શનિવાર, 18 ફેબ્રુઆરી, 2017

જાણો શનિ ચરિત્ર અને તેના કુંટુંબ સાથે જોડાયેલી રોચક વાતો..

પૌરાણિક માન્યતા છે કે શનિદેવનો જન્મ અમાસ તિથિની શુભ ઘડીમાં જ થયો હતો. એટલે હિન્દુ પંચાગમાં દર મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ તિથિ ઉપર શનિ ભક્તિ ઘણી સંકટમોચક હોય છે. ખાસ કરીને સાડાસાતી, ઢૈય્યા, મહાદશા કે કુંડળીમાં બનતા શનિના ખરાબ પ્રભાવની અસર દૂર કરવા દરિદ્ર, કષ્ટ, સંતાપ, સંકટ સામે ઝઝૂમી રહ્યા હોય.

વાસ્તવમાં શાસ્ત્રો ઉપર ધ્યાન કરીએ તો શનિદેવનું ચરિત્ર માત્ર ક્રૂર કે પીડાદાયી નથી, પણ નસીબ સુધારનાર દેવતાના રૂપમાં પણ પ્રગટ થાય છે. એટલુ જ નહીં. શાસ્ત્રોમાં બતાવેલ શનિદેવના પારિવારિક કે અન્ય સદસ્યો પણ આપણા સુખ-દુઃખને નક્કી કરે છે.  
જાણો શનિ ચરિત્ર અને તેના કુંટુંબ સાથે જોડાયેલી રોચક વાતો..


-શનિના પિતા સૂર્યદેવ અને માતા છાયા છે.

-શનિનાના ભાઈ-બહેન યમરાજ, યમુના અને ભદ્રા છે. યમરાજ મૃત્યુદેવ, યમુના નદીને પવિત્ર અને પાપનાશિની અને ભદ્રા ક્રૂર સ્વભાવની હોઈ વિશેષ કાળ અને અવસરો ઉપર અશુભ ફળ આપનારી બતાવી છે.

-શનિએ શિવને પોતાના ગુરુ બનાવ્યા અને તપ કરી શિવને પ્રસન્ન કરી શક્તિસંપન્ન બન્યા.

-શનિનો રંગ શ્યામ અર્થાત સરળ શબ્દોમાં કહીએ તો કાળો માનવામાં આવે છે.

-શનિનું જન્મ ક્ષેત્ર સૌરષ્ટના શિંગણાપુર માનવામાં આવ્યું છે.

-શનિ સ્વભાવે ક્રૂર પરંતુ ગંભીર, તપસ્વી, મહાત્યાગી બતાવ્યા છે.

-શનિ, કોણસ્થ, પિપ્પલાશ્રય, સૌરી, શનૈશ્વર, કૃષ્ણ, રૌદ્રાન્તક, મંદ, પિંગલ, બભ્રુ નામનોથી ઓળખાય છે.

-શનિના જે ગ્રહો અને દેવતાઓ સાથે મિત્રતા છે, તેમાં શ્રી હનુમાન, ભૈરવ, બુધ અને રાહુ મુખ્ય છે.

-શનિને ભૂ-લોકને દંડાધિકારી અને રાતના સ્વામી માનવામાં આવ્યા છે.

-શનિના શુભ પ્રભાવ અધ્યાત્મ, રાજનીતિ અને કાનૂની સંબંધી વિષયોમાં દક્ષ બનાવવાનું છે.

-શનિની પ્રસન્ન માટે કાળા રંગની વસ્તુઓ જેવા કે કાળા કપડાં, તિલ, અડદ, લોખંડનું દાન કે ચઢાવો શુભ હોય છે. તો ગોળ, ખાટ્ટા પદાર્થો કે તેલ પણ શનિને પ્રસન્ન કરે છે.

-શનિની મહાદશા 19 વર્ષની હોય છે. શનિને અનુકૂળ કરવા માટે નીલમ રત્ન ધારણ કરવાનું પ્રભાવી માનવામાં આવ્યું છે.

-શનિના ખરાબ પ્રભાવથી ડાયાબિટિસ, કિડની રોગ, ત્વચા રોગ, માનસિક રોગ, કેન્સર અને વાત રોગ થાય છે. જેનાથી રાહતના ઉપાય શનિની વસ્તુઓનું દાન છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો