ગુરુવાર, 30 જૂન, 2022

મઘા ના મોઘા વરસાદ નું મહત્વ...


 

💢વર્ષા ઋતુમાં સૂર્ય નું મઘા નક્ષત્રનું ભ્રમણ ખુબજ મહત્વ નું છે.
મઘા નક્ષત્ર માટે કહેવાયું છે કે “મઘા કે બરસેમાતુ કે પરસે
એટલેકે માઁ જો ખાવાનું પીરસે તો જ છોકરાનું પેટ ભરાય એમ મઘા નક્ષત્રના વરસાદ થી ધરતી માતા ની પાણીની તરસ બુઝી જાય છે જેનાથી પાક પણ ખુબજ સારો થાય છે. 
💢
વરસાદનું મઘા નક્ષત્ર નું પાણી ગંગાજળ સમાન છે, જેનો ઉપયોગ રોજીંદા જીવનમાં પીવા માટે અને રસોઈમાં પણ ઉપયોગ થાય છે.
કેહવાય છે કે મઘા ના મોઘા વરસાદ, માટે જો મઘા નક્ષત્ર માં વરસાદ પડે તો તે સોના ના તોલે ગણવામાં આવે છે.
💢આ પાણીને વાસણમાં ભરી રાખો તોપણ એમાં પોરા(કીડા)પડતા નથી.
💢આ મઘા નક્ષત્ર નું સંગ્રહ કરેલું વરસાદનું પાણી જો બાળકોને પીવડાવવામાં આવે તો તેમના પેટમાં જો કીડા હોય તો તે મરી જાય છે.
પેહલા કહ્યું તેમ મઘાનું પાણી ગંગાજળના સમાન છે તેને આખું વર્ષ ભરી રાખવામાં આવે તો પણ તે એવું ને એવું જ રહે છે અને કોઇપણ રીતે તે બગડતું નથી.
💢ખંભાત માં દરેક ઘરોમાં વરસાદી પાણી ના સંગ્રહ માટે મોટા ટાંકાઓ હોતા હતા, અને હાલમાં પણ અમુક ઘરો માં આ ટાંકાઓ જોવા મળે છે જેમાં ખંભાત વાસી વરસાદી પાણી નો સંગ્રહ કરતા અને આખું વર્ષ તેનો ઉપયોગ કરતા આવ્યા છે.
💢એક પૌરાણિક માન્યતાઓ પ્રમાણે ચાતક પક્ષી આખું વર્ષ તરસ્યું રહે છે અને મઘા ના વરસાદનું જ પાણી પીવે છે.
💢બીજું કે નાના મોટા ઘણા લેખ જોવા મળે છે અને તેમાં ચંદ્ર ના નક્ષત્ર ને આધીન એક દિવસ નું મઘા નું પાણી સંગ્રહ કરવાનું જણાવવામાં આવે છે, પરંતુ હકીકતે ચંદ્ર નક્ષત્ર નહિ પણ સૂર્ય જયારે મઘા નક્ષત્ર માં ભ્રમણ કરે ત્યારે જે વરસાદ વરસે તે પાણી નું મહત્વ છે.
💢સૂર્ય એક નક્ષત્ર માં લગભગ ૧૪ દિવસ ભ્રમણ કરે છે.
જન્મભૂમી પંચાંગ અનુસાર આ વર્ષે સૂર્ય નું મઘા નક્ષત્ર માં ભ્રમણ ૧૭/૦૮/૨૦૨૨ એ સવારે ૦૭:૨૪ થી ૩૧/૦૮/૨૦૨૨ બપોરે ૦૩:૧૭ સુધી રેહશે.
તો આ ૧૪ દિવસ ના સમય માં જેટલો પણ વરસાદ વરસે અને આપ જેટલું પણ વરસાદી પાણી નો સંગ્રહ કરી શકતા હોવ તેટલો કરી લેજો.
આ ૧૪ દિવસ દરમિયાન અગાસી માં કે ખુલ્લા મેદાન માં તાંબા, પિત્તળ, કાંસા અથવા તો સ્ટીલ ના બેડલા-માટલા એવી રીતે મુકો કે આ મઘા નો મોઘો વરસાદ સીધો જ આપના મુકેલ જે-તે પાત્રો માં સીધો જ ભરાઈ જાય.

હવે આ પાણી નો ઉપયોગ શું શું કરી શકાય ????
💎
આખો ના કોઈ પણ રોગ માં આખો માં બે બે ટીપા નાખી શકાય.
💎પેટના કોઈ પણ દર્દ માં આ મઘાનું પાણી પીવું ઉત્તમ છે.
💎જો આપ કોઈ આયુર્વેદિક દવા લેતા હોવ તો તે આ મઘાના પાણી સાથે લેવાથી તેનો લાભ અતિ વધી જવા પામે છે.
💎આ પાણી થી આપના ગૃહ ની રસોઈને રાંધવું પણ ઉત્તમ છે.
 
💦
આધ્યાત્મિક બાબતે મઘાના પાણીનો ઉપયોગ શું ?
💦
તો આ પાણી થી વર્ષ ભર સુધી ગંગા જળ ની માફક તેનો ઉપયોગ કરી શકાય છે.
💦મઘાના પાણી થી મહાદેવ ઉપર અભિષેક ઉત્તમ કેહવાય છે. જે ગંગાજળ અર્પણ નું ફળ આપે છે
💦શ્રી સુકતમ ની 16 રુચા દ્વારા આ પાણી નો અભિષેક શ્રીયંત્ર ઉપર કરવામાં આવે તો ધન લક્ષ્મી આકર્ષાઈ ચીર સ્થાઈ થાય છે.
💦આપના ગૃહમાં સ્થાપિત કોઈ પણ દેવ દેવી ની પૂજા અભિષેક માં આ પાણી નો ઉપયોગ કરી શકાય છે. માટે ૧૭/૦૮/૨૦૨૨ એ સવારે ૦૭:૨૪ થી ૩૧/૦૮/૨૦૨૨ બપોરે ૦૩:૧૭ સુધી મઘા નક્ષત્ર ના આ ૧૪ દિવસ ના સમય માં જેટલો પણ વરસાદ વરસે અને આપ જેટલું પણ વરસાદી પાણી નો સંગ્રહ કરી શકતા હોવ તેટલો કરી લેજો.
મઘા નો વરસાદ મોઘો છે જેને ચુકતા નહિ.

💧વર્ષા ઋતુ માટે કેહવાય છે કે ખેતી માટે સ્વાતિ અને ને સંગહ માટે મઘા..

💧મધા નક્ષત્ર નુ પાણી સંગ્રહ કરવું જેથી એમા જીવાત કે લિલ આવતી નથી.

મઘા માં પડે જો વરસાદ તો થાય ધાન ના ઢગા બારે માસના ૨૭ નક્ષત્રો માં સૂર્ય નું ભ્રમણ ખાસ નક્કી તારીખો માંજ હોય છે. જેની અવધિ અંદાજિત ૧૨ થી ૧૪ દિવસ ની હોય છે.

બીજુ ખાસ એ કે વરસાદના દરેક નક્ષત્રોમા વરસેલ પાણીના ગુણધર્મો અને સ્વાદ અલગ અલગ હોય છેજેનો અનુભવ આપણને થતો નથી કે કરતા નથીતે પણ એક હકીકત છે.


👉🏿પાણી સંગ્રહના નક્ષત્રો પુષ્યઆશ્ર્લેષામઘા(શ્રેષ્ઠ)હસ્ત અને સ્વાતિ છે.

 

🌧️મઘા નક્ષત્ર માં વર્ષેલું જળ નિર્મળ કેમ ?

🌧️અગસ્ત્ય મુનિ નો ઉદય ઓગસ્ટ માં નિયમિત થાય છે  

અગત્સ્ય માટે કહ્યું છે.... 

उदये च मुनेरगस्तयनाम्न: कुसुमायोग मलप्रदूषितानि ||

ह्रदयानि सतामिव स्वभावात् पुनरम्बुनि भवन्ति निर्मलानी ||


જ્યારે અગત્સ્ય નામના તારા નો ઉદય થાય છે તો દૂષિત જળ પણ સ્વચ્છ થઈ જાય છે. એવો પ્રાકૃતિક નિયમ છે. જેમ સદાચારી ના મન ની કલુષતા દૂર થઈ જાય તેમ જ અગત્સ્ય ના ઉદય પછી જળ નું દુષણ દૂર થઈ જાય .

🌧️અગસ્ત્ય ના ઉદય પછી જે વરસાદ થાય છે તેનું જળ નિર્મલ હોય છે મતલબ મેઘરૂપ સર્પો ની વિષાગ્ની (તાપ) થી તપેલું હોવા ના કારણે અને ઇન્દ્રાજ્ઞા થી વરસવા વાલુ જળ હંમેશા પવિત્ર અને કલ્યાણ કારી હોય છે 

🌧️પૃથ્વી પર આશરે ઉત્તર અક્ષાશ 38° પર ના પ્રદેશ માં અગત્સ્ય નું દર્શન દુર્લભ છે.


હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત
🙏🏻
ૐ નમો નારાયણ🙏🏻

શુક્રવાર, 24 જૂન, 2022

“પુષ્પા જુકેગા નહિ મંગળ પ્રધાન પાત્ર




મંગળનો માનવી અતિશય સ્વમાની અને સ્વાભિમાની હોય છે. પુષ્પા મુવી નો ડાયલોગ “પુષ્પા જુકેગા નહિ” તે મંગળ નું એક આદર્શ વ્યક્તિત્વ દર્શાવે છે. માન-અપમાનની તેની ભાવના ખૂબ જ તીવ્ર હોય છે. અને માત્ર હકૂમત જ પસંદ આવે છે. ગુલામી તેને પસંદ નથી. તે કોઈની નીચે કામ કરી શકે નહિ, અરે....કરેજ નહિ ને.... રાંક બનવું તેને પાલવતું નથી. દાદા થઈને જીવવું ગમે છે. ઝઘડો ચાલે ત્યાં મંગળનો માણસ પહેલો દોડે, શનિ મોટા ભાગે સમાધાનમાં માને છે. પેહ્લો ઝગડા માં પેહ્લો મુક્કો મંગા નો હોય, અને શનિ ખુશામત કરે. ઉપરી અધિકારી તરીકે શનિ પોતાના હાથ નીચેના માણસો પ્રત્યે ઘણો કડક તથા ચીકાશવાળો હોય છે. છતાં પોતાના અધિકારીને રાજી રાખવા માટે બધું જ કરવા તૈયાર હોય છે. શનિવાળા માણસો પોતાનું કામ કઢાવી શકે છે. કારણ કે ખૂબ જ વ્યવહારુ તથા તકવાદી હોય છે. જ્યારે મંગળવાળા મોટેભાગે સહન કરી શકે નહિ, સલામ કરવામાં એ માનતા જ નથી.
હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત
🙏ૐ નમો નારાયણ🙏

શું આમળા નું દાન કરવું યોગ્ય છે ? જાણો આમળાનું દાન કરવાથી શું થાય ?


તમારા જીવનકાળ દરમિયાન જ્યારે આપ આપના પોતાના હસ્તે આમળાનું વૃક્ષ જો કોઈને દાન કે ભેટ માં અર્પણ કરો તો તે જ સમયથી આપના ઘરની લક્ષ્મી ચાલી જાય છે અને દરિદ્રતા ઘરમાં વાસ કરે છે,


આ માટે આપે આજીવન દરમિયાન ક્યારેય પણ આમળાનું વૃક્ષ/છોડ કોઈને પણ ભેટમાં કે દાનમાં અર્પણ કરવું નહીં..
પણ, હા.....કોઈ મંદિર માં કે ગાર્ડન માં પોતાના હસ્તે જઈને વાવી શકાય છે. પરંતુ કોઈને હાથો હાથ આપવું નહિ.

હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત 🙏🏻ૐ નમો નારાયણ🙏🏻



ગરુડેશ્વર તીર્થ નું મહત્વ





ગજાસુર નામે એક મોટો દૈત્ય હતો. હાથીનું રૂપ ધારણ કરીને તેણે ગરૂડની સાથે અતિ ભયંકર યુદ્ધ કર્યું. આ યુદ્ધમાં ગરૂડે તે દૈત્યના પ્રાણ હર્યા. તેના હાડકા પર્વત પર પડી રહ્યા. ચોમાસામાં આ હાડકા પાણીમાં તણાઇને નર્મદામાં પડ્યા. એટલે તે રાક્ષસના શરીરમાં દિવ્યતા આવી. પછી તેણે ઉગ્ર તપ કર્યું. તેના અનુષ્ઠાનમાં સો વરસ વીતી ગયાં. એટલે તેનો ભાવ જોઇને શિવ પ્રગટ થયા અને બોલ્યા કે, “હે ગજાસુર, તારી ભક્તિ જોઇને હું પ્રસન્ન થયો છું. તારી ઇચ્છા મુજબનું વરદાન માંગ.”


એટલે ગજાસુર બે હાથો જોડીને બોલ્યો કે, “આ ભવમોચન ક્ષેત્રને મારું નામ આપો. આ તીર્થે આવીને જે કોઇ સત્કર્મો - જેવાં કે સ્નાન-સંધ્યા, દેવપૂજન, તર્પણ, દ્વિજ-ભોજન, દાન વગેરે કરશે તેના સર્વ પાતકો નાશ પામે. વળી અમાસે કે સંક્રાંતિકાળે, યા વિશેષ પર્વોએ, ગ્રહણ વખતે કે વ્યતિપાતમાં યા અધિક માસમાં અથવા રવિવારે કે સોમવારે જે કોઇ અહીં આવી સ્નાન, દાન વગેરે કરે તો તેનું ફળ અન્ય તીર્થ મળે તેના કરતા લાખ ગણું વધારે મળે. કુરુક્ષેત્રના જેવું આ પાવન તીર્થ થાય. એટલું વરદાન આપો. વળી આ મારું હાથીનું ચામડું આપ પહેરો અને ગરૂડથી જ મારું મોત થયું છે તેથી તો અલભ્ય લાભ થયો છે, અને ગરૂડની પણ નામના મળી છે. આથી આપ નિરંતર અહીં જ વાસ કરો અને સદ્ભક્તોની કામના પુરી કરો. એટલી જ પ્રાર્થના છે.”

એટલે શંકર ભગવાન બોલ્યા કે, “હે ગજાસુર, તારું નામ ત્રણેય લોકમાં પ્રખ્યાત થાય એટલા માટે જ હું આ તારું ચામડું આજથી જ પહેરીશ, તેમજ આ સ્થળમાં રહીને ભકતોની કામના પૂર્ણ કરીશ. એક નાનું ગરૂડ નામનું લિંગ તું અહીં સ્થાપ. તે ગરૂડેશ્વરના નામે વિખ્યાત થશે. વળી તારા ગજદેહની ખોપરી (કરાટી) જે નર્મદાજળમાં પડી હતી તેનાથી જ તારો દેહ પણ પાવન થઇ ગયો છે. એટલે રેવાતટ પર એક લિંગ કરોટેશ્વર સ્થાપ. આ બે લિંગ જે તેં સ્થાપ્યા છે તેમની આરાધના દક્ષિણ દિશા તરફ મુખ રાખીને જે કોઇ કરશે તેમને તત્ક્ષણ ફળ પ્રાપ્ત થશે.

વળી, વદ કે સુદની આઠમ કે ચૌદશે જે આ બે લિગોનું ભાવથી કરશે અને જાગરણ કરશે તેમની એકવીસ પેઢીનો હું ઉદ્ધાર કરીશ. વળી ઘૂંટી સુધી પાણીમાં ઊભા રહીને જે કોઇપણ અહીં પિતૃનું તર્પણ કરશે તેમના પૂર્વજોને હું કૈલાસમાં લઇ જઇશ. વળી, આ તીર્થમાં જે કોઇપણ એક બ્રાહ્મણને જમાડશે તેને હું લાખ બ્રાહ્મણોને જમાડવાનું પુણ્ય આપીશ. વળી જે કોઇ આ સ્થળે શિવાલય બંધાવી આપશે કે આ તીર્થ માહાત્મ્ય સાંભળશે તેને હું મારામાં જ સાંકળી લઇશ, અને તેને હું સર્વ પાપોથી મુક્ત કરીશ. વળી ગજાસુર તરીકેનો મુખ્ય ત્રણ ગણીને તારો મારા ગણમાં સમાવેશ કરું છું.’

આટલું કહીને મહાદેવ અદૃશ્ય થયા, અને ગજાસુરને વિમાનમાં લઇ કૈલાસ ગયા. ત્યારથી નર્મદા તટે ઉત્તરકાંઠે ગરૂડેશ્વર તીર્થ નિર્માણ થયું. કરોટેશ્વરની પૂર્વમાં નારદેશ્વર લિંગ છે. આ નારદેશ્વર પાસે આવીને ગુરુ રહ્યા અને ત્યાં જ સમાધિસ્થ થયા.
હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત 🙏🏻ૐ નમો નારાયણ🙏🏻

બુધવાર, 22 જૂન, 2022

નિત્ય માતા પિતાને પગે લાગવા માત્રથી જ કુંડલીના આ બંને ગ્રહો શુભ ફળ આપે છે તેમાં કોઈ શંકા ને સ્થાન નથી.


ભારત દેશની અંદર પ્રાચીન સમયથી જ ચરણ સ્પર્શ કરવાની પરંપરા ચાલતી આવે છે. આજના સમયમાં પણ દરેક વ્યક્તિ પોતાના વડીલોનાં ચરણ સ્પર્શ કરી અને આશીર્વાદ મેળવતા હોય છે. કહેવાય છે કે વડીલો ના આશીર્વાદ ની અંદર ખૂબ તાકાત હોય છે. જેથી કરીને વ્યક્તિ પોતાની દરેક મનોકામનાઓ પૂર્ણ કરી શકે છે. સામાન્ય રીતે હિન્દી સંસ્કૃતિ અનુસાર દરેક વ્યક્તિએ સવારમાં ઉઠ્યા બાદ પોતાના માતાપિતાને પોતાના ઇષ્ટદેવને અને પોતાના ગુરુદેવ ને ચરણોમાં વંદન કરવા જોઈએ અને તેના આશીર્વાદ મેળવવા જોઈએ.

કુંડળીમાં સૌથી અહમ ગણાતા ૨ ગ્રહો છે ચંદ્ર અને સૂર્ય.
નિત્ય માતા પિતાને પગે લાગવા માત્રથી જ કુંડલીના આ બંને ગ્રહો શુભ ફળ આપે છે તેમાં કોઈ શંકા ને સ્થાન નથી.
3 થી 6 મહિના આ ટચુકડો પ્રયોગ જાતે જ કરીને અનુભવી લેવો જેના કેવા ને કેટલા ને કઈ પ્રકારના શુભ ફળો જીવનમાં મળશે તે કલ્પી શકાય તેમ નથી.

હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત

🙏🏻ૐ નમો નારાયણ🙏🏻

✍️અલ્પેશ કે.ભટ્ટ 

🧉આજનો આદ્રા નક્ષત્ર નો ઉત્તમ નક્ષત્રઔષધી પ્રયોગ ચૂકતા નહિ

 🧉આજનો આદ્રા નક્ષત્ર નો ઉત્તમ નક્ષત્રઔષધી પ્રયોગ ચૂકતા નહિ


💮ઉનાળો પૂર્ણ થશે અને ચોમાસાની શરૂઆત આદ્રા નક્ષત્ર થી શરુ થાય છે તો ચોમાસામાં થવા વાળા વાયુ ના ૮૪ પ્રકારના રોગોથી બચવા માટે આજે એક અદભૂત રસાયણ પ્રયોગ આપની સમક્ષ રજુ કરી રહ્યો છુ જેનો લાભ લેવાનું ચુકતા નહી.

૫ મિનીટ નો આ નાનકડો ઔષધી પ્રયોગ કરવા માત્રથી ૮૪ પ્રકારના વાયુના તમામ રોગોથી વર્ષભર મુક્તિ મેળવી શકાશે.


❓આ ઔષધી પ્રયોગ ક્યારે કરવો ? શું કરવું ? અને ઔષધ કયુ ?

🙏🏻તો આજે....તા:૨૨/૦૬/૨૦૨૨ ના રોજ બપોરે ૧૧:૪૪ ના સમયે સૂર્ય આદ્રા નક્ષત્ર માં પ્રવેશ કરશે. તો આ પરફેક્ટ ૧૧:૪૪ ના સમયે...... 

૧ ચમચી શુદ્ધ દેશી ગાય નું ઘી લેવું, તેમાં એક ચમચી ના ચોથા ભાગ જેટલી શુદ્ધ હિંગ ભેળવવી, અને એક ચમચી ના ચોથા ભાગ જેટલુ સિંધાલુણ મીઠું ઉમેરવું અને ત્રણેવ નું મિશ્રણ કરીને પી જવું.......

⭕(નોધ : આ પ્રયોગ ના ૩ કલાલ પેહલા અને પ્રયોગ કર્યા બાદ ૧ કલાક સુધી બીજું કાઈ પણ ખાવું પીવું નહિ.)

⭕(નોધ : ૧૧:૪૪ ની ૧૦ મિનીટ પેહલા આ ઔષધી ને તૈયાર કરી દેવી અને ૧૧:૪૪ એ પરફેક્ટ સમયે ગળી જવી)

⭕(નોધ : 10 વર્ષથી ઉપરની તમામ વ્યક્તિ આ પ્રયોગ કરી શકે છે.)

⭕હોઈ શકે કે આપ 11:44 ના સમયે ઘરે ના હોવ, નોકરી કે વ્યાપાર સ્થળે હોવ. તો તેના માટે સવારે જ ત્રણેવ વસ્તુ(ઘી,હિંગ,સિંધાલૂણ) ને એક નાનકડી ડબ્બી માં ભરી ને લઈ જવી અને આપેલ સમય ની 5 મિનિટ પેહલા ભેગી કરી ને મિક્ષ કરી ને 11:44 એ પી જવું.


હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત

🙏🏻ૐ નમો નારાયણ🙏🏻

મંગળવાર, 21 જૂન, 2022

હિન્દુ ધર્મમાં કોઈપણ જાતક એવું નહીં હોય જેને તુલસી ના છોડ વિશે ખ્યાલ નહીં હોય,



તુલસી માર્જર
લગભગ હિન્દુ ધર્મમાં કોઈપણ જાતક એવું નહીં હોય જેને તુલસી ના છોડ વિશે ખ્યાલ નહીં હોય,
આ તુલસીના છોડ ઉપર બીજ રૂપી મર્જરો થતી જોવા મળે છે તે સૌએ જોયેલ જ હશે.
તુલસીના છોડ માટે કહેવામાં આવ્યું છે કે તુલસી ઉપરની આ માંર્જરોને તોડવાથી પુણ્ય પ્રાપ્તિ થાય છે, કારણ કે આ માર્જરો ના કારણે તુલસી ને ઘણો કષ્ટ પડતો હોય છે. જેથી કરી તુલસીના છોડમાં જેટલી પણ માંજરો દેખાય તેમાં ૨ થી ૫ નંગ રહેવા દેવી અને બાકીની દરેક માંજરો બે ત્રણ દિવસના અંતરે હાથ વડે તોડતું રહેવું.
તમે જોશો કે તમે મર્જરો તોડતા રહેશો તો તુલસી નો છોડ પણ વિકાસ પામશે.
હવે આ માર્જર નો ઉપયોગ શું કરવો? તે પણ જાણવા જેવું છે ...
તો વિષ્ણુ પુરાણ અનુસાર તુલસીની આ માર્જરને શાલીગ્રામ શીલા ઉપર અર્પણ કરવાથી ભગવાન વિષ્ણુને કનક અર્પણ કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે.(કનક એટલે સોનુ)

