લગભગ હિન્દુ ધર્મમાં કોઈપણ જાતક એવું નહીં હોય જેને તુલસી ના છોડ વિશે ખ્યાલ નહીં હોય,
આ તુલસીના છોડ ઉપર બીજ રૂપી મર્જરો થતી જોવા મળે છે તે સૌએ જોયેલ જ હશે.
તુલસીના છોડ માટે કહેવામાં આવ્યું છે કે તુલસી ઉપરની આ માંર્જરોને તોડવાથી પુણ્ય પ્રાપ્તિ થાય છે, કારણ કે આ માર્જરો ના કારણે તુલસી ને ઘણો કષ્ટ પડતો હોય છે. જેથી કરી તુલસીના છોડમાં જેટલી પણ માંજરો દેખાય તેમાં ૨ થી ૫ નંગ રહેવા દેવી અને બાકીની દરેક માંજરો બે ત્રણ દિવસના અંતરે હાથ વડે તોડતું રહેવું.
તમે જોશો કે તમે મર્જરો તોડતા રહેશો તો તુલસી નો છોડ પણ વિકાસ પામશે.
હવે આ માર્જર નો ઉપયોગ શું કરવો? તે પણ જાણવા જેવું છે ...
તો વિષ્ણુ પુરાણ અનુસાર તુલસીની આ માર્જરને શાલીગ્રામ શીલા ઉપર અર્પણ કરવાથી ભગવાન વિષ્ણુને કનક અર્પણ કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે.(કનક એટલે સોનુ)
અને આ સાથે આજે દરેક એકાદશી એ આપના ગ્રુહમાં શાલિગ્રામ શીલા ને ચંદન લેપન કરી ને એકી સંખ્યા 5/7/9/11/21/27/108 જેટલી વધુ માં વધુ માર્જરો "ૐ નમો ભગવતે વાસુદેવાય" મંત્ર વડે અર્પણ કરો, જેનો અદમ્ય લાભ આપને પ્રાપ્ત થયા વગર રહેશે નહીં.
માર્જર અર્પણ કરવા માટે ઉપર ફોટા માં બતાવ્યા અનુસાર મધ્યમા આંગળી, અનામિકા આંગળી અને અંગૂષ્ઠ આંગળી થી માર્જર પકડી ને શાલિગ્રામ શીલા ને અર્પણ કરવી.
પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે પૂર્ણિમા, અમાવસ્ય, દ્વાદશી, રવિવાર અને સૂર્ય-સંક્રાંતિના દિવસે, મધ્યરાત્રિ, રાત્રિ, સંધ્યા સમયે અને શૌચ સમયે, તેલ નાખી, સ્નાન કર્યા વગર જે માણસ તુલસીના પાન તોડે છે, તેને ભગવાન શ્રીહરિના માથાનું કાપવાનું બરોબર પાપ લાગે છે.
આ સાથે જ શાલિગ્રામ શીલા ઉપર અર્પણ કરવા તથા વિષ્ણુ પૂજા માટે કોઈ પણ તિથિ વાર એ તુલસી તોડી શકાય છે. આ માટે કોઈ દોષ નથી.
હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત
🙏🏻ૐ નમો નારાયણ🙏🏻
✍️અલ્પેશ કે.ભટ્ટ


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો