મંગળવાર, 14 જૂન, 2022

🔰૧૨૦ વર્ષનું સ્વસ્થ આયુષ્ય અર્પણ કરતું આયુર્વેદનું ઉત્તમ રસાયણ તરીકે ઓળખાતા ત્રણ ફળ એટલે ત્રિફળા

🔰મહર્ષિ ચરકાચાર્યે અને વાગભટ્ટે ત્રિફળાને રષાયણ ઔષધ કહેલ છે. જે ઔષધિ યુવાનીને સ્થિર રાખે, વૃદ્ધત્વ આવવા ન દે, અને દીર્ધાયુષ્ય અર્પે તેને રષાયણ કહે છે.

હરડે, બહેડા અને આમળા ના ત્રણ શ્રેષ્ઠ ફળ એટેલ ત્રિફળા.

આયુર્વેદ અનુસાર ત્રિફળા ચૂર્ણ દુનિયાની એક માત્ર ઔષધિ જે ત્રણેવ પ્રકૃતિ વાત પિત અને કફ નો નાશ કરે છે બેલેન્સ રાખે છે. અને આપણા શરીર માં આ ત્રણ નું સમતોલપણું બગડે ત્યારે જ કોઈ રોગ ઘર કરે છે.

હાલ બજાર માં અને સર્વાધિક વ્યવહારમાં આ ત્રિફળા ના ચૂર્ણ અને ટેબલેટ ઢગલા બંધ મળી રહે છે, જેમાં દરેક કંપની ના ચૂર્ણ અને ટેબ્લેટમાં જોવામાં આવ્યું છે કે  ત્રણેવ ના ચૂર્ણની માત્રા એકસમાન રાખવામાં આવી છે જેના માટે શ્રારી રાજીવ દીક્ષિત ના લેકચરમાં તથા મહર્ષિ વાગભટ્ટ પ્રમાણે ત્રણેવ ની સરખી માત્રા વધુ ગુણકારી નીવડતી નથી.
તેના માટે તેઓએ એકપાદ, દ્રીપાદ અને ત્રીપાદ ના અનુસંધાન માં ત્રણેવ ચૂર્ણ ને મિશ્રિત કરવાનું શ્રેષ્ઠ દર્શાવ્યું છે.

જેના માટે ત્રણેયનું મિશ્રણ નીચે મુજબના પ્રમાણમાં કરવું જોઈએ.

(૧) હરડે ચૂર્ણ - 100 ગ્રામ

(૨) બહેડા ચૂર્ણ - 200 ગ્રામ અને

(૩) આમળા ચૂર્ણ - 300 ગ્રામ

આમ એકપાદ, દ્રીપાદ અને ત્રીપાદ ના પ્રમાણમાં ત્રણ ચૂર્ણ ભેગા કરીને જ શ્રેષ્ઠ ગુણકારી ત્રિફળા ચૂર્ણ બને છે. અને આજ ચૂર્ણ ૧૨૦ વર્ષનું નીરોગી અને સ્વસ્થ આયુષ્ય અર્પણ કરનાર છે.

૧૦, ૨૦, અને ૪૦ ગ્રામના પ્રમાણમાં લઈ બનાવેલ આ ત્રિફળા ચૂર્ણના ગુણધર્મો વિશે શાર્ઙગધરસંહિતામાં લખ્યું છે કે આ ચૂર્ણ કફ, પિત્ત, સોજો અને વિષમજ્વરનો નાશ કરે, જઠરાગ્નિ પ્રદીપ્ત કરે, કોઢનો નાશ કરે, શરીરની સાતેય (રસ-રક્તાદિ) ધાતુઓ વધારે છે.
ઘી અને મધ વિષમ ભાગે લઈ
, તેની સાથે આ ચૂર્ણ લેવાથી નેત્રના સર્વ રોગો દૂર થાય છે.
આ ચૂર્ણ રાત્રે લેવામાં આવે તો (રેચક) ગુણવાળું છે જેથી ઝાડો સાફ આવે છે. અને સવારે લેવામાં આવે પુષ્ટ કરનારું છે.

ઝાડો સાફ લાવવા માટે પ્રાય: ત્રિફળા ચૂર્ણ પાણી સાથે લેવાય છે. રસાયન રૂપે તે ઘી અથવા મધ સાથે લેવાય છે. આંખનાં દર્દો માટે મધ 1 ચમચી અને ઘી અર્ધી ચમચી (અસમતોલ) લઈને તેની સાથે તે લેવાય છે.
હરડેમાં ભરપૂર માત્રામાં એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે. તે પાચનને લગતી સમસ્યા, ઉલ્ટી તથા હૃદયને લગતી સમસ્યાઓ દૂર કરે છે. પેનક્રિયાસની ક્ષમતા વધારીને તે કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે તથા હાડકા પણ મજબૂત બનાવે છે.

બહેડા પાચનતંત્રની સમસ્યાઓમાં રામબાણ ઈલાજ છે. તે લોહીમાં કોલેસ્ટ્રોલની માત્રા જાળવી રાખે છે. આ ઉપરાંત શરદી, અસ્થમા, આંખને લગતા રોગો અને વાળ ખરવાની સમસ્યામાં તે અકસીર ઈલાજ છે.

ત્રિફળામાં રહેલુ ત્રીજુ તત્વ આમળા અલ્સર, ત્વચાને લગતા રોગો, ડાયાબિટીસ, કબજિયાત, પેટમાં દુઃખાવાને દૂર કરે છે અને શરીરમાં આંતરિક રક્તસ્રાવ રોકવામાં પણ મદદ કરે છે.

ત્રિફળા રોગપ્રતિકારક શક્તિ વધારવાની ગજબ ક્ષમતા ધરાવે છે. તે ઈન્ફેક્શન સામે લડે છે અને બ્લડ સરક્યુલેશન સુધારે છે. પાચનતંત્રમાં જામેલો કચરો દૂર કરે છે જેને કારણે તમે જે ખોરાક લો તેમાના પોષક તત્વો શરીરને વધુ માત્રામાં મળી રહે છે.

આ ત્રિફળા ના શ્રેષ્ઠ પરિણામ માટે નિત્ય રાત્રે સુતા પેહલા એક ગ્લાસ હળસેકા પાણી માં એક ચમચી ઉમેરી ને પીવું જોઈએ.
તથા દર અઠવાડિયા માં ૨ કે ૩ બ્રેક આપવી જેથી કાયમી ટેવ પડે નહિ. મતલબ કે અઠવાડિયામાં ૪ થી ૫ દીવસ લેવું અને બાકીના દિવસે ન લેવું.
આમ નિત્ય કરવાથી ૧૦૦ થી ૧૨૦ વર્ષનું નીરોગી આયુષ્ય અર્પણ થાય છે તેમ આયુર્વેદ શાસ્ત્ર કહે છે.

હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત

🙏🏻ૐ નમો નારાયણ🙏🏻

✍️અલ્પેશ કે.ભટ્ટ

સોમવાર, 13 જૂન, 2022

🔺અટકેલા કાર્યો ને સફળ કઈ રીતે કરવો?

 🔺અટકેલા કાર્યો ને સફળ કઈ રીતે કરવો?


🙏🏻કોઈ નિશ્ચિન્ત કાર્ય માં વિઘ્ન આવતું હોય, કાર્ય અટકી ગયું હોય, સમય પસાર થઈ જવા છતાં કાર્ય પૂર્ણ ન થતું હોય તો અમાસ ના દિવસે સંધ્યાકાળ પેહલા 5 પીપળા ના પાન લાવી ને શુદ્ધ પાણી થી સાફ કરી દેવા, 

ત્યાર બાદ સંધ્યાકાળ પછી ના કોઈપણ સમયમાં પીપળા ના વૃક્ષ નીચે થડ પાસે શુદ્ધ કરેલ 5 પીપળા ના પાન ઉપર 125 ગ્રામ પનીર અને 125 ગ્રામ માવાના સફેદ પેંડા મુકવા.

ત્યાર બાદ અડધના લોટ નો દિપક બનાવી તેમાં કોઈપણ તેલ નો આડીવાટ નો દીવો કરવો.

અને ત્યાર બાદ આપના જે તે કાર્ય ને વેગ મળે અને કાર્ય પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરવી.

અને ત્યાર બાદ પાછું વળી ને જોયા વગર ઘરે પાછું આવી ને હાથ પગ મોઢું ધોઈ લેવું.

🙏🏻આપના અટકેલા કાર્ય માં વેગ આવવા લાગશે.


હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત

🙏🏻ૐ નમો નારાયણ🙏🏻

🐄અમેરિકા અને switzerland માં ગાય ને ભેટવાની કિમત ૪૦૦૦ થી ૪૦૦૦૦ સુધી

😱ચોકી ગયા ને ???

સત્ય હકીકત છે જે આપણી નવી ફેશનેબલ પેઢી આપણી જ સંસ્કૃતિ માં ગાય ને મહત્વ આપતા નથી, પરંતુ હવે પશ્ચાત દેશો પણ આ ગાયનું મહત્વ સમજવા લાગ્યા છે અને અપનાવવા લાગ્યા છે.

🐄આપણે જાણીએ છીએ પુરાણોમાં પણ ગાયને શ્રેષ્ઠ માનવામાં આવે છે. ગાય વિશે એવું પણ કહેવાય છે કે ગાયમાતામાં ૩૩ કરોડ દેવતાનો વાસ છે.

🐄ગાય ને થોડી મીનીટો સુધી ભેટવાથી અને તેની સાથે સમય કાઢવા માત્ર થી જીવન ની હતાશા, ડીપ્રેશન, માનશીક બીમાંરીઓમાથી મુક્તિ મળે છે. અને આ માટે અમેરિકા અને switzerland જેવા દેશોમાં ગાય ના ફાર્મ વાળા મસમોટી કિમત વસુલ કરે છે.

🐄વૈજ્ઞાનિક સંશોધન અનુસાર ગાયના છાણાં કોલેરાનાં જંતુઓનો નાશ કરવાની શક્તિ છે.

🐄રશિયન વિજ્ઞાની શિરોવિચનું કહેવું છે કે ભારતીય કૂળની ગાયના દૂધમાં રેડિયોવિકીરણની રક્ષણ કરવાની સૌથી વધુ શક્તિ છે.

🐄ગાયની કરોડરજજુમાં સૂર્યકેતુ નાડી હોય છે. તે સૂર્યના પ્રકાશમાં જાગ્રત થાય છે અને પીળા રંગનો પદાર્થ છોડે છે. એના લીધે ગાયનું દૂધ તથા ઘી પીળાં હોય છે.

🐄 જે ઘરની દીવાલ તથા ભોંયતિળયું ગાયના છાણથી લીંપેલું હોય તે ઘરમાં રેડિયોવિકીરણની અસર નષ્ટ થઈ જાય છે.

🐄 ગાયનું દૂધ હૃદયરોગથી બચાવે છે.

🐄ક્ષયના રોગીઓને ગાયની કોઢમાં ગૌશાળામાં રાખવાથી ગાયના છાણ તથા મૂત્રની વાસથી ક્ષય રોગનાં કીટાણુઓ મરી જાય છે.

હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત

🙏🏻ૐ નમો નારાયણ🙏🏻


🥭આદ્રા નક્ષત્ર અને કેરી🥭

🥭૨૨ જૂન ૨૦૨૨ ના દિને ૧૧:૪૪ થી આદ્રા નક્ષત્ર પ્રારંભ થશે, સૂર્ય આ દિવસે આદ્રા નક્ષત્ર માં પ્રવેશ કરશે અને કેરી ખાવાની સીઝન પણ પુરી થશે.

🥭આદ્રા નક્ષત્રનો આરંભ થતા જૈનો કેરીનો ત્યાગ કરે છે.....

🥭સાધુ ભગવંતો પણ આ દિવસથી કેરી વાપરવાનું/ખાવાનું બંધ કરે છે. 

🌨️ભેજવાળા અને વરસાદી વાતાવરણમાં સાધુ-સાધ્વીજીઓ વિહાર પણ બંધ કરે છે.....

🌨️ભેજવાળા વાતાવરણમાં ફળોમાં જીવાત ઉપન્ન થાય છે તેથી પરમાત્માના વચનો પર શ્રધ્ધા રાખતા જૈનો આ નક્ષત્ર બેસતા કેરી સહિતના ફળોનો પણ ત્યાગ કરે છે. 

🙏આદ્રા નક્ષત્ર બેસતા ઋતુ પરિવર્તન થાય છે અને ઋતુ પરિવર્તનમાં કફ, પિત્ત અને વાતની પ્રકૃતિ પણ વધારે થાય છે આમ વૈજ્ઞાનિક ધોરણે પણ કેરીનું સેવન કરવું હિતાવહ નથી. 

વરસાદ પડવાથી કેરીમાં નરી આંખે ન દેખી શકાય તેવા અસંખ્ય જીવોની ઉત્પત્તિ થવા લાગે છે. અને આજકાલ ની આપણી નવી પેઢી હોંશે હોંશે કેરી સ્ટોરેજ કરી ને ડીપફ્રીઝ માં મૂકીને વર્ષભર કેરીનો રસ ની મજા માણે છે (જીવાણુ ઓ સાથે)

♋આદ્રા નક્ષત્ર શરૂ થતાં જ તરત જ ફળોમાં સૂક્ષ્મ જીવાણુઓ ઉતપન્ન થાય છે અને આ સમય બાદ કેરી આરોગતાની સાથે વાયુ વિકારના રોગો પણ ઉત્પન્ન થાય છે. એટલે જ વર્ષાકાળ દરમિયાન ઋતુશાસ્ત્રો માં માનનાર જ્ઞાની વર્ગ કેરીનો ત્યાગ કરે છે.

🕉️ટોટલ 27 નક્ષત્રમાંથી 11 નક્ષત્ર વરસાદના હોય છે, શરૂઆત આદ્રા નક્ષત્રથી થાય છે, સૂર્ય આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યારથી વરસાદી વાતાવરણનો અથવા વાતાવરણમાં ભેજનો પ્રારંભ થાય છે. 

દરેક ધર્મમાં જીવોની રક્ષાને મહત્ત્વ આપવામાં આવતું હોય છે તેથી જ આદ્રા નક્ષત્રમાં કેરી સહિત જાંબુ અને કરમદા જેવા બીજા ફળોનો પણ ત્યાગ કરવામાં આવે છે.

🙏આમ ૨૨ જુન બાદ કેરી ની સીઝન પુરી થઈ તેમ સમજવું અને ત્યાર બાદ ના સમયમાં કેરી ખાવી નહિ. કા.કે આપણા શાસ્ત્રો અને કુદરત ની જે ગતિ છે તે જો સમજવાની કોશિશ કરશો તો ખ્યાલ આવશે કે અમુક સીઝન માં અમુક ફળ ફ્રૂટ્સ જ ઉગે અને તે જ ખાવા, અને તેજ લાભદાયક છે. નહી કે કોલ્ડ સ્ટોરેજ માં મુકેલી કેરી કે તેનો રસ વર્ષ ભર આરોગવો...

હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત

🙏🏻ૐ નમો નારાયણ🙏🏻

✍️અલ્પેશ કે.ભટ્ટ


🌪️ગોરજ સમય🌪️

🌪️🐮સંધ્યા સમયે ગાયો પાછી ફરતાં તેના પગથી ઊડતી રંજ હવામાં ભળતી ધૂળ તે ગોરજ,આ સુર્યાસ્ત સમયે થાય. 

🌪️સૂર્યાસ્ત પહેલાની ૨૪ મિનિટ અને સૂર્યાસ્ત પછી ની ૨૪ મિનિટ એમ કુલ ૪૮ મિનિટનો સમય ગોરજ સમય કહેવાય છે. 

🙏🏻તે સમયે- કદિ મૈથુન ન સેવાય, ભણાય નહિં, સૂવાય નહિં, બહાર ફરવા ન જવાય...

આ સમય ને ગૌધુલી સમય પણ  કહેવાય છે અને પૂજા પાઠ માટે સંધ્યાકાળ કરતા પણ વધુ શુભ સમય ગણેલ છે.

હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત

🙏🏻ૐ નમો નારાયણ🙏🏻

⛈️💦નક્ષત્ર જાન્ય વરસાદ💦⛈️

 ⛈️💦નક્ષત્ર જન્ય વરસાદ💦⛈️

🌤️“આદ્રા” નો અર્થ થાય છે “ભીનું” વરસાદથી પલળેલું નક્ષત્ર. 

ચોમાસાનું પ્રથમ નક્ષત્ર એટલે જ આદ્રા... 

🌤️સૂર્ય જૂનની તા:૨૧ થી આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે છે અને જુલાઈના પહેલા અઠવાડિયા સુધી આદ્રા નક્ષત્રમાં રહે છે. અને આ સમયગાળામાં વરસાદ થાય તો ખેતીને અતિશય લાભદાયી કહ્યો છે.

🌤️સૂર્યનારાયણ કયા નક્ષત્ર માં કેટલો સમય રેહશે તે જોઈએ !

🌞સૂર્યનારાયણ આદ્રા નક્ષત્ર માં તા:૨૨ જુન થી ૦૫ જુલાઈ સુધી હતા.

🌞અને હાલ ૬ જુલાઈ થી ૧૯ જુલાઈ સુધી પુનર્વસુ નક્ષત્ર માં રેહશે.

🌞ત્યાર બાદ ૨૦ જુલાઈ થી ૦૨ ઓગષ્ટ સુધી પુષ્ય નક્ષત્ર માં રેહશે.

🌞ત્યાર બાદ ૩ ઓગષ્ટ થી ૧૬ ઓગષ્ટ સુધી આશ્ર્લેષા નક્ષત્ર મા રેહશે.

🌞ત્યાર બાદ ૧૭ ઓગષ્ટ થી ૩૦ ઓગષ્ટ સુધી માઘ નક્ષત્ર માં રેહશે.

☄️હવે વરસાદ માટે ભડલી વાક્યો પર નજર...

⛈️‘‘જો વરસે આદરા તો બારે માસ પાધરા”

“આદરા ભરે ખાદરા, ખેડૂના દી પાધરા" 

💧અર્થ : આદ્રામાં કરેલી અનાજની વાવણી બધાં દુઃખોને લાઠી મારીને ભગાડી દે છે.

⛈️“આર્દ્રામાં જો બોયે સાઠી, દુ:ખે મારિ નિકારૈ લાઠી.''

💧આર્દ્રના વાવેતરમાં વનસ્પતિના મૂળ ઊંડા જાય છે. 

પુષ્ય (નક્ષત્ર) ના વાવેતરથી માત્ર ડાળાં પાંદડાં વધુ થાય છે.

⛈️“આદ્રાનો ઊંડાળ ને પસનો પૂળો, આદ્રા રેડ પુનર્વસુ પાતી, લાગ ચિરૈયા દિયા ન બાતી.’’ 

💧આર્દ્રની વાવણી મૂળ ઊંડા કરે છે, પુનર્વસુમાં પાંદડાં વધુ થાય, પણ જો પુષ્યમાં વાવણી કરે તો દાણાપાણીની વાત મૂકી દો, દીવાબત્તીનાંય ઠેકાણાં નહીં રહે ! તેમ ખે છે.

(ચિરૈયા એટલે પુષ્ય નક્ષત્ર) પુષ્ય નક્ષત્ર વાવણી માટે નકામું નક્ષત્ર, પરંતુ રોપણી માટેનું શ્રેષ્ઠ ગણાય છે. 

⛈️‘‘આર્દ્રા ધાન, પુનર્વસુ પૈયા, ગયા કિસાન જો બુવૈ ચિરૈયા.

💧થોડો વરસાદ થાય, પછી થોડો વખત ઉઘાડ થાય, વળી પાછો વરસાદ થાય. આવા ક્રમથી વનસ્પતિને પુષ્કળ પોષણ મળતાં તે ઝડપથી ગજુ કરે છે.

💧રોહિણીમાં વર્ષા, મૃગમાં ઉઘાડ, ફરી આર્દ્રમાં વરસાદ પડે તો મલબક પાક થાય છે.

⛈️“રોહિણી વરસે, મૃગ તપે, કુછ આદ્રા વરસાય, કહે ઘાઘ સુણ ઘાઘની, શ્વાસન ભાત ન ખાય.’’

“આર્દ્રા બરસે, પુનર્વસુ જાય, દીએ અન્ન કોઈ ના ખાય.*

💧આર્દ્રમાં વરસાદ પડે પછી પુનર્વસુમાં ઉઘાડ થાય. પછી તો ભિખારી પણ માગ્યું અન્ન નહીં થાય !

⛈️‘આર્દ્રા ચાર, મઘ પંચમ.’’

💧આદ્રા વરસે તો પુનર્વસુ, પુષ્ય અને આશ્લેષા પણ થોડા ઘણા વરસે છે. 

💧તેમ જ મઘા (નક્ષત્ર) વરસે તો પૂર્વા ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની, હસ્ત અને ચિત્રા પણ થોડા ઘણા વરસે છે. 

⛈️“આદરા કરે ઉલમણા તો માસે આવે મેં” 

💧આર્દ્રમાં વરસાદ ન થાય તો એકાદ માસ સુધી વરસાદ થવાની શક્યતા ઓછી. 

⛈️“આર્દ્ર ગયે તીનજાય, સન સાઠી ઔર કપાસ.’’

💧આર્દ્ર કોરું જાય તો શણ, અનાજ અને કપાસના પાકને નુકસાન થાય. 

⛈️“આવત આદર ના દિયા, જાવત દિયો ન હસ્ત, યે દોનો પછાતયેંગે, પાહૂલ ઔર ગૃહસ્ત.” 

💧અતિથિ આંગણે આવતાં જો આદર આપવામાં ન આવે અને અતિથિ જાય ત્યારે ભાથુ કે હૈયાધારણ-હાથ આપવામાં ન આવે તો ગૃહસ્થે પછતાવું જોઈએ, કારણ કે તે ગૃહસ્થાશ્રમનો ધર્મ ચૂક્યો છે, તે જ પ્રમાણે જો આદ્રા નક્ષત્ર બેસતા પૂરતું પાણી આપે નહીં કે હસ્ત નક્ષત્ર ઊતરતાં વધુ પાણી આવે નહીં, તો વરસાદે પસ્તાવું જોઈએ. 

“અવસર ચૂક્યો મેહુલો !’’

હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત

🙏🏻ૐ નમો નારાયણ🙏🏻

😪રાત્રે પથારીમાં ડાબે પડખે સૂઈ રહેવાના બુદ્ધિગમ્ય અને મેડીકલ કારણો.

❤આપણને લાગે કે જમણું સારું…પણ ક્યારેક ડાબું વધારે સારું…નીચેની માહિતી વાંચો..ખબર પડશે કે Right is wrong and Left is right….વાંચો.

❤ડાબે પડખે સૂઈ રહેવાના કેટલા બધા ફાયદા છે..! ડાબે પડખે સૂવાથી કરોડના હાડકાં પર જોર ઓછું પડે છે. જો તમને કમરનો દુ:ખાવો કાયમ રહેતો હોય તો ડાબે પડખે સુવાથી કમરનો દુ:ખાવો ઓછો થઈ જાય છે.

❤વૈજ્ઞાનિકો એ ઘણા બધા પ્રયોગો પછી શોધી કાઢ્યું છે કે તમારા શારીરિક અને માનસિક આરોગ્ય માટે તમે રાત્રે કઈ રીતે સૂઈ જાઓ છો તે સૌ કોઈએ જાણવું ખૂબ જરૃરી છે ..તમે કેટલા કલાક સૂઈ જાઓ છો અગત્યનું નથી પણ કેવી રીતે સૂઈ જાઓ છો તે અગત્યનું છે.

❤છેલ્લા સંશોધન પ્રમાણે જે લોકો ડાબે પડખે સૂઈ જાય છે તેઓ જમણે પડખે સૂઈ જનારા કરતાં વધારે તંદુરસ્ત બને છે આ વાતનો ઉલ્લેખ આપણાં દેશના આયુર્વેદના પુરાણા ગ્રંથ ‘ચરક સંહિતા’માં પણ કરેલો છે.

❤૧. તમારા શરીરની ‘લીમ્ફેટિક સિસ્ટમ’ વધારે સક્રિય થાય છે. જેની અસરથી શરીરમાં (ખાસ કરીને મગજમાં) એકઠા થયેલા ઝેરી પદાર્થો (ટોકસીન્સ) અને બિનઉપયોગી કચરો ‘લીમ્ફનોડ’ની મારફતે બહાર નીકળી જાય છે.

❤૨. હૃદયને ફાયદો થાય છે.ગ્રેવીટિને કારણે હૃદય મારફતે જુદા જુદા અંગોને લોહી પહોંચાડનારી આર્ટરીમાં લોહીનું પરિભ્રમણ સારું થાય છે અને લીમ્ફનોડ મારફતે હૃદય તરફ લીમ્ફની નળીઓમાં લીમ્ફ સારી રીતે જાય છે.

❤૩. હાર્ટ બર્ન (એસિડિટી) થતો અટ😪કે છે. ડાબે પડખે સુવાથી હોજરીમાંથી એસિડ અને ખોરાકનો નહીં પાચન થયેલો ભાગ અન્નનળીમાં પાછો જતો નથી એટલે એસિડિટી થતી નથી. હવે તમને જ્યારે જ્યારે એસિડીટી જેવું લાગે ત્યારે થોડી વાર ડાબે પડખે સૂઈ રહેજો. એસિડીટીનાં લક્ષણો ઓછા થઈ જશે.

❤૪. ડાબે પડખે સૂઈ જવાથી તમારી હોજરી અને પેંન્ક્રિયાસ પેટમાં થોડા ઊંચે રહેવાથી હોજરીના પાચક રસો અને પેંન્ક્રિયાસમાંથી નીકળતા એંન્ઝાઈમને કારણે લીધેલા ખોરાકનું પાચન સારી રીતે થાય છે એટલે કે પાચન શક્તિ સુધરે છે. ડાબે પડખે સૂઈ જવાથી ખોરાકનું પાચન થયા પછી વધેલો નકામો કચરો મોટા આંતરડામાંથી મળાશયમાં સરળતાથી જાય છે. આને કારણે તમે સવારે ઉઠો કે તમારે મળત્યાગ (હાજત)માટે જવું પડે છે.

❤૫. ડાબે પડખે સૂઈ જવાથી તમારી કરોડના હાડકાં પર જોર ઓછું પડે છે. આને કારણે જો તમને કમરનો દુ:ખાવો કાયમ રહેતો હોય તો ડાબે પડખે સુવાથી કમરનો દુ:ખાવો ઓછો થઈ જાય છે.

❤૬. ગર્ભવતી સ્ત્રી ડાબે પડખે સુઈ જવાનું રાખે તો તેને થતો કમરનો દુ:ખાવો ઓછો થઈ જશે સાથે લિવર પર ગર્ભાશયનું દબાણ નહીં આવવાથી લોહીનું પરિભ્રમણ સારી રીતે થશે જેનો લાભ ગર્ભાશય, તેમાં રહેલા ગર્ભ અને કિડનીને મળશે.

❤૭. તમારી સ્પ્લીન (બરોળ) એક મોટી લીંફ ગ્લેન્ડ છે. તમારા શરીરની ડાબી બાજુએ છે, ડાબી બાજુએ સૂઈ જવાથી તેમાં એકઠો થયેલો કચરો જલ્દી નીકળી જવાથી તમારા શરીરમાં સ્ફૂર્તિ આવે છે.

❤૮. ડાબે પડખે સૂઈ જવાથી નસકોરાં બોલતા બંધ થઈ જશે કારણ તમારી શ્વાસ નળી ઉપર થતું તમારી જીભના અને ગળાના સ્નાયુનું દબાણ ઓછું થઈ જશે.

❤૯. ડાબે પડખે સૂઈ જવાથી તમારા મગજમાં એકઠા થયેલા ટોક્સીન પદાર્થ સરળતાથી નીકળી જાય છે એટલે તમે જ્યારે સવારે પથારીમાંથી ઊઠો છો ત્યારે તમને એકદમ સ્ફૂર્તિ લાગે છે.

હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત

🙏🏻ૐ નમો નારાયણ🙏🏻



સોમવાર, 14 ફેબ્રુઆરી, 2022

🌀માતા પિતાની પરિક્રમા નું ફળ શું ?

🌀ગણેશજી અને કાર્તિકે વચ્ચે પૃથ્વી ની પ્રદક્ષિણાની પરીક્ષા બાદ માતા પાર્વતી શિવની અર્ધાંગીની એ પોતાના બંને પુત્રો ગણેશજી અને કાર્તિકે ને માતા પિતા ની પરિક્રમા વિષે ખુબજ સુંદર વર્ણન કરીને જણાવ્યું કે...

🌀સમસ્ત તીર્થોમાં કરેલું સ્નાન, સંપૂર્ણ દેવાતઓને કરેલા નમસ્કાર, સર્વ યજ્ઞોનું અનુષ્ઠાન તથા સર્વ પ્રકારનાં વ્રત, મંત્ર, યોગ અને સંયમનું પાલન કરવાથી જે ફળ ની પ્રાપ્તિ થાય છે તે આ બધુંજ માતાપિતાના પૂજનના અને પરિક્રમાના સોળમા અંશની બરાબર પણ નથી. 

🙏ૐ નમો નારાયણ🙏

✍️અલ્પેશ કે.ભટ્ટ

☯️નવગ્રહોનાં દાન – ધર્મસિન્ધુના આધારે

🕉️સૂર્ય ગ્રહ દાન સામગ્રી : માણેક, ઘઉં, ગાય, લાલ વસ્ત્ર, ગોળ, સુવર્ણ, તાંબુ, લાલ ચંદન, કમળ.

જપ સંખ્યા ૨૮૦૦૦

🕉️ચંદ્ર ગ્રહ દાન સામગ્રી : વાંસના પાત્રમાં ચોખા, કપૂર, મોતી, સફેદ વસ્ત્ર, ઘી થી ભરેલો ઘડો (માટીનું પાત્ર), બળદ, દૂધ, ખીર.

જપ સંખ્યા ૪૪૦૦૦.

🕉️મંગળ ગ્રહ દાન સામગ્રી : મંગળનું નંગ-મૂંગા, ઘઉં, મસૂર દાળ, લાલ બળદ, ગોળ, સોનું, લાલ વસ્ત્ર.

જપ સંખ્યા ૪૦,૦૦૦

🕉️બુધ ગ્રહ દાન સામગ્રી : પન્ના નંગ, લીલું વસ્ત્ર, સુવર્ણ, કાંસુ પાત્ર, મગ, દાસી, હાથી દાંત, પુષ્પ. જપ સંખ્યા ૧૬,૦૦૦

🕉️ગુરૂ ગ્રહ દાન સામગ્રી : પીડા પુષ્પ, પુષ્પ રાગ, મણિ, હળદર/આખી હળદર, સાકર, પીળું અનાજ, પીળું વસ્ત્ર, લવણ, મીઠું, સુવર્ણ.

જપ સંખ્યા ૭૬૦૦૦

🕉️શુક્ર ગ્રહ દાન સામગ્રી : હીરો, કાબરચિત્ર વસ્ત્ર, સફેદ ઘોડો, ગાય, વજ્રમણિ, સુવર્ણ, ચાંદી, ગંધ, પૌઆ.

જપ સંખ્યા ૬૪૦૦૦.

🕉️શનિ ગ્રહ ધાન સામગ્રી : ઈન્દ્રનીલમણિ - નંગ, અડદ, તેલ, કાળા તલ, ભેંસ, લોખંડ, કાળી ગાય.

જપ સંખ્યા ૯૨૦૦૦.

🕉️રાહુ ગ્રહ દાન સામગ્રી : ગોમેદ નંગ, અશ્વ, કાળું વસ્ત્ર, ચોરસો, તેલ, તલ, જઉં, લોખંડ, જપ સંખ્યા ૭૨૦૦૦

🕉️કેતુ ગ્રહ દાન સામગ્રી : વૈડૂર્યમણિ નંગ, તેલ, તલ, ચોરસો, કસ્તુરી, બકરી, વસ્ત્ર.

જપ સંખ્યા ૬૮000.

હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત

🙏🏻ૐ નમો નારાયણ🙏🏻