શુક્રવાર, 24 જૂન, 2022
“પુષ્પા જુકેગા નહિ મંગળ પ્રધાન પાત્ર
શું આમળા નું દાન કરવું યોગ્ય છે ? જાણો આમળાનું દાન કરવાથી શું થાય ?
તમારા જીવનકાળ દરમિયાન જ્યારે આપ આપના પોતાના હસ્તે આમળાનું વૃક્ષ જો કોઈને દાન કે ભેટ માં અર્પણ કરો તો તે જ સમયથી આપના ઘરની લક્ષ્મી ચાલી જાય છે અને દરિદ્રતા ઘરમાં વાસ કરે છે,
ગરુડેશ્વર તીર્થ નું મહત્વ
ગજાસુર નામે એક મોટો દૈત્ય હતો. હાથીનું રૂપ ધારણ કરીને તેણે ગરૂડની સાથે અતિ ભયંકર યુદ્ધ કર્યું. આ યુદ્ધમાં ગરૂડે તે દૈત્યના પ્રાણ હર્યા. તેના હાડકા પર્વત પર પડી રહ્યા. ચોમાસામાં આ હાડકા પાણીમાં તણાઇને નર્મદામાં પડ્યા. એટલે તે રાક્ષસના શરીરમાં દિવ્યતા આવી. પછી તેણે ઉગ્ર તપ કર્યું. તેના અનુષ્ઠાનમાં સો વરસ વીતી ગયાં. એટલે તેનો ભાવ જોઇને શિવ પ્રગટ થયા અને બોલ્યા કે, “હે ગજાસુર, તારી ભક્તિ જોઇને હું પ્રસન્ન થયો છું. તારી ઇચ્છા મુજબનું વરદાન માંગ.”
બુધવાર, 22 જૂન, 2022
નિત્ય માતા પિતાને પગે લાગવા માત્રથી જ કુંડલીના આ બંને ગ્રહો શુભ ફળ આપે છે તેમાં કોઈ શંકા ને સ્થાન નથી.
ભારત દેશની અંદર પ્રાચીન સમયથી જ ચરણ સ્પર્શ કરવાની પરંપરા ચાલતી આવે છે. આજના સમયમાં પણ દરેક વ્યક્તિ પોતાના વડીલોનાં ચરણ સ્પર્શ કરી અને આશીર્વાદ મેળવતા હોય છે. કહેવાય છે કે વડીલો ના આશીર્વાદ ની અંદર ખૂબ તાકાત હોય છે. જેથી કરીને વ્યક્તિ પોતાની દરેક મનોકામનાઓ પૂર્ણ કરી શકે છે. સામાન્ય રીતે હિન્દી સંસ્કૃતિ અનુસાર દરેક વ્યક્તિએ સવારમાં ઉઠ્યા બાદ પોતાના માતાપિતાને પોતાના ઇષ્ટદેવને અને પોતાના ગુરુદેવ ને ચરણોમાં વંદન કરવા જોઈએ અને તેના આશીર્વાદ મેળવવા જોઈએ.
હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત
🙏🏻ૐ નમો નારાયણ🙏🏻
✍️અલ્પેશ કે.ભટ્ટ
🧉આજનો આદ્રા નક્ષત્ર નો ઉત્તમ નક્ષત્રઔષધી પ્રયોગ ચૂકતા નહિ
🧉આજનો આદ્રા નક્ષત્ર નો ઉત્તમ નક્ષત્રઔષધી પ્રયોગ ચૂકતા નહિ
💮ઉનાળો પૂર્ણ થશે અને ચોમાસાની શરૂઆત આદ્રા નક્ષત્ર થી શરુ થાય છે તો ચોમાસામાં થવા વાળા વાયુ ના ૮૪ પ્રકારના રોગોથી બચવા માટે આજે એક અદભૂત રસાયણ પ્રયોગ આપની સમક્ષ રજુ કરી રહ્યો છુ જેનો લાભ લેવાનું ચુકતા નહી.
૫ મિનીટ નો આ નાનકડો ઔષધી પ્રયોગ કરવા માત્રથી ૮૪ પ્રકારના વાયુના તમામ રોગોથી વર્ષભર મુક્તિ મેળવી શકાશે.
❓આ ઔષધી પ્રયોગ ક્યારે કરવો ? શું કરવું ? અને ઔષધ કયુ ?
🙏🏻તો આજે....તા:૨૨/૦૬/૨૦૨૨ ના રોજ બપોરે ૧૧:૪૪ ના સમયે સૂર્ય આદ્રા નક્ષત્ર માં પ્રવેશ કરશે. તો આ પરફેક્ટ ૧૧:૪૪ ના સમયે......
૧ ચમચી શુદ્ધ દેશી ગાય નું ઘી લેવું, તેમાં એક ચમચી ના ચોથા ભાગ જેટલી શુદ્ધ હિંગ ભેળવવી, અને એક ચમચી ના ચોથા ભાગ જેટલુ સિંધાલુણ મીઠું ઉમેરવું અને ત્રણેવ નું મિશ્રણ કરીને પી જવું.......
⭕(નોધ : આ પ્રયોગ ના ૩ કલાલ પેહલા અને પ્રયોગ કર્યા બાદ ૧ કલાક સુધી બીજું કાઈ પણ ખાવું પીવું નહિ.)
⭕(નોધ : ૧૧:૪૪ ની ૧૦ મિનીટ પેહલા આ ઔષધી ને તૈયાર કરી દેવી અને ૧૧:૪૪ એ પરફેક્ટ સમયે ગળી જવી)
⭕(નોધ : 10 વર્ષથી ઉપરની તમામ વ્યક્તિ આ પ્રયોગ કરી શકે છે.)
⭕હોઈ શકે કે આપ 11:44 ના સમયે ઘરે ના હોવ, નોકરી કે વ્યાપાર સ્થળે હોવ. તો તેના માટે સવારે જ ત્રણેવ વસ્તુ(ઘી,હિંગ,સિંધાલૂણ) ને એક નાનકડી ડબ્બી માં ભરી ને લઈ જવી અને આપેલ સમય ની 5 મિનિટ પેહલા ભેગી કરી ને મિક્ષ કરી ને 11:44 એ પી જવું.
હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત
🙏🏻ૐ નમો નારાયણ🙏🏻
મંગળવાર, 21 જૂન, 2022
હિન્દુ ધર્મમાં કોઈપણ જાતક એવું નહીં હોય જેને તુલસી ના છોડ વિશે ખ્યાલ નહીં હોય,
🥭૨૨ જૂન ૨૦૨૨ ૧૧:૪૪ થી આદ્રા નક્ષત્ર પ્રારંભ અને કેરી ખાવાની સીઝન પણ પુરી થશે.
🥭આદ્રા નક્ષત્ર અને કેરી🥭
🥭૨૨ જૂન ૨૦૨૨ ના દિને ૧૧:૪૪ થી આદ્રા નક્ષત્ર પ્રારંભ થશે, સૂર્ય આ દિવસે આદ્રા નક્ષત્ર માં પ્રવેશ કરશે અને કેરી ખાવાની સીઝન પણ પુરી થશે.
🥭આદ્રા નક્ષત્રનો આરંભ થતા જૈનો કેરીનો ત્યાગ કરે છે.....
🥭સાધુ ભગવંતો પણ આ દિવસથી કેરી વાપરવાનું/ખાવાનું બંધ કરે છે.
🌨️ભેજવાળા અને વરસાદી વાતાવરણમાં સાધુ-સાધ્વીજીઓ વિહાર પણ બંધ કરે છે.....
🌨️ભેજવાળા વાતાવરણમાં ફળોમાં જીવાત ઉપન્ન થાય છે તેથી પરમાત્માના વચનો પર શ્રધ્ધા રાખતા જૈનો આ નક્ષત્ર બેસતા કેરી સહિતના ફળોનો પણ ત્યાગ કરે છે.
🙏આદ્રા નક્ષત્ર બેસતા ઋતુ પરિવર્તન થાય છે અને ઋતુ પરિવર્તનમાં કફ, પિત્ત અને વાતની પ્રકૃતિ પણ વધારે થાય છે આમ વૈજ્ઞાનિક ધોરણે પણ કેરીનું સેવન કરવું હિતાવહ નથી.
વરસાદ પડવાથી કેરીમાં નરી આંખે ન દેખી શકાય તેવા અસંખ્ય જીવોની ઉત્પત્તિ થવા લાગે છે. અને આજકાલ ની આપણી નવી પેઢી હોંશે હોંશે કેરી સ્ટોરેજ કરી ને ડીપફ્રીઝ માં મૂકીને વર્ષભર કેરીનો રસ ની મજા માણે છે (જીવાણુ ઓ સાથે)
♋આદ્રા નક્ષત્ર શરૂ થતાં જ તરત જ ફળોમાં સૂક્ષ્મ જીવાણુઓ ઉતપન્ન થાય છે અને આ સમય બાદ કેરી આરોગતાની સાથે વાયુ વિકારના રોગો પણ ઉત્પન્ન થાય છે. એટલે જ વર્ષાકાળ દરમિયાન ઋતુશાસ્ત્રો માં માનનાર જ્ઞાની વર્ગ કેરીનો ત્યાગ કરે છે.
🕉️ટોટલ 27 નક્ષત્રમાંથી 11 નક્ષત્ર વરસાદના હોય છે, શરૂઆત આદ્રા નક્ષત્રથી થાય છે, સૂર્ય આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યારથી વરસાદી વાતાવરણનો અથવા વાતાવરણમાં ભેજનો પ્રારંભ થાય છે.
દરેક ધર્મમાં જીવોની રક્ષાને મહત્ત્વ આપવામાં આવતું હોય છે તેથી જ આદ્રા નક્ષત્રમાં કેરી સહિત જાંબુ અને કરમદા જેવા બીજા ફળોનો પણ ત્યાગ કરવામાં આવે છે.
🙏આમ ૨૨ જુન બાદ કેરી ની સીઝન પુરી થઈ તેમ સમજવું અને ત્યાર બાદ ના સમયમાં કેરી ખાવી નહિ. કા.કે આપણા શાસ્ત્રો અને કુદરત ની જે ગતિ છે તે જો સમજવાની કોશિશ કરશો તો ખ્યાલ આવશે કે અમુક સીઝન માં અમુક ફળ ફ્રૂટ્સ જ ઉગે અને તે જ ખાવા, અને તેજ લાભદાયક છે. નહી કે કોલ્ડ સ્ટોરેજ માં મુકેલી કેરી કે તેનો રસ વર્ષ ભર આરોગવો...
હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત
🙏🏻ૐ નમો નારાયણ🙏🏻
✍️અલ્પેશ કે.ભટ્ટ
શનિવાર, 18 જૂન, 2022
📜ધર્મસિંધુ અનુસાર એકાદશી/અગિયારસના નિર્ણય શું કહે છે.
📜એક
કેવળ ઉપવાસ અને બીજો વ્રતસહિત ઉપવાસ એવા એકાદશીના ઉપવાસના બે ભેદ છે.
📜ફક્ત
ઉપવાસમાટે પુત્રવાન(પુત્ર સંતાન હોય તેને) ગૃહસ્થ ઇત્યાદિકને કૃષ્ણપક્ષમાં પણ
અધિકાર છે. પરંતુ કૃષ્ણપક્ષમાં વ્રતયુક્ત ઉપવાસ પુત્રવાન ગૃહસ્થે કરવા નહી,
📜આષાઢશુદિ એકાદશી અને કાર્તિકશુદિ એકાદશી એની વચમાંના કૃષ્ણપક્ષના એકાદશીવ્રત માટે પુત્રવાન ગૃહસ્થાશ્રમીને પણ અધિકાર છે.
📜વિષ્ણુની
સાયુજ્યમુક્તિ ઇચ્છનારા અને આયુષ્ય તથા પુત્ર ની ઇચ્છા કરનારા તેમણે કામનાથી બન્ને
પક્ષમાં વ્રત કરવાં, તેમાં કાઇ પણ નિષેધ નથી.
📜વૈષ્ણવ
ગૃહસ્થાએ કૃષ્ણપક્ષની એકાદશીનો પણ અવશ્ય ઉપવાસ કરવા. આ એકાદશી વ્રત શૈવ,
વૈષ્ણવ અને સૂર્યભક્ત ઇત્યાદિ
સર્વેને, ન કરવાથી દોષ સંભળાય છે માટે નિત્ય છે,
અને સંપત્તિ આદિ ફળ પ્રાપ્ત થાય
છે એમ સંભળાય છે તેથી કામ્ય પણ છે.
એ રીતે તિથિ પાળવી એમ કહે છે, પરંતુ તે યોગ્ય નથી.
📜પતિ, પિતા ઇત્યાદિક વ્રતમાટે અશક્ત હોય તો તેમને ઉદ્દેશી ને કરી સ્ત્રી, પુત્ર, બેહેન, ભાઇ, ઇત્યાદિકે એ એકાદશીવ્રત કરવાથી ૧૦૦ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે.
હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત
🙏🏻ૐ નમો નારાયણ🙏🏻
✍️અલ્પેશ કે.ભટ્ટ
શુક્રવાર, 17 જૂન, 2022
🕉️ ધર્મ સિંધુ અનુસાર જુદી જદી જાતનાં શિવલિંગના પૂજનનું જુદું જુદું ફળ મળે છે, જાણો કયા શિવલિંગ નું કેવું ફળ પ્રાપ્ત થાય છે !
- હીરાના લિંગનું પૂજન કરવાથી આયુષ્યવૃદ્ધિ થાય છે.
- મેાતિના લિંગનું પુજન કરવાથી રોગ નાશ,
- વૈદુર્યના લિંગ થકી શત્રુનાશ,
- માણેકના લિંગ થકી લક્ષ્મીપ્રાપ્તિ,
- પુખરાજના લિંગથકી સુખ,
- નીલમણિનાં લિંગ વડે યશ,
- મરકત (પાચ) ના લિંગવડે પુષ્ટિ,
- સ્ફટિકના લિંગ થકી સર્વ કામની પ્રાપ્તિ,
- રૂપાના લિંગ થકી રાજ્ય અને પિતૃની મુક્તિ,
- સુવર્ણના લિંગ થકી સત્યલોકની પ્રાપ્તિ,
- ત્રાંબાના લિંગ થકી પુષ્ટિ અને આયુષ્ય,
- પિતળના લિંગ થકી સંતોષ,
- કાંસાના લિંગ થકી કીર્તિ,
- લોહ (લોઢા)ના લિંગ થકી શત્રુનાશ,
- સીસાના લિંગ થકી આયુષ્યવૃદ્ધિ,
- સુવર્ણના લિંગવડે બ્રાહ્મણના ઋણ થકી મુક્તિ અને સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ.
- ચંદનનાં લિંગથકી સૌભાગ્ય,
- હાથિંદાંતના લિંગ થકી સેનાધિપતિપણું,
- ચોખા ઇત્યાદિક ધાનના લોટના લિંગથકી પુષ્ટિ, સુખ, અને રોગનાશ ઇત્યાદિક,
- અડદના લોટના લિંગથકી સ્રીપ્રાપ્તિ,
- માખણના લિંગથકી સુખ,
- છાણના લિંગથકી રોગનાશ,
- ગોળના લિંગથકી અન્ન ઇત્યાદિકની પ્રાપ્તિ,
- વાંસનો અંકુર (કોટો) લાવી તેનું લિંગ કરી પૂજા કરવાથી વંશવૃદ્ધિ થાય છે.








.jpeg)