શનિવાર, 18 જૂન, 2022

📜ધર્મસિંધુ અનુસાર એકાદશી/અગિયારસના નિર્ણય શું કહે છે.

📜એક કેવળ ઉપવાસ અને બીજો વ્રતસહિત ઉપવાસ એવા એકાદશીના ઉપવાસના બે ભેદ છે.
📜ફક્ત ઉપવાસમાટે પુત્રવાન(પુત્ર સંતાન હોય તેને) ગૃહસ્થ ઇત્યાદિકને કૃષ્ણપક્ષમાં પણ અધિકાર છે. પરંતુ કૃષ્ણપક્ષમાં વ્રતયુક્ત ઉપવાસ પુત્રવાન ગૃહસ્થે કરવા નહી,

📜ત્યારે મંત્રસહિત વ્રતસંકલ્પ ન કરવો અને યથાશક્તિ નિયમ ધારણ કરી ભોજન માત્ર વર્જ્ય કરવું. એ પ્રમાણે તિથિનો ક્ષય છતાં શુકલપક્ષની એકાદશીમાં પણ આજ નિયમે ચાલવું.
📜આષાઢશુદિ એકાદશી અને કાર્તિકશુદિ એકાદશી એની વચમાંના કૃષ્ણપક્ષના એકાદશીવ્રત માટે પુત્રવાન ગૃહસ્થાશ્રમીને પણ અધિકાર છે.

   📜વિષ્ણુની સાયુજ્યમુક્તિ ઇચ્છનારા અને આયુષ્ય તથા પુત્ર ની ઇચ્છા કરનારા તેમણે કામનાથી બન્ને પક્ષમાં વ્રત કરવાં, તેમાં કાઇ પણ નિષેધ નથી.
📜વૈષ્ણવ ગૃહસ્થાએ કૃષ્ણપક્ષની એકાદશીનો પણ અવશ્ય ઉપવાસ કરવા. આ એકાદશી વ્રત શૈવ, વૈષ્ણવ અને સૂર્યભક્ત ઇત્યાદિ સર્વેને, ન કરવાથી દોષ સંભળાય છે માટે નિત્ય છે, અને સંપત્તિ આદિ ફળ પ્રાપ્ત થાય છે એમ સંભળાય છે તેથી કામ્ય પણ છે.

📜કેટલાએક ગ્રંથકાર એમ કહે છે કે, એ ઘડિઆદિ દશમ છતાં દશમમાંજ ભોજન કરવું, અને સૂર્યઉદયથી પ્રથમ પ્રાપ્ત થઇ જે શુંદ્ધાધિકાધિકદ્વાદશી તેમાં તેા બરોબર બે ઉપવાસ કરવા,
એ રીતે તિથિ પાળવી એમ કહે છે, પરંતુ તે યોગ્ય નથી.
   📜૮ વર્ષ ૮૦ વર્ષ સુધી એકાદશીવ્રતના અધિકાર છે.
   📜 શક્તિમાન હોય તે ૮૦ વર્ષ પછી પણ અધિકાર છે.
  📜સૌભાગ્યવતી સ્ત્રીઓ પતિ અથવા પિતા ઇત્યાદિકની આજ્ઞા વિના ઉપવાસ અને વ્રત આદિ કરે તો તેમનું વ્રત વ્યર્થ થતાં પતિના આયુષને ક્ષય અને નરકપ્રાપ્તિ પણ થાય છે.
   📜અશક્તોને માટે ફળ, તલ, દૂધ, જળ, ઘી, પંચગવ્ય અને વાયુ, એમાનુ એક કરતાં બીજું એ પ્રમાણે ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે, માટે પોતાની શક્તિ ઓછી અથવા અધિકી જાણી ને કહેલા પક્ષમાંથી કોઇ એક પક્ષ અંગીકાર કરવો. અને એકાદશીનો ત્યાગ કરવો નહીં.
  📜ભૂલથી એકાદશીને દિવસે ઉપવાસ કર્યો ન હોય તો દ્વાદશીને દિવસે પણ વ્રત કરવું,  દ્વાદશીને દિવસે પણ ન કર્યો હોય તો યવમધ્ય ચાંદ્રાયણ(વ્રત) પ્રાયશ્ચિત્ત કરવું, નાસ્તિકપણાથી ન કરે તે પિપીલિકા મધ્યચાંદ્રાયણપ્રાયશ્ચિત્ત કરવું.
📜પતિ, પિતા ઇત્યાદિક વ્રતમાટે અશક્ત હોય તો તેમને ઉદ્દેશી ને કરી સ્ત્રી, પુત્ર, બેહેન, ભાઇ, ઇત્યાદિકે એ એકાદશીવ્રત કરવાથી ૧૦૦ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે.

    હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત

   🙏🏻ૐ નમો નારાયણ🙏🏻

      ✍️અલ્પેશ કે.ભટ્ટ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો