સોમવાર, 13 ફેબ્રુઆરી, 2017

7 ઘોડા નું ચિત્ર

7 ઘોડા નું ચલ ચિત્ર ઘર/ઓફીસ /કાર્ય ક્ષેત્ર પર રાખવાથી ગણા લાભ મળે છે.

🐴ઘોડો જે સર્વાધિક ઉર્જા નું પ્રતીક છે તેની ઉભા રહેવાની ક્ષમતા અજોડ છે જે થાક પણ ઉભા ઉભા ખાય તેવી તેની ઉર્જા છે કાર્ય કરવાની તેણી ક્ષમતા અને ઉર્જા અતિ ઝડપી અને જોશ થિ ભરેલ હોય છે
🐎ઘરમા કે કાર્ય શ્થળે રાખવામા આવતા ફોટો ફક્ત ગૃહ સજાવટ માટે જ હોય તેવુ નથી પરંતું તેં લગાવેલ દરેક ફોટો આપના ઘરમાં રહેનાર દરેક જાતક ને તેની નેગેટિવ અને પોસિટીવ અસર આપતાં હોય છે. જેની સારી અને માઠી અસર આપણાં જીવન મા પડતી હોય છે.
🐎 વાસ્તુ અને ફેંગ સુઈ પ્રમાણે 7 ઘોડા ની ફ્રેમ ને ધર કે કાર્ય ક્ષેત્ર પર લગાવવી તે ખુબજ સારા હકારાત્મક પરિણામો આપવા ખુબજ ભાર મુકવામાં આવયો છે.
🐎 7 ઘોડા ની ફ્રેમ મજબૂત પોઝીટીવ ઉર્જા નું પ્રતીક છે. આ ચિત્ર સારી કિસ્મત અને ધન ને આકર્ષિત કરવા માટે પોતાના અને ઘરનાં સભ્યો ને ઉર્જાવાન બનાવે છે.
🐎 ઘર અને કાર્ય ક્ષેત્ર મા ચાલી રહેલી  નકારાત્મક ઉર્જા ને દુર કરી આર્થિક અને ધંન  સંબંધિત તકલીફો માંથી બહાર આવવા માટે ઘણુ મહત્વ વાસ્તુ મ દર્શાવવામાં આવ્યુ છે.
🐎 આ ફોટો ફ્રેમ મા  અમુક ખાસિયત હોવી ખુબજ જરુરી છે.જેવીકે ઘોડા નો ફેસ સૌમ્ય હોવો જોઇયે,દોડતા જ હોવાં જોઇયે પરંતું આક્રમક નાં હોવાં જોઇયે,સફેદ ઘોડા જ હોય તે વધુ શુભ, દીવસ નુ અથવા તો સૂર્યોદય સમય નુ ચિત્ર હોવુ જોઇયે.
🐎આ ફ્રેમ ને ધર કે કાર્ય ક્ષેત્ર મા પુર્વ  દિશામા લગાવવું ઉત્તમ છે. ઉત્તર દિશામાં પણ લગાવી શકય છે.
🍁આ બન્ને દિશા જો સેટ નાં થતી હોય તો જ પશ્ચિમ દિશા મા લગાવવો અને દક્ષિણ દિશા લગાવવુ વર્જિત છે.





સૂર્ય ને અર્ધ્ય આપી ખુબજ ઓછા સમયમા શુભ ફળ પ્રાપ્ત કરો.

પૃથ્વી પરના સાક્ષાત દેવ એટલે સૂર્ય નારાયણ
જો કોઈ વ્યક્તિ સવારે જલ્દી ઉઠીને સૂર્યોદય  પહેલા ખાંડ નાખીને 🌞સૂર્યને ચઢાવે તો તેને ખૂબ જ ઓછા સમયમાં ઘણા શુભ ફળ પ્રાપ્ત થાય છે. (ૐ કાર જ્યોતિષ)
આજ રીતે સૂર્યોદય
 પેહલા પાણીમાં હળદર અને 2 પીળી દ્રાક્ષ નાખી ને સૂર્ય ને અર્ધ્ય આપે તો પણ અતિ શીઘ્ર શુભ પરિણામ પ્રાપ્ત કરી શકો છો.અજમાવી જુવો....
(ૐ કાર જ્યોતિષ)
🌞 સૂર્ય ને અર્ધ્ય આપતી વખતે 7 ગાયત્રી મંત્ર દ્વારા 7 ગુટળે પાણી ચઠાવવું..
પરિવાર, સમાજ કે ઓફિસ વગેરે સ્થાનો પર સન્માન મળશે. જેનાથી ધન સંબંધી કાર્યોમાં આવી રહેલ અડચણ દૂર થાય છે.
તમારી આસપાસ રહેનારા લોકો સાથેના સંબંધોમાં મીઠાશ વધે છે. પરસ્પર સહયોગ મળે છે.
(ૐ કાર જ્યોતિષ)
🌞રોજ બ્રહ્મ મૂહુર્તમાં ઉઠીને નિત્ય કર્મથી પરવારીને સૂર્યને પાણી ચઢાવવાથી ઘણા પ્રકારના લાભ થાય છે. જ્યોતિષમાં સૂર્ય ગ્રહથી સંબંધિત દોષોને દૂર કરવા માટે આ ઉપાય સર્વશ્રેષ્ઠ છે. સૂર્યને અર્ધ્ય અર્પિત કરવાથી માન સન્માનમાં વધારો થાય છે. વ્યક્તિના ચેહરા પર તેજ વધી જાય છે અને અન્ય લોકો પર તેનો આશ્ચર્યજનક પ્રભાવ પડે છે. પ્રતિદિન જળ ચઢાવનારા વ્યક્તિના ચેહરા પર તેજ વધે છે અને અન્ય લોકો પર તેનો આશ્ચર્યજનક પ્રભાવ પડે છે. રોજ જળ ચઢાવનારી વ્યક્તિનો ચેહરો ઉત્પન્ન તેજ સમ્મોહનનું કાર્ય કરે છે.

હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત
🙏🏻ૐ નમો નારાયણ🙏🏻
✍️અલ્પેશ કે.ભટ્ટ

રવિવાર, 12 ફેબ્રુઆરી, 2017

कौन सी चीज कहां रखनी चाहिए????

🔴कहां कौन सी चीज रखें और कौन सी चीज न रखें? देखते आज

♻जानिए वास्तु से जुड़ी छोटी-छोटी बातें, जिनका दैनिक जीवन में काफी अधिक महत्व माना गया है। इनकी मदद से समय को भी दूर किया जा सकता है।
♻1. तिजोरी के ऊपर कोई भी सामान नहीं रखना चाहिए। तिजोरी के एकदम ऊपरी वाले खाने (हिस्से) में पैसा नहीं रखना चाहिए।
🔴2. घर में स्टोर रूम और बाथरूम के पास पूजा कक्ष नहीं होना चाहिए।
🎾3. घर के जिस हिस्से में वास्तु दोष हो, वहां सुबह-शाम कुछ समय के लिए शंख बजाना चाहिए। यदि आप चाहे तो पूजा की घंटी भी बजा सकते हैं। इनसे निकलने वाली ध्वनि से वातावरण की नकारात्मक ऊर्जा नष्ट हो जाती है।
🔵4. कुछ वृक्ष और पौधे दूध वाले होते हैं जैसे- आंकड़े का पौधा, बरगद। इस तरह के वृक्ष घर-आंगन में नहीं होना चाहिए। इनसे वास्तु दोष उत्पन्न होता है। ये हमारे स्वास्थ्य के हानिकारक भी होते हैं।
🏵5. घर में तुलसी होना बहुत शुभ रहता है। रोज सुबह-शाम तुलसी के पास दीपक लगाना चाहिए।
🔵6. घर में बंद या खराब घड़ी भी नहीं रखना चाहिए। इसके अशुभ प्रभाव से भाग्य का साथ नहीं मिल पाता है।
🏵7. घर के पूजन स्थल पर सुबह-शाम घी का दीपक लगाने चाहिए। इससे भाग्य संबंधी लाभ मिलते हैं और इस दीपक का धुआं वातावरण की हानिकारक तरंगों और सूक्ष्म कीटाणुओं को नष्ट करता है।
♻8. पलंग के नीचे फालतू सामान या जूते-चप्पल नहीं रखना चाहिए। इससे ऊर्जा का मार्ग अवरुद्ध होता है।
🎾9. तिजोरी में मुकदमे या वाद-विवाद से संबंधित कागजात नहीं रखना चाहिए।
🔵10. घर के पूजन स्थल के ऊपर कोई सामान नहीं रखना चाहिए। पूजन कक्ष उत्तर दिशा में या पूर्व दिशा में शुभ रहता है।
🔴11. परिवार के मृत सदस्यों के चित्र पूजन कक्ष में नहीं रखना चाहिए। पूर्वजों के चित्र नैऋत्य कोण (पश्चिम-दक्षिण) में या पश्चिम दिशा में रखे जा सकते हैं।
🏵12. घर में टूटा हुआ दर्पण (मिरर) नहीं रखना चाहिए। दो दर्पण एक-दूसरे के आमने-सामने भी नहीं लगाना चाहिए।
♻13. यदि तिजोरी का दरवाजा उत्तर या पूर्व दिशा की ओर खुलता है तो यह बहुत शुभ माना गया है।
🎾14. शयन कक्ष में रात के समय जूंठे बर्तन नहीं रखना चाहिए। जो लोग बेडरूम में जूंठे बर्तन रखते हैं, उन्हें धन और स्वास्थ्य संबंधी परेशानियों का सामना करना पड़ सकता है।
🔵15. घर में बीम के नीचे बैठकर खाना नहीं खाना चाहिए। बीम के नीचे सोना भी नहीं चाहिए।


રુદ્રાક્ષની શ્રેષ્ઠતા

જેવી રીતે પુરુષોમાં વિષ્ણુ, ગ્રહોમાં સૂર્ય, નદીઓમાં ગંગા, મુનિઓમાં કશ્યપ, દેવીઓમાં ગૌરી શ્રેષ્ઠ છે તેવી રીતે (માળાઓમાં) રુદ્રાક્ષની શ્રેષ્ઠતા છે. ભગવાન શિવજીની આરાધનામાં રુદ્રાક્ષનું વિશેષ મહત્ત્વ છે. તેનું કારણ પૂછતાં કાર્તિકેયને ભગવાન શિવજીએ કહ્યું હતું....

‘હે કાર્તિકેય! પૂર્વે ત્રિપુર નામનો એક દૈત્ય હતો. તેણે બધા દેવોને જીતી લીધા હતા. તેથી તેને મારવા બધા દેવોએ મને પ્રાર્થના કરી. તેથી મેં અઘોર નામના મહા-શસ્ત્રનું ચિંતન કર્યું હતું. તે દીર્ઘ તપ દરમિયાન મેં નેત્રો બંધ રાખ્યાં હતાં પછી જયારે મેં નેત્રો ખોલ્યાં ત્યારે મારી આંખોમાંથી અશ્રુબિંદુઓ પડતાં હતાં. તે અશ્રુજળનાં બિંદુઓમાંથી રુદ્રાક્ષનાં મોટાં વૃક્ષો થયાં તે આડત્રીસ પ્રકારનાં હતાં. (ૐ કાર જ્યોતિષ)તેમાં મારા સૂર્યરૂપ નેત્રમાંથી બાર પિંગળા રંગના રુદ્રાક્ષ થયા, ચંદ્રરૂપ નેત્રમાંથી સોળ ધોળાં રંગના અને અગ્નિરૂપમાંથી દસ કૃષ્ણ રંગના રુદ્રાક્ષ થયા.’(ૐ કાર જ્યોતિષ)
રુદ્રાક્ષ એકથી ચૌદ મુખી સુધી ઉપલબ્ધ છે. સંસ્કૃતમાં રુદ્રાક્ષનાં ઘણાં નામ પ્રાપ્ય બને છે. રુદ્રાક્ષને શ્રાવણ માસમાં ધારણ કરવો તે શ્રેષ્ઠ છે. પૂરા શ્રાવણ માસ પર્યંત અને અમાવસ્યાના દિને રુદ્રાક્ષ ધારણ કરવાથી યાચકને ઇષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થાય છે.(ૐ કાર જ્યોતિષ)
રુદ્રાક્ષ લગભગ ૧ મિ.મી.થી ૩૫ મિ.મી. સુધીના કે તેનાથી મોટા પણ જોવા મળે છે. જયારે રુદ્રાક્ષ ૧થી ૧૪ મુખી ઉપરાંત ૧૫ થી ૨૧ મુખી સુધીના પણ જોવા મળે છે. અન્ય વિશેષતામાં રુદ્રાક્ષના ચાર વર્ણ શાસ્ત્રએ બતાવ્યા છે. જેમાં સફેદ, પીળા, લાલ અને કાળા રંગોમાં રુદ્રાક્ષ જોવા મળે છે. રુદ્રાક્ષની માળા કે વિવિધ મુખી પૈકીનો રુદ્રાક્ષ સમૂહ ધારણ કરવાથી રુદ્રાક્ષમાંથી નીકળતી દિવ્યશકિત, ચેતના, દિવ્ય આંદોલન અને દિવ્ય આભામંડળ માનવીય શરીરને તરોતાજા કરવામાં અત્યંત ફાયદારૂપ થવા લાગે છે. શિવભક્તો રુદ્રાક્ષ ધારણ કરે છે. રુદ્રાક્ષનુ બીજ સો વર્ષ થાય તો પણ તે સડતું નથી.(ૐ કાર જ્યોતિષ)
રુદ્રાક્ષના ઝાડ મોટાં થાય છે. તેનાં ઝાડના મૂળ જમીનની બહાર દેખાય છે. તેનાં પાંદડાં ગંગેરી નાગવેલનાં પાન જેવાં હોય છે. તેનાં ફળમાંનાં બીજને રુદ્રાક્ષ કહે છે. નેપાળ, બંગાળ, આસામ અને કોંકણમાં તેનું ઝાડ થાય છે. તેનાં પાન સાત આઠ આંગળ લાંબાં અને કિનારી ઉપર જાડાં હોય છે. નવાં પાંડદાં ઉપર એક જાતની રૂંવાટી હોય છે, જે પાછળથી ખરી જાય છે. તેના ફળમાં પાંચ ખાનાં હોય છે. દરેક ખાનામાં એકેક નાનું બીજ હોય છે(ૐ કાર જ્યોતિષ)
રુદ્રાક્ષ ખાટું, ઊષ્ણ તથા રુચિકર છે. તે ઔષધ તરીકે પણ વપરાય છે. આ બીજ વાયુ, કફ, માથાની પીડા, ભૂતબાધા અને ગૃહબાધાનો નાશ કરે છે એમ મનાય છે(ૐ કાર જ્યોતિષ)
શિવપુરાણમાં સ્ત્રીઓને રુદ્રાક્ષ, રુદ્રાક્ષમાળા ધારણ કરવાની સંમતિ આપવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ કોઈપણ જાતિ, જ્ઞાતિના વ્યકિત રુદ્રાક્ષ કે રુદ્રાક્ષની માળા ધારણ કરી શકે છે.(ૐ કાર જ્યોતિષ)
હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત
🙏🏻ૐ નમો નારાયણ🙏🏻
✍️અલ્પેશ કે.ભટ્ટ

શાસ્‍ત્રના કેટલાક ઉપાયો જે કરવાથી આવશે જીવનમાં ઘણા શુભ પરિણામો.

શાસ્‍ત્રના કેટલાક ઉપાયો જે કરવાથી આવશે જીવનમાં ઘણા શુભ પરિણામો.

💝રાત્રે સૂતી વખતે તમારું માથું દક્ષિ‍ણ દિશા કે પૂર્વ દિશામાં રહે તેવી રીતે પથારી કરવી.(ૐ કાર જ્યોતિષ)
💝નાહીધોઈને ઘરની સ્‍ત્રીએ ઉંબરાનું સાથીયો કે કંકુપગલા જેવા શુભ ચિહનો દ્રારા પૂજન કરવું.ઘરમાંથી આવજા કરતી વખતે આ પૂજા કરાયેલા સાથિયા ઉપર પગ ન મૂકો.
💝ઘરમાં મંદિર કે ભગવાનનો ફોટો વગેરે ઇશાન ખૂણામાં કે પૂર્વ દિશામાં રાખો. પૂજા કરતી વખતે આપણું મુખ પૂર્વ દિશામાં રહે તે રીતે બેસવું.ઘરમાં મંદિર જમીનથી ત્રણ ફુટથી વધુ ઊંચુ ન રાખો.પૂજામાં બે શિવલિંગ કે ત્રણ ગણપતિ ન રાખો- એમ કરવાથી દેવદોષ થાય છે.(ૐ કાર જ્યોતિષ)
💝તિજોરી, પૈસા રાખવાનો કબાટ પશ્ચિમ તરફની દીવાલે પૂર્વ તરફ ખુલે તે રીતે અથવા દક્ષિ‍ણ તરફની દીવાલે ઉત્તર મોઢે ખુલે તેમ રાખો.આવા તિજોરી/કબાટ ઉપર અન્‍ય કોઈ જ ચીજ વસ્‍તુ ન રાખો. તે ભાર કરશે.
💝ડ્રોઈંગ રૂમમાં પણ પૂર્વ તથા ઉત્તરની દીવાલો ખાલી રાખો. પ્રેરણાદાયી તથા ધાર્મિક ચિત્રો ત્‍યાં રાખી શકો.સુશોભન માટે ઘરમાં કદી ગીધ, કાગડો, ઘુવડ, વાંદરો, હિંસક પ્રાણીઓ વગેરે જેવા રૌદ્ર પ્રકારના ફોટા કે ચિત્રો ન રાખો.(ૐ કાર જ્યોતિષ)
💝મકાનમાં જો બીમ હોય તો તેની નીચે બેઠક ન રાખો. આમ થશે તો કમર- પીઠનો દુઃખાવો તથા સ્‍પોન્‍ડીલાઈટીસ થવાથી શકયતા વધે છે.સૂતી વખતે માથા ઉપર બીમ આવે તો લાંબાગાળે માથાનો દુઃખાવો તથા અનિદ્રા થશે.(ૐ કાર જ્યોતિષ)
💝ડાઈનિંગ ટેબલ બીમથી દૂર ગોઠવવું જોઈએ. બીમ નીચે જમવા બેસવાથી ઉછીના આપેલ પૈસા પછા આવતા નથી અને ખર્ચા છે.
💝ઘરમાં કેકટસ કે કાટાંળા છોડ શોભા માટે ન રાખવા કે ઉગાડવા કારણ તેનાથી ઘરમાં સભ્‍યો વચ્‍ચે શત્રૂતા વધશે.(ૐ કાર જ્યોતિષ)
💝તમારા ઘરનું બારણું દક્ષિ‍ણ દિશામાં છે તો તે દોષ દૂર કરવા બારણા ઉપર ગણેશજીને બેસાડવાથી વાસ્‍તુદોષ દૂર થાય છે.
💝ભગવાનના ગૃહમંદિરમાં મૃત દાદા- દાદી કે વડીલોની છબી કે ફોટો રાખવાનો નિષેધ છે. આપણા કોઈપણ વડવાઓની તસવીરો પૂજાના રૂમમાં કે મંદિરમાં ન રાખો. આ બધી ખૂબ સૂક્ષ્‍મ બાબતો છે.(ૐ કાર જ્યોતિષ)
💝પીપળાનું વૃક્ષ મકાનની આસપાસ હોય તો ભૂલેચુકે કાપવું નહીં, તેની પૂજા કરવી. જાણી જોઈને આ વુક્ષ વાવવું નહીં અને આપણા ઘરમાં, ફળીયામાં કે આસપાસ જો હોય તો પૂજા કરવી.(ૐ કાર જ્યોતિષ)
💝ભોજન કરતી વખતે મુખ પુર્વ કે પશ્ચિમમાં રહે તેમ બેસવું.અભ્‍યાસ કરતા બાળકે આસન પાથરી અને પૂર્વ તરફ મોઢું રાખી અભ્‍યાસ કરવો.
💝ઘરમાં આવવા જવા માટે મુખ્‍ય દરવાજાનો જ ઉપયોગ કરવો. શુભ કર્યા માટે આવવા/જવા માટે પાછલા કે અન્‍ય દરવાજાનો ઉપયોગ ન કરવો.
💝નાસ્‍તો કરતી વખતે કે ભોજન કરતી વખતે ગાશો નહિં.સંધ્‍યા સમય પછી ઝાડું કાઢશો નહિં. ઝાડું કાઢો તો કચરો ટોપલીમાં ભેગો કરી રાખશો. કચરાની ટોપલી કદી ઈશાન ખૂણામાં ન રાખો.(ૐ કાર જ્યોતિષ)
💝ઘરમાં ખાટલો, પાટલો, સાવરણી કે સૂંપડું ઉભુ રાખશો નહિં. આમ થવાથી ઘરમાં કંકાશ થશે અને ગરીબી આવશે.(ૐ કાર જ્યોતિષ)
💝દાદરા નીચે બેસીને પૂજા ન કરો.ઘરમાં તૂટેલો અરીસો, તડ પડી ગઈ હોય તેવો પણ રાખશો નહીં. એ દુર્ભાગ્‍ય લઈ આવશે.
💝ખજૂરી, દાડમ, કેળ, બોરડી ઘરના ફળીયામાં ન વાવો. સંતતિનો નાશ થશે.પુરૂષોએ રાત્રે કપાળમાં તિલક કરી સૂઈ જવું નહિ.નવા વસ્‍ત્રો ઉત્તર દિશા તરફ મુખ રાખી કરવા.
💝દાતણ કે બ્રશ સવારે પશ્ચિમ દિશા તરફ મુખ રાખી કરવા.(ૐ કાર જ્યોતિષ)
💝પૂજા કરવામાં સાથિયો ઊંધો ન દોરવો.સંધ્‍યા સમયે ઘરમાં ખૂબ પ્રસન્‍નતા રાખો. તે સમયે અશાંતિ કે ઝઘડા કરવાથી વાસ્‍તુદેવતા કોપાયમાન થાય છે.હતાશા કે નિરાશામાં પણ નિઃસંતાન નાખી‘ઓય રે’ ‘ હાય રે’ અથવા તો ‘ હું આ ઘરથી થાકી ને કંટાળી ગઈ છું’વગેરે શબ્‍દો ન બોલો. નિયતિ (પ્રારબ્‍ધ) સુક્ષ્‍મ રીતે તમારા માટે તેવો દિવસ હકીકત લાવી દેશે.(ૐ કાર જ્યોતિષ)
💝આખા વરસમાં બે વખત ભલે સત્‍યનારાયણની કથા જેવા પણ દેવકાર્યો કરો.(ૐ કાર જ્યોતિષ)
💝સંધ્‍યા સમયે તથા સવારે નાહીંને ઘરમાં અવશ્‍ય દીવાબત્તી કરો.ઘરની સૌધાગ્‍યવતી સ્‍ત્રીઓએ કાળા કપડાં ન પહેરવાં. સેંથો પૂરી, મંગલસૂત્ર પહેરી, બંગડી પહેરી અને જ રહેવું- આ તમારું સૌભાગ્‍ય વધારશે.ફેશનને ખાતર ઘરમાં ચંપલ પહેરીને ફરશો નહીં.(ૐ કાર જ્યોતિષ)
💝ઘરની દિવાલોનો તથા બારી- બારણાનો રંગ શુભ રાખવો. લાલ કે કાળો રંગ ન વાપરવો.ઘરમાં તિરાડ પડી હોય તો પુરાવી નાખવી.ઘરમાં મંદિર તરફ પૂજા જરૂરથી રાખવી.
💝ઘરમાં તુલસીની પૂજા જરૂર થી રાખવી.પ્રવેશદ્રારની સામે તરત જ ઘરમાં જૂતા સ્‍ટેન્‍ડ ન રાખો.ઘરની દિવાલો પર કુદરતી દ્રશ્‍યનું ચિત્ર સુખ શાંતિ આપે છે, ધોધનું ચિત્ર કારકિર્દી માટે પ્રગતિકારક છે. ફુલોનું ચિત્ર ઉત્‍સાહ પ્રેરે છે, ઈષ્‍ટદેવનું ચિત્ર આસુરી શકિતનો નાશ કરે છે. પાણીના ઝરણાનું ચિત્ર સંપત્તિમાં વૃધ્ધિ કરે છે. હાથીનું ચિત્ર એકાગ્રતા તથા માનસિક શાંતિ આપે છે.
💝જીવનને ભંગાર ન બનાવવું હોય તો ઘરમાંથી ભંગાર કાઢો. પસ્‍તી તૂટેલા રમકડાં, તૂટેલા ફોટા, ધૂળ ખાતાં ખોખાં, ડબા- ડુબલી જે કાંઈ રોજીંદા વપરાશમાં ન આવતું હોય તે બધું કાઢો. ઘરમાંથી ફાટેલા કપડાં, જૂના ગાભા, જૂના કેલેન્‍ડરો, રંગના સૂકાઈ ગયેલા ડ બ્‍બા, તુટેલા બ્રશ, તૂટેલા દાંતિયા, બંધ પડેલી ઘડિયાળ, જૂના ટયુબ- ટાયર બધું નિકાલ કરી નાખો. દાદરા કે સીડી નીચે કોઈ કચરો કે ભંગાર, નકામી વસ્‍તુ ન રાખો.
💝જો તમારા ઘરે તમારી નાની બાળકી હોય તો તેને ગુરુવારના દિવસે સરસ મજાના ગુગરીવાળા જાજર લાઇ આપો. અને તેને નિત્ય કેસર નું તિલક તમારા હાથે જ કરો અને જુવો કે માઁ લક્ષ્મી તમારા ઘરે રુમ જુમ કરતી આવે છે કે નહીં.☺
(ૐ કાર જ્યોતિષ)
કરી જુઓ જેટલું શક્ય હોય તમારું નસીબ ચમકી ઉઠશે....
હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત
🙏🏻ૐ નમો નારાયણ🙏🏻

શનિવાર, 11 ફેબ્રુઆરી, 2017

રાહુ સ્નાન

રાહુ સ્નાન

ગુગળ, હિંગ, હરતાલ અને મણશીલ સહીત જલ મહિષ (પાડા) ના શીંગડામાં ભરી તે જળ વડે સ્નાન કરવાથી રાહુ કૃત પીડા દુર થાય છે તેમાં કોઈ શંકા ને સ્થાન જ નથી.
રાહુ ની મહાદશા, અંતર દશા, પ.દશા રાહુ નું શનિ મંગળ ચંદ્ર ઉપર થી પસાર થવું જેવા સમયમાં અથવા રાહુ જનિત કોઇપણ દુષ્ફળ પ્રાપ્ત થતું હોય ત્યારે બુધવારે રાહુ સ્નાન સુંદર ફળ આપનાર  બને છે અને રહું જનિત પીડામાં ઘણી ઘણી રાહત થાય છે.
સૂર્ય : મજીઠ, હાથીનો મદ, કેશર, અને રક્તચંદન (રતાંજલી), એ ઔષધો જળપૂર્ણ ત્રાંબાનાં પાત્રમાં (તાંબાના લોટામાં જળ ભરીને) નાંખી તે જલવડે સ્નાન કરવાથી સૂર્યની પીડા દૂર થાય છે. 

હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત

🙏🏻ૐ નમો નારાયણ🙏🏻

✍️અલ્પેશ કે.ભટ્ટ

ગોમતી ચક્રનો ચમત્કાર

અપાર સુખ અાપનાર ગોમતી ચક્રનો ચમત્કાર
           ( ૐ કાર જ્યોતિષ )
👌🏻અાપણે ગોમતી ચક્ર વિશે વાત કરીઅે. 👌🏻
👐🏻જે ધારણ કરવાથી વિવિધ પ્રકારનાં દુઃખ દર્દમાંથી મુક્તિ મળે છે. સામાન્ય રીતે ગોમતી ચક્રની ઉત્પત્તિ ગોમતી નદીમાંથી થઈ હોવાનું મનાય છે. તે કુદરતી તથા ગોમ વલય ધરાવતો લીસો પથ્થર હોય છે.
☢જેને ધારણ કરવાથી સુખ, સમૃદ્ધિ તથા દરેક પ્રકારનું અૈશ્વર્ય પ્રાપ્ત થાય છે. પતિ પત્નીને મનમેળકરવા માટે  કોઈ પણ શુક્રવાર, ભરણી નક્ષત્ર, પૂર્વા ફાલ્ગુની કે પૂર્વાષાઢા નક્ષત્ર હોય ત્યારે ત્રણ અખંડિત ગોમતી ચક્ર ગંગા જળમાં શુદ્ધ કરવા. તેની સિંદૂર તથા લાલ કરેણનાં સુખથી પૂજા કરવી. લાલ દાડમનો પ્રસાદ ધરાવવો. તે પછી ગોમતી ચક્ર સફેદ રેશમી કાપડમાં મૂકી સીવી પૂજાસ્થાનમાં તે વસ્ત્ર પોટલી મૂકવી. અામ કરવાથી પતિ પત્નીમાં અણબનાવ હશે તો દૂર થશે તથા પુષ્કળ મનમેળ સર્જાશે.( ૐ કાર જ્યોતિષ )
☢ ઘરમાં સુખ શાંતિ મેળવવા : રવિ પુષ્પ નક્ષત્ર હોય ત્યારે એક અખંડ તથા સફેદ ગોમતી ચક્ર લેવું. તેને શુદ્ધ જળમાં કે ગંગા જળમાં ઘોઈ કેસર ચંદનથી તેની પૂજા કરવી. તે પછી સંકલ્પ સહિત મનોકામના તેની સમક્ષ વ્યક્ત કરવી. તે પછી તે ગોમતી ચક્રને પૂજા સામગ્રી સહિત કેસરી રેશમનાં વસ્ત્રમાં મૂકી તેના ઉપર હીનાનું અંતર લગાવવું. તેને ચાંદીની નાની ડબીમાં પધરાવવું. તે ડબી પૂજા સ્થાનમાં મૂકવી. અામ કરવાથી ઘરમાં સુખ શાંતિ અાવશે તથા અાનંદ થશે.
 ☢બાળકને નજર લાગી હોય તો : કોઈ પણ સોમવારે કે ગુરુવારે એક મોટું અખંડ ગોમતી ચક્ર લઈ તેને ગંગા જળમાં સ્નાન કરાવવું. તેને કેસર ચંદનથી પૂજવું. તે પછી કોઈ પણ રંગનાં રેશમી વસ્ત્રમાં મૂકી રેશમની દોરીથી સીવી લેવું. તેનું તાવિજ બનાવી બાળકના ગળામાં રેશમી દોરીથી પહેરાવવું. સાંજ સુધીમાં તે બાળક હસતું રમતું થઈ જાય છે. તે પછી પણ તે તાવિજ કાઢવું નહીં. અામ કરવાથી તે બાળક બહુ વિદ્યા ગ્રહણ કરે છે. ( ૐ કાર જ્યોતિષ )
☢લક્ષ્‍મી સ્થિર થાય તે માટે: અગિયારશ તથા શુક્રવાર હોય ત્યારે ઘરનાં પૂજા પાઠ પતાવી એક કળશ લઈ તેની સ્થાપના કરી તેમાં ગંગા જળ અને પાંચ ગોમતી ચક્ર મૂકવાં. કળશ ઉપર શાલિગ્રામ પધરાવવા. તે સૌનું પૂજન કરવું. તે ગોમતી ચક્ર લાલ રેશમી વસ્ત્રમાં લઈ ચાંદીની ડબીમાં પધરાવી પૂજા ઘરમાં રાખવાથી લક્ષ્‍મીજી તમારું ઘર છોડી ક્યાંય નહીં જાય. ( ૐ કાર જ્યોતિષ )
☢નોકરી સ્થિર તથા બઢતી માટે: સોમવારે જ્યારે ચંદ્રની હોરા હોય (સૂર્યોદય પછીનો એક કલાક) ત્યારે શિવાલયે જઈ શિવજીના મસ્તકે ગોમતી ચક્ર પધરાવવું. ફક્ત અગિયાર સોમવાર અામ કરવાથી નોકરી સ્થિર થાય છે. ( ૐ કાર જ્યોતિષ )
☢જો અશાંતિ હોય તો શાંતિ મળે. વેપાર ધંધો ચમકાવવા માટે: દરરોજ ધંધાના સ્થળે ગંગાજળ છાટવું. ગુરુવારે સિંદૂરથી સાથિયો ચિતરવો. સાથિયાના મધ્ય ભાગમાં તાંબાની ખીલી મારવી. કેસર ચંદનથી પૂજેલા બે મોટા ગોમની ચક્ર બાંધેલ પોટલી લેવી. તે પોટલીને પગે લાગી વેપાર ધંધો શરૂ કરવો.
🙏🏻સૌજન્ય : ૐ કાર જ્યોતિષ🙏🏻
                        અલ્પેશ કે.ભટ્ટ

શંખના વિવિધ સરળ નુસખાઓ

·         રોજ સવારે દક્ષિણાવર્તી શંખમાં થોડું ગંગાજળ નાખીને આખા ઘરમાં છાંટવું (ખાસ કરીને ચારેય ખૂણાઓ પર) જોઈએ. તેનાથી ભૂતપ્રેત તથા દુષ્ટાત્માઓની હેરાનગતિમાંથી મુક્તિ મળે છે અને ઘરમાં સકારાત્મક ઊર્જા પ્રવેશ કરે છે.
·         એક કાચની વાટકીમાં લઘુ મોતી શંખ રાખીને તેને પથારી કે પલંગની નજીક રાખવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને દાંપત્યસુખમાં અનોખો અનુભવ થાય છે. જાતીય જીવન સુખદ બને છે. પતિ-પત્ની આ શંખના જળથી આચમન કરીને પોતાના માથા પર અભિષેક કરે તો પરસ્પર વૈમનસ્ય દૂર થાય છે.
·         ઘરમાં દક્ષિણાવર્તી શંખ હોય તો લક્ષ્મીજીનો ઘરમાં સ્થિર વાસ થાય છે. આ શંખનું વિધિવિધાનપૂર્વક પૂજન કરવાથી તથા પોતાના વ્યવસાય સ્થળે રાખવાથી હંમેશાં શુભ પરિણામ અને ઋણમુક્તિ મળે છે.
·         પોતાની માતા પાસેથી ચોખા ભરેલો એક મોતી શંખ પ્રાપ્ત કરો તથા તેને વિદેશ યાત્રા સંબંધિત કાગળો કે દસ્તાવેજો પાસે મૂકો. આમ કરવાથી તમારાં વિઘ્નો દૂર થશે અને બહુ જ જલદી વિદેશ ગમન કરી શકશો.
·         વેપાર-વ્યવસાયના સ્થળે ભગવાન વિષ્ણુની ર્મૂિત નીચે એક દક્ષિણાવર્તી શંખ રાખીને તેનું દરરોજ પૂજન કરવાથી તથા તે શંખમાં રાખેલા ગંગાજળને છાંટવાથી સમસ્ત પ્રકારની બાધાઓ દૂર થાય છે અને વેપારમાં ઉન્નતિ થવા લાગશે.
·         કોઈ પણ શંખમાં આખી રાત પાણી ભરી રાખીને સવારે તે પીવાથી રોગોમાંથી મુક્તિ મળે છે. મૃત્યુતુલ્ય કષ્ટથી પીડાતી વ્યક્તિ પણ સ્વસ્થ બની શકે છે.
·         શંખ ઘસીને આંખો પર લગાવવાથી આંખનો સોજો તથા બીમારી દૂર થાય છે. શંખની ભસ્મનું યોગ્ય માત્રામાં સેવન કરવાથી શૂળ, વાત, પિત્ત અને કફ સંબંધિત વિકારો નષ્ટ થાય છે.
·         ખેતરમાં પાણી સીંચતી વખતે કોઈ શુભ મુહૂર્તમાં ૧૦૮ શંખોદક પણ મેળવી દો. તેનાથી પાકમાં વૃદ્ધિ થશે. અનાજ ભંડારમાં કીડા-મંકોડાઓથી અનાજને બચાવવા માટે મંગળવારના દિવસે ત્યાં શંખનાદ કરવો જોઈએ.
·         ત્વચારોગ થયો હોય તો શંખની ભસ્મને નારિયેળના તેલમાં મેળવીને લગાવવી. રાત્રે શંખની ભસ્મ લગાવવી અને સવારે સ્નાન કર્યા પછી શંખોદકથી સાફ કરવું. આટલું કરવાથી ત્વચારોગમાંથી મુક્તિ મળે છે.
·         શંખની ભસ્મ સાથે કારેલાના રસમાં ગાયના દૂધનું સેવન કરવામાં આવે તો મધુમેહમાં રાહત મળે છે.
·         કોઈ પણ શંખમાં પાણી ભરીને રાખો. રાત્રે ભોજનના અડધો કલાક પહેલાં તે પાણી પી જાઓ. આવું ત્રણ દિવસ કરવાથી કબજિયાતમાંથી મુક્તિ મળે છે.
·         અન્નપૂર્ણા શંખમાં ગંગાજળ ભરીને દરરોજ સવારે પીવાથી સ્વાસ્થ્યના વિકાર દૂર થાય છે.

·         દક્ષિણાવર્તી શંખનું વિશેષ મહત્વ છે. તેને તિજોરીમાં રાખવાથી લક્ષ્મી સ્વયં તેના તરફ આકર્ષિત થાય છે અને રંકને પણ રાજા બનાવી દે છે.

       હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત
        🙏🏻ૐ નમો નારાયણ🙏🏻

શંખની આરાધનાથી અણધાર્યો આર્થિક લાભ થાય

જ્યોતિષશાસ્ત્ર અનુસાર શંખધ્વનિથી નકારાત્મક ઊર્જાઓ દૂર થાય છે. શંખની ભસ્મનો ઔષધી તરીકે ઉપયોગ કરવાથી અસાધ્ય રોગમાંથી મુક્તિ મળે છે. ઘરમાં શંખની સ્થાપના-પૂજન કરવાથી સુખ-સમૃદ્ધિશાંતિ આવે છે. વાસ્તુદોષ દૂર થાય છે. શંખ સંબંધિત પ્રયોગો અજમાવવાથી વિશેષ લાભ પણ મેળવી શકાય છે. શંખ જાતકની તમામ પ્રકારની મુશ્કેલીઓ, કષ્ટ, બાધાઓ, અશાંતિ, બીમારીને દૂર કરે છેક્ષિણાવર્તી શંખની આરાધનાથી અણધાર્યો આર્થિક લાભ થાય છે. યશ-પ્રતિષ્ઠા, માન-સન્માન પ્રકારના શંખની સાધનાથી પ્રાપ્ત કરી શકાય છે. શંખ જેટલો મોટો તેટલો સવિશેષ લાભદાયક ગણવામાં આવે છે. ઓછામાં ઓછું અડધો લિટર જળ જે શંખમાં સમાય તેની સાધના કરવી જોઈએ. એક લિટર પાણી જે શંખમાં સમાઈ જાય શ્રેષ્ઠ ગણવામાં આવે છે. શંખની સાધના કરી સિદ્ધ કરવામાં આવે ત્યાર બાદ તેનું શુભ ફળ પ્રાપ્ત થાય છે.શંખ દેવીય અને માયાવી બંને પ્રકારના હોય છે. ઘરમાં અને મંદિરમાં કેવા પ્રકારના શંખ હોવા જોઈએ તે વિશે શાસ્ત્રમાં વિશેષ ઉલ્લેખ જોવા મળે છે. વ્યક્તિ ઘરમાં શંખ તો લઈ આવે છે પણ પછી કેટલીક વાર ઘરમાં રણશિંગું ફૂંકાય છે. જાણો છો શાથી. કારણ કે જે શંખ યુદ્ધમેદાનમાં ઉપયોગમાં લેવાતો હોય તે ઘરમાં લાવી દીધેલો હોય છે. લેખ તમને આવી સ્થિતિમાંથી બચાવશે. તમારે ચોક્કસરીતે ક્યાં શંખની જરૂર છે તે નક્કી કરવામાં તમારી મદદ કરશે. જાણી લો શંખ વિશે બધું ..
વિશ્વનો સૌથી મોટો શંખ કેરળમાં ગુરુવયુર ગામ ખાતે આવેલા શ્રીકૃષ્ણ મંદિરમાં સુશોભિત છે. જેની લંબાઈ અડધા મીટર જેટલી છે. તેનું વજન બે કિલોગ્રામ છે.  જેમ મુખ્ય ઋતુઓ ત્રણ હોય છે તેમ શંખના પણ મુખ્ય ત્રણ પ્રકાર હોય છે. વામાવર્તી, દક્ષિણાવર્તી અને ગણેશશંખ. ગણેશ શંખને મધ્યવર્તી શંખ પણ કહેવામાં આવે છે. ત્રણેય પ્રકારના શંખોમાં અનેક પેટા પ્રકારો છે જેમાંથી કેટલાંક ચમત્કારિક છે. કેટલાંક દુર્લભ છે તો કેટલાંક આરામથી મળી શકે તેવા છે. અથર્વવેદ અનુસાર શંખોથી રાક્ષસોનો નાશ થાય છે. શંખ રક્ષણ કરે છે. ભાગવતમાં પણ આનો ઉલ્લેખ છે. યજુર્વેદ અનુસાર યુદ્ધમાં શત્રુઓના હૃદય બાળવા માટે શંખધ્વનિ ફૂંકવામાં આવતો હતો. તે કોઈ ચોક્કસ વ્યક્તિ તે વગાડતી. અદભૂત શૌર્ય અને શક્તિનું પ્રદર્શન થાય ત્યારે પણ શંખનાદ કરવામાં આવતો. શંખધ્વનિ દ્વારા રોગો, રાક્ષસો, પિશાચો અને શત્રુઓથી રક્ષા થાય છે. તેથી જ કહેવાય છે કે, 'શંખ બાજે, બલાએ ભાગે' શંખધ્વનિ કરવાથી દરિદ્રતા તથા દુઃખ દૂર થાય છે. આયુષ્યમાં વૃદ્ધિ થાય છે. એકમાત્ર શંખ વગાડવાથી યોગની ત્રણ ક્રિયાઓ યથાપૂરક, કુંભક અને પ્રાણાયામ એક સાથે સંપન્ન થાય છે. જેનાથી સ્વાસ્થ્ય સારું રહે છે તથા આસુરી શક્તિઓ પરેશાન કરતી નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર પ્રાતઃકાળે તથા સંધ્યાકાળે ઘર તથા મંદિરોમાં શંખધ્વનિ કરવાથી ચારે તરફની નકારાત્મક શક્તિ દૂર થાય છે.
શંખનું ર્ધાિમક મહત્ત્વ ઘણું છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ તેને ખૂબ જ શુભ માનવામાં આવ્યો છે. તેની સાથે કેટલાંય જ્યોતિષીય પ્રયોગો જોડાયેલા છે. શંખની ભસ્મનો ઔષધી તરીકે પણ ઉપયોગ કરીને અસાધ્ય રોગમાંથી મુક્તિ મેળવી શકાય છે. વિષ્ણુપુરાણ અનુસાર પાવન શંખ માતા મહાલક્ષ્મીના ભ્રાતા (ભાઈ) છે. સમુદ્રમંથનના સમયે મળેલાં ચૌદ રત્નોમાંથી એક શંખ છે. તેર રત્નોમાં જેટલા ગુણ છે તે બધા જ ગુણ શંખમાં પણ છે.
શંખ ચંદ્ર અને સૂર્યની જેમ દેવસ્વરૂપ છે. તેના મધ્યભાગમાં વરુણ, પાછલાભાગમાં બ્રહ્મા અને અગ્રભાગમાં ગંગા-સરસ્વતી નિવાસ કરે છે.
ગણેશ શંખઃ સમુદ્ર મંથન દરમિયાન જે શંખ આઠમા રત્ન તરીકે મળી આવ્યો હતો તે હતો ગણેશ શંખ. સર્વપ્રથમ તેની ઉત્પતિની જાણ ત્યારે થઈ હતી. શંખની આકૃત્તિ હુબહુ ગણેશજી જેવી હોય છે. શંખમાં જે સુંઢ આકાર આવેલો હોય છે તે પ્રાકૃત્તિક સૌંદર્ય યુક્ત હોય છે. પ્રકૃતિના રહસ્યની અનોખી ઝલક ગણેશ શંખના દર્શનથી મળે છે. શંખને દરિદ્રતાનાશક અને ધન પ્રાપ્તિના કારક ગણવામાં આવે છે. ગણેશ શંખનું પૂજન જીવનમાં દરેક ક્ષેત્રમાં ઉન્નતિ અને વિઘ્ન હરનારું છે. તેની પૂજાથી તમામ મનોરથો સિદ્ધ થાય છે. ગણેશ શંખ આસાનીથી નથી મળતા. તે દુર્લભ પ્રકારના શંખ છે. આર્થિક વ્યપારિક, કર્જ તેમજ પારિવારિક સમસ્યાઓમાં શંખ શ્રેષ્ઠ ઉપાય સાબિત થાય છે.કલાનિધિ શંખધનપ્રાપ્તિમાં અંતરાયો આવતા હોય, આર્િથક સ્થિતિ નબળી રહેતી હોય તથા સંપત્તિસંબંધી જ્યારે કોઈ મુશ્કેલીઓ હોય તો તેના નિરાકરણ માટે કલાનિધિ શંખનો ઉપયોગ કરવો જોઈએ. કોઈ પણ ર્પૂિણમા, પ્રદોષ, ગુરુુપુષ્ય, રવિપુષ્ય યોગ અથવા નવરાત્રિ દરમિયાન આ શંખનું વિધિવત્ સ્થાપન-પૂજન કરવું જોઈએ.
એરાવત શંખએરાવત શંખ નારદ મુનિએ સિદ્ધ કર્યો હતો. તેના બળ થકી તેઓ કોઈ પણ રૂપમાં સંસારમાં ક્યાંય પણ ભ્રમણ કરી શકતા હતા. જો આ શંખ કોઈને મળી જાય તો તેનાં દર્શનમાત્રથી સમસ્ત મનોરથ પૂર્ણ થાય છે.
ઈંદ્રના હાથીનું નામ ઐરાવત છે. શંખ પણ તેના જેવો જોવા મળે છે. તેથી તેનું નામ ઐરાવત છે. શંખ મૂળતઃ સિદ્ધ અને સાધના પ્રાપ્તિ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે રંગ અને રૂપના નિખાર માટે શંખનો ઉપયોગ કરવામાં આવે છે. શંખમાં 24થી 28 કલાક જળ ભરીને રાખી પછી તેને પીવામાં આવે તો ચહેરો કાંતિમય બની જાય છે. આવું કેટલાંક દિવસો સુધી કરવાથી વ્યક્તિ તેજોમય બને છે. દેવેજ્ય શંખદેવેજ્ય શંખનું પૂજન વિવિધ પ્રકારનાં પાપ અને શાપમાંથી મુક્તિ તો અપાવે છે સાથે-સાથે જાદુ-ટોણાથી પણ બચાવે છે. શાંતિ તથા સમૃદ્ધિ મેળવવા માટે દેવેજ્ય શંખને પ્રભાવશાળી માનવામાં આવે છે.
શંખ મહાભારતમાં અર્જુન પાસે હતો. વરુણદેવે તેને ભેટ આપ્યો હતો. શંખનો ઉપોયગ દુર્ભાગ્યનાશક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શંખનો ઉપયોગ ન્યાયના ક્ષેત્રમાં વિજય અપાવે છે. ન્યાયિક ક્ષેત્રથી જોડાયેલા લોકો તેની પૂજા કરીને લાભ મેળવી શકે છે. શંખને શક્તિના પ્રતિક તરીકે માનવામાં આવે છે. દક્ષિણાવર્તી શંખદક્ષિણાવર્તી શંખ પ્રકૃતિની અદ્વિતીય ભેટ છે. આ શંખ ખૂબ જ દુર્લભ અને ચમત્કારિક છે. દક્ષિણાવર્તી શંખ સીધા (જમણા) હાથ તરફ ખૂલતો જોવા મળે છે. સામાન્ય રીતે બધા જ શંખ વામાવર્તી જ હોય છે. દક્ષિણાવર્તી શંખના સ્થાપન અને પૂજનથી જીવનનાં તમામ કષ્ટ દૂર થાય છે. સુખ-શાંતિનો ઘરમાં વાસ થાય છે. ધન-સમૃદ્ધિમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે.
શંખને દક્ષિણાવર્તી શંખ એટલા માટે કહેવાય છે કે તમામ પ્રકારના શંખોનું પેટ ડાબી બાજુ ખુલે છે જ્યારે તેના કરતાં ઉંધું પ્રકારના શંખનું પેટ જમણી બાજુ ખુલે છે. શંખને દ્વિસ્વરૂપ માનવામાં આવે છે. દક્ષિણાવર્તી શંખના પુજનથી ખુશીઓ આવે છે. લક્ષ્મીની સાથે સાથે સંપત્તિની પ્રાપ્તિ થાય છે. શંખની ઉપસ્થિતિ અનેક રોગોનો નાશ કરી દે છે. દક્ષિણાવર્તી શંખમાં રાતે જળ ભરીને રાખી દેવામાં આવે અને સવારે ખાલી પેટ તે  પીવામાં આવે તો પેટના તમામ રોગો નાબૂદ થઈ જાય છે. નેત્રરોગોમાં પણ ખૂબ લાભ થાય છે. 
દક્ષિણાવર્તી શંખના મુખ્ય બે પ્રકારો છે. એક નર શંખ અને બીજો માદા શંખ. જેની પરત જાડી અને મોટી હોય તે નર શંખ અને જેની પરત પાતળી અને હલ્કી હોય તે માદા શંખ કહેવાય છે.
વામવર્તી શંખઃ વામવર્તી શંખનું પેટ ડાબી બાજુ ખુલે છે. જેમાં વગાડવા માટે છિદ્ર હોય છે. તેની ધ્વનિથી રોગઉત્પાદક કીટાણુઓ કમજોર પડી જાય છે. શંખ સહેલાયથી મળી શકે છે. કારણકે વિપુલ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. શંખ નકારાત્મક ઉર્જાને બહાર ફેંકવા સક્ષમ છે. શંખને ઘરમાં રાખવાથી આસપાસનું વાતાવરણ શુદ્ધ થતું રહે છે.વિષ્ણુ શંખશરીરની જેમ ઘર પણ અસ્વસ્થ, અશાંત અને બીમાર થતું રહે છે. તેને કારણે ઘરમાં રહેનારા સદસ્યો પણ પ્રભાવિત થાય છે. ઘરના લોકોની મનોદશા સુધારવા, ઘરમાં શાંતિ સ્થાપવા તથા ઘરમાં લડાઈ-ઝઘડા વધી ગયા હોય તો ઘરના મંદિરમાં અથવા ઇશાન ખૂણામાં વિષ્ણુ શંખની સ્થાપના અને દરરોજ પૂજન કરો.
શંખનો ઉપયોગ સતત કરવામાં આવે તો અસાધ્ય રોગો નબળા પડી જાય છે. શંખને ઘરમાં રાખવાથી અને તેમાં જળ ભરીને રાખી બીજે દિવસે પી જવાથી અનેક રોગોમાંથી મુક્તિ મળે છે. દરરોજ શંખનું સેવન કરવાથી અસાધ્ય રોગો મટી જાય છે. નીલકંઠ શંખસાપ, વીંછી કે કોઈ ઝેરીલું જંતુ કરડે તો નીલકંઠ શંખમાં ગૌમૂત્ર ભરીને કરડેલા ભાગ પર શંખમાંથી લઈને ગૌમૂત્ર લગાવો. આમ કરવાથી ઝેર શીઘ્ર ઊતરી જશે. એવું પણ કહેવાય છે કે જે ઘરમાં આ શંખ હોય છે ત્યાં સાપ, વીંછી કે ઝેરીલા કીડા રહેતા નથી.
કામધેનુ ગૌમુખી શંખ શંખના મુખ્ય બે પ્રકાર હોય છે. એક ગોમુખી અને બીજો કામધેનુ શંખ. શંખ કામધેનુ ગાયના મુખ જેવી આકૃત્તિ ધરાવતો હોય છે. તેથી તેને ગોમુખી કામધેનુ શંખ તરીકે ઓળખવામાં આવે છે. કહેવાય છે કે કામધેનુ શંખની પૂજા અર્ચના કરવાથી તર્કશક્તિ મજબૂત બને છે અને તમામ પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે શંખ કલ્પના પૂર્ણ કરવામાં સહાયક નિવડે છે  કળિયુગમાં માનવની મનોકામના પૂર્ણ થાય તેવું એક માત્ર સાધન છે. શંખ ઘણોજ દુર્લભ છે. કામધેનુ શંખ દરેક મનોકામના પૂર્ણ કરવામાં સક્ષમ છે. મહર્ષિ પુલસ્ત્યે લક્ષ્મી પ્રાપ્તિ માટે શંખનો પ્રયોગ કર્યો હતો. પૌરાણિક શાસ્ત્રોમાં પણ શંખના પ્રયોગ દ્વારા ધન-સમૃદ્ધિ સ્થાયી રૂપે વધારાયી હોય તેવા દાખલા જોવા મળે છે.
વાઘ શંખતેને ટાઇગર શંખ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શંખને ઘરમાં રાખવાથી જાતકને કોઈ પણ પ્રકારનાં પશુ-પ્રાણીઓનો ભય રહેતો નથી. આ શંખનું પૂજન કરવાથી ભૂતપ્રેતની બાધાઓ હોય તો તે દૂર થાય છે. તે વ્યભિચારથી પણ બચાવે છે.
હીરા શંખઆ શંખના પૂજન અને સ્થાપનથી શુક્ર ગ્રહના દોષ દૂર થાય છે. સાથે-સાથે દાંપત્યજીવનનું સુખ પણ વધે છે. આ શંખને અભિમંત્રિત કરીને સ્થાપવામાં આવે તો શુક્ર ગ્રહની કૃપા વરસતી રહે છે. આ શંખ જ્યાં સુધી ઘરમાં રહે છે ત્યાં સુધી ભૌતિક સુખ-સંપત્તિમાં ઉત્તરોત્તર વધારો થતો રહે છે.
પહાડી શંખ છે. તેનો ઉપયોગ તાંત્રિક વિદ્યામાં વિશેષરૂપે કરવામાં આવે છે. શંખનો ઉપયોગ લક્ષ્મી પૂજનમાં પણ કરવામાં આવે છે. દક્ષિણાવર્તી શંખની જેમ ખુલે છે. શંખ મોટેભાગે પહાડી વિસ્તારોમાં મળે છે. તેની ખોલ પર એવો પદાર્થ લાગેલો હોય છે જેથી તે ચળકતા ક્રિસ્ટલ સમાન હોય છે. તેથી શંખને હીરા શંખ પણ કહેવાય છે. શંખ બહુમુલ્ય માનવામાં આવે છે.શનિ શંખતે શ્યામ શંખ તરીકે પણ ઓળખાય છે. જેમને શનિની સાડાસાતી કે ઢૈયા ચાલી રહી હોય તેમણે આ શંખ પોતાની પાસે રાખવો જોઈએ. તેનાથી શનિનો પ્રકોપ શાંત થાય છે અને આકસ્મિક લાભ થાય છે. ધન-ધાન્યની કે આર્િથક ખેંચતાણ રહેતી નથી.
સૂર્ય શંખઆ શંખની આકૃતિ અર્ધચંદ્રાકાર હોવાને કારણે તેને ચંદ્ર શંખ પણ કહે છે. આ શંખને પોતાની પાસે રાખનાર વ્યક્તિ દરિદ્રતા અને ગરીબીથી હંમેશાં દૂર રહે છે.
અન્નપૂર્ણા શંખનામ પ્રમાણે જ આ શંખના ગુણો છે. આ શંખનું ઘરમાં સ્થાપન કર્યું હોય તો ધન-ધાન્યની ક્યારેય ઊણપ વર્તાતી નથી. પરિવાર સુખી-સંપન્ન બને છે. અન્નપૂર્ણા શંખ જ્યાં હોય ત્યાં કોઈ વસ્તુનો અભાવ હોતો નથી. માતા અન્નપૂર્ણાનો સાક્ષાત્ વાસ આ શંખમાં હોય છે. આ શંખમાં રાત્રે પાણી ભરી રાખીને સવારે પીવામાં આવે તો પેટના વિકારોમાંથી છુટકારો તથા રક્ષણ મળે છે.
મોતી શંખઉચ્ચ કોટિની ગુણવત્તાવાળાં મોતી પણ આ શંખમાંથી પેદા થાય છે. આ શંખમાં ગંગાજળ ભરીને પીવાથી હૃદય તથા શ્વાસસંબંધી રોગોમાંથી છુટકારો મળે છે. મોતી શંખની સ્થાપના અને પૂજનથી ચંદ્રદેવની કૃપા હંમેશાં રહે છે.
જો તમે ઘરમાં સુખ અને શાંતિ ઈચ્છતા હોય તો મોતી શંખ સ્થાપિત કરો. સુખ અને શાંતિ મળશે સાથે સાથે સમૃદ્ધિ પણ વધશે. મોતી શંખ હૃદયરોગ નાશક છે. મોતી શંખને સફેદ કપડામાં લપેટીને પૂજાસ્થાનમાં રાખી પૂજન કરવાથી સુખ-શાંતિ વધે છે. મોતી શંખને કારખાનામાં સ્થાપિત કરવાથી આર્થિક સ્થિતિમાં ઝડપથી ઉન્નતિ થાય છે. જો વેપારમાં નુકશઆન થતું હોય તો મોતી શંખ ગલ્લા પર રાખવો જોઈએ. તેનાથી વેપાર વધે છે. મોતી શંખને મંત્રથી સિદ્ધ કરીને પ્રાણ પ્રતિષ્ઠા કરી રાખવામાં આવે અને તેમાં જળ ભરીને રાખવામાં આવે તો લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. આર્થિક ઉન્નતિ થાય છે. મોતી શંખને ઘરમાં સ્થાપિત કર્યો હોય તો રોજ ઓમ શ્રી મહાલક્ષ્મૈ નમઃ ઓછામાં ઓછું 11 વાર બોલીને તેમાં ચોખાના દાણા ભરવા જોઈએ. પ્રયોગ 11 દિવસ સુધી કરવો જોઈએ. તેનાથી આર્થિક તંગી સમાપ્ત થઈ જાય છે.પાંચજન્ય શંખમહાભારતમાં લગબગ તમામ યોદ્ધાઓ શંખ ધરાવતા હતા. જેમાં શ્રીકૃષ્ણ પાસે જે શંખ હતો તે ચમત્કારિક હતો. શંખ પાંચજન્ય શંખ તરીકે વિખ્યાત હતો. તેનો અવાજ અનેક કિલોમીટર સુધી સંભળાતો.પાંચજન્યં હૃષીકેશો દેવદ્ત્તં ધનંજયઃપૌંડ્ર દદ્મૌમહાશંખં ભીમકર્મા વૃકોદરઃ.... મહાભારતભગવાન શ્રીકૃષ્ણ પાસે રહેલો શંખ આજે પણ ક્યાંક મોજુદ છે. કહેવાય છે કે શંખ પંજાબના હરિયાણા રાજ્યમાં કર્નાલ જિલ્લામાં છે. એવું માનવામાં આવે એછ કે કર્નાલથી15 કિ.મી. દૂર પશ્રિમમાં કાછવા અને બહલોલપુર ગાંવ પાસે આવેલા પરાશર ઋષિના આશ્રમમાં શંખ આવેલો હતો. ત્યાંથી તે ચોરી થઈ ગયો હતો. સ્થળ પર હિંદુ ધર્મથી જોડાયેલી અનેક અમુલ્ય વસ્તુઓ સંઘરાયેલી પડી હતી. 
માન્યતા છે કે ભગવાન શ્રીકૃષ્ણે મહાભારતના યુદ્ધ પછી પાંચજન્ય શંખ પરાશર ઋષિના આશ્રમમાં રાખ્યો હતો. તો કેટલાંક લોકોનું માનવું છે કે શંખ આદિ બદ્રીમાં સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. મહાભારત યુદ્ધમાં શ્રાકૃષ્ણ પોતાના પાંચજન્ય શંખથી પાંડવસેનામાં ઉત્સાહનો સંચાર કરતા હતા. તેનાથી દુશ્મનની સેનામાં ભય વ્યાપી જતો હતો. શંખનો ધ્વનિ સિંહગર્જના કરતા પણ વધારે ભયાનક હતો. શંખને વિજય અને યશના પ્રતીક તરીકે માનવામાં આવે છે. શંખની ઓળખ છે કે તેમાં પાંચ આંગળીઓ જોવો આકાર હોય છે. વર્તમાનમાં પણ બજારમાં પાંચજન્ય શંખ મળે છે. પણ તે અકુદરતી હોય છે તેથી ચમત્કારી હોતા નથી. શંખને વાસ્તુદોષથી મુક્ત કરાવવા માટે સ્થાપિત કરવામાં આવે છે. શંખ રાહુ-કેતુનો દુષ્પ્રભાવ ઘટાડી નાંખે છે. વાસ્તુદોષની શાંતિ માટે પાંચજન્ય શંખ ખૂબ જ પ્રભાવશાળી છે. તેનો શંખનાદ વિજય પ્રાપ્તિનો દ્યોતક છે અને તે શત્રુઓના હૃદયને ભયભીત કરી દે છે. પાંચજન્ય શંખનું સ્થાપન-પૂજન કરવાથી શત્રુઓથી રક્ષણ થાય છે.
 સીપ શંખઆ શંખને ઘરમાં રાખવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે તથા મનમાં એકાગ્રતા આવે છે. તે મોતીઓનું કવચ હોય છે. જેમની કુંડળીમાં ચંદ્ર નબળો હોય કે અશુભ પ્રભાવ આપતો હોય, જેમનું મન અને વિચાર અસ્થિર રહેતાં હોય તેમણે ચંદ્રની દશામાં સીપ શંખને ગળામાં ધારણ કરવો.
ગુરુ શંખઆ શંખમાં જળ ભરીને શાલિગ્રામજીને સ્નાન કરાવીને તુલસીપત્ર અર્પણ કરવાથી સ્મરણશક્તિ બળવાન બને છે તથા શિક્ષણના ક્ષેત્રમાં ઝડપથી પ્રગતિ થાય છે. જે વિદ્યાર્થીઓ અભ્યાસમાં નબળા હોય કે સ્મરણશક્તિ ઓછી હોય તેમના માટે આ શંખનું પૂજન ખૂબ જ લાભકારી હોય છે.
વસ્તુતઃ શંખ એક બહુગુણી યંત્ર જ છે, તેને હંમેશાં ઘરમાં રાખવો જોઈએ. જો શંખનું દરરોજ તુલસીપત્રથી પૂજન કરવામાં આવે તો તે ઘરમાં રોગ, અશાંતિ, ક્લેશ તથા તણાવ પ્રવેશ કરતો નથી. શંખના સૂર આપણને અનેક રીતે સશક્ત અને સંપન્ન બનાવે છે.
પૌંડ્ર શંખઃ પોંડ્રિક શંખ મહાભારતમાં ભીષ્મ પાસે હતો. શંખ વ્યક્તિમાં આત્મવિશ્વાસમાં વધારો કરે છે. શંખ ઘરમાં રાખવાથી મનોબળ દ્રઢ બને છે. મોટેભાગે શંખનો ઉપયોગ વિદ્યાર્થીઓ માટે ઉત્તમ માનવામાં આવે છે
અનંતવિજય શંખઃ યુધિષ્ઠિર પાસે રહેલા શંખનું નામ અનંતવિજય હતુ. અનંતવિજય એટલે અંતહીન વિજય. શંખ પાસે હોવાથી દરેક કાર્યમાં વિજય મળે છે. પ્રત્યેક ક્ષેત્રમાં વિજય અપાવતો હોવાથી તેનું નામ અનંતવિજય પાડવામાં આવ્યું છે. શંખ પણ દુર્લભ શંખ ગણાય છે.
મણિ પુષ્પક અને સુઘોષમણિ શંખઃ નકુલ પાસે સુઘોષ અને સહદેવ પાસે મણિપુષ્પક શંખ હતો. મણિ પુષ્પક શંખની પૂજા-અર્ચનાથી યશ-કિર્તિ, માન-સન્માન પ્રાપ્ત થાય છે. ઉચ્ચ પદની પ્રાપ્તિ માટે શંખનું પૂજન ઉત્તમ છે
વીણા શંખઃ વિદ્યાની દેવી સરસ્વતી પણ શંખ ધારણ કરે છે. શંખની આકૃતિ વીણા સમાન હોવાથી તેને વીણા શંખ કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે શંખમાં પાણી ભરીને પીવાથી મંદબુદ્ધિ વ્યક્તિ પણ જ્ઞાની થઈ જાય છે. જો વાણીમાં કોઈ દોષ હોય કે બોલવા જાવ કંઈક અને બોલાઈ જતું હોય કંઈક તો શંખનો ઉપયોગ કરો, પાણી પીવામાં અને વગાડવામાં પણ.
 ગરુડ શંખઃ  ગરુડની મુખાકૃતિ સમાન શંખનો દેખાવ હોવાથી તે્ને ગરુડ શંખ કહેવાય છે. શંખ પણ અત્યંત દુર્લભ છે. શંખ પણ સુખ અને સમૃદ્ધિ આપનારો છે. એવું માનવામાં આવે છે કે શંખને ઘરમાં રાખવાથી કોઈ પણ પ્રકારની વિપત્તિ આવતી નથી.