સોમવાર, 20 ફેબ્રુઆરી, 2017

જવારા વાવવાની પરંપરાનો મહિમા

જવારા વાવવાની પરંપરાનો મહિમા

🔯નવરાત્રિ સ્થાપનાના દિવસની સાથે જવારા  વાવવાની પરંપરા છે. આ પ્રથા પ્રાચીન કાળથી ચાલી આવે છે. એવુ મનાય છે કે મા દુર્ગાને જવારા બહુ જ પસંદ હોય છે.માતાના પૂજન સાથે જવારા વાવવા સુખ અને સમૃધ્ધિનુ કારણ મનાય છે.

🕎એવુ મનાય છે કે નવરાત્રીના 9 દિવસમાં જેમ જેમ જવારા વધતા જાય છે તેમ તેમ માતા ભક્તોનુ સુખ અને સમૃધ્ધિ પણ વધતા જાય છે. સાથે માતા પોતાના ભક્તોને આર્શિવાદ આપતા રહે છે જેથી ભક્તોની શ્રધ્ધા અને ભક્તિ પણ વધતી જાય છે.

જવારા વાવવામાટે :-

નદીના પટમાંથી ખાસ માટી લાવવામાં આવે છે. ( ખેતર ની પણ ચલાવી શકો ) વાંસની છાબળીને પહેલા ગંગાજળથી પવિત્ર કરવામાં આવે છે. તેની પછી તેમાં માટી નાખવામાં આવે છે. તેને પણ ગંગાજળની પવિત્ર કરવામાં આવે છે. તે પછી યોગ્ય વિવિધ બાદ જુવારના  બીજ નાંખી પાણી છાંટવામાં આવે છે. સાથે જ ઘરમાં ગંગાજળ અને તુલસીથી ભરેલા કળશ પર નાળિયેર મૂકી તેના પર લાલ ચૂંદડી ઓઢાડીને તેની 9 દિવસ પૂજા કરવામાં આવે છે.

આ આખી વિધિ માટે કોઈ બ્રાહ્મણ ને કાર્ય આપવુ ઉત્તમ રહે..

શાસ્ત્રો મુજબ આપણે રોજ સવારે બ્રહ્મમુહૂર્તમાં પથારી ત્યજી દેવી જોઈએ.

આપણા શાસ્ત્રો મુજબ આપણે રોજ સવારે બ્રહ્મમુહૂર્તમાં પથારી ત્યજી દેવી જોઈએ. 

બ્રહ્મનું મતલબ છે પરમ તત્વ અથવા પરમાત્મા. મુહૂર્ત એટલે કે અનુકૂળ સમય. રાત્રિનો અંતિમ પહોર અર્થાત્ 4થી 5.30 વાગ્યાનો સમય બ્રહ્મમુહૂર્ત કહેવાય છે. આપણી દિનચર્યા સવારે જાગ્યા પછી શરૂ થાય છે. જેથી સવારે વહેલાં ઉઠવું દિનચર્યાનું સૌથી પહેલું અને મહત્વપૂર્ણ ભાગ છે. આ જ કારણે આપણી સંસ્કૃતિમાં સવારે ઉઠવાનો સમય પણ નિર્ધારિત કરવામાં આવ્યો છે. તે છે બ્રહ્મમુહૂર્ત.

બ્રહ્મમુહૂર્તમાં ઉઠવું આપણા માટે બહુ લાભકારી હોય છે. તેનાથી આપણું શરીર સ્વસ્થ રહે છે અને દિવસભર શરીર સ્ફૂર્તિલું રહે છે. સ્વસ્થ રહેવા અને સફળ થવાનો આ એક ખાસ ફોર્મુલા છે. જેમાં કોઈ જ ખર્ચ નથી પરંતુ જરૂર હોય છે તો માત્ર આળસ ત્યજવાની.

શાસ્ત્રોમાં પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે-
वर्णं कीर्तिं मतिं लक्ष्मीं स्वास्थ्यमायुश्च विदन्ति।
ब्राह्मे मुहूर्ते संजाग्रच्छि वा पंकज यथा॥
- भाव प्रकाश सार-93
અર્થાત્- બ્રહ્મમુહૂર્તમાં ઉઠવાથી વ્યક્તિને સુંદરતા, લક્ષ્મી, બુદ્ધિ, સ્વાસ્થ્ય, આયુષ્ય વગેરેની પ્રાપ્તિ થાય છે. આવું નિત્ય કરવાથી શરીર કમળની જેમ સુંદર થઈ જાય છે.

બીજું જાણો કે સવારે જલ્દી જાગવાથી વધુ કયા-કયા સ્વાસ્થ્ય લાભ થાય છે.......

સારા સ્વાસ્થ્યનું રહસ્ય
આપણા ધર્મ ગ્રંથોમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનો સૌથી મોટો લાભ સારું સ્વાસ્થ્ય બતાવવામાં આવ્યું છે. શું છે આનું રહસ્ય? વાસ્તવમાં સવારે ચાર વાગ્યાથી સાઢા પાંચ વાગ્યા સુધી વાયુમંડળમાં એટલે કે આપણી ચારેય તરફ ઓક્સીજન વધુ માત્રામાં હોય છે. વૈજ્ઞાનિક શોધથી જાણવા મળ્યું છે કે આ સમયે ઓક્સીજન 41 ટકા, લગભગ 55 ટકા નાઈટ્રોજન અને 4 ટકા કાર્બન ડાયોક્સાઈડ ગેસ રહે છે. સૂર્યોદય બાદ વાયુમંડળમાં ઓક્સીજન ઘટી જાય છે અને કાર્બન ડાયોક્સાઈડ ગેસ વધે છે. ઓક્સીજન આપણા જીવનનો આધાર છે. શાસ્ત્રોમાં તેને પ્રાણવાયુ કહેવામાં આવ્યું છે. જેથી વધુ પ્રમાણમાં ઓક્સીજન મળવાથી આપણું શરીર સ્વસ્થ રહે છે.

બ્રહ્મ મુહૂર્ત અને પ્રકૃતિ
બ્રહ્મ મુહૂર્ત અને પ્રકૃતિ વચ્ચે ગાઢ સંબંધ છે. આ સમયે પશુ-પક્ષી જાગી જાય છે. તેમનું મધુર કલરવ શરૂ થઈ જાય છે. કમળનું ફુલ પણ ખીલી ઉઠે છે. કૂકડો બાંગ પોકારે છે. એક રીતે પ્રકૃતિ પણ બ્રહ્મ મુહૂર્તમાં ચેતન થઈ જાય છે. આ પ્રતીક છે જાગવા સૂવાનું. પ્રકૃતિ આપણને સવારે ઉઠવાનો સંદેશ આપે છે. 

કયા કારણે મળે છે સફળતા અને સમૃદ્ધિ
બ્રહ્મ મુહૂર્તમાં ઉઠનારો વ્યક્તિ સફળ, સુખી અને સમૃદ્ધ થાય છે. કેમ? 
કારણ કે જલ્દી ઉટવાથી દિવસભરના કાર્યો અને યોજનાઓ બનાવવા માટે પર્યાપ્ત સમય મળી રહે છે. જેથી ન માત્ર જીવન સફળ થાય છે પરંતુ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેનાર દરેક વ્યક્તિ સુખી અને સમૃદ્ધ થઈ શકે છે. કારણ કે તે જે કાર્ય કરે છે તેમાં તેને પ્રગતિ મળે છે. વિદ્યાર્થી પરીક્ષામાં સફળ થાય છે. નોકરી કરનારાઓથી બોસ ખુશ રહે છે. વેપારી સારી કમાણી કરી શકે છે. જ્યારે વ્યક્તિ બિમાર હોય તો તેની આવક તો પ્રભાવિત થાય જ છે સાથે ખર્ચ પણ વધે છે. સફળતા તે જ વ્યક્તિને મળે છે જે સમયનો સદ્પયોગ કરે અને સ્વસ્થ રહે છે. જેથી સફળ અને સ્વસ્થ રહેવું હોય તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું.
વેદોમાં પણ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું મહત્વ અને તેનાથી થનારા લાભનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
प्रातारत्नं प्रातरिष्वा दधाति तं चिकित्वा प्रतिगृह्यनिधत्तो।
तेन प्रजां वर्धयमान आयू रायस्पोषेण सचेत सुवीर:॥ - ऋग्वेद-1/125/1
અર્થાત્ સવારે સૂર્યોદય થયા પહેલાં ઉઠનાર વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે છે. જેથી બુદ્ધિમાન લોકો આ સમયને વ્યર્થમાં ગુમાવતા નથી. સવારે વહેલાં ઉઠનાર વ્યક્તિ સ્વસ્થ, સુખી, તાકાતવાન અને દીર્ધાયુ બને છે.
यद्य सूर उदितोऽनागा मित्रोऽर्यमा। सुवाति सविता भग:॥ - सामवेद-35
અર્થાત્ વ્યક્તિને સવારે સૂર્યોદયથી પહેલાં શૌચ અને સ્નાન કરી લેવું જોઈએ. ત્યારબાદ ભગવાનની પૂજા અર્ચના કરવી જોઈએ. આ સમયની શુદ્ધ અને નિર્મળ હવાથી સ્વાસ્થ્ય અને સંપત્તિમાં વૃદ્ધિ થાય છે.
उद्यन्त्सूर्यं इव सुप्तानां द्विषतां वर्च आददे।
अथर्ववेद- 7/16/२
અર્થાત્ સૂર્યોદય બાદ પણ જે ઉઠતા નથી તો જાગતા જ તેમનું તેજ ખતમ થઈ જાય છે.

રુદ્રાક્ષને શ્રાવણ માસમાં ધારણ કરવો તે શ્રેષ્ઠ છે.

જેવી રીતે પુરુષોમાં વિષ્ણુ, ગ્રહોમાં સૂર્ય, નદીઓમાં ગંગા, મુનિઓમાં કશ્યપ, દેવીઓમાં ગૌરી શ્રેષ્ઠ છે તેવી રીતે (માળાઓમાં) રુદ્રાક્ષની શ્રેષ્ઠતા છે. ભગવાન શિવજીની આરાધનામાં રુદ્રાક્ષનું વિશેષ મહત્ત્વ છે. તેનું કારણ પૂછતાં કાર્તિકેયને ભગવાન શિવજીએ કહ્યું હતું,

‘હે કાર્તિકેય! પૂર્વે ત્રિપુર નામનો એક દૈત્ય હતો. તેણે બધા દેવોને જીતી લીધા હતા. તેથી તેને મારવા બધા દેવોએ મને પ્રાર્થના કરી. તેથી મેં અઘોર નામના મહા-શસ્ત્રનું ચિંતન કર્યું હતું. તે દીર્ઘ તપ દરમિયાન મેં નેત્રો બંધ રાખ્યાં હતાં પછી જયારે મેં નેત્રો ખોલ્યાં ત્યારે મારી આંખોમાંથી અશ્રુબિંદુઓ પડતાં હતાં. તે અશ્રુજળનાં બિંદુઓમાંથી રુદ્રાક્ષનાં મોટાં વૃક્ષો થયાં તે આડત્રીસ પ્રકારનાં હતાં. (ૐ કાર જ્યોતિષ)તેમાં મારા સૂર્યરૂપ નેત્રમાંથી બાર પિંગળા રંગના રુદ્રાક્ષ થયા, ચંદ્રરૂપ નેત્રમાંથી સોળ ધોળાં રંગના અને અગ્નિરૂપમાંથી દસ કૃષ્ણ રંગના રુદ્રાક્ષ થયા.’

રુદ્રાક્ષ એકથી ચૌદ મુખી સુધી ઉપલબ્ધ છે. સંસ્કૃતમાં રુદ્રાક્ષનાં ઘણાં નામ પ્રાપ્ય બને છે. રુદ્રાક્ષને શ્રાવણ માસમાં ધારણ કરવો તે શ્રેષ્ઠ છે. પૂરા શ્રાવણ માસ પર્યંત અને અમાવસ્યાના દિને રુદ્રાક્ષ ધારણ કરવાથી યાચકને ઇષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થાય છે.

રુદ્રાક્ષ લગભગ ૧ મિ.મી.થી ૩૫ મિ.મી. સુધીના કે તેનાથી મોટા પણ જોવા મળે છે. જયારે રુદ્રાક્ષ ૧થી ૧૪ મુખી ઉપરાંત ૧૫ થી ૨૧ મુખી સુધીના પણ જોવા મળે છે. અન્ય વિશેષતામાં રુદ્રાક્ષના ચાર વર્ણ શાસ્ત્રએ બતાવ્યા છે. જેમાં સફેદ, પીળા, લાલ અને કાળા રંગોમાં રુદ્રાક્ષ જોવા મળે છે. રુદ્રાક્ષની માળા કે વિવિધ મુખી પૈકીનો રુદ્રાક્ષ સમૂહ ધારણ કરવાથી રુદ્રાક્ષમાંથી નીકળતી દિવ્યશકિત, ચેતના, દિવ્ય આંદોલન અને દિવ્ય આભામંડળ માનવીય શરીરને તરોતાજા કરવામાં અત્યંત ફાયદારૂપ થવા લાગે છે. શિવભક્તો રુદ્રાક્ષ ધારણ કરે છે. રુદ્રાક્ષનુ બીજ સો વર્ષ થાય તો પણ તે સડતું નથી.(ૐ કાર જ્યોતિષ)
રુદ્રાક્ષના ઝાડ મોટાં થાય છે. તેનાં ઝાડના મૂળ જમીનની બહાર દેખાય છે. તેનાં પાંદડાં ગંગેરી નાગવેલનાં પાન જેવાં હોય છે. તેનાં ફળમાંનાં બીજને રુદ્રાક્ષ કહે છે. નેપાળ, બંગાળ, આસામ અને કોંકણમાં તેનું ઝાડ થાય છે. તેનાં પાન સાત આઠ આંગળ લાંબાં અને કિનારી ઉપર જાડાં હોય છે. નવાં પાંડદાં ઉપર એક જાતની રૂંવાટી હોય છે, જે પાછળથી ખરી જાય છે. તેના ફળમાં પાંચ ખાનાં હોય છે. દરેક ખાનામાં એકેક નાનું બીજ હોય છે

રુદ્રાક્ષ ખાટું, ઊષ્ણ તથા રુચિકર છે. તે ઔષધ તરીકે પણ વપરાય છે. આ બીજ વાયુ, કફ, માથાની પીડા, ભૂતબાધા અને ગૃહબાધાનો નાશ કરે છે એમ મનાય છે

શિવપુરાણમાં સ્ત્રીઓને રુદ્રાક્ષ, રુદ્રાક્ષમાળા ધારણ કરવાની સંમતિ આપવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ કોઈપણ જાતિ, જ્ઞાતિના વ્યકિત રુદ્રાક્ષ કે રુદ્રાક્ષની માળા ધારણ કરી શકે છે.
હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત
🙏🏻ૐ નમો નારાયણ🙏🏻

श्रीकालभैरव स्तोत्र

श्रीकालभैरव स्तोत्र 

श्रीगणेशायनमः ।। देवाःउचुः ।।
नमो भैरवदेवाय नित्ययानंदमूर्तये ।।
विधिशास्त्रान्तमार्गाय वेदशास्त्रार्थदर्शिने ।।1।।
दिगंबराय कालाय नमः खट्वांगधारिणे ।।
विभूतिविलसद्भालनेत्रायार्धेंदुमालने ।।2।।
कुमारप्रभवे तुभ्यं बटुकायमहात्मने ।।
नमोsचिंत्यप्रभावाय त्रिशूलायुधधारिणे ।।3।।
नमः खड्गमहाधारहृत त्रैलोक्य भीतये ।।
पूरितविश्वविश्वाय विश्वपालाय ते नमः ।।4।।
भूतावासाय भूताय भूतानां पतये नम ।।
अष्टमूर्ते नमस्तुभ्यं कालकालाय ते नमः ।।5।।
कं कालायातिघोराय क्षेत्रपालाय कामिने ।।
कलाकाष्टादिरूपाय कालाय क्षेत्रवासिने ।।6।।
नमः क्षेत्रजिते तुभ्यं विराजे ज्ञानशालने ।।
विद्यानां गुरवे तुभ्यं विधिनां पतये नमः ।।7।।
नमः प्रपंचदोर्दंड दैत्यदर्प विनाशने ।।
निजभक्त जनोद्दाम हर्ष प्रवर दायिने ।।8।।
नमो जंभारिमुख्याय नामैश्वर्याष्टदायिने ।।
अनंत दुःख संसार पारावारान्तदर्शिने ।।9।।
नमो जंभाय मोहाय द्वेषायोच्याटकारिणे ।।
वशंकराय राजन्यमौलन्यस्त निजांध्रये ।।10।।
नमो भक्तापदां हंत्रे स्मृतिमात्रार्थ दर्शिने ।।
आनंदमूर्तये तुभ्यं श्मशाननिलयाय् ते ।।11।।
वेतालभूतकूष्मांड ग्रह सेवा विलासिने ।।
दिगंबराय महते पिशाचाकृतिशालने ।।12।।
नमोब्रह्मादिभर्वंद्य पदरेणुवरायुषे ।।
ब्रह्मादिग्रासदक्षाय निःफलाय नमो नमः ।।13।।
नमः काशीनिवासाय नमो दण्डकवासिने ।।   
 नमोsनंत प्रबोधाय भैरवाय नमोनमः ।।14।।

श्री कालभैरवाष्टक

श्री कालभैरवाष्टक 

श्रीगणेशाय नम: ।।
देवराज सेव्यमानपावनांध्वि पंकजं ।।     व्याल यज्ञसूत्रमेंदुशेखरं कृपा करम् ।।
नारदादियोगिवृन्दवन्दितं दिगंबरं ।।    काशिकापुराधिनाथ कालभैरवं भजे ।।1।।
भानुकोटिभास्वरं भवाब्धि तारकं परं ।।    नीलकंठमीप्तितार्थदायकं त्रिलोचनम् ।।
काल कालमम्बुजाक्षमक्षशूलमक्षरं ।।    काशिकापुराधिनाथ कालभैरवं भजे ।।2।।
शूलटंकपाशदण्डपाणिमादिकारणं ।।    श्यामकायमादिदेवमक्षरं निरामयम् ।।
भीमविक्रमंप्रभुं विचित्र ताण्डवप्रियं ।।    काशिकापुराधिनाथ कालभैरवं भजे ।।3।।
भुक्तिमुक्तिदायकं  प्रशस्तचारुविग्रहं ।।    भक्तवत्सलंस्थितं समस्त लोकविग्रहं ।।
विनिक्वणन्मनोज्ञहेमकिंकिणी लसत्कटिं।।   काशिकापुराधिनाथ कालभैरवं भजे ।।4।।
धर्मसेतूपालकं त्वधर्म मार्गनाशकं ।।    कर्मपाशमोचकं सुशर्मदायकं विभुं ।।
स्वर्णवर्णशेषपाशशोभितांग मण्डलं ।।     काशिकापुराधिनाथ कालभैरवं भजे ।। 5।।
रत्नपादुकाप्रभाभिरामपादयुग्मकं ।।     नित्यमद्वितीयभिष्टदैवतं  निरंजनम्‌।।
मृत्युदर्पनाशनं करालदंष्ट्रमोक्षणं ।।     काशिकापुराधिनाथ कालभैरवं भजे ।। 6।।
अट्‍टहासभिन्नपद्मजाण्डकोशसंततिं ।।     दृष्टिपातनष्टपापजालमुग्रशासनं ।।
अष्टसिद्धिदायकं कपालमालकन्धरं ।।      काशिकापुराधिनाथ कालभैरवं भजे ।। 7।।
भूतसंघनायकं विशालकीर्ति दायकं ।।     काशिवासलोकपुण्यपापशोधकं विभूं ।।
नीतिमार्गकोविदं पुरातनं जगत्पतिं ।।     काशिकापुराधिनाथ कालभैरवं भजे ।। 8।।
काल भैरवाष्टकं पठन्ति ये मनोहरं ।।    ज्ञानमुक्ति साधनं विचित्र पुण्यवर्धनं ।।
शोक मोह दैन्य लोभ कोप ताप नाशनम्।।प्रयान्ति कालभैरवांध्रिंसन्निधिं नराध्रुवम्।।
काशिकापुराधिनाथ कालभैरवं भजे ।। 9।।
श्रीमत् शंकराचार्य विरचित कालभैरवाष्टक संपूर्ण ।।

શનિવાર, 18 ફેબ્રુઆરી, 2017

लक्ष्मी जी कहा रहती है ।।

लक्ष्मी जी कहा रहती है ।। 
✿ जिस घर में परिवार के सदस्य सुबह सुर्योदय से पहले उठते है
✿ रसोई घर को सुबह साफ़ सुथरा करके भोजन बनाएं ।
✿ रात को झूठे बरतन ना रखे ।
✿ सूर्यास्त हो जाने के बाद भी घर मे अंधेरा रखना ।
✿ देर शाम तक सोते रहना ।
✿ मैले कपडे पहन कर पूजा करना ।े
✿ महिलाओ का अपमान करे ।पत्नी को बात बात पर अपमानित करे।मेहमान आने पर मुँह बानए
 🌟जो धर्म का पालन ना करे
🌟जिस घर पूजा -पाठ नहीं होता हो।।
 🌟जिस घर विष्णु भगवन की मूर्ति या पिचर ना हो ।।
💰लक्ष्मी जी उन्ही से खुश होती है जो मेहनती होते है लेकिन कई बार मेहनत करने के बाद भी पैसा नही आता या रुकता जितना आप कमाते है उतना ही खर्च हो जाता है ।
कुछ ये उपाय करे आपके जीवन में खुशहाली आए।
✿ घर के मुख्यद्वार पर कटीले या सूखे पोधे या पेड़ ना हो ।
✿ सत्यनारयण का व्रत और पुजन करे ।
✿ घर के मंदिर मे पानी जरूर रखे ।।
✿ घर में तुलसी और केले का पौधा लगवाए ।
✿ गुरुवार को दो लड्डू भगवान् विष्णु की मूर्ति के आगे चढ़ाए

આરતીના સંબંધમાં અનેક નિયમો બતાવાયા છે

કોઈપણ દેવી દેવતાનુ પૂજન આરતી સાથે જ પુર્ણ થાય છે. આ કારણે આરતીના સંબંધમાં અનેક નિયમો બતાવાયા છે. શાસ્ત્રો મુજબ આરતી કરતી વખતે દીવો ઓલવાઈ જાય તો અપશકુન માનવામાં આવે છે. આ કરણે  આ વાતનુ વિશેષ ધ્યાન રાખવામાં આવે છે કે

 પૂજા વગેરે કર્મ જ્યા સુધી પુર્ણ ન થાય ત્યા સુધી દીવો સળગતો રહેવો જોઈએ. અહી જાણો જો પુર્ણ સાવધાની રાખવા છતા પણ જો દીવો ઓલવાય જાય તો શુ કરવુ જોઈએ..

જો કોઈ કારણસર દીવો ઓલવાય જાય છે તો એવુ માનવામાં આવે છે કે જે મનોકામના માટે પૂજા કરવામાં આવી રહી છે તેમા કોઈ બાધા ઉત્પન્ન થઈ શકે છે. સાથે જ એ પણ સંકેત હોઈ શકે કે તમારા દ્વારા પૂજામાં કોઈ કમી રહી ગઈ હોય કે કોઈ ભૂલ થઈ ગઈ હોય. તેથી ઈશ્વર પાસે પોતાની ક્ષમા યાચના કરવી જોઈએ.

બિલ્વપત્રના પાનની વિશેષતા

બિલીપત્રનું ચમત્કારી ઝાડ  દરેક મનોકામના પૂરી કરે છે. એટલું  જ આ પાનને ગંગાજળથી ધોઈને બજરંગબલીને અર્પિત કરવાથી તીર્થોનું  લાભ ફળ મળે છે.

આ  વિશે તુલસીદાસજીએ ભગવાન શ્રીરામ પાસેથી કહેવડાવ્યુ કે- જે શિવનો દ્રોહ કરીને મને મેળવવા ઈચ્છે છે એ સપનામાં પણ મને પામી શકે નહી.

બિલીપત્રની મૂળ સફેદ દોરામાં પિરોવીને રવિવારે પગમાં પહેરવાથી રક્તચાપ , ક્રોધ અને અસાધ્ય રોગોમાંથી છુટકારો મળશે.

બિલ્વપત્રને શ્રીવૃક્ષ પણ કહેવાય છે. બિલ્વ પત્રના પૂજન પાનથી  દરિદ્રતાના અંત લાવીને વૈભવશાળી બની શકાય છે
ઘરમાં બિલ્વપત્ર લગાવવાથી દેવી મહાલક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે.  બિલપત્રના પાનને લક્ષ્મીનું  રૂપ ગણાય છે. એને પોતાની પાસે રાખવાથી ક્યારે પણ ધનની ઉણપ નહી આવે.

બિલ્વપત્ર કે બેલપત્ર ભગવાન શિવને ખૂબ પ્રિય છે. કહેવાય  છે કે શિવને બિલ્વપત્ર ચઢાવવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. બિલ્વપત્રના પાનની એ  વિશેષતા છે કે આ ત્રણના સમૂહમાં જ મળે છે.

* બિલ્વપત્રને મહાદેવના રૂપ ગણાય છે. એવી માન્યતા છે કે બિલ્વના ઝાડમાં મહાદેવનો વાસ હોય છે આથી ઝાડના મૂળમાં મહાદેવની પૂજા કરાય છે. એટલું જ નહી કહેવાય છે કે બિલ્વ ઝાડને સિંચવાથી તીર્થોનું  ફળ મળે છે. પણ બિલ્વ પત્રને ગમે ત્યારે તોડી શકાતા નથી.
 શિવ ઉપાસનાનો મુખ્ય દિવસ મતલબ સોમવારે બિલ્વપત્ર તોડવુ જોઈએ નહી.

* ચતુર્થી, અષ્ટમી, નવમી,  ચતુર્દશી અને અમાસને દિવસે બિલપત્ર તોડવુ નહી.

* કોઈ માસની સંક્રાતિના દિવસે પણ બિલપત્ર  ન તોડવા જોઈએ. જો આ તિથિઓમાં શિવપૂજામાં બિલપત્રની  જરૂર હોય તો એ માટે એક નિયમ છે કે તમે શિવપૂજામાં ઉપયોગ કરેલ બિલપત્રને ફરીથી ધોઈને શિવને અર્પિત કરી શકો છો.

જ્યા દુ:ખ અને અશાંતિનો નાશ થઈ જાય છે. આસોપાલવનુ વૃક્ષ જે સ્થાન પર ઉગે છે

આસોપાલવના ઝાડને અશોકનું વૃક્ષ પણ કહેવાય છે. આસોપાલવ(અશોક)નું ઝાડ ખૂબ પવિત્ર અને લાભકારી હોય છે.  માન્યતા છે કે આસોપાલવનુ વૃક્ષ જે સ્થાન પર ઉગે છે. જ્યા દુ:ખ અને અશાંતિનો નાશ થઈ જાય છે. આ ઝાડમાં ઔષધીય ગુણો સાથે સાથે જ્યોતિષિય ગુણ પણ હોય છે.  માંગલિક અને ધાર્મિક કાર્યોમાં આસોપાલવના પાનનો પ્રયોગ કરવામાં આવે છે.   વાસ્તુમુજબ અશોકનુ વૃક્ષ ઘરમાં લગાવવુ અત્યંત લાભકારી છે.

- સુખ, શાંતિ અને સમૃદ્ધિ કાયમ રહે છે અને અકાળ મૃત્યુનો ભય નથી રહેતો.
- સ્ત્રીઓની શારીરિક અને માનસિક ઉર્જામાં વૃદ્ધિ હોય છે.
- રોજ આ ઝાડ પર જળ અર્પિત કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને દાંપત્ય જીવન સુખી રહે છે.
- આસોપાલવનું વૃક્ષ ઉત્તર દિશામાં લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વહે છે.
- દર શુક્રવારે આસોપાલવના ઝાડ પર ઘી અને કપૂર મિક્સ કરીને દીવો પ્રજવલ્લિત કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરતી નથી.
- જે લોકો રોજ આસોપાલવના ઝાડ પર જળ અર્પિત કરે છે તેમના પર દૈવીય કૃપા કાયમ રહે છે. તેમને બીમારી, દુ:ખ, અશાંતિ જેવી ચિંતાઓ અડી પણ નથી શકતી.
- શુભ મુહૂર્તમાં આસોપાલવના ઝાડની જડ કાઢીને તેને સ્વચ્છ જળ કે ગંગાળ જળથી શુદ્ધ કરીને પૂજા ઘરમાં મુકવાથી ઘરના વાસ્તુદોષ ઓછા થાય છે.