શનિવાર, 18 જૂન, 2022

📜ધર્મસિંધુ અનુસાર એકાદશી/અગિયારસના નિર્ણય શું કહે છે.

📜એક કેવળ ઉપવાસ અને બીજો વ્રતસહિત ઉપવાસ એવા એકાદશીના ઉપવાસના બે ભેદ છે.
📜ફક્ત ઉપવાસમાટે પુત્રવાન(પુત્ર સંતાન હોય તેને) ગૃહસ્થ ઇત્યાદિકને કૃષ્ણપક્ષમાં પણ અધિકાર છે. પરંતુ કૃષ્ણપક્ષમાં વ્રતયુક્ત ઉપવાસ પુત્રવાન ગૃહસ્થે કરવા નહી,

📜ત્યારે મંત્રસહિત વ્રતસંકલ્પ ન કરવો અને યથાશક્તિ નિયમ ધારણ કરી ભોજન માત્ર વર્જ્ય કરવું. એ પ્રમાણે તિથિનો ક્ષય છતાં શુકલપક્ષની એકાદશીમાં પણ આજ નિયમે ચાલવું.
📜આષાઢશુદિ એકાદશી અને કાર્તિકશુદિ એકાદશી એની વચમાંના કૃષ્ણપક્ષના એકાદશીવ્રત માટે પુત્રવાન ગૃહસ્થાશ્રમીને પણ અધિકાર છે.

   📜વિષ્ણુની સાયુજ્યમુક્તિ ઇચ્છનારા અને આયુષ્ય તથા પુત્ર ની ઇચ્છા કરનારા તેમણે કામનાથી બન્ને પક્ષમાં વ્રત કરવાં, તેમાં કાઇ પણ નિષેધ નથી.
📜વૈષ્ણવ ગૃહસ્થાએ કૃષ્ણપક્ષની એકાદશીનો પણ અવશ્ય ઉપવાસ કરવા. આ એકાદશી વ્રત શૈવ, વૈષ્ણવ અને સૂર્યભક્ત ઇત્યાદિ સર્વેને, ન કરવાથી દોષ સંભળાય છે માટે નિત્ય છે, અને સંપત્તિ આદિ ફળ પ્રાપ્ત થાય છે એમ સંભળાય છે તેથી કામ્ય પણ છે.

📜કેટલાએક ગ્રંથકાર એમ કહે છે કે, એ ઘડિઆદિ દશમ છતાં દશમમાંજ ભોજન કરવું, અને સૂર્યઉદયથી પ્રથમ પ્રાપ્ત થઇ જે શુંદ્ધાધિકાધિકદ્વાદશી તેમાં તેા બરોબર બે ઉપવાસ કરવા,
એ રીતે તિથિ પાળવી એમ કહે છે, પરંતુ તે યોગ્ય નથી.
   📜૮ વર્ષ ૮૦ વર્ષ સુધી એકાદશીવ્રતના અધિકાર છે.
   📜 શક્તિમાન હોય તે ૮૦ વર્ષ પછી પણ અધિકાર છે.
  📜સૌભાગ્યવતી સ્ત્રીઓ પતિ અથવા પિતા ઇત્યાદિકની આજ્ઞા વિના ઉપવાસ અને વ્રત આદિ કરે તો તેમનું વ્રત વ્યર્થ થતાં પતિના આયુષને ક્ષય અને નરકપ્રાપ્તિ પણ થાય છે.
   📜અશક્તોને માટે ફળ, તલ, દૂધ, જળ, ઘી, પંચગવ્ય અને વાયુ, એમાનુ એક કરતાં બીજું એ પ્રમાણે ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે, માટે પોતાની શક્તિ ઓછી અથવા અધિકી જાણી ને કહેલા પક્ષમાંથી કોઇ એક પક્ષ અંગીકાર કરવો. અને એકાદશીનો ત્યાગ કરવો નહીં.
  📜ભૂલથી એકાદશીને દિવસે ઉપવાસ કર્યો ન હોય તો દ્વાદશીને દિવસે પણ વ્રત કરવું,  દ્વાદશીને દિવસે પણ ન કર્યો હોય તો યવમધ્ય ચાંદ્રાયણ(વ્રત) પ્રાયશ્ચિત્ત કરવું, નાસ્તિકપણાથી ન કરે તે પિપીલિકા મધ્યચાંદ્રાયણપ્રાયશ્ચિત્ત કરવું.
📜પતિ, પિતા ઇત્યાદિક વ્રતમાટે અશક્ત હોય તો તેમને ઉદ્દેશી ને કરી સ્ત્રી, પુત્ર, બેહેન, ભાઇ, ઇત્યાદિકે એ એકાદશીવ્રત કરવાથી ૧૦૦ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે.

    હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત

   🙏🏻ૐ નમો નારાયણ🙏🏻

      ✍️અલ્પેશ કે.ભટ્ટ

શુક્રવાર, 17 જૂન, 2022

🕉️ ધર્મ સિંધુ અનુસાર જુદી જદી જાતનાં શિવલિંગના પૂજનનું જુદું જુદું ફળ મળે છે, જાણો કયા શિવલિંગ નું કેવું ફળ પ્રાપ્ત થાય છે !

  • હીરાના લિંગનું પૂજન કરવાથી આયુષ્યવૃદ્ધિ થાય છે.
  • મેાતિના લિંગનું પુજન કરવાથી રોગ નાશ,
  • વૈદુર્યના લિંગ થકી શત્રુનાશ,
  • માણેકના લિંગ થકી લક્ષ્મીપ્રાપ્તિ,
  • પુખરાજના લિંગથકી સુખ,
  • નીલમણિનાં લિંગ વડે યશ,
  • મરકત (પાચ) ના લિંગવડે પુષ્ટિ,
  • સ્ફટિકના લિંગ થકી સર્વ કામની પ્રાપ્તિ,
  • રૂપાના લિંગ થકી રાજ્ય અને પિતૃની મુક્તિ,
  • સુવર્ણના લિંગ થકી સત્યલોકની પ્રાપ્તિ,
  • ત્રાંબાના લિંગ થકી પુષ્ટિ અને આયુષ્ય,
  • પિતળના લિંગ થકી સંતોષ,
  • કાંસાના લિંગ થકી કીર્તિ,
  • લોહ (લોઢા)ના લિંગ થકી શત્રુનાશ,
  • સીસાના લિંગ થકી આયુષ્યવૃદ્ધિ,

📜 બીજા અન્ય ગ્રંથકારોને મતે....
  • સુવર્ણના લિંગવડે બ્રાહ્મણના ઋણ થકી મુક્તિ અને સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ.
  • ચંદનનાં લિંગથકી સૌભાગ્ય,
  • હાથિંદાંતના લિંગ થકી સેનાધિપતિપણું,
  • ચોખા ઇત્યાદિક ધાનના લોટના લિંગથકી પુષ્ટિ, સુખ, અને રોગનાશ ઇત્યાદિક,
  • અડદના લોટના લિંગથકી સ્રીપ્રાપ્તિ,
  • માખણના લિંગથકી સુખ,
  • છાણના લિંગથકી રોગનાશ,
  • ગોળના લિંગથકી અન્ન ઇત્યાદિકની પ્રાપ્તિ,
  • વાંસનો અંકુર (કોટો) લાવી તેનું લિંગ કરી પૂજા કરવાથી વંશવૃદ્ધિ થાય છે.
💥અને આ રીતે લિંગની અધિક સંખ્યા થવાથી ફળમાં આધિક્ય ફળ મળવા પાત્ર રહે છે.

હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત 🙏🏻ૐ નમો નારાયણ🙏🏻

🕉️જીટોડીયા સ્થિત પ્રાચીન વૈજનાથ મહાદેવ મંદિરમાં સ્વયંભૂ શિવલીંગમાંથી નીકળતા જળનું રહસ્ય હજારો વર્ષ બાદ પણ અકબંધ

🕉️શ્રી વૈજનાથ મહાદેવ.

આણંદ બોરસદ રોડ,

જીટોડીઆ ગામ,

આણંદ-388001

🕉️જીટોડીયા સ્થિત પ્રાચીન વૈજનાથ મહાદેવ મંદિરમાં

સ્વયંભૂ શિવલીંગમાંથી નીકળતા જળનું રહસ્ય હજારો વર્ષ બાદ પણ અકબંધ

સને ૧૨૧૨માં રાજા સિદ્ઘાર્થ જયસિંહે પથ્થરો, ચુના અને પાટલા ઈંટોથી મંદિર બનાવી તેનો જીણોદ્ઘાર કર્યો હતો : મોગલ શાસન દરમિયાન આ શિવાલય ઉપર હુમલો થયા હોવાના અવશેષો હાલ મૌજુદ !

🕉️આણંદ-બોરસદ દાંડી માર્ગ ઉપર આવેલ આણંદ તાલુકાના જીટોડીયા ગામ સ્થિત અતિ પ્રાચીન વૈજનાથ મહાદેવના સ્વયંભૂ શિવલીંગમાંથી અવિરત પણે વહેતા પવિત્ર જળનું રહસ્ય હજારો વર્ષ બાદ પણ અકબંધ રહેવા પામ્યું છે.પ્રતિદિન તેમજ દર સોમવાર અને ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસમાં હજારો શિવભકતો દેવાધિદેવ મહાદેવના દર્શનાર્થે અહી ઉમટે છે અને જપ-તપ,આરાધના કરી ભોલેનાથને રીઝવવાનો પ્રયાસ કરે છે. આણંદથી અઢી માઈલ દૂર આવેલ જીટોડીયા ગામની પશ્વિમ દિશામાં મોગરી તરફ જવાના માર્ગ ઉપર અંદાજિત ૧૦૧ર વર્ષ કરતાં પણ પુરાણું વૈજનાથ મહાદેવનું મંદિર આવેલું છે.અતિપ્રાચીન અને ઐતિહાસિક ગણાતા દેવાધિદેવ મહાદેવના આ મંદિરનું માહાત્મય અનેરૃ છે.એક દંતકથા મુજબ હાલ જીટોડીયા ગામ જયાં વસેલ છે તે વિસ્તાર વર્ષો પૂર્વે હિંડબા વન તરીકે જાણીતો હતો.તે સમયે ભીમ હિંડબા સાથે લગ્ન કરીને આ વનમાં રહેતો હતો. કહેવાય છે કે ભીંમ શિવભકત હોવાથી આ વનમાં ભોલેનાથની પૂજા-અર્ચના કરવા માટે શિવલીંગની શોધખોળ કરતો હતો.તે સમયે ઝાંડી-ઝાંખરામાં દટાઈ ગયેલું શિવલીંગ મળી આવ્યું હતું.જયાં ભીમે મહાદેવની પૂજાઅર્ચના કરી હતી.સમય જતા કુદરતી આફતોના કારણે આ શિવલીંગ જમીનમાં દટાઈ ગયું હતું.

🕉️આ અંગે વધુ માહિતી જાણતા, ઈ.સ.૧ર૧રમાં ગુજરાતમાં રાજા સિધ્ધાર્થ જયસિંહ સોલંકીના શાસનમાં ગાયો ચરાવતા એક ગોવાળની ગાય હંમેશા એક સ્થળ ઉપર પોતાનું દૂધ ઝરી દેતી હતી. ગાયના આંચળમાંથી દૂધ ખાલી થતું નિહાળી ગોવાળે પોતાના સાથી મિત્રો સાથે તે સ્થળે પાવડા-કોદાળી અને ત્રિકમ જેવા ઓંજારોથી ખોદકામ કરાવ્યું હતું .તે સમયે ત્યાં આ શિવલીંગનો પાર્દુંભાવ થયો હતો.કહેવાય છે કે ઓજારોના ધા વાગવાથી આ શિવલીંગ ખંડીત થયું હતું.ખંડીત થયેલા આ શિવલીંગના છિદ્રોમાંથી ધીમી ધારે પાણીની ઝાર ફુટી નીકળતા લોકોમાં આશ્રય ફેલાયું હતું.આ વાત રાજા સિધ્ધાર્થના કાને જતા જ તેમણે અહીંયા ખોદકામ કરાવીને પ્રગટ થયેલા શિવલીંગને પાટણના સહસ્ત્રલીંગ તળાવમાં લઈ જવાનો પ્રયાસ કર્યો હતો.ત્યારે શિવભકત માતા મીનળદેવીને દેવાધિદેવ મહાદેવે સ્વપ્નમાં આવી આદેશ આપ્યો હતો કે આ શિવલીંગ ભગવાન શિવની અમૂલ્ય ભેટ છે તેમાંથી જે જળ વહે છે તે ગંગા જળ જેટલું પ્રવિત્ર છે માટે ભગવાન શિવની આ અમૂલ્ય ભેટને તોડફોડ કરશો નહી.જયાંથી આ શિવલીંગ મળ્યું છે તે સ્થળે જ તેનું નિર્માણ અથવા સ્થાપના કરાવશો.જેથી રાજા સિધ્ધાર્થે સને ૧ર૧રમાં પથ્થરો-ચુના અને પાટલા ઈંટોથી અહીંયા શિવાલય બનાવી તેનો જીણોધ્ધાર કર્યો હતો.આમ રાજા સિધ્ધાર્થના શાસન કાળમાં જીટોડીયા ખાતે વૈજનાથ મહાદેવનું નિર્માણ થયું હોવાની લોકકથા છે.જો કે મોગલ શાસન દરમિયાન પણ આ મંદિર ઉપર હુમલો થયો હોવાના અવશેષો હાલ અહીંયા મોજૂદ છે.

🕉️અતિ પ્રાચીન એવા વૈજનાથ મહાદેવ મંદિરનું માહાત્મય અનેરૃ છે.અહીંયા સ્વયંભૂ શિવલીંગમાથી હજારો વર્ષોથી અવિરતપણે ગંગાજળ જેવું પવિત્ર જળ નીકળે છે.હજારો વર્ષથી કુદરતની આ કરામતને કોઈ જાણી શકયું નથી.શિવલીંગમાંથી નીકળતું આ જળ કયાંથી અને કેવી રીતે આવે છે તેનું રહસ્ય પણ હજુ સુધી અકબંધ રહેવા પામ્યું છે.એટલું જ નહી આ જળમાં ઔષધિય ગુણો રહેલા છે માટે વૈજનાથ નામ વૈજનાથમાંથી અપભ્રંશ થઈ પ્રસિધ્ધ થયું છે જે નામે આજે આ મંદિર જાણીતું બન્યું છે વૈજનાથ મંદિરના પગથિયા ચઢતા જ જમણાં હાથે સાધુ-સંતોની નાની મોટી આશરે ૭પ જેટલી ડેરીઓ આવેલ છે.જેને સમાધિ સ્થાન પણ કહેવામાં આવે છે.આ સિવાય આ વૈજનાથ મહાદેવના મંદિરના સંકુલમાં ભૈરવનાથ,જાદુઈ હનુમંત,જલારામ બાપા,સાંઈબાબા,શનૈશ્વર અને સંતોષી માતાનું મંદિર પણ આવેલ છે.પ્રતિદિન,વાર તહેવાર તેમજ સોમવાર અને શનિવારના રોજ અસંખ્ય શ્રધ્ધાળુઓ અહીંયા દર્શનાથે આવે છે અને દેવાધિદેવ મહાદેવ સહિત અન્ય દેવદેવતાઓના દર્શન કરી ધન્યતા અનુભવે છે.પવિત્ર શ્રાવણ માસમાં અહીંયા ઘણા બ્રાહ્મણો શિવ આરાધનામાં લીંન બને છે.શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે અસંખ્ય શિવભકતો દાદાના દર્શનાર્થે આવે છે.શ્રાવણ માસના છેલ્લા સોમવાર, જન્માષ્ટમી અને ધરો આઠમ જેવા પર્વ ટાણે વૈજનાથ મહાદેવ ખાતે મેળા પણ ભરાયા છે.જીટોડીયા ગામ સહિત આજુબાજુ ગામના લોકો આ મેળામાં આવે છે.

🕉️ઈ.સ. ૧૯૦૩માં ખેડાના કલેક્ટરે શિવલીંગમાંથી નીકળતા જળની તપાસ કરાવી હતી

જીટોડીયા સ્થિત વૈજનાથ મહાદેવના સ્વયભૂ શિવલીંગમાંથી અવિરતપણે નીકળતા પવિત્ર જળનું રહસ્ય ઉકેલવા માટે ઈ.સ.૧૯૦૩માં ખેડાના કલેકટરે પુરાતત્વ વિભાગની મદદથી અત્રે તપાસ કરી હતી.શિવલીંગમાંથી નીકળતા જળનો વોટર ટેસ્ટ પણ કર્યો હતો.ઘણા વર્ષો પછી પણ કુદરતની આ કરામતને કોઈ જાણી શકયું નથી.પાંચ વર્ષ પૂર્વે વડોદરા સ્થિત ભૂસ્તર વિભાગના એક અધિકારીએ પણ આ શિવાલયની મુલાકાત લીધી હતી અને શિવલીંગમાંથી અવિરતપણે નીકળતા જળનાં રહસ્યને જાણવાનો પ્રયત્ન કર્યો હતો.આજની તારીખે પણ આ શિવલીંગમાંથી ગંગા જળનો અસ્ખલિત પ્રવાહ નીકળે છે.

શિવલીંગના અગ્રભાગે ૨૫ જેટલા નાના, મોટા છિદ્રો

🕉️પ્રાચીન વૈજનાથ મહાદેવમાં સ્વયંભૂ શિવલીંગ આવેલ છે આ શિવલીંગ જમીનથી ત્રણ ફુટ ઉંચુ છે.શિવલીગના અગ્રભાગે રપ જેટલા નાના મોટા છિંદ્રો છે.મધ્યનું છિદ્ર દોઢ ઈચ વ્યાસનું છે.આ છિદ્રોમાંથી ગંગા જળ જેવું પવિત્ર જળ અવિરતપણે વહે છે શિવલીંગના છિદ્રોમાંથી જળ લઈ લો એટલે તુરંત જ આ છિદ્રો પુનઃ જળથી ભરાઈ જાય છે.શિવલીંગમાંથી નીકળતા આ જળનું રહસ્ય હજારો વર્ષ પછી પણ અકબંધ રહેવા પામ્યું છે.સત્યને સમજાવા માટે શ્રધ્ધા જરૃરી છે અને શ્રદ્વાને કોઈ પુરાવાની જરુર ન હોવાની લોકોકિત છે.

હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત

🙏🏻ૐ નમો નારાયણ🙏🏻






🟤💦કેતુ સ્નાન

🟤💦સુવ્વરે ઉખાડેલી પર્વતના શિખર ની માટી અને બકરી નું દૂધ ગેંડાના પાત્ર માં રાખી તેમાં જળ ભરી તે જળ વડે સ્નાન કરવાથી કેતુ પીડા દુર થાય છે.


🟤💦કેતુ ના અશુભ ભ્રમણ કે અશુભ દશામાં અને કુંડલી માં કેતુ જ્યાં બિરાજમાન હોય તેના શુભ ફળ માટે તે ભાવની પીડા દુર કરવા માટે કેતુ સ્નાન કરવાથી કેતુ ની પીડા નિવૃત્ત થાય છે.  


હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત

🙏🏻ૐ નમો નારાયણ🙏🏻

✍️અલ્પેશ કે.ભટ્ટ

⚫💦શનિ સ્નાન

⚫💦તલ, અડદ, કાંગ, અને આશુપાલવે(આશોપાલવ) યુક્ત જળ લોઢાનાં પાત્રમાં લઇ સ્નાન કરવાથી શનિ સંબંધી પીડા નીવુર્ત થાય છે.


⚫💦શનિ ૬,૮,૧૨,૨ ભાવમાંથી પસાર થતો હોય, રાહુ કેતુ શનિ મંગળ ઉપરથી પસાર થતો હોય, મારક બની તેની દશા ચાલતી હોય, સાડા સાતી કે ઢૈયા ચાલતી હોય તેવા સમયે શનિ સ્નાન કરવાથી શનિની પીડા નિવૃત્ત થાય છે.


હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત

🙏🏻ૐ નમો નારાયણ🙏🏻

✍️અલ્પેશ કે.ભટ્ટ

⚪💦શુક્ર સ્નાન

⚪💦ગોરોચન, હાથીનો મદ, વિરિયાડી, અને શતાવરી યુક્ત જળ રૂપાનાં પાત્રમાં લઇ સ્નાન કરવાથી શુક્રની પીડા નિવૃત્ત થાય છે.


⚪💦કુંડળીમાં અશુભ શુક્ર ની દશા હોય, શુક્ર પીડિત હોય, નીચ હોય, અસ્ત હોય, શુક્ર રાહુ, બુધ શુક્ર, ની યુતિ હોય કે કોઇપણ પ્રકારે બુધ જનિત પીડા હોય ત્યારે શુક્ર સ્નાન કરવાથી પીડા નિવૃત્ત થાય છે. 


હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત

🙏🏻ૐ નમો નારાયણ🙏🏻

✍️અલ્પેશ કે.ભટ્ટ

ગુરુવાર, 16 જૂન, 2022

કાલગણના (જ્યોતિષ)

દિવસ અને રાત્રિના (એક સૂર્યોદયથી બીજા સૂર્યોદય પર્યંતના) સમયને અહોરાત્ર કહીએ છીએ. અહોરાત્રને સાવનદિન પણ કહેવામાં આવે છે. એક અહોરાત્ર જેટલા સમયને એક વારએમ પણ કહે છે


· સૂર્ય અને ચંદ્ર અંશ-કળા-વિકળા પ્રમાણે એકસરખા થઈ જાય ત્યારે રાત્રે ચંદ્ર બિલકુલ દેખાતો નથી તે અમાસ અને ત્યારપછી પૂનમના દિવસે આખી રાત દેખાતો રહે છે. આખી રાત ચંદ્ર દેખાયા પછી વળી પાછી અમાસ આવે છે. આમ એક અમાસથી બીજી અમાસ સુધીના સમયને (ચંદ્ર સંબંધી માસ હોવાથી) ચાંદ્રમાસ કહે છે.

·જેમ સૂર્યના ઉદય-અસ્તને લક્ષ્ય કરી સાવનદિન ગણવામાં આવે છે, તેમ સૂર્યના એક રાશિથી બીજી રાશિ સુધીના ભ્રમણકાળમાં 30 અંશ થતા હોવાથી સૂર્યના એક અંશ જેટલા ભ્રમણકાળને સૌરદિન કહેવામાં આવે છે.

· અમાસના દિવસે સૂર્ય-ચંદ્ર ભેગા થયા બાદ સૂર્ય કરતાં ચંદ્રની ગતિ વધારે હોવાથી સૂર્ય અને ચંદ્ર વચ્ચેનું અંતર બાર અંશ થતાં તેને એક તિથિ અથવા ચાંદ્રદિન કહેવામાં આવે છે. એક અમાસથી બીજી અમાસ સુધીમાં 30 તિથિ થતી હોવાથી અને રાશિના 30 અંશ હોવાથી 30 સંખ્યાને માસવાચક ગણી ચાંદ્રમાસ અને સૌરમાસ (30 તિથિનો ચાંદ્રમાસ અને 30 અંશનો એટલે એક સંક્રાંતિનો એક સૌરમાસ) ગણાય છે. આવા બાર માસના એક ચક્રના અંતે ફરી સૂર્યની એની એ જ રાશિ આવતી હોવાથી અને તેટલા સમયમાં શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ ત્રણ મુખ્ય ભાગ (ઋતુ) વારંવાર આવતા હોવાથી વર્ષને એક આધારભૂત સંખ્યા માની તેના આધારે સૃષ્ટિના આરંભથી આજ સુધીમાં કેટલાં વર્ષો થયાં હશે અને આગળ કેટલાં વર્ષો સુધી સૃષ્ટિનું અસ્તિત્વ રહેશે વગેરે અંગેની કાલગણનાની ઝીણી ઝીણી બાબતો ઉપર લક્ષ આપવામાં આવ્યું છે.

·એક સાવનદિનના આધારે સૃષ્ટિના આરંભકાળથી સૃષ્ટિના અંતકાળ પર્યંતની મોટામાં મોટી સંખ્યાને જાણવા માટે અનેક સંખ્યાઓને અમુક અમુક સંજ્ઞાઓથી ઓળખવામાં આવી છે. એવી રીતે સાવનદિનના સૌરદિનના સૂક્ષ્મમાં સૂક્ષ્મ પર્યંતની સંજ્ઞાઓને જુદી જુદી સંજ્ઞાઓથી દર્શાવવામાં આવી છે. આમાંથી ભારતીય પદ્ધતિ મુજબ દિવસ, પ્રહર, મુહૂર્ત (એક કાલસંજ્ઞા), ઘટિકા, પળ, વિપળ ઇત્યાદિ વિભાગો અથવા આધુનિક પદ્ધતિ મુજબ દિવસ, કલાક, મિનિટ, સેકન્ડ વગેરે વિભાગો જાણીતા થયા છે.

· ભારતીય પદ્ધતિમાં ત્રુટીથી લઈ કલ્પ પર્યંતના વિભાગો ઠરાવેલા છે. જ્યોતિષીઓએ આકાશમાં ભ્રમણ કરતા ગ્રહો જ્યારે એક બિન્દુ ઉપર આવી જાય અને એક સૂત્રમાં પરોવાયેલા મણકાની માફક દેખાય તે સમયને યુગ એવી સંજ્ઞા આપી છે અને આ યુગના આધારે કલ્પ પર્યંતના એટલે કે સૃષ્ટિના આરંભકાળથી અંતકાળ પર્યંતના સમયની ગણના ઠરાવેલી છે. ભારતીય પદ્ધતિ મુજબ કાલગણનામાં પ્રાણ અથવા અસુથી ગણાતો કાળ મૂર્ત એટલે દેખાઈ આવે તેવો ગણ્યો છે. ત્રુટી ઇત્યાદિ કાળ અમૂર્ત એટલે ન દેખાય એવો ગણ્યો છે. 6 પ્રાણ અથવા અસુની એક પળ થાય છે. 60 પળની એક ઘડી થાય છે. 60 ઘડીનો નાક્ષત્ર અહોરાત્ર થાય છે. 30 અહોરાત્રનો એક માસ થાય છે.

·અહીં તંદુરસ્ત માણસ સ્વસ્થતાપૂર્વક આરામથી બેઠો હોય ત્યારે તેનો એક શ્વાસોચ્છવાસ થવામાં જેટલો સમય થાય તેને પ્રાણ કહ્યો છે.
· નાક્ષત્ર અહોરાત્ર એટલે ક્ષિતિજ ઉપર ઊગેલું નક્ષત્ર બીજા દિવસે ક્ષિતિજ ઉપર ઊગે તે વચ્ચેનો સમય. આનું કોષ્ટક નીચે મુજબ છે :
·૧ પ્રાણ  = ૪ સેકન્ડ = ૧૦ દીર્ઘ અક્ષર બોલવા જેટલો સમય
· ૬ પ્રાણ = ૨૪ સેકન્ડ = ૬૦ દીર્ઘ અક્ષર બોલવા જેટલો સમય = ૧ પળ
· ૬૦ પળ = ૨૪ મિનિટ = ૧ ઘડી
· ૬૦ ઘડી = ૨૪ કલાક = (નક્ષત્ર) અહોરાત્ર
· ૩૦ અહોરાત્ર = ૧ (નક્ષત્ર) માસ
· એક સૂર્યોદયથી બીજા સૂર્યોદય સુધીના કાળને એક સાવન-અહોરાત્ર કહે છે અને એક તિથિને (અમાવાસ્યાએ સૂર્ય-ચંદ્ર રાશ્યાદિ વિકળા પર્યંત સરખા થયા બાદ ચંદ્રની ગતિ વધારે હોવાથી તે આગળ વધતાં ૧૨ અંશ જેટલું અંતર થાય તેટલા સમયને) ચાંદ્ર-અહોરાત્ર કહે છે. ૩૦ સાવન-અહોરાત્રનો એક સાવનમાસ થાય છે. ૩૦ ચાંદ્ર-અહોરાત્રનો એક ચાંદ્રમાસ થાય છે. સૂર્ય એક સંક્રાંતિ પૂરી કરે તેટલા સમયને સૌરમાસ કહે છે. આવી જ રીતે મેષથી મીન પર્યંતના ચંદ્રના ભ્રમણને નાક્ષત્રમાસ કહે છે. વ્યવહારમાં કાર્તિકાદિ માસ ચાંદ્ર છે.

· મેષાદિ સંક્રાંતિના આધારે સૌરમાસ ગણાય છે.
· બાર મહિનાનું એક વર્ષ થાય છે.
· આ પ્રમાણેની ગણતરીનું એક સૌરવર્ષ તેને દિવ્ય (દેવલોકનો) દિવસ કહે છે. જે દેવતાઓનો દિવસ છે તે અસુરોની રાત્રિ છે. દિવસ અને રાત્રિ મળીને એક અહોરાત્ર થાય. આવા ૩૬૦ દિવસનું એક દિવ્ય વર્ષ થાય છે. આને આસુર વર્ષ પણ કહે છે.

·  આવાં ૧૨૦૦૦ દિવ્ય વર્ષોનો એક ચતુર્યુગ થાય છે. અર્થાત્ ૪૩,૨૦,૦૦૦ સૌરવર્ષનો એક ચતુર્યુગ થાય છે. ચતુર્યુગને મહાયુગ પણ કહે છે.

· એક ચતુર્યુગમાં ૧, /, /, /૪ એમ ક્રમથી ધર્મનું પ્રમાણ રહે છે અને તે પ્રમાણે તેના ભાગ પાડી કૃતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલિયુગ એવા ચાર ભાગ પડે છે.આ દરેક વિભાગ પોતાના સંધિભાગ સાથે હોય છે. મહાયુગના
· એક ચતુર્યુગ = એક મહાયુગ = ૧૨,૦૦૦ દિવ્યવર્ષ; તેથી
·  ૧૨,૦૦૦ ÷ ૧૦ x = ૪૮૦૦ દિવ્યવર્ષ કૃતયુગ
·  ૧૨,૦૦૦ ÷ ૧૦ x = ૩૬૦૦૦ દિવ્યવર્ષ ત્રેતાયુગ
·  ૧૨,૦૦૦ ÷ ૧૦ x = ૨૪૦૦ દિવ્યવર્ષ દ્વાપરયુગ
·  ૧૨,૦૦૦ ÷ ૧૦ x = ૧૨,૦૦૦ દિવ્યવર્ષ કલિયુગ
·  ૪૮૦૦ ÷ = ૮૦૦ દિવ્યવર્ષ કૃતયુગની આદિ તથા અંતની સંધિનું માપ
· ૩૬૦૦ ÷ = ૬૦૦ દિવ્યવર્ષ ત્રેતાયુગની આદિ તથા અંતની સંધિનું માપ
· ૨૪૦૦ ÷ = ૪૦૦ દિવ્યવર્ષ દ્વાપરયુગની આદિ તથા અંતની સંધિનું માપ
૧૨૦૦ ÷ = ૨૦૦ દિવ્યવર્ષ કલિયુગની આદિ તથા અંતની સંધિનું માપ
દશમા ભાગને ચાર, ત્રણ, બે અને એકથી ગુણીએ એટલે કૃતયુગાદિ યુગોનું માપ આવે છે. દરેક યુગ પોતાના ષષ્ઠાંશ જેટલી સંધિથી યુક્ત હોય છે. માટે
·  ૪૮૦૦ x ૩૬૦ = ૧૭,૨૮,૦૦૦ (સત્ય) કૃતયુગ
·  ૩૬૦૦ x ૩૬૦ = ૧૨,૯૬,૦૦૦ ત્રેતાયુગ
·  ૨૪૦૦ x ૩૬૦ = ,૬૪,૦૦૦ દ્વાપરયુગ
·  ૧૨,૦૦ x ૩૬૦ = ,૩૨,૦૦૦ કલિયુગ
૧૨૦૦૦ x ૩૬૦ = ૪૩,૨૦,૦૦૦ = મહાયુગ (ચતુર્યુગ)
    આ બધી સૌરવર્ષ અનુસારની સંખ્યા હોય છે.

· 71 મહાયુગનો એક મન્વન્તર થાય છે. મન્વન્તરને અંતે કૃતયુગ જેટલા વર્ષની સંધિ હોય છે. આ સંધિકાળમાં જગતમાં જલપ્લવ હોય છે જેને સામાન્ય રીતે જળપ્રલય કહેવામાં આવે છે. આ મહાપ્રલય નથી. પૃથ્વી ઉપર સર્વત્ર પાણી ફરી વળે છે. પ્રલયનો અંત થતાં પાછી પૃથ્વી થઈ જાય છે અને સ્થાવરજંગમ સૃષ્ટિ થાય છે. આ સંધિકાળનો સમય સત્યયુગ જેવડો અર્થાત્ ૧૭,૨૮,૦૦૦ સૌરવર્ષનો કહ્યો છે. પ્રત્યેક મનુના અંતમાં આવડો મોટો સંધિકાળ આવે છે.

· એક કલ્પમાં સંધિ સહિત ચૌદ મનુ થાય છે. કલ્પના આરંભમાં કૃતયુગના જેવડો એક સંધિકાળ હોય છે. આમ ચૌદ મનુની ચૌદ સંધિ સાથે મળી કુલ પંદર (સતયુગ અથવા કૃતયુગ) સંધિકાળ થાય છે અને ચૌદ મનુ તેમજ પંદર સંધિકાળ મળી એક કલ્પ થાય છે. આ પ્રમાણે એક હજાર મહાયુગનો એક કલ્પ, જે મહાભૂતોનો નાશકર્તા મહાપ્રલય છે તે થાય છે. એક કલ્પ એટલે બ્રહ્માજીનો એક દિવસ અને બીજો કલ્પ એટલે રાત્રિ, આમ એક અહોરાત્ર બે કલ્પનો થાય છે. દિવસના આરંભે સૃષ્ટિ થાય છે. રાત્રિના આરંભે સૃષ્ટિનો લય થઈ, રાત્રિકાળ દરમિયાન મહાપ્રલય રહે છે.

· ૭૧ મહાયુગ = ૧ મનુ
· ૧૪ મનુ (સંધિસહિત) = ૧ કલ્પ (આરંભ સંધિસહિત)
·  ૭૧ મહાયુગ x ૧૪ + ૧૪ કૃતયુગ + ૧ કૃતયુગ = ૧ કલ્પ
·  ૪૩,૨૦,૦૦૦ x ૭૧ x ૧૪ + ૧૫ કૃતયુગ = ૧ કલ્પ
·  ૪૩,૨૦,૦૦૦ x ૭૧ x ૧૪ = ,૨૯,૪૦,૮૦,૦૦૦
·  ૧૭,૨૮,૦૦૦ x ૧૫ = ,૫૯,૨૦,૦૦૦
·,૨૯,૪૦,૮૦,૦૦૦+,૫૯,૨૦,૦૦૦= ,૩૨,૦૦,૦૦,૦૦૦ = ૧ કલ્પનાં સૌરવર્ષ
· ૪૩,૨૦,૦૦૦ વર્ષનો એક મહાયુગ થાય છે. તેથી ૨,૫૯,૨૦,૦૦૦ ÷ ૪૩,૨૦,૦૦૦ =
· ૭૧ મહાયુગ x ૧૪ + ૬ મહાયુગ = ૯૯૪ + = ૧૦૦૦ મહાયુગ = ૧ કલ્પ

· આવી અહોરાત્રની સંખ્યાથી થનારા વર્ષ પ્રમાણે સો વર્ષનું બ્રહ્માનું આયુષ્ય હોય છે. તેમાંથી અર્ધું આયુષ્ય ગયું છે અને એકાવનમા વર્ષનો પ્રથમ કલ્પ (દિવસ) ચાલે છે.

· આ વર્તમાન કલ્પમાં સંધિસહિત છ મનુઓ થઈ ગયા છે અને સાતમા વૈવસ્વત મનુના સત્તાવીશ મહાયુગ પણ ગયા છે. અઠ્ઠાવીસમો મહાયુગ ચાલે છે. તેનો કૃતયુગ ગયો છે. એટલે કાળની ગણતરી કાઢવી હોય તો તે બધી સંખ્યાઓનો સરવાળો કરવો.

· એક કલ્પમાં ચૌદ મનુઓ થાય છે એમ પ્રથમ કહેવાઈ ગયું છે. તેમનાં નામ – (1) સ્વાયંભુવ, (2) સ્વારોચિષ, (3) ઉત્તમ, (4) તામસ, (5) રૈવત, (6) ચાક્ષુષ, (7) વૈવસ્વત, (8) સાવર્ણિ, (9) દક્ષ સાવર્ણિ, (10) બ્રહ્મ સાવર્ણિ, (11) ધર્મ સાવર્ણિ, (12) રુદ્ર સાવર્ણિ, (13) રૌચ્ય દેવ સાવર્ણિ અને (14) ભૌત્યક-ઇન્દ્ર સાવર્ણિ.

· છ મનુઓ થઈ ગયા છે. તેથી તેમના કાળનો સંધિઓ સાથે તેમ જ કલ્પાદિ સંધિ સાથે સરવાળો કરવો. તેમાં વર્તમાન મનુ(વૈવસ્વત)ના સત્તાવીશ મહાયુગ ઉમેરી દેવા અને તેના પહેલાં ત્રણ યુગ પણ ગયા છે, તેથી તેમનાં વર્ષ પણ ઉમેરી દેવાં. જો ઈસવી સનના આરંભ સુધીની સંખ્યા લાવવી હોય તો તેમાં ઈસવી સનના આરંભ સુધીનાં ગત કલિનાં વર્ષ ઉમેરવાં જોઈએ.

· સંધિસહિત ૬ મનુઓ અને એક આરંભ સંધિ = ૬ મનુકાળ. ૧ મનુ = ૭૧ મહાયુગ; ૧ સંધિ = ૧ કૃતયુગ = ૧૭,૨૮,૦૦૦ સૌરવર્ષ. ૧ મહાયુગ = ૪૩,૨૦,૦૦૦ સૌરવર્ષ. ૬ મનુઓની ૬ સંધિ + ૧ આરંભ સંધિ = ૭ સંધિ.
· ૪૩,૨૦,૦૦૦ x ૭૧ x = છ મનુનો કાળ     = ,૮૪,૦૩,૨૦,૦૦૦
· અને ૧૭,૨૮,૦૦૦ x = ૭ સંધિઓનો કાળ   = ,૨૦,૯૬,૦૦૦
· ૪૩,૨૦,૦૦૦ x ૨૭ = ગત મહાયુગનો કાળ   =  ૧૧,૪૬,૪૦,૦૦૦
· અને ૧ કૃતયુગ + ૧ ત્રેતાયુગ + ૧ દ્વાપરયુગ = ૩૮,૮૮,૦૦૦
· ,૯૭,૦૯,૪૪,૦૦૦ = અઠ્ઠાવીસમા મહાયુગના કલિયુગઆરંભે કાળ વર્તમાનમાં કલિયુગ ચાલે છે તેના આરંભનાં ૩૧૦૧ વર્ષ પછી ઈસવીસનનો આરંભ થયો છે. તેથી ઉપર કહેલ અઠ્ઠાવીસમા મહાયુગની ત્રણ યુગની સમાપ્તિ પછીનાં ૩૧૦૧ + વર્તમાનનાં ઈ. સ.ના ૨૦૦૫નું વર્ષ ચાલુ હોવાથી ૩૧૦૧ + ૨૦૦૫ = ૫૧૦૬ ઉમેરીએ તો વર્તમાન ૧૯૯૨ ના વર્ષમાં કલ્પારંભથી ગયેલાં વર્ષની સંખ્યા ૧,૯૭,૦૯,૪૪,૦૦૦ + ૫૧૦૬ = ,૯૭,૦૯,૪૯,૧૦૬ કલ્પારંભથી વર્ષ થાય.

· આ ગણતરી પ્રમાણે ભારતીય ધર્મશાસ્ત્રીય કૃત્યોમાં સંકલ્પ વખતે કાલનિર્દેશ કરવાની પરિપાટી આજ સુધી ચાલુ છે. આમ સંકલ્પમાં જણાવાતા કાલનિર્દેશ મુજબ બ્રહ્માના દિવસના ઉત્તરાર્ધના શ્રી શ્વેતવારાહ કલ્પના અઠ્ઠાવીસમા મહાયુગમાં કલિયુગમાં કલિના પ્રથમ ચરણમાં શાલિવાહન શક, અયન, ઋતુ, માસ, પક્ષ, તિથિ અને વાર પર્યંતનો ઉલ્લેખ હોય છે.

· સાવનમાસ ૩૦ દિવસનો થાય છે. ચાંદ્રમાસ ૨૯.૫ દિવસનો થાય છે. સૌરમાસ ૩૧.૫ દિવસનો થાય છે અને નાક્ષત્રમાસ ૨૭ દિવસનો થાય છે. ચાંદ્રમાસનું પ્રમાણ ૨૯ દિ. ૧૨ ક. ૪૪ મિ. ૨૮ સે. છે. નાક્ષત્રમાસનું પ્રમાણ ૨૭ દિ. ૭ ક. ૪૩ મિ. ૧૧.૫ સે. છે.

   હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત
    🙏🏻ૐ નમો નારાયણ🙏🏻

🌐 ધર્મસિંધુ અનુસાર કાળના ભેદ જાણવો.

🕙કાળ છ પ્રકાર ના છે - વર્ષ, અયન, ઋતુ, માસ, પક્ષ, અને દિવસ એ ભેદોવડે છ પ્રકારના જાણવા. ચાંદ્ર, સૌર, સાવન, નાક્ષત્ર, અને બાર્હસ્પત્ય એ ભેદાવડે વર્ષ પાંચ પ્રકારનાં છે. 

🕙સૃદિ એકમથી અમાવાસ્યા લગી જે દિવસ - તે એક માસ, 

🕙એ રીતે ચૈત્રથી ફાગણ સુધી ૧૨ મહિના અને તેના ૩૫૪ દિવસવડે તેમજ અધિકમાસ છતાં તેર માસ વડે ચાંદ્રવર્ષ થાય છે. (પ્રભવ, વિભવ, શુકલ, ઇત્યા

🕙દિક જે સાઠ નામો તે ચાંદ્ર વર્ષનાજ છે.) 

🕙મેષાદિક ૧૨ સંક્રાંતિ સૂર્ય ભોગવ્યા છતાં ૩૬૫ દિવસે જે વર્ષ પુર્ણ થાય છે તેને સૌરવર્ષ કહે છે. ૩૬૦ દિવસેાનું જે વર્ષે તેને સાવનવર્ષ કહે છે. 

🕙આગળ કહેવાના છે એવા ભાર નાક્ષત્રમાસ થયાથી જે વર્ષ થાય છે તેને નાક્ષત્રવર્ષ કહે છે,અને ૩૨૪ દિવસોનું થાય છે. 

🕙મેષાદિક બાર રાશિમાંથી મેષાદિક(મેષ થી મીન) અકેક રાશિ બૃહસ્પતિ/ગુરુ ભોગવે/ભ્રમણ કરે અને જે વર્ષ થાય છે તેને બાહઁસ્પત્યવર્ષ કહે છે, અને તે વર્ષે ૩૬૧ દિવસોનું થાય છે.

🕙કર્માદિકાના સંકલ્પમાં ઉચ્ચાર કરવા તે ચાંદ્રવર્ષ નોજ કરવો, બીજા વર્ષને નહીં, 

🕙અયન બે પ્રકારનાં—એક દક્ષિણાયન, અને બીજું ઉત્તરાયણ, સૂર્યની કર્કસંક્રાંતિ થી ધનસંક્રાંતિ સુધી દક્ષિણાયન અને મકરસંક્રાંતિ થી મિથુનસંક્રાંતિલગી ઉત્તરાયણ.

🕙ઋતુ બે પ્રકારની - સૌર ઋતુ, અને ચાંદ્ર ઋતુ. 

મીનસંક્રાંતિથકી અથવા મેષસંક્રાંતિથકી બે બે ડરાશી સૂર્ય ભોગવે એટલે અકેક ઋતુ, એ રીતે સંક્રાંતિઉપરથી વસંતાદિક જે છ ઋતુ તે સૌર ઋતુ. ચૈત્રથકી આરંભ કરી બે બે માસની અકેક ઋતુ, એ રીતે માસ પ્રમાણે વસંતાદિક જે છ ઋતુ તે ચાંદ્ર ઋતુ, અધિકમાસ છતાં કાંઇએક કમતી નેવું દિવસોવડે ચાંદ્ર ઋતુ થાય છે. 

સ્રોત સ્માર્તઆદિ સંકલ્પ સમયે ચાંદ્ર ઋતુનો ઉચ્ચાર કરવા એ મુખ્ય છે.

🕙માસ ચાર પ્રકારના – ચાંદ્ર માસ, સૌર માસ, સાવન માસ અને નાક્ષત્ર માસ. 

🕙શુદિ એકમથી અમાવાસ્યા લગી અથવા વદ એકમથી પૂનમલગી જે માસ તે ચાંદ્ર માસ. તેમાં શુદિ એકમથી અમાવાસ્યા લગી જે માસ તેજ મુખ્ય. 

🕙વદ એકમથી પૂનમ સુધી માસ વિધ્યાચલ પર્વતના ઉત્તર ભાગમાંજ લેવા. 

🕙શ્રોતાદિક કર્મોના સંકલ્પ સમયે ચૈત્રાદિક માસ એજ લેવા. 

🕙મીનસક્રાંતિથકી સંક્રાંતિ પ્રમાણે જે સૌર માસ તેમના ચૈત્રાદિક નામેા છે એમ કેટલાએક કહે છે. 

🕙સૂર્યની સંક્રાંતિથકી આવતી સૂર્યસંક્રાંતિના આરંભસુધી જે માસ તે સૌર માસ. ૩૦ દિવસનો તે સાવન માસ. 

🕙અશ્વિની થકી રેવતી લગી સત્તાવીસ નક્ષત્ર ચંદ્રે ભાગવ્યા છતાં જે માસ તે નાક્ષત્ર માસ.

🕙શુદિ એકમથી પૂનમલગી જે દિવસ તે શુકલપક્ષ, વદ એકમથી અમાવાસ્યા પર્યંત જે દિવસ તે કૃષ્ણપક્ષ. ૬૦ ઘડીનો તે દિવસ 

હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત

🙏🏻ૐ નમો નારાયણ🙏🏻

✍️અલ્પેશ કે.ભટ્ટ

ગુલીક સાથે અન્ય ગ્રહ ની યુતિ ના ફળ

  • ગુલિક +સૂર્ય =પિતા ની અદેખાઈ કરે 
  • ગુલિક +ચંદ્ર =માતા ને દુખ દેનાર 
  • ગુલિક +મંગલ =નાના ભાઈ ના સુખરહિત 
  • ગુલિક +બુધ =માંન્દોન્ત્ત 
  • ગુલિક +ગુરુ=પાખંડી 
  • ગુલીક+શુક્ર =નીચ સ્ત્રી સંગ 
  • ગુલિક +શની=સુખી 
  • ગુલિક +રાહુ =વિષ  અપનાર 
  • ગુલીક+કેતુ=વિષ ઘટી યુક્ત હોય તો રાજા પણ ભિખારી થાય 

ઉત્તરાયણ માં ગુલીક માં જન્મનાર જ્ઞાની-યોગ માં પ્રીતિ રાખનાર,નૈષ્ઠિક બ્રહ્મચારી 

દક્ષિણાયન  માં ગુલીક માં જન્મનાર ગંભીર વાણી-ભેદ બુદ્ધિવાળા 

જયેષ્ઠા  નક્ષત્ર ના અંતિમ ઘડી અને મૂળ નક્ષત્ર ની પ્રારમ્ભિક ઘડી ને અભુક્ત ઘડી કહે છે. તેમાં ગુલીક સાથે જન્મનાર સ્ત્રી પુત્ર-પશુ-ચાકર નો નાશ કરનાર થાય છે.

રિકતા (4,9,14)તિથી માં ગુલીક સાથે જન્મનાર નપુંસક  ,મુસ્લ અને મુગદર યોગ માં ગુલીક સાથે જન્મનાર શરીર ખોડ  વાળો,યમકંટક માં ગુલીક સાથે જન્મનાર લંગડો થાય છે

હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત

🙏🏻ૐ નમો નારાયણ🙏🏻

✍️અલ્પેશ કે.ભટ્ટ