અને આ સાથે આજે દરેક એકાદશી એ આપના ગ્રુહમાં શાલિગ્રામ શીલા ને ચંદન લેપન કરી ને એકી સંખ્યા 5/7/9/11/21/27/108 જેટલી વધુ માં વધુ માર્જરો "ૐ નમો ભગવતે વાસુદેવાય" મંત્ર વડે અર્પણ કરો, જેનો અદમ્ય લાભ આપને પ્રાપ્ત થયા વગર રહેશે નહીં.

માર્જર અર્પણ કરવા માટે ઉપર ફોટા માં બતાવ્યા અનુસાર મધ્યમા આંગળી, અનામિકા આંગળી અને અંગૂષ્ઠ આંગળી થી માર્જર પકડી ને શાલિગ્રામ શીલા ને અર્પણ કરવી.

પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે પૂર્ણિમા, અમાવસ્ય, દ્વાદશી, રવિવાર અને સૂર્ય-સંક્રાંતિના દિવસે, મધ્યરાત્રિ, રાત્રિ, સંધ્યા સમયે અને શૌચ સમયે, તેલ નાખી, સ્નાન કર્યા વગર જે માણસ તુલસીના પાન તોડે છે, તેને ભગવાન શ્રીહરિના માથાનું કાપવાનું બરોબર પાપ લાગે છે.

આ સાથે જ શાલિગ્રામ શીલા ઉપર અર્પણ કરવા તથા વિષ્ણુ પૂજા માટે કોઈ પણ તિથિ વાર એ તુલસી તોડી શકાય છે. આ માટે કોઈ દોષ નથી.

હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત 🙏🏻ૐ નમો નારાયણ🙏🏻 ✍️અલ્પેશ કે.ભટ્ટ









🥭૨૨ જૂન ૨૦૨૨ ૧૧:૪૪ થી આદ્રા નક્ષત્ર પ્રારંભ અને કેરી ખાવાની સીઝન પણ પુરી થશે.

 🥭આદ્રા નક્ષત્ર અને કેરી🥭

🥭૨૨ જૂન ૨૦૨૨ ના દિને ૧૧:૪૪ થી આદ્રા નક્ષત્ર પ્રારંભ થશે, સૂર્ય આ દિવસે આદ્રા નક્ષત્ર માં પ્રવેશ કરશે અને કેરી ખાવાની સીઝન પણ પુરી થશે.

🥭આદ્રા નક્ષત્રનો આરંભ થતા જૈનો કેરીનો ત્યાગ કરે છે.....

🥭સાધુ ભગવંતો પણ આ દિવસથી કેરી વાપરવાનું/ખાવાનું બંધ કરે છે. 

🌨️ભેજવાળા અને વરસાદી વાતાવરણમાં સાધુ-સાધ્વીજીઓ વિહાર પણ બંધ કરે છે.....

🌨️ભેજવાળા વાતાવરણમાં ફળોમાં જીવાત ઉપન્ન થાય છે તેથી પરમાત્માના વચનો પર શ્રધ્ધા રાખતા જૈનો આ નક્ષત્ર બેસતા કેરી સહિતના ફળોનો પણ ત્યાગ કરે છે. 

🙏આદ્રા નક્ષત્ર બેસતા ઋતુ પરિવર્તન થાય છે અને ઋતુ પરિવર્તનમાં કફ, પિત્ત અને વાતની પ્રકૃતિ પણ વધારે થાય છે આમ વૈજ્ઞાનિક ધોરણે પણ કેરીનું સેવન કરવું હિતાવહ નથી. 

વરસાદ પડવાથી કેરીમાં નરી આંખે ન દેખી શકાય તેવા અસંખ્ય જીવોની ઉત્પત્તિ થવા લાગે છે. અને આજકાલ ની આપણી નવી પેઢી હોંશે હોંશે કેરી સ્ટોરેજ કરી ને ડીપફ્રીઝ માં મૂકીને વર્ષભર કેરીનો રસ ની મજા માણે છે (જીવાણુ ઓ સાથે)

♋આદ્રા નક્ષત્ર શરૂ થતાં જ તરત જ ફળોમાં સૂક્ષ્મ જીવાણુઓ ઉતપન્ન થાય છે અને આ સમય બાદ કેરી આરોગતાની સાથે વાયુ વિકારના રોગો પણ ઉત્પન્ન થાય છે. એટલે જ વર્ષાકાળ દરમિયાન ઋતુશાસ્ત્રો માં માનનાર જ્ઞાની વર્ગ કેરીનો ત્યાગ કરે છે.

🕉️ટોટલ 27 નક્ષત્રમાંથી 11 નક્ષત્ર વરસાદના હોય છે, શરૂઆત આદ્રા નક્ષત્રથી થાય છે, સૂર્ય આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યારથી વરસાદી વાતાવરણનો અથવા વાતાવરણમાં ભેજનો પ્રારંભ થાય છે. 

દરેક ધર્મમાં જીવોની રક્ષાને મહત્ત્વ આપવામાં આવતું હોય છે તેથી જ આદ્રા નક્ષત્રમાં કેરી સહિત જાંબુ અને કરમદા જેવા બીજા ફળોનો પણ ત્યાગ કરવામાં આવે છે.

🙏આમ ૨૨ જુન બાદ કેરી ની સીઝન પુરી થઈ તેમ સમજવું અને ત્યાર બાદ ના સમયમાં કેરી ખાવી નહિ. કા.કે આપણા શાસ્ત્રો અને કુદરત ની જે ગતિ છે તે જો સમજવાની કોશિશ કરશો તો ખ્યાલ આવશે કે અમુક સીઝન માં અમુક ફળ ફ્રૂટ્સ જ ઉગે અને તે જ ખાવા, અને તેજ લાભદાયક છે. નહી કે કોલ્ડ સ્ટોરેજ માં મુકેલી કેરી કે તેનો રસ વર્ષ ભર આરોગવો...

હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત

🙏🏻ૐ નમો નારાયણ🙏🏻

✍️અલ્પેશ કે.ભટ્ટ

શનિવાર, 18 જૂન, 2022

📜ધર્મસિંધુ અનુસાર એકાદશી/અગિયારસના નિર્ણય શું કહે છે.

📜એક કેવળ ઉપવાસ અને બીજો વ્રતસહિત ઉપવાસ એવા એકાદશીના ઉપવાસના બે ભેદ છે.
📜ફક્ત ઉપવાસમાટે પુત્રવાન(પુત્ર સંતાન હોય તેને) ગૃહસ્થ ઇત્યાદિકને કૃષ્ણપક્ષમાં પણ અધિકાર છે. પરંતુ કૃષ્ણપક્ષમાં વ્રતયુક્ત ઉપવાસ પુત્રવાન ગૃહસ્થે કરવા નહી,

📜ત્યારે મંત્રસહિત વ્રતસંકલ્પ ન કરવો અને યથાશક્તિ નિયમ ધારણ કરી ભોજન માત્ર વર્જ્ય કરવું. એ પ્રમાણે તિથિનો ક્ષય છતાં શુકલપક્ષની એકાદશીમાં પણ આજ નિયમે ચાલવું.
📜આષાઢશુદિ એકાદશી અને કાર્તિકશુદિ એકાદશી એની વચમાંના કૃષ્ણપક્ષના એકાદશીવ્રત માટે પુત્રવાન ગૃહસ્થાશ્રમીને પણ અધિકાર છે.

   📜વિષ્ણુની સાયુજ્યમુક્તિ ઇચ્છનારા અને આયુષ્ય તથા પુત્ર ની ઇચ્છા કરનારા તેમણે કામનાથી બન્ને પક્ષમાં વ્રત કરવાં, તેમાં કાઇ પણ નિષેધ નથી.
📜વૈષ્ણવ ગૃહસ્થાએ કૃષ્ણપક્ષની એકાદશીનો પણ અવશ્ય ઉપવાસ કરવા. આ એકાદશી વ્રત શૈવ, વૈષ્ણવ અને સૂર્યભક્ત ઇત્યાદિ સર્વેને, ન કરવાથી દોષ સંભળાય છે માટે નિત્ય છે, અને સંપત્તિ આદિ ફળ પ્રાપ્ત થાય છે એમ સંભળાય છે તેથી કામ્ય પણ છે.

📜કેટલાએક ગ્રંથકાર એમ કહે છે કે, એ ઘડિઆદિ દશમ છતાં દશમમાંજ ભોજન કરવું, અને સૂર્યઉદયથી પ્રથમ પ્રાપ્ત થઇ જે શુંદ્ધાધિકાધિકદ્વાદશી તેમાં તેા બરોબર બે ઉપવાસ કરવા,
એ રીતે તિથિ પાળવી એમ કહે છે, પરંતુ તે યોગ્ય નથી.
   📜૮ વર્ષ ૮૦ વર્ષ સુધી એકાદશીવ્રતના અધિકાર છે.
   📜 શક્તિમાન હોય તે ૮૦ વર્ષ પછી પણ અધિકાર છે.
  📜સૌભાગ્યવતી સ્ત્રીઓ પતિ અથવા પિતા ઇત્યાદિકની આજ્ઞા વિના ઉપવાસ અને વ્રત આદિ કરે તો તેમનું વ્રત વ્યર્થ થતાં પતિના આયુષને ક્ષય અને નરકપ્રાપ્તિ પણ થાય છે.
   📜અશક્તોને માટે ફળ, તલ, દૂધ, જળ, ઘી, પંચગવ્ય અને વાયુ, એમાનુ એક કરતાં બીજું એ પ્રમાણે ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે, માટે પોતાની શક્તિ ઓછી અથવા અધિકી જાણી ને કહેલા પક્ષમાંથી કોઇ એક પક્ષ અંગીકાર કરવો. અને એકાદશીનો ત્યાગ કરવો નહીં.
  📜ભૂલથી એકાદશીને દિવસે ઉપવાસ કર્યો ન હોય તો દ્વાદશીને દિવસે પણ વ્રત કરવું,  દ્વાદશીને દિવસે પણ ન કર્યો હોય તો યવમધ્ય ચાંદ્રાયણ(વ્રત) પ્રાયશ્ચિત્ત કરવું, નાસ્તિકપણાથી ન કરે તે પિપીલિકા મધ્યચાંદ્રાયણપ્રાયશ્ચિત્ત કરવું.
📜પતિ, પિતા ઇત્યાદિક વ્રતમાટે અશક્ત હોય તો તેમને ઉદ્દેશી ને કરી સ્ત્રી, પુત્ર, બેહેન, ભાઇ, ઇત્યાદિકે એ એકાદશીવ્રત કરવાથી ૧૦૦ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે.

    હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત

   🙏🏻ૐ નમો નારાયણ🙏🏻

      ✍️અલ્પેશ કે.ભટ્ટ

શુક્રવાર, 17 જૂન, 2022

🕉️ ધર્મ સિંધુ અનુસાર જુદી જદી જાતનાં શિવલિંગના પૂજનનું જુદું જુદું ફળ મળે છે, જાણો કયા શિવલિંગ નું કેવું ફળ પ્રાપ્ત થાય છે !

  • હીરાના લિંગનું પૂજન કરવાથી આયુષ્યવૃદ્ધિ થાય છે.
  • મેાતિના લિંગનું પુજન કરવાથી રોગ નાશ,
  • વૈદુર્યના લિંગ થકી શત્રુનાશ,
  • માણેકના લિંગ થકી લક્ષ્મીપ્રાપ્તિ,
  • પુખરાજના લિંગથકી સુખ,
  • નીલમણિનાં લિંગ વડે યશ,
  • મરકત (પાચ) ના લિંગવડે પુષ્ટિ,
  • સ્ફટિકના લિંગ થકી સર્વ કામની પ્રાપ્તિ,
  • રૂપાના લિંગ થકી રાજ્ય અને પિતૃની મુક્તિ,
  • સુવર્ણના લિંગ થકી સત્યલોકની પ્રાપ્તિ,
  • ત્રાંબાના લિંગ થકી પુષ્ટિ અને આયુષ્ય,
  • પિતળના લિંગ થકી સંતોષ,
  • કાંસાના લિંગ થકી કીર્તિ,
  • લોહ (લોઢા)ના લિંગ થકી શત્રુનાશ,
  • સીસાના લિંગ થકી આયુષ્યવૃદ્ધિ,

📜 બીજા અન્ય ગ્રંથકારોને મતે....
  • સુવર્ણના લિંગવડે બ્રાહ્મણના ઋણ થકી મુક્તિ અને સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ.
  • ચંદનનાં લિંગથકી સૌભાગ્ય,
  • હાથિંદાંતના લિંગ થકી સેનાધિપતિપણું,
  • ચોખા ઇત્યાદિક ધાનના લોટના લિંગથકી પુષ્ટિ, સુખ, અને રોગનાશ ઇત્યાદિક,
  • અડદના લોટના લિંગથકી સ્રીપ્રાપ્તિ,
  • માખણના લિંગથકી સુખ,
  • છાણના લિંગથકી રોગનાશ,
  • ગોળના લિંગથકી અન્ન ઇત્યાદિકની પ્રાપ્તિ,
  • વાંસનો અંકુર (કોટો) લાવી તેનું લિંગ કરી પૂજા કરવાથી વંશવૃદ્ધિ થાય છે.
💥અને આ રીતે લિંગની અધિક સંખ્યા થવાથી ફળમાં આધિક્ય ફળ મળવા પાત્ર રહે છે.

હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત 🙏🏻ૐ નમો નારાયણ🙏🏻