શુક્રવાર, 17 જૂન, 2022

🕉️જીટોડીયા સ્થિત પ્રાચીન વૈજનાથ મહાદેવ મંદિરમાં સ્વયંભૂ શિવલીંગમાંથી નીકળતા જળનું રહસ્ય હજારો વર્ષ બાદ પણ અકબંધ

🕉️શ્રી વૈજનાથ મહાદેવ.

આણંદ બોરસદ રોડ,

જીટોડીઆ ગામ,

આણંદ-388001

🕉️જીટોડીયા સ્થિત પ્રાચીન વૈજનાથ મહાદેવ મંદિરમાં

સ્વયંભૂ શિવલીંગમાંથી નીકળતા જળનું રહસ્ય હજારો વર્ષ બાદ પણ અકબંધ

સને ૧૨૧૨માં રાજા સિદ્ઘાર્થ જયસિંહે પથ્થરો, ચુના અને પાટલા ઈંટોથી મંદિર બનાવી તેનો જીણોદ્ઘાર કર્યો હતો : મોગલ શાસન દરમિયાન આ શિવાલય ઉપર હુમલો થયા હોવાના અવશેષો હાલ મૌજુદ !

🕉️આણંદ-બોરસદ દાંડી માર્ગ ઉપર આવેલ આણંદ તાલુકાના જીટોડીયા ગામ સ્થિત અતિ પ્રાચીન વૈજનાથ મહાદેવના સ્વયંભૂ શિવલીંગમાંથી અવિરત પણે વહેતા પવિત્ર જળનું રહસ્ય હજારો વર્ષ બાદ પણ અકબંધ રહેવા પામ્યું છે.પ્રતિદિન તેમજ દર સોમવાર અને ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસમાં હજારો શિવભકતો દેવાધિદેવ મહાદેવના દર્શનાર્થે અહી ઉમટે છે અને જપ-તપ,આરાધના કરી ભોલેનાથને રીઝવવાનો પ્રયાસ કરે છે. આણંદથી અઢી માઈલ દૂર આવેલ જીટોડીયા ગામની પશ્વિમ દિશામાં મોગરી તરફ જવાના માર્ગ ઉપર અંદાજિત ૧૦૧ર વર્ષ કરતાં પણ પુરાણું વૈજનાથ મહાદેવનું મંદિર આવેલું છે.અતિપ્રાચીન અને ઐતિહાસિક ગણાતા દેવાધિદેવ મહાદેવના આ મંદિરનું માહાત્મય અનેરૃ છે.એક દંતકથા મુજબ હાલ જીટોડીયા ગામ જયાં વસેલ છે તે વિસ્તાર વર્ષો પૂર્વે હિંડબા વન તરીકે જાણીતો હતો.તે સમયે ભીમ હિંડબા સાથે લગ્ન કરીને આ વનમાં રહેતો હતો. કહેવાય છે કે ભીંમ શિવભકત હોવાથી આ વનમાં ભોલેનાથની પૂજા-અર્ચના કરવા માટે શિવલીંગની શોધખોળ કરતો હતો.તે સમયે ઝાંડી-ઝાંખરામાં દટાઈ ગયેલું શિવલીંગ મળી આવ્યું હતું.જયાં ભીમે મહાદેવની પૂજાઅર્ચના કરી હતી.સમય જતા કુદરતી આફતોના કારણે આ શિવલીંગ જમીનમાં દટાઈ ગયું હતું.

🕉️આ અંગે વધુ માહિતી જાણતા, ઈ.સ.૧ર૧રમાં ગુજરાતમાં રાજા સિધ્ધાર્થ જયસિંહ સોલંકીના શાસનમાં ગાયો ચરાવતા એક ગોવાળની ગાય હંમેશા એક સ્થળ ઉપર પોતાનું દૂધ ઝરી દેતી હતી. ગાયના આંચળમાંથી દૂધ ખાલી થતું નિહાળી ગોવાળે પોતાના સાથી મિત્રો સાથે તે સ્થળે પાવડા-કોદાળી અને ત્રિકમ જેવા ઓંજારોથી ખોદકામ કરાવ્યું હતું .તે સમયે ત્યાં આ શિવલીંગનો પાર્દુંભાવ થયો હતો.કહેવાય છે કે ઓજારોના ધા વાગવાથી આ શિવલીંગ ખંડીત થયું હતું.ખંડીત થયેલા આ શિવલીંગના છિદ્રોમાંથી ધીમી ધારે પાણીની ઝાર ફુટી નીકળતા લોકોમાં આશ્રય ફેલાયું હતું.આ વાત રાજા સિધ્ધાર્થના કાને જતા જ તેમણે અહીંયા ખોદકામ કરાવીને પ્રગટ થયેલા શિવલીંગને પાટણના સહસ્ત્રલીંગ તળાવમાં લઈ જવાનો પ્રયાસ કર્યો હતો.ત્યારે શિવભકત માતા મીનળદેવીને દેવાધિદેવ મહાદેવે સ્વપ્નમાં આવી આદેશ આપ્યો હતો કે આ શિવલીંગ ભગવાન શિવની અમૂલ્ય ભેટ છે તેમાંથી જે જળ વહે છે તે ગંગા જળ જેટલું પ્રવિત્ર છે માટે ભગવાન શિવની આ અમૂલ્ય ભેટને તોડફોડ કરશો નહી.જયાંથી આ શિવલીંગ મળ્યું છે તે સ્થળે જ તેનું નિર્માણ અથવા સ્થાપના કરાવશો.જેથી રાજા સિધ્ધાર્થે સને ૧ર૧રમાં પથ્થરો-ચુના અને પાટલા ઈંટોથી અહીંયા શિવાલય બનાવી તેનો જીણોધ્ધાર કર્યો હતો.આમ રાજા સિધ્ધાર્થના શાસન કાળમાં જીટોડીયા ખાતે વૈજનાથ મહાદેવનું નિર્માણ થયું હોવાની લોકકથા છે.જો કે મોગલ શાસન દરમિયાન પણ આ મંદિર ઉપર હુમલો થયો હોવાના અવશેષો હાલ અહીંયા મોજૂદ છે.

🕉️અતિ પ્રાચીન એવા વૈજનાથ મહાદેવ મંદિરનું માહાત્મય અનેરૃ છે.અહીંયા સ્વયંભૂ શિવલીંગમાથી હજારો વર્ષોથી અવિરતપણે ગંગાજળ જેવું પવિત્ર જળ નીકળે છે.હજારો વર્ષથી કુદરતની આ કરામતને કોઈ જાણી શકયું નથી.શિવલીંગમાંથી નીકળતું આ જળ કયાંથી અને કેવી રીતે આવે છે તેનું રહસ્ય પણ હજુ સુધી અકબંધ રહેવા પામ્યું છે.એટલું જ નહી આ જળમાં ઔષધિય ગુણો રહેલા છે માટે વૈજનાથ નામ વૈજનાથમાંથી અપભ્રંશ થઈ પ્રસિધ્ધ થયું છે જે નામે આજે આ મંદિર જાણીતું બન્યું છે વૈજનાથ મંદિરના પગથિયા ચઢતા જ જમણાં હાથે સાધુ-સંતોની નાની મોટી આશરે ૭પ જેટલી ડેરીઓ આવેલ છે.જેને સમાધિ સ્થાન પણ કહેવામાં આવે છે.આ સિવાય આ વૈજનાથ મહાદેવના મંદિરના સંકુલમાં ભૈરવનાથ,જાદુઈ હનુમંત,જલારામ બાપા,સાંઈબાબા,શનૈશ્વર અને સંતોષી માતાનું મંદિર પણ આવેલ છે.પ્રતિદિન,વાર તહેવાર તેમજ સોમવાર અને શનિવારના રોજ અસંખ્ય શ્રધ્ધાળુઓ અહીંયા દર્શનાથે આવે છે અને દેવાધિદેવ મહાદેવ સહિત અન્ય દેવદેવતાઓના દર્શન કરી ધન્યતા અનુભવે છે.પવિત્ર શ્રાવણ માસમાં અહીંયા ઘણા બ્રાહ્મણો શિવ આરાધનામાં લીંન બને છે.શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે અસંખ્ય શિવભકતો દાદાના દર્શનાર્થે આવે છે.શ્રાવણ માસના છેલ્લા સોમવાર, જન્માષ્ટમી અને ધરો આઠમ જેવા પર્વ ટાણે વૈજનાથ મહાદેવ ખાતે મેળા પણ ભરાયા છે.જીટોડીયા ગામ સહિત આજુબાજુ ગામના લોકો આ મેળામાં આવે છે.

🕉️ઈ.સ. ૧૯૦૩માં ખેડાના કલેક્ટરે શિવલીંગમાંથી નીકળતા જળની તપાસ કરાવી હતી

જીટોડીયા સ્થિત વૈજનાથ મહાદેવના સ્વયભૂ શિવલીંગમાંથી અવિરતપણે નીકળતા પવિત્ર જળનું રહસ્ય ઉકેલવા માટે ઈ.સ.૧૯૦૩માં ખેડાના કલેકટરે પુરાતત્વ વિભાગની મદદથી અત્રે તપાસ કરી હતી.શિવલીંગમાંથી નીકળતા જળનો વોટર ટેસ્ટ પણ કર્યો હતો.ઘણા વર્ષો પછી પણ કુદરતની આ કરામતને કોઈ જાણી શકયું નથી.પાંચ વર્ષ પૂર્વે વડોદરા સ્થિત ભૂસ્તર વિભાગના એક અધિકારીએ પણ આ શિવાલયની મુલાકાત લીધી હતી અને શિવલીંગમાંથી અવિરતપણે નીકળતા જળનાં રહસ્યને જાણવાનો પ્રયત્ન કર્યો હતો.આજની તારીખે પણ આ શિવલીંગમાંથી ગંગા જળનો અસ્ખલિત પ્રવાહ નીકળે છે.

શિવલીંગના અગ્રભાગે ૨૫ જેટલા નાના, મોટા છિદ્રો

🕉️પ્રાચીન વૈજનાથ મહાદેવમાં સ્વયંભૂ શિવલીંગ આવેલ છે આ શિવલીંગ જમીનથી ત્રણ ફુટ ઉંચુ છે.શિવલીગના અગ્રભાગે રપ જેટલા નાના મોટા છિંદ્રો છે.મધ્યનું છિદ્ર દોઢ ઈચ વ્યાસનું છે.આ છિદ્રોમાંથી ગંગા જળ જેવું પવિત્ર જળ અવિરતપણે વહે છે શિવલીંગના છિદ્રોમાંથી જળ લઈ લો એટલે તુરંત જ આ છિદ્રો પુનઃ જળથી ભરાઈ જાય છે.શિવલીંગમાંથી નીકળતા આ જળનું રહસ્ય હજારો વર્ષ પછી પણ અકબંધ રહેવા પામ્યું છે.સત્યને સમજાવા માટે શ્રધ્ધા જરૃરી છે અને શ્રદ્વાને કોઈ પુરાવાની જરુર ન હોવાની લોકોકિત છે.

હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત

🙏🏻ૐ નમો નારાયણ🙏🏻






🟤💦કેતુ સ્નાન

🟤💦સુવ્વરે ઉખાડેલી પર્વતના શિખર ની માટી અને બકરી નું દૂધ ગેંડાના પાત્ર માં રાખી તેમાં જળ ભરી તે જળ વડે સ્નાન કરવાથી કેતુ પીડા દુર થાય છે.


🟤💦કેતુ ના અશુભ ભ્રમણ કે અશુભ દશામાં અને કુંડલી માં કેતુ જ્યાં બિરાજમાન હોય તેના શુભ ફળ માટે તે ભાવની પીડા દુર કરવા માટે કેતુ સ્નાન કરવાથી કેતુ ની પીડા નિવૃત્ત થાય છે.  


હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત

🙏🏻ૐ નમો નારાયણ🙏🏻

✍️અલ્પેશ કે.ભટ્ટ

⚫💦શનિ સ્નાન

⚫💦તલ, અડદ, કાંગ, અને આશુપાલવે(આશોપાલવ) યુક્ત જળ લોઢાનાં પાત્રમાં લઇ સ્નાન કરવાથી શનિ સંબંધી પીડા નીવુર્ત થાય છે.


⚫💦શનિ ૬,૮,૧૨,૨ ભાવમાંથી પસાર થતો હોય, રાહુ કેતુ શનિ મંગળ ઉપરથી પસાર થતો હોય, મારક બની તેની દશા ચાલતી હોય, સાડા સાતી કે ઢૈયા ચાલતી હોય તેવા સમયે શનિ સ્નાન કરવાથી શનિની પીડા નિવૃત્ત થાય છે.


હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત

🙏🏻ૐ નમો નારાયણ🙏🏻

✍️અલ્પેશ કે.ભટ્ટ

⚪💦શુક્ર સ્નાન

⚪💦ગોરોચન, હાથીનો મદ, વિરિયાડી, અને શતાવરી યુક્ત જળ રૂપાનાં પાત્રમાં લઇ સ્નાન કરવાથી શુક્રની પીડા નિવૃત્ત થાય છે.


⚪💦કુંડળીમાં અશુભ શુક્ર ની દશા હોય, શુક્ર પીડિત હોય, નીચ હોય, અસ્ત હોય, શુક્ર રાહુ, બુધ શુક્ર, ની યુતિ હોય કે કોઇપણ પ્રકારે બુધ જનિત પીડા હોય ત્યારે શુક્ર સ્નાન કરવાથી પીડા નિવૃત્ત થાય છે. 


હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત

🙏🏻ૐ નમો નારાયણ🙏🏻

✍️અલ્પેશ કે.ભટ્ટ

ગુરુવાર, 16 જૂન, 2022

કાલગણના (જ્યોતિષ)

દિવસ અને રાત્રિના (એક સૂર્યોદયથી બીજા સૂર્યોદય પર્યંતના) સમયને અહોરાત્ર કહીએ છીએ. અહોરાત્રને સાવનદિન પણ કહેવામાં આવે છે. એક અહોરાત્ર જેટલા સમયને એક વારએમ પણ કહે છે


· સૂર્ય અને ચંદ્ર અંશ-કળા-વિકળા પ્રમાણે એકસરખા થઈ જાય ત્યારે રાત્રે ચંદ્ર બિલકુલ દેખાતો નથી તે અમાસ અને ત્યારપછી પૂનમના દિવસે આખી રાત દેખાતો રહે છે. આખી રાત ચંદ્ર દેખાયા પછી વળી પાછી અમાસ આવે છે. આમ એક અમાસથી બીજી અમાસ સુધીના સમયને (ચંદ્ર સંબંધી માસ હોવાથી) ચાંદ્રમાસ કહે છે.

·જેમ સૂર્યના ઉદય-અસ્તને લક્ષ્ય કરી સાવનદિન ગણવામાં આવે છે, તેમ સૂર્યના એક રાશિથી બીજી રાશિ સુધીના ભ્રમણકાળમાં 30 અંશ થતા હોવાથી સૂર્યના એક અંશ જેટલા ભ્રમણકાળને સૌરદિન કહેવામાં આવે છે.

· અમાસના દિવસે સૂર્ય-ચંદ્ર ભેગા થયા બાદ સૂર્ય કરતાં ચંદ્રની ગતિ વધારે હોવાથી સૂર્ય અને ચંદ્ર વચ્ચેનું અંતર બાર અંશ થતાં તેને એક તિથિ અથવા ચાંદ્રદિન કહેવામાં આવે છે. એક અમાસથી બીજી અમાસ સુધીમાં 30 તિથિ થતી હોવાથી અને રાશિના 30 અંશ હોવાથી 30 સંખ્યાને માસવાચક ગણી ચાંદ્રમાસ અને સૌરમાસ (30 તિથિનો ચાંદ્રમાસ અને 30 અંશનો એટલે એક સંક્રાંતિનો એક સૌરમાસ) ગણાય છે. આવા બાર માસના એક ચક્રના અંતે ફરી સૂર્યની એની એ જ રાશિ આવતી હોવાથી અને તેટલા સમયમાં શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ ત્રણ મુખ્ય ભાગ (ઋતુ) વારંવાર આવતા હોવાથી વર્ષને એક આધારભૂત સંખ્યા માની તેના આધારે સૃષ્ટિના આરંભથી આજ સુધીમાં કેટલાં વર્ષો થયાં હશે અને આગળ કેટલાં વર્ષો સુધી સૃષ્ટિનું અસ્તિત્વ રહેશે વગેરે અંગેની કાલગણનાની ઝીણી ઝીણી બાબતો ઉપર લક્ષ આપવામાં આવ્યું છે.

·એક સાવનદિનના આધારે સૃષ્ટિના આરંભકાળથી સૃષ્ટિના અંતકાળ પર્યંતની મોટામાં મોટી સંખ્યાને જાણવા માટે અનેક સંખ્યાઓને અમુક અમુક સંજ્ઞાઓથી ઓળખવામાં આવી છે. એવી રીતે સાવનદિનના સૌરદિનના સૂક્ષ્મમાં સૂક્ષ્મ પર્યંતની સંજ્ઞાઓને જુદી જુદી સંજ્ઞાઓથી દર્શાવવામાં આવી છે. આમાંથી ભારતીય પદ્ધતિ મુજબ દિવસ, પ્રહર, મુહૂર્ત (એક કાલસંજ્ઞા), ઘટિકા, પળ, વિપળ ઇત્યાદિ વિભાગો અથવા આધુનિક પદ્ધતિ મુજબ દિવસ, કલાક, મિનિટ, સેકન્ડ વગેરે વિભાગો જાણીતા થયા છે.

· ભારતીય પદ્ધતિમાં ત્રુટીથી લઈ કલ્પ પર્યંતના વિભાગો ઠરાવેલા છે. જ્યોતિષીઓએ આકાશમાં ભ્રમણ કરતા ગ્રહો જ્યારે એક બિન્દુ ઉપર આવી જાય અને એક સૂત્રમાં પરોવાયેલા મણકાની માફક દેખાય તે સમયને યુગ એવી સંજ્ઞા આપી છે અને આ યુગના આધારે કલ્પ પર્યંતના એટલે કે સૃષ્ટિના આરંભકાળથી અંતકાળ પર્યંતના સમયની ગણના ઠરાવેલી છે. ભારતીય પદ્ધતિ મુજબ કાલગણનામાં પ્રાણ અથવા અસુથી ગણાતો કાળ મૂર્ત એટલે દેખાઈ આવે તેવો ગણ્યો છે. ત્રુટી ઇત્યાદિ કાળ અમૂર્ત એટલે ન દેખાય એવો ગણ્યો છે. 6 પ્રાણ અથવા અસુની એક પળ થાય છે. 60 પળની એક ઘડી થાય છે. 60 ઘડીનો નાક્ષત્ર અહોરાત્ર થાય છે. 30 અહોરાત્રનો એક માસ થાય છે.

·અહીં તંદુરસ્ત માણસ સ્વસ્થતાપૂર્વક આરામથી બેઠો હોય ત્યારે તેનો એક શ્વાસોચ્છવાસ થવામાં જેટલો સમય થાય તેને પ્રાણ કહ્યો છે.
· નાક્ષત્ર અહોરાત્ર એટલે ક્ષિતિજ ઉપર ઊગેલું નક્ષત્ર બીજા દિવસે ક્ષિતિજ ઉપર ઊગે તે વચ્ચેનો સમય. આનું કોષ્ટક નીચે મુજબ છે :
·૧ પ્રાણ  = ૪ સેકન્ડ = ૧૦ દીર્ઘ અક્ષર બોલવા જેટલો સમય
· ૬ પ્રાણ = ૨૪ સેકન્ડ = ૬૦ દીર્ઘ અક્ષર બોલવા જેટલો સમય = ૧ પળ
· ૬૦ પળ = ૨૪ મિનિટ = ૧ ઘડી
· ૬૦ ઘડી = ૨૪ કલાક = (નક્ષત્ર) અહોરાત્ર
· ૩૦ અહોરાત્ર = ૧ (નક્ષત્ર) માસ
· એક સૂર્યોદયથી બીજા સૂર્યોદય સુધીના કાળને એક સાવન-અહોરાત્ર કહે છે અને એક તિથિને (અમાવાસ્યાએ સૂર્ય-ચંદ્ર રાશ્યાદિ વિકળા પર્યંત સરખા થયા બાદ ચંદ્રની ગતિ વધારે હોવાથી તે આગળ વધતાં ૧૨ અંશ જેટલું અંતર થાય તેટલા સમયને) ચાંદ્ર-અહોરાત્ર કહે છે. ૩૦ સાવન-અહોરાત્રનો એક સાવનમાસ થાય છે. ૩૦ ચાંદ્ર-અહોરાત્રનો એક ચાંદ્રમાસ થાય છે. સૂર્ય એક સંક્રાંતિ પૂરી કરે તેટલા સમયને સૌરમાસ કહે છે. આવી જ રીતે મેષથી મીન પર્યંતના ચંદ્રના ભ્રમણને નાક્ષત્રમાસ કહે છે. વ્યવહારમાં કાર્તિકાદિ માસ ચાંદ્ર છે.

· મેષાદિ સંક્રાંતિના આધારે સૌરમાસ ગણાય છે.
· બાર મહિનાનું એક વર્ષ થાય છે.
· આ પ્રમાણેની ગણતરીનું એક સૌરવર્ષ તેને દિવ્ય (દેવલોકનો) દિવસ કહે છે. જે દેવતાઓનો દિવસ છે તે અસુરોની રાત્રિ છે. દિવસ અને રાત્રિ મળીને એક અહોરાત્ર થાય. આવા ૩૬૦ દિવસનું એક દિવ્ય વર્ષ થાય છે. આને આસુર વર્ષ પણ કહે છે.

·  આવાં ૧૨૦૦૦ દિવ્ય વર્ષોનો એક ચતુર્યુગ થાય છે. અર્થાત્ ૪૩,૨૦,૦૦૦ સૌરવર્ષનો એક ચતુર્યુગ થાય છે. ચતુર્યુગને મહાયુગ પણ કહે છે.

· એક ચતુર્યુગમાં ૧, /, /, /૪ એમ ક્રમથી ધર્મનું પ્રમાણ રહે છે અને તે પ્રમાણે તેના ભાગ પાડી કૃતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલિયુગ એવા ચાર ભાગ પડે છે.આ દરેક વિભાગ પોતાના સંધિભાગ સાથે હોય છે. મહાયુગના
· એક ચતુર્યુગ = એક મહાયુગ = ૧૨,૦૦૦ દિવ્યવર્ષ; તેથી
·  ૧૨,૦૦૦ ÷ ૧૦ x = ૪૮૦૦ દિવ્યવર્ષ કૃતયુગ
·  ૧૨,૦૦૦ ÷ ૧૦ x = ૩૬૦૦૦ દિવ્યવર્ષ ત્રેતાયુગ
·  ૧૨,૦૦૦ ÷ ૧૦ x = ૨૪૦૦ દિવ્યવર્ષ દ્વાપરયુગ
·  ૧૨,૦૦૦ ÷ ૧૦ x = ૧૨,૦૦૦ દિવ્યવર્ષ કલિયુગ
·  ૪૮૦૦ ÷ = ૮૦૦ દિવ્યવર્ષ કૃતયુગની આદિ તથા અંતની સંધિનું માપ
· ૩૬૦૦ ÷ = ૬૦૦ દિવ્યવર્ષ ત્રેતાયુગની આદિ તથા અંતની સંધિનું માપ
· ૨૪૦૦ ÷ = ૪૦૦ દિવ્યવર્ષ દ્વાપરયુગની આદિ તથા અંતની સંધિનું માપ
૧૨૦૦ ÷ = ૨૦૦ દિવ્યવર્ષ કલિયુગની આદિ તથા અંતની સંધિનું માપ
દશમા ભાગને ચાર, ત્રણ, બે અને એકથી ગુણીએ એટલે કૃતયુગાદિ યુગોનું માપ આવે છે. દરેક યુગ પોતાના ષષ્ઠાંશ જેટલી સંધિથી યુક્ત હોય છે. માટે
·  ૪૮૦૦ x ૩૬૦ = ૧૭,૨૮,૦૦૦ (સત્ય) કૃતયુગ
·  ૩૬૦૦ x ૩૬૦ = ૧૨,૯૬,૦૦૦ ત્રેતાયુગ
·  ૨૪૦૦ x ૩૬૦ = ,૬૪,૦૦૦ દ્વાપરયુગ
·  ૧૨,૦૦ x ૩૬૦ = ,૩૨,૦૦૦ કલિયુગ
૧૨૦૦૦ x ૩૬૦ = ૪૩,૨૦,૦૦૦ = મહાયુગ (ચતુર્યુગ)
    આ બધી સૌરવર્ષ અનુસારની સંખ્યા હોય છે.

· 71 મહાયુગનો એક મન્વન્તર થાય છે. મન્વન્તરને અંતે કૃતયુગ જેટલા વર્ષની સંધિ હોય છે. આ સંધિકાળમાં જગતમાં જલપ્લવ હોય છે જેને સામાન્ય રીતે જળપ્રલય કહેવામાં આવે છે. આ મહાપ્રલય નથી. પૃથ્વી ઉપર સર્વત્ર પાણી ફરી વળે છે. પ્રલયનો અંત થતાં પાછી પૃથ્વી થઈ જાય છે અને સ્થાવરજંગમ સૃષ્ટિ થાય છે. આ સંધિકાળનો સમય સત્યયુગ જેવડો અર્થાત્ ૧૭,૨૮,૦૦૦ સૌરવર્ષનો કહ્યો છે. પ્રત્યેક મનુના અંતમાં આવડો મોટો સંધિકાળ આવે છે.

· એક કલ્પમાં સંધિ સહિત ચૌદ મનુ થાય છે. કલ્પના આરંભમાં કૃતયુગના જેવડો એક સંધિકાળ હોય છે. આમ ચૌદ મનુની ચૌદ સંધિ સાથે મળી કુલ પંદર (સતયુગ અથવા કૃતયુગ) સંધિકાળ થાય છે અને ચૌદ મનુ તેમજ પંદર સંધિકાળ મળી એક કલ્પ થાય છે. આ પ્રમાણે એક હજાર મહાયુગનો એક કલ્પ, જે મહાભૂતોનો નાશકર્તા મહાપ્રલય છે તે થાય છે. એક કલ્પ એટલે બ્રહ્માજીનો એક દિવસ અને બીજો કલ્પ એટલે રાત્રિ, આમ એક અહોરાત્ર બે કલ્પનો થાય છે. દિવસના આરંભે સૃષ્ટિ થાય છે. રાત્રિના આરંભે સૃષ્ટિનો લય થઈ, રાત્રિકાળ દરમિયાન મહાપ્રલય રહે છે.

· ૭૧ મહાયુગ = ૧ મનુ
· ૧૪ મનુ (સંધિસહિત) = ૧ કલ્પ (આરંભ સંધિસહિત)
·  ૭૧ મહાયુગ x ૧૪ + ૧૪ કૃતયુગ + ૧ કૃતયુગ = ૧ કલ્પ
·  ૪૩,૨૦,૦૦૦ x ૭૧ x ૧૪ + ૧૫ કૃતયુગ = ૧ કલ્પ
·  ૪૩,૨૦,૦૦૦ x ૭૧ x ૧૪ = ,૨૯,૪૦,૮૦,૦૦૦
·  ૧૭,૨૮,૦૦૦ x ૧૫ = ,૫૯,૨૦,૦૦૦
·,૨૯,૪૦,૮૦,૦૦૦+,૫૯,૨૦,૦૦૦= ,૩૨,૦૦,૦૦,૦૦૦ = ૧ કલ્પનાં સૌરવર્ષ
· ૪૩,૨૦,૦૦૦ વર્ષનો એક મહાયુગ થાય છે. તેથી ૨,૫૯,૨૦,૦૦૦ ÷ ૪૩,૨૦,૦૦૦ =
· ૭૧ મહાયુગ x ૧૪ + ૬ મહાયુગ = ૯૯૪ + = ૧૦૦૦ મહાયુગ = ૧ કલ્પ

· આવી અહોરાત્રની સંખ્યાથી થનારા વર્ષ પ્રમાણે સો વર્ષનું બ્રહ્માનું આયુષ્ય હોય છે. તેમાંથી અર્ધું આયુષ્ય ગયું છે અને એકાવનમા વર્ષનો પ્રથમ કલ્પ (દિવસ) ચાલે છે.

· આ વર્તમાન કલ્પમાં સંધિસહિત છ મનુઓ થઈ ગયા છે અને સાતમા વૈવસ્વત મનુના સત્તાવીશ મહાયુગ પણ ગયા છે. અઠ્ઠાવીસમો મહાયુગ ચાલે છે. તેનો કૃતયુગ ગયો છે. એટલે કાળની ગણતરી કાઢવી હોય તો તે બધી સંખ્યાઓનો સરવાળો કરવો.

· એક કલ્પમાં ચૌદ મનુઓ થાય છે એમ પ્રથમ કહેવાઈ ગયું છે. તેમનાં નામ – (1) સ્વાયંભુવ, (2) સ્વારોચિષ, (3) ઉત્તમ, (4) તામસ, (5) રૈવત, (6) ચાક્ષુષ, (7) વૈવસ્વત, (8) સાવર્ણિ, (9) દક્ષ સાવર્ણિ, (10) બ્રહ્મ સાવર્ણિ, (11) ધર્મ સાવર્ણિ, (12) રુદ્ર સાવર્ણિ, (13) રૌચ્ય દેવ સાવર્ણિ અને (14) ભૌત્યક-ઇન્દ્ર સાવર્ણિ.

· છ મનુઓ થઈ ગયા છે. તેથી તેમના કાળનો સંધિઓ સાથે તેમ જ કલ્પાદિ સંધિ સાથે સરવાળો કરવો. તેમાં વર્તમાન મનુ(વૈવસ્વત)ના સત્તાવીશ મહાયુગ ઉમેરી દેવા અને તેના પહેલાં ત્રણ યુગ પણ ગયા છે, તેથી તેમનાં વર્ષ પણ ઉમેરી દેવાં. જો ઈસવી સનના આરંભ સુધીની સંખ્યા લાવવી હોય તો તેમાં ઈસવી સનના આરંભ સુધીનાં ગત કલિનાં વર્ષ ઉમેરવાં જોઈએ.

· સંધિસહિત ૬ મનુઓ અને એક આરંભ સંધિ = ૬ મનુકાળ. ૧ મનુ = ૭૧ મહાયુગ; ૧ સંધિ = ૧ કૃતયુગ = ૧૭,૨૮,૦૦૦ સૌરવર્ષ. ૧ મહાયુગ = ૪૩,૨૦,૦૦૦ સૌરવર્ષ. ૬ મનુઓની ૬ સંધિ + ૧ આરંભ સંધિ = ૭ સંધિ.
· ૪૩,૨૦,૦૦૦ x ૭૧ x = છ મનુનો કાળ     = ,૮૪,૦૩,૨૦,૦૦૦
· અને ૧૭,૨૮,૦૦૦ x = ૭ સંધિઓનો કાળ   = ,૨૦,૯૬,૦૦૦
· ૪૩,૨૦,૦૦૦ x ૨૭ = ગત મહાયુગનો કાળ   =  ૧૧,૪૬,૪૦,૦૦૦
· અને ૧ કૃતયુગ + ૧ ત્રેતાયુગ + ૧ દ્વાપરયુગ = ૩૮,૮૮,૦૦૦
· ,૯૭,૦૯,૪૪,૦૦૦ = અઠ્ઠાવીસમા મહાયુગના કલિયુગઆરંભે કાળ વર્તમાનમાં કલિયુગ ચાલે છે તેના આરંભનાં ૩૧૦૧ વર્ષ પછી ઈસવીસનનો આરંભ થયો છે. તેથી ઉપર કહેલ અઠ્ઠાવીસમા મહાયુગની ત્રણ યુગની સમાપ્તિ પછીનાં ૩૧૦૧ + વર્તમાનનાં ઈ. સ.ના ૨૦૦૫નું વર્ષ ચાલુ હોવાથી ૩૧૦૧ + ૨૦૦૫ = ૫૧૦૬ ઉમેરીએ તો વર્તમાન ૧૯૯૨ ના વર્ષમાં કલ્પારંભથી ગયેલાં વર્ષની સંખ્યા ૧,૯૭,૦૯,૪૪,૦૦૦ + ૫૧૦૬ = ,૯૭,૦૯,૪૯,૧૦૬ કલ્પારંભથી વર્ષ થાય.

· આ ગણતરી પ્રમાણે ભારતીય ધર્મશાસ્ત્રીય કૃત્યોમાં સંકલ્પ વખતે કાલનિર્દેશ કરવાની પરિપાટી આજ સુધી ચાલુ છે. આમ સંકલ્પમાં જણાવાતા કાલનિર્દેશ મુજબ બ્રહ્માના દિવસના ઉત્તરાર્ધના શ્રી શ્વેતવારાહ કલ્પના અઠ્ઠાવીસમા મહાયુગમાં કલિયુગમાં કલિના પ્રથમ ચરણમાં શાલિવાહન શક, અયન, ઋતુ, માસ, પક્ષ, તિથિ અને વાર પર્યંતનો ઉલ્લેખ હોય છે.

· સાવનમાસ ૩૦ દિવસનો થાય છે. ચાંદ્રમાસ ૨૯.૫ દિવસનો થાય છે. સૌરમાસ ૩૧.૫ દિવસનો થાય છે અને નાક્ષત્રમાસ ૨૭ દિવસનો થાય છે. ચાંદ્રમાસનું પ્રમાણ ૨૯ દિ. ૧૨ ક. ૪૪ મિ. ૨૮ સે. છે. નાક્ષત્રમાસનું પ્રમાણ ૨૭ દિ. ૭ ક. ૪૩ મિ. ૧૧.૫ સે. છે.

   હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત
    🙏🏻ૐ નમો નારાયણ🙏🏻

🌐 ધર્મસિંધુ અનુસાર કાળના ભેદ જાણવો.

🕙કાળ છ પ્રકાર ના છે - વર્ષ, અયન, ઋતુ, માસ, પક્ષ, અને દિવસ એ ભેદોવડે છ પ્રકારના જાણવા. ચાંદ્ર, સૌર, સાવન, નાક્ષત્ર, અને બાર્હસ્પત્ય એ ભેદાવડે વર્ષ પાંચ પ્રકારનાં છે. 

🕙સૃદિ એકમથી અમાવાસ્યા લગી જે દિવસ - તે એક માસ, 

🕙એ રીતે ચૈત્રથી ફાગણ સુધી ૧૨ મહિના અને તેના ૩૫૪ દિવસવડે તેમજ અધિકમાસ છતાં તેર માસ વડે ચાંદ્રવર્ષ થાય છે. (પ્રભવ, વિભવ, શુકલ, ઇત્યા

🕙દિક જે સાઠ નામો તે ચાંદ્ર વર્ષનાજ છે.) 

🕙મેષાદિક ૧૨ સંક્રાંતિ સૂર્ય ભોગવ્યા છતાં ૩૬૫ દિવસે જે વર્ષ પુર્ણ થાય છે તેને સૌરવર્ષ કહે છે. ૩૬૦ દિવસેાનું જે વર્ષે તેને સાવનવર્ષ કહે છે. 

🕙આગળ કહેવાના છે એવા ભાર નાક્ષત્રમાસ થયાથી જે વર્ષ થાય છે તેને નાક્ષત્રવર્ષ કહે છે,અને ૩૨૪ દિવસોનું થાય છે. 

🕙મેષાદિક બાર રાશિમાંથી મેષાદિક(મેષ થી મીન) અકેક રાશિ બૃહસ્પતિ/ગુરુ ભોગવે/ભ્રમણ કરે અને જે વર્ષ થાય છે તેને બાહઁસ્પત્યવર્ષ કહે છે, અને તે વર્ષે ૩૬૧ દિવસોનું થાય છે.

🕙કર્માદિકાના સંકલ્પમાં ઉચ્ચાર કરવા તે ચાંદ્રવર્ષ નોજ કરવો, બીજા વર્ષને નહીં, 

🕙અયન બે પ્રકારનાં—એક દક્ષિણાયન, અને બીજું ઉત્તરાયણ, સૂર્યની કર્કસંક્રાંતિ થી ધનસંક્રાંતિ સુધી દક્ષિણાયન અને મકરસંક્રાંતિ થી મિથુનસંક્રાંતિલગી ઉત્તરાયણ.

🕙ઋતુ બે પ્રકારની - સૌર ઋતુ, અને ચાંદ્ર ઋતુ. 

મીનસંક્રાંતિથકી અથવા મેષસંક્રાંતિથકી બે બે ડરાશી સૂર્ય ભોગવે એટલે અકેક ઋતુ, એ રીતે સંક્રાંતિઉપરથી વસંતાદિક જે છ ઋતુ તે સૌર ઋતુ. ચૈત્રથકી આરંભ કરી બે બે માસની અકેક ઋતુ, એ રીતે માસ પ્રમાણે વસંતાદિક જે છ ઋતુ તે ચાંદ્ર ઋતુ, અધિકમાસ છતાં કાંઇએક કમતી નેવું દિવસોવડે ચાંદ્ર ઋતુ થાય છે. 

સ્રોત સ્માર્તઆદિ સંકલ્પ સમયે ચાંદ્ર ઋતુનો ઉચ્ચાર કરવા એ મુખ્ય છે.

🕙માસ ચાર પ્રકારના – ચાંદ્ર માસ, સૌર માસ, સાવન માસ અને નાક્ષત્ર માસ. 

🕙શુદિ એકમથી અમાવાસ્યા લગી અથવા વદ એકમથી પૂનમલગી જે માસ તે ચાંદ્ર માસ. તેમાં શુદિ એકમથી અમાવાસ્યા લગી જે માસ તેજ મુખ્ય. 

🕙વદ એકમથી પૂનમ સુધી માસ વિધ્યાચલ પર્વતના ઉત્તર ભાગમાંજ લેવા. 

🕙શ્રોતાદિક કર્મોના સંકલ્પ સમયે ચૈત્રાદિક માસ એજ લેવા. 

🕙મીનસક્રાંતિથકી સંક્રાંતિ પ્રમાણે જે સૌર માસ તેમના ચૈત્રાદિક નામેા છે એમ કેટલાએક કહે છે. 

🕙સૂર્યની સંક્રાંતિથકી આવતી સૂર્યસંક્રાંતિના આરંભસુધી જે માસ તે સૌર માસ. ૩૦ દિવસનો તે સાવન માસ. 

🕙અશ્વિની થકી રેવતી લગી સત્તાવીસ નક્ષત્ર ચંદ્રે ભાગવ્યા છતાં જે માસ તે નાક્ષત્ર માસ.

🕙શુદિ એકમથી પૂનમલગી જે દિવસ તે શુકલપક્ષ, વદ એકમથી અમાવાસ્યા પર્યંત જે દિવસ તે કૃષ્ણપક્ષ. ૬૦ ઘડીનો તે દિવસ 

હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત

🙏🏻ૐ નમો નારાયણ🙏🏻

✍️અલ્પેશ કે.ભટ્ટ

ગુલીક સાથે અન્ય ગ્રહ ની યુતિ ના ફળ

  • ગુલિક +સૂર્ય =પિતા ની અદેખાઈ કરે 
  • ગુલિક +ચંદ્ર =માતા ને દુખ દેનાર 
  • ગુલિક +મંગલ =નાના ભાઈ ના સુખરહિત 
  • ગુલિક +બુધ =માંન્દોન્ત્ત 
  • ગુલિક +ગુરુ=પાખંડી 
  • ગુલીક+શુક્ર =નીચ સ્ત્રી સંગ 
  • ગુલિક +શની=સુખી 
  • ગુલિક +રાહુ =વિષ  અપનાર 
  • ગુલીક+કેતુ=વિષ ઘટી યુક્ત હોય તો રાજા પણ ભિખારી થાય 

ઉત્તરાયણ માં ગુલીક માં જન્મનાર જ્ઞાની-યોગ માં પ્રીતિ રાખનાર,નૈષ્ઠિક બ્રહ્મચારી 

દક્ષિણાયન  માં ગુલીક માં જન્મનાર ગંભીર વાણી-ભેદ બુદ્ધિવાળા 

જયેષ્ઠા  નક્ષત્ર ના અંતિમ ઘડી અને મૂળ નક્ષત્ર ની પ્રારમ્ભિક ઘડી ને અભુક્ત ઘડી કહે છે. તેમાં ગુલીક સાથે જન્મનાર સ્ત્રી પુત્ર-પશુ-ચાકર નો નાશ કરનાર થાય છે.

રિકતા (4,9,14)તિથી માં ગુલીક સાથે જન્મનાર નપુંસક  ,મુસ્લ અને મુગદર યોગ માં ગુલીક સાથે જન્મનાર શરીર ખોડ  વાળો,યમકંટક માં ગુલીક સાથે જન્મનાર લંગડો થાય છે

હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત

🙏🏻ૐ નમો નારાયણ🙏🏻

✍️અલ્પેશ કે.ભટ્ટ

જન્મેલ સંતાન ની જન્મ પત્રિકા તથા બાલારિષ્ટ યોગ બાબત વિચારણીય મુદ્દા

🌞બાળક ની કુંડળી માં ઘણી વખત મહાભાગ્ય યોગ, રાજયાદી યોગ જોવામાં આવે છે છતાં પણ બાળક નું અરિષ્ટ થાય છે, જો અરિષ્ટ ન થાય તો બાળપણ થી જ મંદબુદ્ધિ કે ખાપણ જોવા મળે છે. આવા માં સર્વાર્થ ચિંતામણી ના રચનાકાર એ સંદર્ભ આપ્યો છે.

"आद्वादशाद्वा जनतूनामायुर्ज्ञातुं न शक्यते |

जपहोमचिकित्साद्यैर्बारक्षां तु कारययेत ॥

पित्रोर्दोषैर्मृताःकेचित्के चिद्वालग्रहैरपि ।

अपरे रिष्ट्योगाच्च त्रिविधा बालमृत्यवः॥(सर्वार्थ चिन्तामणी)

અર્થ:

બાળક ૧૨ વર્ષ નું થાય ત્યાં સુધી તેના આયુષ્ય નો નિર્ણય નથી થઈ શકતો,

માટે તેની રક્ષા જપ, હોમ,વૈદ્યક વગેરે ઉપાય થી કરવી જોઈયે...

કેટલાક બાળકો નું માતાપિતા ના દોષો થી અરિષ્ટ થાય છે, કેટલાક નું બાળગ્રહો થી અને કેટલાક નું અરિષ્ટ યોગો થી....

તથા આ બાબત ને જાતક પારિજાત પણ સ્વીકારે છે..

आद्वादशाब्दान्तरयोनिजन्मनामायुः कलानिश्चयितुं न शक्यते।

मात्रा च पित्रा कृतपापकर्मणा बालग्रहैर्बालमुपैति नाशम॥(जातक पारिजात ४/१)

અર્થ :

જ્યાં સુધી ૧૨ વર્ષ ની ઉમર ન થાય ત્યાં સુધી જેમનો જન્મ યોની દ્વારા થયો છે તેઓ નું આયુષ્ય નિશ્ચિત નથી, કારણ કે માતા પિતા ના અશુભ કર્મ અને બાળગ્રહો થી બાળક નો નાશ થાય છે.

જાતક પારિજાત આગળ કહે છે કે....

आध्ये चतुष्के जननीकृताधैर्मध्ये तु पित्रार्जितपापस।

बालस्तदन्त्यासु चतुःशरत्सु स्वकीयदोषैः समुपैति नाशम् ॥(जातक पारिजात ४/२)

અર્થ :

પહેલા વર્ષ માતા ના પાપ, બીજા ૪ થી વર્ષ પિતા ના પાપ,

અને થી ૧૨ વર્ષ સુધી પોતાના પાપ થી બાળક નો નાશ થાય છે.

તથા આગળ કેશવી કાર નો મત છે કે...

"जीवेत्कापि विभङगरिष्ट्जशिशू रिष्टं विना मीयते s

थाध्योsब्दःशिशुदुस्तरोsपि च परौ कार्येशु नो पत्रिका ॥

कार्या प्रश्ननिमित्त्पूर्व्शकुनै रक्ष्न्स्वमानं धिया

होराज्ञेन सुबुध्दिनात्र बहुथोदर्कस्य कालोबली ॥

અર્થ :

કદાચ રિષ્ટ યોગ હોય છતાં બાળક જીવે છે, કદાચ રિષ્ટ યોગ ન હોવા છતાં બાળક નષ્ટ થાય છે અને બાળક નું જન્મ થી પહેલું વર્ષ કઠિન હોય છે ત્યાર બાદ ના બે વર્ષ પણ તેવા જ હોય છે

માટે પ્રથમ ત્રણ વર્ષ સુધી બાળક ની જન્મપત્રિકા બનાવવી જોઈએ નહીં આવા સમયે વિદ્વાનો એપ્રશ્નશાસ્ત્ર, શકુન શાસ્ત્ર , નિમિત્ત શાસ્ત્ર વગેરે થી તેમજ પોતાની વિવેક બુદ્ધિ થી ફલાદેશ કરી ને પોતાના સ્વમાન ની રક્ષા કરવી જોઈએ...

કારણ કે કાળ બળવાન છે.

 

આમ અહીં ત્રણ વર્ષ સુધી પત્રિકા નિર્માણ કરવી જોઈએ નહીં એવું જણાવ્યું છે. દેશ કાળ પરિસ્થિતિ મુજબ આટલી રાહ કોઈ જોતું હોતું નથી તેથી જન્મ પત્રિકા નિર્માણ ની અવધિ ઓછા માં ઓછી સવા માસ, ત્રણ માસ અને છ મહિના રાખવી જોઈએ તેવો મારો મત છે.

 

હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત

🙏🏻ૐ નમો નારાયણ🙏🏻

✍️અલ્પેશ કે.ભટ્ટ

 

🔴મંગળદોષ અને મેડાપક

  • મંગળ તે મંગળકારી કલ્યાણકારી અને શુભકરતા નૈસર્ગિક પાપગ્રહ છે.આપડે જ્યોતિષીઓ એ મંગળ માટે જબરદસ્ત ખોટા હાવ ઉભા કરેલ છે. જે આપડી સંસ્થાએ આ હાઉ/ભય ને દુર કરી સમાજ પ્રત્યેની પોતાની કર્તવ્યનિષ્ઠાનું પાલન કરવાનું છે.
  • સૌ પ્રથમ જાણીશું કે મંગળદોષ વાડી કુંડલી એટલે શું ? માંગલિક કુંડલી કોને કેહવાય ?
    તો જે જાતકનિ કુંડલી માં ૧,,,,૧૨ સ્થાનમાં મંગળ હોય તો તેને માંગલિક કુંડલી કેહવાય છે.જો પુરુષની કુંડળીમાં  ૧,,,,૧૨ સ્થાનમાં મંગળ હોય તો તેને પાઘડીએ મંગળ અને જો સ્ત્રી નિ કુંડળીમાં ૧,,,,૧૨ સ્થાનમાં મંગળ હોય તો તેને ઘાટડીએ/ચુનરીએ/ચુંદડીએ મંગળ છે તેમ કેહવાય છે.
  • મંગળદોષ અપવાદ : જો કુંડળીમાં પ્રથમ ભાવમાં મેષ નો, ચોથા ભાવમાં વૃશ્વિક નો,સપ્તમ ભાવમાં મકર (ઉચ્ચ) કે મીન નો, આઠમાં ભાવમાં કર્ક (નીચ) નો અને બારમાં ભાવમાં ધન નો મંગળ હોયતો કુંડળીમાં મંગળ દોષ રેહતો નથી તેમ માનવામાં આવે છે ખરેખર તે યોગ્ય નથી,
  • મિથુન કે કર્ક ના મંગળ ને મેડાપકમા મેળવવામાં દોષકારક માનવામાં આવતો નથી જે યોગ્ય નથી. બીજું કે ઉચ્ચનો મંગળ, સ્વગૃહી મંગળ, તેમજ સૂર્ય કે ગુરુ ની રાશીઓ સિંહ ધન અને મીન માં મંગળ દોષકારક બનતો હોવા છતાં તેને અલ્પ દોષકારક માનવામાં આવે છે તે બિલકુલ યોગ્ય બાબત નથી.
  • મંગળ અગ્નિતત્વ નો ગ્રહ અગ્નિતત્વનિ રાશિમાં બળવાન બને છે. જેથી યોગ્ય બળાબળ જોઇને મંગળદોષનિ ભૂમિકા જ્યોતિષીઓ એ પોતાની બૌદ્ધિક ક્ષમતાએ ચકાસણી કરવી તેવો મારો સ્પષ્ટ મત છે.
  • પ્રથમ ભાવમાં મંગળ હોતા તેની દ્રષ્ટિ ૪--૮ સ્થાન પર પડે છે. પ્રથમ ભાવમાં મંગળ હોતા જાતક આક્રમક અને જીદ્દી હોય છે ત્વરિત ગુસ્સો તેનામાં સહજ આવી જાય છે.
  • સાતમે મંગળ તો તેની દ્રષ્ટિ ૧૦--૨ ભાવ ઉપર પડે છે. ૧૦ મેં દ્રષ્ટિ કાર્યમાં ઝડપ, લગ્નમાં દર્ષ્ટિ તુડમીજાજી,આક્રમક, બીજે દ્રષ્ટિ વાણીમાં આક્રમકતા કોડાફાળ બોલી,કર્કશતા અને જુઠું બોલે.
  • આઠમે મંગળ તો તેની દ્રષ્ટિ ૧૧--૩ ભાવ ઉપર પડે છે. ૧૧ મેં દ્રષ્ટિ લાભમાં હાની આપે છે, બીજે દ્રષ્ટિ વાણીમાં આક્રમકતા કોડાફાળ બોલી,કર્કશતા અને જુઠું બોલે. ત્રીજે દ્રષ્ટિ શાહસિક અને નીડર બનાવે છે.
  • બારમે મંગળ હોય તો તેની દ્રષ્ટિ ૩--૭ ભાવ ઉપર પડે છે. ત્રીજે દ્રષ્ટિ શાહસિક અને નીડર બનાવે છે. છઠ્ઠે દર્ષ્ટિ દુશ્મનો/રોગ સામે જીત મેળવે છે. સાતમે દ્રષ્ટિ લગ્ન જીવનમાં આક્રમકતા આપે છે.
  • સપ્તમભાવ તે માનવ જીવનમાં સ્ત્રી અને પુરુષના શારીરિક સંભોગ નું  અને અસ્ઠમ સ્થાન તે જાતીય સંભોગ ની પરિતૃપ્તિ દર્શાવે છે. આથી ૧-૪-૭-૮-૧૨ માં રહેલો મંગળ જાતકની જાતીયતા ને ઉસ્કેરે છે. વ્યક્તિની શક્રિય જાતીયતાની બાબતમાં ૭-૮ સ્થાન અને આ સ્થાનમાં મંગળ અત્યંત મહત્વનો ભાગ ભજવે છે.
  • મંગળ તે અગ્નિ તત્વ નો ગ્રહ છે. સ્ત્રી ને સ્ત્રીતત્વ અને પુરુષને પુરુષતત્વ આપનાર ગ્રહ મંગળ છે. સ્ત્રી અને પુરુષની જાતીયતા તપસ્વી હોય તો મંગળને કુંડળીમાં તપાસવો જ પડે. ટુકમાં કહું તો માંગલિક કુંડળી વાડી વ્યક્તિમાં વધુપડતી જાતીયતા જોવા મળે છે. મંગળ શક્તિ ધોતક છે પતીનીધીત્વ કરે છે. જો સપ્તમ સ્થાન પર હસુભ ગ્રહની દર્ષ્ટિ ના હોય તો સ્ત્રી પુરુષની જાતીયવૃતિ ને ઉશ્કેરનાર કે ભડકાવનાર બને છે.
  • ઘણા ના દિમાગ માં જાતીયતા માટે શુક્ર જવાબદાર છે તેમ બેઠેલ છે પણ શુક્ર તે “ઘી” છે તો મંગળ “આગ” છે. અને આ બંને ગ્રહોની જુગલ બંધી પણ જાતીયતામાં ભડકે ભડકા આપે છે. કોઈ પણ કુંડલી ઉઠાવીને જોઈ લેવી જેમાં શુક્ર મંગળ નો નવપંચમ યોગ હોય કે યુતિ હોય. (શરતો લાગુ)  
  • માંગલિક કુંડલીની સામે માંગલિક કુંડલી નો મેડાપક ન કરાવેલ અથવા તો મંગળ દોષ વાડી કુંડલી પર ગુરુ જેવા શુભ ગ્રહની દ્રષ્ટિ ના હોય અથવા અપવાદ મંગળ ન બનતો હોય તો આવી કુંડલીમાં એકપાત્ર વધુ જાતીયવૃતિ વાળું અને બીજું પાત્ર ઓછી જાતીયવૃતિ વાળું બનશે જેથી કરીને એકબીજાની જાતીય વૃતિ સંતોષાતી નથી જેના કારણે વાસ્તવિક જીવનમાં ઘણી સમાનતા જોવા મળે છે.  જેને લઈને રોજ બરોજ ના કકરાટ ઝગડા તીવ્ર મતભેદો થી માંડીને વ્યભિચાર ત્યાગ કે છુટાછેડા જેવા બનાવોનું અનિષ્ટ સમાજમાં સર્જાય છે. જો એક વધુ જાતીયવૃતિવાડી વ્યક્તિ ને જાતીય સંતોષ નહિ મળે તો તે અન્ય પાસેથી તે પ્રાપ્ત કરવા કોશિશ કરશે મથામણ કરશે જે આપણી ભારતીય સંસ્કૃતિમાં માન્યતા કે સ્વીકાર્ય નથી.
  • ઘણા મંગળની સામે શનિ કે રાહુ ને મેળવી આપે છે. શનિ મંદ પ્રકૃતિ નો ગ્રહ છે જ્યારે મંગળ ઝડપી અને આક્રમક ગ્રહ છે. રાહુ જાતીયવૃતિમાં વિશેષ રસ દાખવતો નથી તેવું અનુભવે જોવા મળેલ છે તો કેવી રીતે મંગળ સામે શનિ કે રાહુ નો મેડાપક થઇ શકે ???? વિચારવા જેવું ખરું ને ???
  • એક જ્યોતિષ સંમેલનમાં સાંભળવામાં આવ્યું હતું કે ૮ મેં મંગળ ને મંગળદોષ માનવો કે ના માનવો તે સવાલ છે...તો હવે થોડું આ વિષે પણ જાણીએ.....
  • આઠમું સ્થાન જાતીય પરિતૃપ્તિનું હોવાથી આ ભાવમાં રહેલો મંગળ પ્રબળ જાતીયતા આપે છે. (પેહલા જ કહ્યું કે મંગળ તે જાતીયતાનો કારક છે) હવે જાતે જ વિચારો કે અહ્યા મંગળની ભડકે આગ કેવી રહશે ????
  • સપ્તમ કે અસ્ઠમ ભાવ સાથે સંબંધિત વ્યક્તિની જાતીયવૃતી એ કુદરતી બાબત છે.કારણ કે સ્ત્રી પુરુષમાં રહેલી જાતીયવૃતિ કે SEX ની ભૂખ કુદરતી પરિબળો ને આધારિત છે. છતાં પણ તેની તૃપ્તિ સમાજની મર્યાદામાં રહી ને જ થાય તે અતિ આવશ્યક હોવાથી જાતીયવૃતિની અસરને વધારે નિયંત્રણ રાખવાની કે નાબુદ કરવાને બદલે તે વૃતિ ને અનુરૂપ જ સામેની વ્યક્તિ નિ પસંદગી થાય કે કરવામાં આવે તેજ સર્વોત્તમ ઈલાજ છે. અન્યથા સમાજે તેના અશુભ પરિણામો ભોગવવાની કે સહન કરવાની તૈયારી રાખવીજ રહી. કારણ તમારી સામે જ છે તેને અવગણો તો ભૂલ છે....  
    આશા રાખું છુ કે મંગળ દોષ જ કેમ ??? બીજા કોઈ ગ્રહ ના દોષ કેમ નહિ ??? તે આ લેખમાં સમજાવી શકું તેવી કોસિસ કરેલ છે.

વિશેષ :

  • જન્મ કુંડળીમાં મંગળ દોષ ના હોય પરંતુ ચંદ્ર,શુક્ર,મંગળ અને હર્ષલ ના પરસ્પર યોગો તેમજ આ ગ્રહો નો સપ્તમ ભાવ પરત્વેનો સંબંધ ને લીધે મંગળ દોષ જેવી જ અસરો જાતીય જીવન ઉપર જોવા મળશે.
    ચંદ્ર,શુક્ર,મંગળ અને હર્ષલનિ યુતિ કે પ્રતિયુતિ તેમજ એકબીજાના સાથે જે કેન્દ્રયોગ કરતા હોય તો તે પણ મંગળદોષ કરતા વધુ અનિષ્ટકરી જોવા મડે છે.
  • મંગળ દોષ કરતા પણ ૨-૮-૧૦ માં ભાવમાં રહેલ શનિ વિવાહ/લગ્નજીવનમાં ભંગાણ ઉભું કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. મોટે ભાગે એક વખત લગ્ન જીવન ખંડિત કરે છે. આમ ૧-૫-૭ માં રહેલ શનિ પણ ખરાબ પરિણામ લગ્નજીવન માટે આપતો જોવા મળે છે. દાંપત્ય જીવનમાં સંઘર્ષ,નીરસતા અને અસંતોષ જોવા મળે છે.(શરતો લાગુ)
  • જો સપ્ત્મેશ નીચનો હોય કે અન્યોના થકી નીચ બનેલ હોય કે પાપ સંબંધમાં હોય તો તે મંગળ દોષ કરતા પણ વધુ અશુભ બને છે. ૮ કે ૧૨ મેં રહેલ મંગળ કરતા પણ વધુ ખરાબ ફળ આપે છે.
  • લગ્ન મેડાપકમાં કર્ક ના મંગળ ને ભલે અશુભ માનવામાં નથી આવતો છતાં પણ જો કર્ક નો મંગળ ૮ મેં વૈધવ્ય આપે છે. ઉચેથી પડીને મૃત્યુ પામે ત્યારે આવા કિસ્સામાં જ્યોતિષી એ સમા પાત્રની કુંડળીમાં આયુષ્ય સંદર્ભણ અચોક્કસ પાને નજર કરી લેવી જોઈએ.
  •  ૧૨ મેં ધન નો મંગળ અપવાદરૂપ હોવા છતાં તે જાતીયતા બાબતે તે ખરાબ ફળ આપે છે.
  • મંગળ દોષ હોય અને મંગળ પર ગુરુની દ્રષ્ટિ હોય તો મંગળ દોષ નાબુદ થાય છે.
    સ્ત્રી ની કુંડલી નો ગુરુ પુરુષ ની કુંડલીના મંગળ ઉપર દર્ષ્ટિ કરે તો પુરુષ નો મંગળ દોષ નાબુદ થાય છે અથવા પુરુષની કુંડળી ના મંગળ ઉપર સ્ત્રી ની કુંડળી નો ગુરુ દ્રષ્ટિ કરતો હોય તો પુરુષ નો મંગળ દોષ નાબુદ થાય છે.
  • ૮ માં ભાવનો મંગળ કેતુ સ્ત્રીની કુંડળીમાં હોય તો અચૂક વૈધવ્ય યોગ આપે છે. આથી આવા જાતક ને કુંભ વિવાહ કરવાની સલાહ હોય છે. અને ત્યાર બાદ જ લગ્ન કરવાનું કેહવામાં આવે છે. અન્યથા પતીસુખમાં અવરોધો ઉભા થાય છે.( કોઈ પણ ગ્રહ તેની દશા શિવાય ફળ આપતો નથી મારકની કે અષ્ટમેશની દશામાં મંગળ કે કેતુ નું અંતર આવે ત્યારે વય્ધવ્ય યોગ આપે છે.
    નોધ : દરેક જ્યોતિષી મિત્રો એ આખરી ફળકથન આપની પોતાની બુદ્ધિ ની એરણ ઉપર કરવું.
    હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત
    🙏🏻ૐ નમો નારાયણ🙏🏻