ગુરુવાર, 17 ઑક્ટોબર, 2024

 સબરસ ની પૌરાણિક કથા


🌹દિવાળી ની શ્રેષ્ઠ તહેવાર હતો . દ્વારિકાનગરી માં ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્મણી  હીંચકા પર બેઠા હતા આનંદ ની પળો હતી. રુક્મણી ખુશ મિજાજ માં હતા. અચાનક રુક્ષમણી થી પુછાય ગયું કે " પ્રભુ આપ  મને કેટલો પ્રેમ કરો છો "? " હું તમને કેટલી વહાલી લાગુ છું "? અચાનક પૂછેલા પ્રશ્ન થી ભગવાન શ્રી કૃષ્ણ એ એવોજ ઉત્તર આપ્યો " તું મને મીઠા જેટલી વહાલી લાગે છે ". આ સાંભળીને રુક્ષમણીજી રિસાઈ ગયા એમને ખોટું લાગ્યું " બસ મીઠા જેટલીજ મારી કિંમત કરી "? એમનું મોઢું ચડી ગયું મીઠા જેવી શુકસ ચીજવસ્તુ સાથે મારી તુલના કરી .રિસાઈને હીંચકા પર થી ઉઠી ગયા ને પોતાના મહેલમાં જતા રહ્યા , ભગવાને પ્રેક્ટિકલ પ્રયોગ કરી રુક્ષમણીજી ને સમજાવવા નું નક્કી કર્યું. જાતે રસોડામાં જઇ રુક્ષમણીજી ને ભાવતી રસોઈ બનાવા આદેશ કર્યો. અને કહ્યું કે વ્યાજન માં ક્યાંય મીઠું ન નાખશો . આદેશ મુજબ રસોઈ તૈયાર કરી ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષમણીજી સાથે જમવા બેઠા, થાળી પીરસવામાં આવી  રુક્ષમણીજી જેવો કોળિયો મોમાં મુક્યો મોઢું બગડી ગયું " આ શું છે? કોણે રસોઈ બનાવી ?" મીઠા વગર ની ગળે કેમ ઉતરે "?

ભગવાન બોલ્યા " રસોઈમાં માત્ર મીઠું જ નથી .. બાકી તો બધું તો  બરાબર છેને ?"એમાં શું થઈ ગયું "? 

રુક્ષમણીજી બોલ્યા " મીઠા વગર ની રસોઈ ગળે ન ઉતરે ". 

 ભગવાન બોલ્યા " હા હવે તમે બરાબર સમજ્યા .. હું મીઠા જેટલોજ તમને પ્રેમ કરું છું .અર્થાત મીઠા જેટલા વહાલા છો " . 

રુક્ષમણીજી ને પોતાની ભૂલ સમજાઈ પ્રભુ પાસે ક્ષમા માંગી " હવે આવી ભૂલ ક્યારેય  નહિ કરું મને માફ કરી દો ". 

મીઠાનું મહત્વ  જેમ મને સાંજવ્યું તેમ આવતીકાલે નુતનવર્ષ ના પવિત્ર દિવસે આપણે નગરવાસીઓ ને મીઠાનીજ ભેટ અપશુ અને મીઠાનું મહત્વ સમજાવશું 

ભગવાને કહ્યું " આજથી મીઠાને સૌ સબરસ તરીકે ઓળખાશે .મીઠું શુકનવંતુ ગણાશે .નવાવર્ષ ની શરૂઆત માં સૌપ્રથમ મીઠાની ખરીદી કરશે . 

બસ ત્યારથી નુતનવર્ષ ના પ્રથમ દિવસે વહેલી સવાર થીજ સો ' સબરસ ' ની ખરીદી કરતા થયા છે. 

" શુભ શુકન સબરસ " 

" શુકન લ્યો શુકન " 

અવાજ સંભળાય તો જરૂર થી સબરસ લેજો 

આ પ્રથા ધીરેધીરે લુપ્ત થતી જાય છે જો આપણે આ પ્રથા ચાલું રખશું તો આવનારી પેઢી ને આપણી પરંપરા ને અનુસરશે ખરું ને !!

🖥️https://omkarjyotish.com

🖥️https://www.facebook.com/profile.php?id=61565695981543&mibextid=ZbWKwL

🖥️https://www.instagram.com/omkarjyotish555?igsh=MTFzZmhhYzRyaGlyMQ==

🖥️https://omkarjyotish.blogspot.com/

🖥️omkarjyotish555@gmail.com  

 🙏🏻Plz Follow My Blog Spot ID, Facebook Id & Instagram ID 

“હરિ ૐ તત્ સત્ ગુરુદેવ દત્ત”

🙏ૐ નમો નારાયણ🙏

✍️અલ્પેશ કે.ભટ્ટ

📱૮૦૦૦૫૮૩૯૩૯

 🔯ધન ની બહુ તકલીફ હોય તો

સ્કંદ પુરાણ નું વચન છે કે જે મનુષ્ય સાતમ, નોમ, અમાસ, રવિવાર અને ગ્રહણ ના દિવસો શિવાય ના અન્ય દિવસો માં આમળા નો રસ પોતાના શરીર માં લગાવવી ને સ્નાન કરે છે તેમના ગૃહમાં લક્ષ્મી આવે આવે અને આવે જ........  

🖥️https://omkarjyotish.com

🖥️https://www.facebook.com/profile.php?id=61565695981543&mibextid=ZbWKwL

🖥️https://www.instagram.com/omkarjyotish555?igsh=MTFzZmhhYzRyaGlyMQ==

🖥️https://omkarjyotish.blogspot.com/

🖥️omkarjyotish555@gmail.com  

 🙏🏻Plz Follow My Blog Spot ID, Facebook Id & Instagram ID 

“હરિ ૐ તત્ સત્ ગુરુદેવ દત્ત”

🙏ૐ નમો નારાયણ🙏

✍️અલ્પેશ કે.ભટ્ટ

📱૮૦૦૦૫૮૩૯૩૯

 🍯દેવું કરી ને પણ ગાયનું ઘી ખાવું 

📜હા આપણા આયુર્વેદ શાસ્ત્ર નું આ સ્તંભ સૂત્ર છે.

🙇🏻‍♂️ચરક મુનિ ઘી ને સઘળા દ્રવ્યોમાં શ્રેષ્ઠ ગણે છે. સુશ્રુત મુનિ ઘી ને પાપ અને દારિદ્ર નો નાશ કરનાર તેમજ વિષહર ગણે છે. વાગ્ભટ્ટજી  ઘી ને સંતાનદાતા અને યુવાની ટકાવી રાખનાર ગણે છે. આયુર્વેદના મત પ્રમાણે એક વર્ષ ઉપર નું જુનું ઘી ત્રણેય દોષને મટાડનાર તેમજ મૂર્છા, કોઢ, ઝેર, વાઇ અને તિમિરરોગનો નાશ કરનાર છે. જૂનું ઘી જઠરાગ્નિ ને પ્રદીપ્ત કરે છે. તેમજ મૂર્છા, કોઢ,નેત્ર શુળ અને યોનીદોષમાં ફાયદાકારક છે.

ગાયનું દેશી ઘી ખાવાથી સ્નાયુઓ, હાડકાઓ મજબૂત થવાની સાથે પાચનતંત્ર પણ સરળ રહે છે, ઘી માત્ર સ્વાસ્થ્ય વર્ધક જ નહી પરંતુ સૌદર્યવર્ધક પણ છે અને તેમાં પણ જો ગીર ગાયનું ઘી આરોગવામાં આવે તો સૌથી શ્રેષ્ઠ અને સર્વોત્તમ છે .

🕉️ધર્મની વિવિધ ધાર્મિક પ્રક્રિયાઓ જેવી કે પંચામૃત હવન વગેરેમાં પણ ઘીનો ઉપયોગ કરીને તેનું મહત્વ કહેવામાં આવ્યું છે. હવનમાં શુધ્ધ ઘીનો ઉપયોગ કરવાથી વાતાવરણમાં રહેલા બેકટેરીયા સહિતના સુક્ષ્મ જીવોને નાશ થવાથી વાતાવરણનું શુધ્ધિકરણ થાય છે. ગાયના દુધ-ઘી વગેરેમાં રહેલા આવા અનેક ગુણકારી તત્વોને લઈને જુના જમાનામાં દુધને વલોવીને માખણ તારવ્યા બાદ વધતી છાસને વેચવી પાપ ગણાતી હતી અને હાલમાં પણ ગામડા વિસ્તારોમાં માલધારીઓ છાસ ના પૈસા ક્યારેય લેતા નથી. કાઠીયાવાડ બાજુ જાવ તો લગભગ દરેક હોટેલ માં જગ ભરી ને unlimited છાસ વિના મુલ્યે જ આપવામાં આવે છે.

🍯ગાયના ઘીમાંથી થતા દીવામાંથી નીકળતી કાળી મેસ પણ ગુણકારી મનાતી હોય અનેક લોકો આ મેસને આંખોમાં આંજણ તરીકે આંજે છે. ગાયના ઘીમાંથી બનેલા આ આંજણથી આંખની દ્રષ્ટિ વધતી હોવાનો આયુર્વેદાચાર્યો નો દાવો છે. શરીરના તમામ ભાગો માટે ગાયનું ઘી આરોગ્ય વર્ધક મનાતુ હોય તેનો ‘લીકવીડ ગોલ્ડ’ એટલે કે ‘સુવર્ણ પ્રવાહી’ માનવામાં આવે છે. નિયમિત ચોકકસ માત્રામાં ઘીનું સેવન કરવાથી શરીરમાં અનેક લાભાલાભો, થાય છે.

🍯હવે સૌથી વધુ ફાયદાકાર “ઘી” કઈ રીતે આરોગવું ????

🍯તો જે જાતક સવારે ઉઠી ને નરણા કોઠે એક ચમચી ગાય નું ઘી ખાય છે તેવા જાતક ને સાંધાના કોઈ દુખાવા ક્યારેય થતા નથી, કોઇપણ સાંધામાં ક્યારેય ઘસારો થતો નથી, શરીરના દરેક સાંધામાં એક ચીકણું લ્યુબ્રીકેંટ હોય છે જે ફક્ત અને ફક્ત ગાયના ઘી થીજ નિર્માણ પામે છે. આ શિવાયના અગણિત સ્વાસ્થ્ય વર્ધક લાભ ફક્ત ગાયના ઘી ને નરણા કોઠે આરોગવાથી થાય છે.

🍯આ સાથે જે જાતક રાત્રે સુતા સમયે પોતાની નાભી ની આસપાસ ગાયનું ઘી નું મર્દન/માલીશ ૫ જ મિનીટ કરે છે તેવા જાતક ને કેવા કેવા લાભ મળે તે માટે કવિની કલમે કંડારવું પડે.

એક જ ઉદા: આપું કે હાલનું સાયંસ શરીરમાં સુકાયેલી નશોને ફરી જીવંત કરવા સક્ષમ નથી. પરંતુ નાભિની આસપાસ ગાયના ઘી નું મર્દન કરવાથી શરીરની કોઇપણ નશ સુકાઈ ગઈ હોય તો પણ તે ફરી જીવંત થઇ શકે છે.  

🙏🏻બસ અહી ઘી એટલે ફક્ત ગાયના ઘી નિજ વાત થઇ છે અને તેમાં પણ દેશી ગાય ના ઘી ની વાત અને તેનાથી ઉચું અને ઉત્તમ ઘી ની વાત કરું તો ગીર ગાય નું ઘી છે, જો તે મળી જાય અને આરોગવાનું શરુ કરવામાં આવે તો સોને પે સુહાગા ની જેમ સ્વસ્થ્ય આયુષ્ય જીવાય તેમાં શંકા નહિ. 

🖥️https://omkarjyotish.com

🖥️https://www.facebook.com/profile.php?id=61565695981543&mibextid=ZbWKwL

🖥️https://www.instagram.com/omkarjyotish555?igsh=MTFzZmhhYzRyaGlyMQ==

🖥️https://omkarjyotish.blogspot.com/

🖥️omkarjyotish555@gmail.com  

 🙏🏻Plz Follow My Blog Spot ID, Facebook Id & Instagram ID 

“હરિ ૐ તત્ સત્ ગુરુદેવ દત્ત”

🙏ૐ નમો નારાયણ🙏

✍️અલ્પેશ કે.ભટ્ટ

📱૮૦૦૦૫૮૩૯૩૯