![]() |
![]() |
💢વર્ષા ઋતુમાં સૂર્ય નું મઘા નક્ષત્રનું
ભ્રમણ ખુબજ મહત્વ નું છે.
મઘા
નક્ષત્ર માટે કહેવાયું છે કે “મઘા કે બરસે, માતુ કે પરસે”
એટલેકે
માઁ જો ખાવાનું પીરસે તો જ છોકરાનું પેટ ભરાય એમ મઘા નક્ષત્રના વરસાદ થી ધરતી માતા
ની પાણીની તરસ બુઝી જાય છે જેનાથી પાક પણ ખુબજ સારો થાય છે.
💢વરસાદનું
મઘા નક્ષત્ર નું પાણી ગંગાજળ સમાન છે, જેનો ઉપયોગ રોજીંદા જીવનમાં પીવા માટે અને
રસોઈમાં પણ ઉપયોગ થાય છે.
કેહવાય
છે કે મઘા ના મોઘા વરસાદ, માટે જો મઘા નક્ષત્ર માં વરસાદ પડે તો તે સોના ના
તોલે ગણવામાં આવે છે.
💢આ પાણીને વાસણમાં ભરી રાખો તોપણ એમાં
પોરા(કીડા)પડતા નથી.
💢આ મઘા નક્ષત્ર નું સંગ્રહ કરેલું વરસાદનું
પાણી જો બાળકોને પીવડાવવામાં આવે તો તેમના પેટમાં જો કીડા હોય તો તે મરી જાય છે.
પેહલા
કહ્યું તેમ મઘાનું પાણી ગંગાજળના સમાન છે તેને આખું વર્ષ ભરી રાખવામાં આવે તો પણ
તે એવું ને એવું જ રહે છે અને કોઇપણ રીતે તે બગડતું નથી.
💢ખંભાત માં દરેક ઘરોમાં વરસાદી પાણી ના
સંગ્રહ માટે મોટા ટાંકાઓ હોતા હતા, અને હાલમાં પણ અમુક ઘરો માં આ ટાંકાઓ જોવા
મળે છે જેમાં ખંભાત વાસી વરસાદી પાણી નો સંગ્રહ કરતા અને આખું વર્ષ તેનો ઉપયોગ
કરતા આવ્યા છે.
💢એક પૌરાણિક માન્યતાઓ પ્રમાણે ચાતક પક્ષી
આખું વર્ષ તરસ્યું રહે છે અને મઘા ના વરસાદનું જ પાણી પીવે છે.
💢બીજું કે નાના મોટા ઘણા લેખ જોવા મળે છે અને
તેમાં ચંદ્ર ના નક્ષત્ર ને આધીન એક દિવસ નું મઘા નું પાણી સંગ્રહ કરવાનું
જણાવવામાં આવે છે,
પરંતુ
હકીકતે ચંદ્ર નક્ષત્ર નહિ પણ સૂર્ય જયારે મઘા નક્ષત્ર માં ભ્રમણ કરે ત્યારે જે
વરસાદ વરસે તે પાણી નું મહત્વ છે.
💢સૂર્ય એક નક્ષત્ર માં લગભગ ૧૪ દિવસ ભ્રમણ
કરે છે.
⛅જન્મભૂમી પંચાંગ અનુસાર આ વર્ષે સૂર્ય નું મઘા નક્ષત્ર માં ભ્રમણ ૧૭/૦૮/૨૦૨૨ એ સવારે ૦૭:૨૪ થી ૩૧/૦૮/૨૦૨૨
બપોરે ૦૩:૧૭ સુધી રેહશે.
⛅તો
આ ૧૪ દિવસ ના સમય માં જેટલો પણ વરસાદ વરસે અને આપ જેટલું પણ વરસાદી પાણી નો સંગ્રહ
કરી શકતા હોવ તેટલો કરી લેજો.
⛅આ ૧૪ દિવસ દરમિયાન અગાસી માં કે ખુલ્લા
મેદાન માં તાંબા,
પિત્તળ, કાંસા અથવા તો સ્ટીલ ના બેડલા-માટલા એવી
રીતે મુકો કે આ મઘા નો મોઘો વરસાદ સીધો જ આપના મુકેલ જે-તે પાત્રો માં સીધો જ ભરાઈ
જાય.
✅હવે આ પાણી નો ઉપયોગ શું શું કરી શકાય ????
💎આખો
ના કોઈ પણ રોગ માં આખો માં બે બે ટીપા નાખી શકાય.
💎પેટના કોઈ પણ દર્દ માં આ મઘાનું પાણી પીવું
ઉત્તમ છે.
💎જો આપ કોઈ આયુર્વેદિક દવા લેતા હોવ તો તે આ
મઘાના પાણી સાથે લેવાથી તેનો લાભ અતિ વધી જવા પામે છે.
💎આ પાણી થી આપના ગૃહ ની રસોઈને રાંધવું પણ
ઉત્તમ છે.
💦આધ્યાત્મિક
બાબતે મઘાના પાણીનો ઉપયોગ શું ?
💦તો
આ પાણી થી વર્ષ ભર સુધી ગંગા જળ ની માફક તેનો ઉપયોગ કરી શકાય છે.
💦મઘાના પાણી થી મહાદેવ ઉપર અભિષેક ઉત્તમ
કેહવાય છે. જે ગંગાજળ અર્પણ નું ફળ આપે છે
💦શ્રી સુકતમ ની 16 રુચા દ્વારા આ પાણી નો
અભિષેક શ્રીયંત્ર ઉપર કરવામાં આવે તો ધન લક્ષ્મી આકર્ષાઈ ચીર સ્થાઈ થાય છે.
💦આપના ગૃહમાં સ્થાપિત કોઈ પણ દેવ દેવી ની
પૂજા અભિષેક માં આ પાણી નો ઉપયોગ કરી શકાય છે. માટે ૧૭/૦૮/૨૦૨૨ એ સવારે ૦૭:૨૪ થી ૩૧/૦૮/૨૦૨૨
બપોરે ૦૩:૧૭ સુધી મઘા નક્ષત્ર ના આ ૧૪ દિવસ ના સમય માં જેટલો
પણ વરસાદ વરસે અને આપ જેટલું પણ વરસાદી પાણી નો સંગ્રહ કરી શકતા હોવ તેટલો કરી
લેજો.
મઘા
નો વરસાદ મોઘો છે જેને ચુકતા નહિ.
💧વર્ષા ઋતુ માટે કેહવાય છે કે ખેતી માટે સ્વાતિ અને ને સંગહ માટે મઘા..
💧મધા નક્ષત્ર નુ પાણી સંગ્રહ કરવું જેથી એમા જીવાત કે લિલ આવતી નથી.
મઘા માં પડે જો વરસાદ તો થાય ધાન ના ઢગા બારે માસના ૨૭ નક્ષત્રો માં સૂર્ય નું ભ્રમણ ખાસ નક્કી તારીખો માંજ હોય છે. જેની અવધિ અંદાજિત ૧૨ થી ૧૪ દિવસ ની હોય છે.
બીજુ ખાસ એ કે વરસાદના દરેક નક્ષત્રોમા વરસેલ પાણીના ગુણધર્મો અને સ્વાદ અલગ અલગ હોય છે, જેનો અનુભવ આપણને થતો નથી કે કરતા નથી, તે પણ એક હકીકત છે.
👉🏿પાણી સંગ્રહના નક્ષત્રો પુષ્ય, આશ્ર્લેષા, મઘા(શ્રેષ્ઠ), હસ્ત અને સ્વાતિ છે.
🌧️મઘા નક્ષત્ર માં વર્ષેલું જળ નિર્મળ કેમ ?
🌧️અગસ્ત્ય મુનિ નો ઉદય ઓગસ્ટ માં નિયમિત થાય
છે
અગત્સ્ય માટે કહ્યું છે....
उदये च मुनेरगस्तयनाम्न: कुसुमायोग मलप्रदूषितानि ||
ह्रदयानि
सतामिव स्वभावात् पुनरम्बुनि भवन्ति निर्मलानी ||
જ્યારે અગત્સ્ય નામના તારા નો ઉદય થાય છે તો દૂષિત જળ પણ સ્વચ્છ થઈ જાય છે. એવો પ્રાકૃતિક નિયમ છે. જેમ સદાચારી ના મન ની કલુષતા દૂર થઈ જાય તેમ જ અગત્સ્ય ના ઉદય પછી જળ નું દુષણ દૂર થઈ જાય .
🌧️અગસ્ત્ય ના ઉદય પછી જે વરસાદ થાય છે તેનું જળ નિર્મલ હોય છે મતલબ મેઘરૂપ સર્પો ની વિષાગ્ની (તાપ) થી તપેલું હોવા ના કારણે અને ઇન્દ્રાજ્ઞા થી વરસવા વાલુ જળ હંમેશા પવિત્ર અને કલ્યાણ કારી હોય છે
🌧️પૃથ્વી પર આશરે ઉત્તર અક્ષાશ 38° પર ના પ્રદેશ માં અગત્સ્ય નું દર્શન દુર્લભ
છે.
હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત
🙏🏻ૐ નમો નારાયણ🙏🏻
તમારા જીવનકાળ દરમિયાન જ્યારે આપ આપના પોતાના હસ્તે આમળાનું વૃક્ષ જો કોઈને દાન કે ભેટ માં અર્પણ કરો તો તે જ સમયથી આપના ઘરની લક્ષ્મી ચાલી જાય છે અને દરિદ્રતા ઘરમાં વાસ કરે છે,
ભારત દેશની અંદર પ્રાચીન સમયથી જ ચરણ સ્પર્શ કરવાની પરંપરા ચાલતી આવે છે. આજના સમયમાં પણ દરેક વ્યક્તિ પોતાના વડીલોનાં ચરણ સ્પર્શ કરી અને આશીર્વાદ મેળવતા હોય છે. કહેવાય છે કે વડીલો ના આશીર્વાદ ની અંદર ખૂબ તાકાત હોય છે. જેથી કરીને વ્યક્તિ પોતાની દરેક મનોકામનાઓ પૂર્ણ કરી શકે છે. સામાન્ય રીતે હિન્દી સંસ્કૃતિ અનુસાર દરેક વ્યક્તિએ સવારમાં ઉઠ્યા બાદ પોતાના માતાપિતાને પોતાના ઇષ્ટદેવને અને પોતાના ગુરુદેવ ને ચરણોમાં વંદન કરવા જોઈએ અને તેના આશીર્વાદ મેળવવા જોઈએ.
હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત
🙏🏻ૐ નમો નારાયણ🙏🏻
✍️અલ્પેશ કે.ભટ્ટ
🧉આજનો આદ્રા નક્ષત્ર નો ઉત્તમ નક્ષત્રઔષધી પ્રયોગ ચૂકતા નહિ
💮ઉનાળો પૂર્ણ થશે અને ચોમાસાની શરૂઆત આદ્રા નક્ષત્ર થી શરુ થાય છે તો ચોમાસામાં થવા વાળા વાયુ ના ૮૪ પ્રકારના રોગોથી બચવા માટે આજે એક અદભૂત રસાયણ પ્રયોગ આપની સમક્ષ રજુ કરી રહ્યો છુ જેનો લાભ લેવાનું ચુકતા નહી.
૫ મિનીટ નો આ નાનકડો ઔષધી પ્રયોગ કરવા માત્રથી ૮૪ પ્રકારના વાયુના તમામ રોગોથી વર્ષભર મુક્તિ મેળવી શકાશે.
❓આ ઔષધી પ્રયોગ ક્યારે કરવો ? શું કરવું ? અને ઔષધ કયુ ?
🙏🏻તો આજે....તા:૨૨/૦૬/૨૦૨૨ ના રોજ બપોરે ૧૧:૪૪ ના સમયે સૂર્ય આદ્રા નક્ષત્ર માં પ્રવેશ કરશે. તો આ પરફેક્ટ ૧૧:૪૪ ના સમયે......
૧ ચમચી શુદ્ધ દેશી ગાય નું ઘી લેવું, તેમાં એક ચમચી ના ચોથા ભાગ જેટલી શુદ્ધ હિંગ ભેળવવી, અને એક ચમચી ના ચોથા ભાગ જેટલુ સિંધાલુણ મીઠું ઉમેરવું અને ત્રણેવ નું મિશ્રણ કરીને પી જવું.......
⭕(નોધ : આ પ્રયોગ ના ૩ કલાલ પેહલા અને પ્રયોગ કર્યા બાદ ૧ કલાક સુધી બીજું કાઈ પણ ખાવું પીવું નહિ.)
⭕(નોધ : ૧૧:૪૪ ની ૧૦ મિનીટ પેહલા આ ઔષધી ને તૈયાર કરી દેવી અને ૧૧:૪૪ એ પરફેક્ટ સમયે ગળી જવી)
⭕(નોધ : 10 વર્ષથી ઉપરની તમામ વ્યક્તિ આ પ્રયોગ કરી શકે છે.)
⭕હોઈ શકે કે આપ 11:44 ના સમયે ઘરે ના હોવ, નોકરી કે વ્યાપાર સ્થળે હોવ. તો તેના માટે સવારે જ ત્રણેવ વસ્તુ(ઘી,હિંગ,સિંધાલૂણ) ને એક નાનકડી ડબ્બી માં ભરી ને લઈ જવી અને આપેલ સમય ની 5 મિનિટ પેહલા ભેગી કરી ને મિક્ષ કરી ને 11:44 એ પી જવું.
હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત
🙏🏻ૐ નમો નારાયણ🙏🏻
🥭આદ્રા નક્ષત્ર અને કેરી🥭
🥭૨૨ જૂન ૨૦૨૨ ના દિને ૧૧:૪૪ થી આદ્રા નક્ષત્ર પ્રારંભ થશે, સૂર્ય આ દિવસે આદ્રા નક્ષત્ર માં પ્રવેશ કરશે અને કેરી ખાવાની સીઝન પણ પુરી થશે.
🥭આદ્રા નક્ષત્રનો આરંભ થતા જૈનો કેરીનો ત્યાગ કરે છે.....
🥭સાધુ ભગવંતો પણ આ દિવસથી કેરી વાપરવાનું/ખાવાનું બંધ કરે છે.
🌨️ભેજવાળા અને વરસાદી વાતાવરણમાં સાધુ-સાધ્વીજીઓ વિહાર પણ બંધ કરે છે.....
🌨️ભેજવાળા વાતાવરણમાં ફળોમાં જીવાત ઉપન્ન થાય છે તેથી પરમાત્માના વચનો પર શ્રધ્ધા રાખતા જૈનો આ નક્ષત્ર બેસતા કેરી સહિતના ફળોનો પણ ત્યાગ કરે છે.
🙏આદ્રા નક્ષત્ર બેસતા ઋતુ પરિવર્તન થાય છે અને ઋતુ પરિવર્તનમાં કફ, પિત્ત અને વાતની પ્રકૃતિ પણ વધારે થાય છે આમ વૈજ્ઞાનિક ધોરણે પણ કેરીનું સેવન કરવું હિતાવહ નથી.
વરસાદ પડવાથી કેરીમાં નરી આંખે ન દેખી શકાય તેવા અસંખ્ય જીવોની ઉત્પત્તિ થવા લાગે છે. અને આજકાલ ની આપણી નવી પેઢી હોંશે હોંશે કેરી સ્ટોરેજ કરી ને ડીપફ્રીઝ માં મૂકીને વર્ષભર કેરીનો રસ ની મજા માણે છે (જીવાણુ ઓ સાથે)
♋આદ્રા નક્ષત્ર શરૂ થતાં જ તરત જ ફળોમાં સૂક્ષ્મ જીવાણુઓ ઉતપન્ન થાય છે અને આ સમય બાદ કેરી આરોગતાની સાથે વાયુ વિકારના રોગો પણ ઉત્પન્ન થાય છે. એટલે જ વર્ષાકાળ દરમિયાન ઋતુશાસ્ત્રો માં માનનાર જ્ઞાની વર્ગ કેરીનો ત્યાગ કરે છે.
🕉️ટોટલ 27 નક્ષત્રમાંથી 11 નક્ષત્ર વરસાદના હોય છે, શરૂઆત આદ્રા નક્ષત્રથી થાય છે, સૂર્ય આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યારથી વરસાદી વાતાવરણનો અથવા વાતાવરણમાં ભેજનો પ્રારંભ થાય છે.
દરેક ધર્મમાં જીવોની રક્ષાને મહત્ત્વ આપવામાં આવતું હોય છે તેથી જ આદ્રા નક્ષત્રમાં કેરી સહિત જાંબુ અને કરમદા જેવા બીજા ફળોનો પણ ત્યાગ કરવામાં આવે છે.
🙏આમ ૨૨ જુન બાદ કેરી ની સીઝન પુરી થઈ તેમ સમજવું અને ત્યાર બાદ ના સમયમાં કેરી ખાવી નહિ. કા.કે આપણા શાસ્ત્રો અને કુદરત ની જે ગતિ છે તે જો સમજવાની કોશિશ કરશો તો ખ્યાલ આવશે કે અમુક સીઝન માં અમુક ફળ ફ્રૂટ્સ જ ઉગે અને તે જ ખાવા, અને તેજ લાભદાયક છે. નહી કે કોલ્ડ સ્ટોરેજ માં મુકેલી કેરી કે તેનો રસ વર્ષ ભર આરોગવો...
હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત
🙏🏻ૐ નમો નારાયણ🙏🏻
✍️અલ્પેશ કે.ભટ્ટ