ તે  પીવામાં આવે તો પેટના તમામ રોગો નાબૂદ થઈ જાય છે. નેત્રરોગોમાં પણ ખૂબ લાભ થાય છે. 
દક્ષિણાવર્તી શંખના મુખ્ય બે પ્રકારો છે. એક નર શંખ અને બીજો માદા શંખ. જેની પરત જાડી અને મોટી હોય તે નર શંખ અને જેની પરત પાતળી અને હલ્કી હોય તે માદા શંખ કહેવાય છે.
વામવર્તી શંખઃ વામવર્તી શંખનું પેટ ડાબી બાજુ ખુલે છે. જેમાં વગાડવા માટે છિદ્ર હોય છે. તેની ધ્વનિથી રોગઉત્પાદક કીટાણુઓ કમજોર પડી જાય છે. શંખ સહેલાયથી મળી શકે છે. કારણકે વિપુલ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. શંખ નકારાત્મક ઉર્જાને બહાર ફેંકવા સક્ષમ છે. શંખને ઘરમાં રાખવાથી આસપાસનું વાતાવરણ શુદ્ધ થતું રહે છે.વિષ્ણુ શંખશરીરની જેમ ઘર પણ અસ્વસ્થ, અશાંત અને બીમાર થતું રહે છે. તેને કારણે ઘરમાં રહેનારા સદસ્યો પણ પ્રભાવિત થાય છે. ઘરના લોકોની મનોદશા સુધારવા, ઘરમાં શાંતિ સ્થાપવા તથા ઘરમાં લડાઈ-ઝઘડા વધી ગયા હોય તો ઘરના મંદિરમાં અથવા ઇશાન ખૂણામાં વિષ્ણુ શંખની સ્થાપના અને દરરોજ પૂજન કરો.
શંખનો ઉપયોગ સતત કરવામાં આવે તો અસાધ્ય રોગો નબળા પડી જાય છે. શંખને ઘરમાં રાખવાથી અને તેમાં જળ ભરીને રાખી બીજે દિવસે પી જવાથી અનેક રોગોમાંથી મુક્તિ મળે છે. દરરોજ શંખનું સેવન કરવાથી અસાધ્ય રોગો મટી જાય છે. નીલકંઠ શંખસાપ, વીંછી કે કોઈ ઝેરીલું જંતુ કરડે તો નીલકંઠ શંખમાં ગૌમૂત્ર ભરીને કરડેલા ભાગ પર શંખમાંથી લઈને ગૌમૂત્ર લગાવો. આમ કરવાથી ઝેર શીઘ્ર ઊતરી જશે. એવું પણ કહેવાય છે કે જે ઘરમાં આ શંખ હોય છે ત્યાં સાપ, વીંછી કે ઝેરીલા કીડા રહેતા નથી.
કામધેનુ ગૌમુખી શંખ શંખના મુખ્ય બે પ્રકાર હોય છે. એક ગોમુખી અને બીજો કામધેનુ શંખ. શંખ કામધેનુ ગાયના મુખ જેવી આકૃત્તિ ધરાવતો હોય છે. તેથી તેને ગોમુખી કામધેનુ શંખ તરીકે ઓળખવામાં આવે છે. કહેવાય છે કે કામધેનુ શંખની પૂજા અર્ચના કરવાથી તર્કશક્તિ મજબૂત બને છે અને તમામ પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે શંખ કલ્પના પૂર્ણ કરવામાં સહાયક નિવડે છે  કળિયુગમાં માનવની મનોકામના પૂર્ણ થાય તેવું એક માત્ર સાધન છે. શંખ ઘણોજ દુર્લભ છે. કામધેનુ શંખ દરેક મનોકામના પૂર્ણ કરવામાં સક્ષમ છે. મહર્ષિ પુલસ્ત્યે લક્ષ્મી પ્રાપ્તિ માટે શંખનો પ્રયોગ કર્યો હતો. પૌરાણિક શાસ્ત્રોમાં પણ શંખના પ્રયોગ દ્વારા ધન-સમૃદ્ધિ સ્થાયી રૂપે વધારાયી હોય તેવા દાખલા જોવા મળે છે.
વાઘ શંખતેને ટાઇગર શંખ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શંખને ઘરમાં રાખવાથી જાતકને કોઈ પણ પ્રકારનાં પશુ-પ્રાણીઓનો ભય રહેતો નથી. આ શંખનું પૂજન કરવાથી ભૂતપ્રેતની બાધાઓ હોય તો તે દૂર થાય છે. તે વ્યભિચારથી પણ બચાવે છે.
હીરા શંખઆ શંખના પૂજન અને સ્થાપનથી શુક્ર ગ્રહના દોષ દૂર થાય છે. સાથે-સાથે દાંપત્યજીવનનું સુખ પણ વધે છે. આ શંખને અભિમંત્રિત કરીને સ્થાપવામાં આવે તો શુક્ર ગ્રહની કૃપા વરસતી રહે છે. આ શંખ જ્યાં સુધી ઘરમાં રહે છે ત્યાં સુધી ભૌતિક સુખ-સંપત્તિમાં ઉત્તરોત્તર વધારો થતો રહે છે.
પહાડી શંખ છે. તેનો ઉપયોગ તાંત્રિક વિદ્યામાં વિશેષરૂપે કરવામાં આવે છે. શંખનો ઉપયોગ લક્ષ્મી પૂજનમાં પણ કરવામાં આવે છે. દક્ષિણાવર્તી શંખની જેમ ખુલે છે. શંખ મોટેભાગે પહાડી વિસ્તારોમાં મળે છે. તેની ખોલ પર એવો પદાર્થ લાગેલો હોય છે જેથી તે ચળકતા ક્રિસ્ટલ સમાન હોય છે. તેથી શંખને હીરા શંખ પણ કહેવાય છે. શંખ બહુમુલ્ય માનવામાં આવે છે.શનિ શંખતે શ્યામ શંખ તરીકે પણ ઓળખાય છે. જેમને શનિની સાડાસાતી કે ઢૈયા ચાલી રહી હોય તેમણે આ શંખ પોતાની પાસે રાખવો જોઈએ. તેનાથી શનિનો પ્રકોપ શાંત થાય છે અને આકસ્મિક લાભ થાય છે. ધન-ધાન્યની કે આર્િથક ખેંચતાણ રહેતી નથી.
સૂર્ય શંખઆ શંખની આકૃતિ અર્ધચંદ્રાકાર હોવાને કારણે તેને ચંદ્ર શંખ પણ કહે છે. આ શંખને પોતાની પાસે રાખનાર વ્યક્તિ દરિદ્રતા અને ગરીબીથી હંમેશાં દૂર રહે છે.
અન્નપૂર્ણા શંખનામ પ્રમાણે જ આ શંખના ગુણો છે. આ શંખનું ઘરમાં સ્થાપન કર્યું હોય તો ધન-ધાન્યની ક્યારેય ઊણપ વર્તાતી નથી. પરિવાર સુખી-સંપન્ન બને છે. અન્નપૂર્ણા શંખ જ્યાં હોય ત્યાં કોઈ વસ્તુનો અભાવ હોતો નથી. માતા અન્નપૂર્ણાનો સાક્ષાત્ વાસ આ શંખમાં હોય છે. આ શંખમાં રાત્રે પાણી ભરી રાખીને સવારે પીવામાં આવે તો પેટના વિકારોમાંથી છુટકારો તથા રક્ષણ મળે છે.
મોતી શંખઉચ્ચ કોટિની ગુણવત્તાવાળાં મોતી પણ આ શંખમાંથી પેદા થાય છે. આ શંખમાં ગંગાજળ ભરીને પીવાથી હૃદય તથા શ્વાસસંબંધી રોગોમાંથી છુટકારો મળે છે. મોતી શંખની સ્થાપના અને પૂજનથી ચંદ્રદેવની કૃપા હંમેશાં રહે છે.
