·
રોજ સવારે દક્ષિણાવર્તી શંખમાં થોડું ગંગાજળ
નાખીને આખા ઘરમાં છાંટવું (ખાસ કરીને ચારેય ખૂણાઓ પર) જોઈએ. તેનાથી
ભૂતપ્રેત તથા દુષ્ટાત્માઓની હેરાનગતિમાંથી મુક્તિ મળે છે અને ઘરમાં સકારાત્મક
ઊર્જા પ્રવેશ કરે છે.
·
એક કાચની વાટકીમાં લઘુ મોતી શંખ રાખીને તેને
પથારી કે પલંગની નજીક રાખવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને દાંપત્યસુખમાં અનોખો
અનુભવ થાય છે. જાતીય જીવન સુખદ બને છે. પતિ-પત્ની
આ શંખના જળથી આચમન કરીને પોતાના માથા પર અભિષેક કરે તો પરસ્પર વૈમનસ્ય દૂર થાય છે.
·
ઘરમાં દક્ષિણાવર્તી શંખ હોય તો લક્ષ્મીજીનો
ઘરમાં સ્થિર વાસ થાય છે. આ શંખનું વિધિવિધાનપૂર્વક
પૂજન કરવાથી તથા પોતાના વ્યવસાય સ્થળે રાખવાથી હંમેશાં શુભ પરિણામ અને ઋણમુક્તિ
મળે છે.
·
પોતાની માતા પાસેથી ચોખા ભરેલો એક મોતી શંખ
પ્રાપ્ત કરો તથા તેને વિદેશ યાત્રા સંબંધિત કાગળો કે દસ્તાવેજો પાસે મૂકો. આમ કરવાથી તમારાં વિઘ્નો દૂર થશે અને બહુ જ
જલદી વિદેશ ગમન કરી શકશો.
·
વેપાર-વ્યવસાયના
સ્થળે ભગવાન વિષ્ણુની ર્મૂિત નીચે એક દક્ષિણાવર્તી શંખ રાખીને તેનું દરરોજ પૂજન
કરવાથી તથા તે શંખમાં રાખેલા ગંગાજળને છાંટવાથી સમસ્ત પ્રકારની બાધાઓ દૂર થાય છે
અને વેપારમાં ઉન્નતિ થવા લાગશે.
·
કોઈ પણ શંખમાં આખી રાત પાણી ભરી રાખીને સવારે
તે પીવાથી રોગોમાંથી મુક્તિ મળે છે. મૃત્યુતુલ્ય
કષ્ટથી પીડાતી વ્યક્તિ પણ સ્વસ્થ બની શકે છે.
·
શંખ ઘસીને આંખો પર લગાવવાથી આંખનો સોજો તથા
બીમારી દૂર થાય છે. શંખની ભસ્મનું યોગ્ય
માત્રામાં સેવન કરવાથી શૂળ, વાત, પિત્ત અને કફ સંબંધિત વિકારો નષ્ટ થાય છે.
·
ખેતરમાં પાણી સીંચતી વખતે કોઈ શુભ મુહૂર્તમાં
૧૦૮ શંખોદક પણ મેળવી દો. તેનાથી પાકમાં વૃદ્ધિ થશે. અનાજ ભંડારમાં કીડા-મંકોડાઓથી અનાજને બચાવવા માટે મંગળવારના દિવસે
ત્યાં શંખનાદ કરવો જોઈએ.
·
ત્વચારોગ થયો હોય તો શંખની ભસ્મને નારિયેળના
તેલમાં મેળવીને લગાવવી. રાત્રે શંખની ભસ્મ લગાવવી
અને સવારે સ્નાન કર્યા પછી શંખોદકથી સાફ કરવું. આટલું
કરવાથી ત્વચારોગમાંથી મુક્તિ મળે છે.
·
શંખની ભસ્મ સાથે કારેલાના રસમાં ગાયના દૂધનું
સેવન કરવામાં આવે તો મધુમેહમાં રાહત મળે છે.
·
કોઈ પણ શંખમાં પાણી ભરીને રાખો. રાત્રે ભોજનના અડધો કલાક પહેલાં તે પાણી પી જાઓ. આવું ત્રણ દિવસ કરવાથી કબજિયાતમાંથી મુક્તિ મળે
છે.
·
અન્નપૂર્ણા શંખમાં ગંગાજળ ભરીને દરરોજ સવારે
પીવાથી સ્વાસ્થ્યના વિકાર દૂર થાય છે.
·
દક્ષિણાવર્તી શંખનું વિશેષ મહત્વ છે. તેને તિજોરીમાં રાખવાથી લક્ષ્મી સ્વયં તેના તરફ આકર્ષિત થાય છે અને રંકને પણ રાજા બનાવી દે છે.
હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત
🙏🏻ૐ નમો નારાયણ🙏🏻
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો