ગુરુવાર, 17 ઑક્ટોબર, 2024

 🍯દેવું કરી ને પણ ગાયનું ઘી ખાવું 

📜હા આપણા આયુર્વેદ શાસ્ત્ર નું આ સ્તંભ સૂત્ર છે.

🙇🏻‍♂️ચરક મુનિ ઘી ને સઘળા દ્રવ્યોમાં શ્રેષ્ઠ ગણે છે. સુશ્રુત મુનિ ઘી ને પાપ અને દારિદ્ર નો નાશ કરનાર તેમજ વિષહર ગણે છે. વાગ્ભટ્ટજી  ઘી ને સંતાનદાતા અને યુવાની ટકાવી રાખનાર ગણે છે. આયુર્વેદના મત પ્રમાણે એક વર્ષ ઉપર નું જુનું ઘી ત્રણેય દોષને મટાડનાર તેમજ મૂર્છા, કોઢ, ઝેર, વાઇ અને તિમિરરોગનો નાશ કરનાર છે. જૂનું ઘી જઠરાગ્નિ ને પ્રદીપ્ત કરે છે. તેમજ મૂર્છા, કોઢ,નેત્ર શુળ અને યોનીદોષમાં ફાયદાકારક છે.

ગાયનું દેશી ઘી ખાવાથી સ્નાયુઓ, હાડકાઓ મજબૂત થવાની સાથે પાચનતંત્ર પણ સરળ રહે છે, ઘી માત્ર સ્વાસ્થ્ય વર્ધક જ નહી પરંતુ સૌદર્યવર્ધક પણ છે અને તેમાં પણ જો ગીર ગાયનું ઘી આરોગવામાં આવે તો સૌથી શ્રેષ્ઠ અને સર્વોત્તમ છે .

🕉️ધર્મની વિવિધ ધાર્મિક પ્રક્રિયાઓ જેવી કે પંચામૃત હવન વગેરેમાં પણ ઘીનો ઉપયોગ કરીને તેનું મહત્વ કહેવામાં આવ્યું છે. હવનમાં શુધ્ધ ઘીનો ઉપયોગ કરવાથી વાતાવરણમાં રહેલા બેકટેરીયા સહિતના સુક્ષ્મ જીવોને નાશ થવાથી વાતાવરણનું શુધ્ધિકરણ થાય છે. ગાયના દુધ-ઘી વગેરેમાં રહેલા આવા અનેક ગુણકારી તત્વોને લઈને જુના જમાનામાં દુધને વલોવીને માખણ તારવ્યા બાદ વધતી છાસને વેચવી પાપ ગણાતી હતી અને હાલમાં પણ ગામડા વિસ્તારોમાં માલધારીઓ છાસ ના પૈસા ક્યારેય લેતા નથી. કાઠીયાવાડ બાજુ જાવ તો લગભગ દરેક હોટેલ માં જગ ભરી ને unlimited છાસ વિના મુલ્યે જ આપવામાં આવે છે.

🍯ગાયના ઘીમાંથી થતા દીવામાંથી નીકળતી કાળી મેસ પણ ગુણકારી મનાતી હોય અનેક લોકો આ મેસને આંખોમાં આંજણ તરીકે આંજે છે. ગાયના ઘીમાંથી બનેલા આ આંજણથી આંખની દ્રષ્ટિ વધતી હોવાનો આયુર્વેદાચાર્યો નો દાવો છે. શરીરના તમામ ભાગો માટે ગાયનું ઘી આરોગ્ય વર્ધક મનાતુ હોય તેનો ‘લીકવીડ ગોલ્ડ’ એટલે કે ‘સુવર્ણ પ્રવાહી’ માનવામાં આવે છે. નિયમિત ચોકકસ માત્રામાં ઘીનું સેવન કરવાથી શરીરમાં અનેક લાભાલાભો, થાય છે.

🍯હવે સૌથી વધુ ફાયદાકાર “ઘી” કઈ રીતે આરોગવું ????

🍯તો જે જાતક સવારે ઉઠી ને નરણા કોઠે એક ચમચી ગાય નું ઘી ખાય છે તેવા જાતક ને સાંધાના કોઈ દુખાવા ક્યારેય થતા નથી, કોઇપણ સાંધામાં ક્યારેય ઘસારો થતો નથી, શરીરના દરેક સાંધામાં એક ચીકણું લ્યુબ્રીકેંટ હોય છે જે ફક્ત અને ફક્ત ગાયના ઘી થીજ નિર્માણ પામે છે. આ શિવાયના અગણિત સ્વાસ્થ્ય વર્ધક લાભ ફક્ત ગાયના ઘી ને નરણા કોઠે આરોગવાથી થાય છે.

🍯આ સાથે જે જાતક રાત્રે સુતા સમયે પોતાની નાભી ની આસપાસ ગાયનું ઘી નું મર્દન/માલીશ ૫ જ મિનીટ કરે છે તેવા જાતક ને કેવા કેવા લાભ મળે તે માટે કવિની કલમે કંડારવું પડે.

એક જ ઉદા: આપું કે હાલનું સાયંસ શરીરમાં સુકાયેલી નશોને ફરી જીવંત કરવા સક્ષમ નથી. પરંતુ નાભિની આસપાસ ગાયના ઘી નું મર્દન કરવાથી શરીરની કોઇપણ નશ સુકાઈ ગઈ હોય તો પણ તે ફરી જીવંત થઇ શકે છે.  

🙏🏻બસ અહી ઘી એટલે ફક્ત ગાયના ઘી નિજ વાત થઇ છે અને તેમાં પણ દેશી ગાય ના ઘી ની વાત અને તેનાથી ઉચું અને ઉત્તમ ઘી ની વાત કરું તો ગીર ગાય નું ઘી છે, જો તે મળી જાય અને આરોગવાનું શરુ કરવામાં આવે તો સોને પે સુહાગા ની જેમ સ્વસ્થ્ય આયુષ્ય જીવાય તેમાં શંકા નહિ. 

🖥️https://omkarjyotish.com

🖥️https://www.facebook.com/profile.php?id=61565695981543&mibextid=ZbWKwL

🖥️https://www.instagram.com/omkarjyotish555?igsh=MTFzZmhhYzRyaGlyMQ==

🖥️https://omkarjyotish.blogspot.com/

🖥️omkarjyotish555@gmail.com  

 🙏🏻Plz Follow My Blog Spot ID, Facebook Id & Instagram ID 

“હરિ ૐ તત્ સત્ ગુરુદેવ દત્ત”

🙏ૐ નમો નારાયણ🙏

✍️અલ્પેશ કે.ભટ્ટ

📱૮૦૦૦૫૮૩૯૩૯

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો