સોમવાર, 24 ફેબ્રુઆરી, 2025

    💎શિવ મહાપુરાણ💎


🕉️પાર્થિવ લિંગ પૂજા કર્યા વિના જે કોઈ બીજા દેવની પૂજા કરે છે, તેનાં પૂજા, ફળ તથા દાન આદિ સર્વ વૃથા છે. 

🕉️પાર્થિવ લિંગની સંખ્યા કામનાને અનુસરી કહેવામાં આવેલ છે. 

🕉️વિશેષ કરી આ સંખ્યા નિશ્ચયપૂર્વક અધિક ફળને આપનારી છે. 

પ્રથમ આવાહન તેમજ પ્રતિમાનું પૂજન તથા પ્રતિષ્ઠા કરવું જોઈએ. લિંગાકારની માફક આ સર્વ જુદું જુદું કરવું જોઈએ. 


🔺વિદ્યાર્થીએ સહસ્ત્ર પાર્થિવ લિંગ બનાવી, તેની પૂજા કરવી 

🔺 ધનની ઇચ્છાવાળા પાંચસો, 

🔺પુત્રાર્થીએ દોઢ હજાર શિવલિંગની પૂજા કરવી.

🔺મોક્ષની ઇચ્છાવાળા એક કરોડ, 

🔺પૃથ્વીની કામનાવાળા એક હજાર, 

🔺દયાની ઇચ્છાવાળા ત્રણ હજાર, 

🔺તીર્થની ઇચ્છાવાળા બે હજાર, 

🔺વશીકરણ ઇચ્છાવાળા સાતસો, 

🔺મોહનની ઇચ્છાવાળા સો, 

🔺ઉચ્ચાટવાળાએ એક હજાર, 

🔺સ્તંભન ઇચ્છાવાળા એક હજાર, 

🔺ડ્રેષવાળા પાંચસો, 

🔺બંધનમાંથી છૂટવાનો ઇચ્છાવાળા દોઢ હજાર, 

🔺રાજભય વાળા એ પાંચસો, 

🔺ડાકિની આદિ ભય વાળાએ પાંચસો, 

🔺દરિદ્રતા વાળા પાંચ હજાર તથા સર્વ પ્રકારની કામનાવાળા દસ હજાર પાર્થિવલિંગની પૂજા કરવી જોઈએ....


🙏🏻🕉️🙏🏻

એક લિંગ પાપને હરનાર, 

બે લિંગ અર્થની સિદ્ધિ કરનાર તથા ત્રણ લિંગ સર્વ કામનાના પરમ કારણ રૂપ કહેવાય છે. 


👏🏻બુદ્ધિમાન દશ હજાર પાર્થિવ લિંગ બનાવે તો તે નિર્ભય થઈ રાજ ના ભયથી દૂર થાય છે. 

👏🏻કારાગૃહ માંથી છૂટવા માટે દસ હજાર લિંગની પૂજા કરવી, 

👏🏻ડાકિની આદિના ભય વાળાએ સાત હજાર લિંગ બનાવવા. 

👏🏻પુત્ર નિમિત્ત પંચાવન હજાર લિંગનું પૂજન કરવું, 

👏🏻દસ હજાર લિંગનો પૂજન થી કન્યા રૂપી સંતાન થાય છે. દશ હજાર લિગના પૂજનથી વિષ્ણુના ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે તથા દસ હજાર લિંગના પૂજન વડે અતુલ એશ્વર્યની પ્રાપ્તિ થાય છે. 

🙏🏻જે મનુષ્ય એક કોટી લિંગની પૂજા કરે છે, તે શિવરૂપ થાય છે એમાં સંદેહ નથી. 

🙏🏻પાર્થિવ લિંગ પૂજા કોટિ યજ્ઞનું ફળ આપે છે. તે કામાર્થી મનુષ્યને નિત્ય ભક્તિ તથા મુક્તિ આપનાર છે, જેનો સમય લિગાર્ચન વિના વ્યતીત થાય છે, તે દુરાત્મા ને દુરવૃત્તિ વડે મોટી હાનિ થાય છે.


🕉️કળિયુગમાં લિંગાર્ચન જ શ્રેષ્ઠ કહ્યું છે. 

🕉️ચાર આંગળ ઊંચું, મનોહર તથા વેદીવાળું લિંગ ઉત્તમ કહ્યું છે. 

👏🏻આના કરતાં ઊંચું લિંગ મધ્યમ તથા તેથી અડધું અધમ છે. 

આ રીતે ઉત્તરોત્તર લિંગ ત્રણ પ્રકારનું કહ્યું છે.જે ભક્તિ તથા શ્રદ્ધાથી યુક્ત થઈ અનેક લિંગની પૂજન કરે છે, તેની સર્વ મનોકામના પૂર્ણ થાય છે. 


લિંગની આરાધના કરવા સમાન ચારે વેદમાં કોઈ બીજું પુણ્ય નથી, તેમ શાસ્ત્રનો નિશ્ચય છે. 

🕉️બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શુદ્ર તેમજ બીજી જાતિએ પોતપોતાને અનુસરતા મંત્ર વડે આદરપૂર્વક લિંગ નું પૂજન કરવું. 

🕉️ સ્ત્રી તેમજ અન્ય જાતિ સર્વે શિવના પૂજન નો અધિકાર છે. 

🕉️બ્રાહ્મણ વૈદિક માર્ગથી પૂજન કરવું શ્રેષ્ઠ છે. બીજા પ્રાણી અને વેદ વડે પૂજનનો અધિકાર નથી. વૈદિક બ્રાહ્મણને વૈદિક માર્ગ વડે પૂજા કહી છે.

🕉️ શિવપૂજામાં ભસ્મનું ત્રિપુંડ અને રુદ્રાક્ષ ધારણ કર્યા વગર શિવ પૂજા નિર્થક નીવડે છે, તથા દક્ષિણ તરફ પીઠ રાખી ઉત્તર તરફ મુખ રહે તે રીતે શિવપૂજન કરવું જોઈએ. 


🖥️https://www.facebook.com/profile.php?id=61565695981543

🖥️https://www.instagram.com/

🖥️https://aadiomkarjyotish.blogspot.com/

🖥️omkarjyotish555@gmail.com

 _🙏🏻Plz Follow My Blog Spot ID, Facebook Id & Instagram ID_ 


“હરિ ૐ તત્ સત્ ગુરુદેવ દત્ત”

🙏ૐ નમો નારાયણ🙏

✍️અલ્પેશ કે.ભટ્ટ

📱૮૦૦૦૫૮૩૯૩૯

 


🙏🏻શિવલિંગ ઉપર એવા કયા દ્રવ્ય નું લેપન કરવા માત્ર થી દસ હજાર કરોડ મુદ્રા નું દાન કરવાથી જેટલું પુણ્ય પ્રાપ્ત થાય તેટલું પુણ્ય પ્રાપ્ત થઈ શકે 🌹


🙏🏻તો શાસ્ત્ર માં ઉલ્લેખ છે કે જયારે કોઈ જાતક શિવલિંગ ને શુદ્ધ માટી થી લેપન કરે છે અને પછી તેનું પૂજન કરે છે તેવા જાતકને “દસ હજાર કરોડ મુદ્રા” નું દાન કરવાથી જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે તેટલું પુણ્ય શિવલિંગ ને શુદ્ધ માટી ના લેપન કરવા માત્ર થી પ્રાપ્ત થાય છે.


❓હવે માટી કઈ અને કેવી લેવી ?? 

👏🏼તો.......બીલી ના વૃક્ષ નીચેની માટી, સેવન ના વૃક્ષ નીચે ની માટી,પીપડા ના વૃક્ષ નીચેની માટી, શમી ના વૃક્ષ નીચેની માટી, નદી ના કાંસ ની માટી, ખેતર ની માટી અથવા/અને ચીકણી માટી ને લઈને તેના નાના નાના કાંકરા અને ઢેભા ને ચારીને સરસ દળ જેવી (સ્મુધ) કરી તેમા શુદ્ધ પાણી અથવા ગંગાજળ ઉમેરી ને (મૃતિકા ઉબટન) આખા શિવલિંગ ઉપર લેપન કરવું જોઈએ, ત્યાર બાદ એકાદ ઘટી (૨૪ થી ૪૮ મિનીટ) ના સમય બાદ શુદ્ધ જળ થી સ્નાન કરાવી ને ચંદન લગાવી પૂજા ની પુર્ણાહુતી કરવી જોઈએ.


🙏🏻🕉️આ દેવોના દેવ મહાદેવ કેટલા ભોડ્યા અને સરળ છે કે નિર્ધન માં નિર્ધન અને ગરીબ માં ગરીબ જાતક પણ તેમની આ નાનકડી પૂજા કરી ને પણ દસ હજાર કરોડ મુદ્રા નું દાન કરવાથી જેટલું પુણ્ય પ્રાપ્ત થાય તેટલું પુણ્ય પ્રાપ્ત કરી શકે છે ! તો તમે કેમ નહી ??   

🖥️https://www.facebook.com/profile.php?id=61565695981543

🖥️https://www.instagram.com/

🖥️https://aadiomkarjyotish.blogspot.com/

🖥️omkarjyotish555@gmail.com

 _🙏🏻Plz Follow My Blog Spot ID, Facebook Id & Instagram ID_ 


“હરિ ૐ તત્ સત્ ગુરુદેવ દત્ત”

🙏ૐ નમો નારાયણ🙏

✍️અલ્પેશ કે.ભટ્ટ

📱૮૦૦૦૫૮૩૯૩૯