જો તમે ઘરમાં સુખ અને શાંતિ ઈચ્છતા હોય તો મોતી શંખ સ્થાપિત કરો. સુખ અને શાંતિ મળશે સાથે સાથે સમૃદ્ધિ પણ વધશે. મોતી શંખ હૃદયરોગ નાશક છે. મોતી શંખને સફેદ કપડામાં લપેટીને પૂજાસ્થાનમાં રાખી પૂજન કરવાથી સુખ-શાંતિ વધે છે. મોતી શંખને કારખાનામાં સ્થાપિત કરવાથી આર્થિક સ્થિતિમાં ઝડપથી ઉન્નતિ થાય છે. જો વેપારમાં નુકશઆન થતું હોય તો મોતી શંખ ગલ્લા પર રાખવો જોઈએ. તેનાથી વેપાર વધે છે. મોતી શંખને મંત્રથી સિદ્ધ કરીને પ્રાણ પ્રતિષ્ઠા કરી રાખવામાં આવે અને તેમાં જળ ભરીને રાખવામાં આવે તો લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. આર્થિક ઉન્નતિ થાય છે. મોતી શંખને ઘરમાં સ્થાપિત કર્યો હોય તો રોજ ઓમ શ્રી મહાલક્ષ્મૈ નમઃ ઓછામાં ઓછું 11 વાર બોલીને તેમાં ચોખાના દાણા ભરવા જોઈએ. પ્રયોગ 11 દિવસ સુધી કરવો જોઈએ. તેનાથી આર્થિક તંગી સમાપ્ત થઈ જાય છે.પાંચજન્ય શંખમહાભારતમાં લગબગ તમામ યોદ્ધાઓ શંખ ધરાવતા હતા. જેમાં શ્રીકૃષ્ણ પાસે જે શંખ હતો તે ચમત્કારિક હતો. શંખ પાંચજન્ય શંખ તરીકે વિખ્યાત હતો. તેનો અવાજ અનેક કિલોમીટર સુધી સંભળાતો.પાંચજન્યં હૃષીકેશો દેવદ્ત્તં ધનંજયઃપૌંડ્ર દદ્મૌમહાશંખં ભીમકર્મા વૃકોદરઃ.... મહાભારતભગવાન શ્રીકૃષ્ણ પાસે રહેલો શંખ આજે પણ ક્યાંક મોજુદ છે. કહેવાય છે કે શંખ પંજાબના હરિયાણા રાજ્યમાં કર્નાલ જિલ્લામાં છે. એવું માનવામાં આવે એછ કે કર્નાલથી15 કિ.મી. દૂર પશ્રિમમાં કાછવા અને બહલોલપુર ગાંવ પાસે આવેલા પરાશર ઋષિના આશ્રમમાં શંખ આવેલો હતો. ત્યાંથી તે ચોરી થઈ ગયો હતો. સ્થળ પર હિંદુ ધર્મથી જોડાયેલી અનેક અમુલ્ય વસ્તુઓ સંઘરાયેલી પડી હતી. 
માન્યતા છે કે ભગવાન શ્રીકૃષ્ણે મહાભારતના યુદ્ધ પછી પાંચજન્ય શંખ પરાશર ઋષિના આશ્રમમાં રાખ્યો હતો. તો કેટલાંક લોકોનું માનવું છે કે શંખ આદિ બદ્રીમાં સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. મહાભારત યુદ્ધમાં શ્રાકૃષ્ણ પોતાના પાંચજન્ય શંખથી પાંડવસેનામાં ઉત્સાહનો સંચાર કરતા હતા. તેનાથી દુશ્મનની સેનામાં ભય વ્યાપી જતો હતો. શંખનો ધ્વનિ સિંહગર્જના કરતા પણ વધારે ભયાનક હતો. શંખને વિજય અને યશના પ્રતીક તરીકે માનવામાં આવે છે. શંખની ઓળખ છે કે તેમાં પાંચ આંગળીઓ જોવો આકાર હોય છે. વર્તમાનમાં પણ બજારમાં પાંચજન્ય શંખ મળે છે. પણ તે અકુદરતી હોય છે તેથી ચમત્કારી હોતા નથી. શંખને વાસ્તુદોષથી મુક્ત કરાવવા માટે સ્થાપિત કરવામાં આવે છે. શંખ રાહુ-કેતુનો દુષ્પ્રભાવ ઘટાડી નાંખે છે. વાસ્તુદોષની શાંતિ માટે પાંચજન્ય શંખ ખૂબ જ પ્રભાવશાળી છે. તેનો શંખનાદ વિજય પ્રાપ્તિનો દ્યોતક છે અને તે શત્રુઓના હૃદયને ભયભીત કરી દે છે. પાંચજન્ય શંખનું સ્થાપન-પૂજન કરવાથી શત્રુઓથી રક્ષણ થાય છે.
 સીપ શંખઆ શંખને ઘરમાં રાખવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે તથા મનમાં એકાગ્રતા આવે છે. તે મોતીઓનું કવચ હોય છે. જેમની કુંડળીમાં ચંદ્ર નબળો હોય કે અશુભ પ્રભાવ આપતો હોય, જેમનું મન અને વિચાર અસ્થિર રહેતાં હોય તેમણે ચંદ્રની દશામાં સીપ શંખને ગળામાં ધારણ કરવો.
ગુરુ શંખઆ શંખમાં જળ ભરીને શાલિગ્રામજીને સ્નાન કરાવીને તુલસીપત્ર અર્પણ કરવાથી સ્મરણશક્તિ બળવાન બને છે તથા શિક્ષણના ક્ષેત્રમાં ઝડપથી પ્રગતિ થાય છે. જે વિદ્યાર્થીઓ અભ્યાસમાં નબળા હોય કે સ્મરણશક્તિ ઓછી હોય તેમના માટે આ શંખનું પૂજન ખૂબ જ લાભકારી હોય છે.
વસ્તુતઃ શંખ એક બહુગુણી યંત્ર જ છે, તેને હંમેશાં ઘરમાં રાખવો જોઈએ. જો શંખનું દરરોજ તુલસીપત્રથી પૂજન કરવામાં આવે તો તે ઘરમાં રોગ, અશાંતિ, ક્લેશ તથા તણાવ પ્રવેશ કરતો નથી. શંખના સૂર આપણને અનેક રીતે સશક્ત અને સંપન્ન બનાવે છે.
પૌંડ્ર શંખઃ પોંડ્રિક શંખ મહાભારતમાં ભીષ્મ પાસે હતો. શંખ વ્યક્તિમાં આત્મવિશ્વાસમાં વધારો કરે છે. શંખ ઘરમાં રાખવાથી મનોબળ દ્રઢ બને છે. મોટેભાગે શંખનો ઉપયોગ વિદ્યાર્થીઓ માટે ઉત્તમ માનવામાં આવે છે
અનંતવિજય શંખઃ યુધિષ્ઠિર પાસે રહેલા શંખનું નામ અનંતવિજય હતુ. અનંતવિજય એટલે અંતહીન વિજય. શંખ પાસે હોવાથી દરેક કાર્યમાં વિજય મળે છે. પ્રત્યેક ક્ષેત્રમાં વિજય અપાવતો હોવાથી તેનું નામ અનંતવિજય પાડવામાં આવ્યું છે. શંખ પણ દુર્લભ શંખ ગણાય છે.
મણિ પુષ્પક અને સુઘોષમણિ શંખઃ નકુલ પાસે સુઘોષ અને સહદેવ પાસે મણિપુષ્પક શંખ હતો. મણિ પુષ્પક શંખની પૂજા-અર્ચનાથી યશ-કિર્તિ, માન-સન્માન પ્રાપ્ત થાય છે. ઉચ્ચ પદની પ્રાપ્તિ માટે શંખનું પૂજન ઉત્તમ છે
વીણા શંખઃ વિદ્યાની દેવી સરસ્વતી પણ શંખ ધારણ કરે છે. શંખની આકૃતિ વીણા સમાન હોવાથી તેને વીણા શંખ કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે શંખમાં પાણી ભરીને પીવાથી મંદબુદ્ધિ વ્યક્તિ પણ જ્ઞાની થઈ જાય છે. જો વાણીમાં કોઈ દોષ હોય કે બોલવા જાવ કંઈક અને બોલાઈ જતું હોય કંઈક તો શંખનો ઉપયોગ કરો, પાણી પીવામાં અને વગાડવામાં પણ.
 ગરુડ શંખઃ  ગરુડની મુખાકૃતિ સમાન શંખનો દેખાવ હોવાથી તે્ને ગરુડ શંખ કહેવાય છે. શંખ પણ અત્યંત દુર્લભ છે. શંખ પણ સુખ અને સમૃદ્ધિ આપનારો છે. એવું માનવામાં આવે છે કે શંખને ઘરમાં રાખવાથી કોઈ પણ પ્રકારની વિપત્તિ આવતી નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો