રવિવાર, 15 સપ્ટેમ્બર, 2024

 કઈ તારીખે કઈ તિથી નું શ્રાદ્ધ કરશો તેની સંપૂર્ણ માહિતી.

 🙏🏻શ્રાદ્ધ પક્ષમાં કાગડાને કાગવાસ કેમ આપવામાં આવે છે ?

શ્રાદ્ધ પક્ષ પિતૃઓનો ઉત્સવ છે અનેક પ્રકારના મિષ્ટાન્ન અને પિતૃઓનો ભાવતાં ભોજન બનાવીને તેમનો ભોગ પિતૃઓને ચઢાવવામાં આવે છે. 

શું તમે જાણો છો કે પિતૃઓને ભોજન અર્પણ કરતા પહેલા કાગડાને કેમ વાસ આપવામાં આવે છે?

 હિંદુ ધર્મગ્રંથો અનુસાર કાગડાને દેવપુત્ર માનવામાં આવે છે. માન્યતા એ પણ છે કે ઈન્દ્રના પુત્ર જયંતે જ સૌથી પહેલા કાગડાનું સ્વરુપ ધારણ કર્યું હતું. આ કથા ત્રેતા યુગની છે. જ્યારે રામે અવતાર લીધો હતો અને જયંતે કાગડાનું સ્વરુપ ધારણ કરીને સીતાને ઘાયલ કરી હતી. ત્યારે રામે તણખલાથી બ્રહ્માસ્ત્ર ચલાવીને જયંતની આંખ ફોડી નાખી. જ્યારે તેમણે પોતાના કૃત્યની માફી માંગી ત્યારે રામે તેને વરદાન આપ્યું કે તમને અર્પિત કરવામાં આવેલું ભોજન પિતૃઓને મળશે. ત્યારથી શ્રાદ્ધ નિમિત્તે આ ભોજન કાગડાઓને આપવાનો ઉલ્લે શાસ્ત્રોમાં કરાયો છે.

કાગડાને ભોજન કાગવાસ તરીકે આપવા પાછળ એવું મનાય છે.કાગડાએ કરેલ ભોજન સીધુ પિતૃ સુધી પહોંચે છે અને જેનાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને તેમનાં આશીર્વાદ મળે છે.આ ઉપરાંત બીજી પણ એક માન્યતા છે કે શ્રાદ્ધ નિમિત્તે આપેલ કાગવાસ લેવા પિતૃઓ જ કાગનું રૂપ લઇને આવે છે અને કાગવાસ જમીને તૃપ્ત થાય છે.જો ધ્યાનથી જોવામાં આવે તો કાગડો એક આંખવાળો હોય છે. તેને એક જ આંખથી જોવામાં આવે છે. હિંદુ માન્યતા પ્રમાણે પિતૃઓની તુલના કાગડા સાથે કરવી જોઈએ.જે પ્રકારે કાગડો એક આંખથી નિષ્પક્ષ અને સમભાવથી જોવે છે તે જ રીતે આપણે એ આશા કરીએ છીએ કે આપણા પિતૃ્ઓ પણ આપણને સમભાવથી જોવે છે અને આપણા પર પોતાની કૃપાદ્રષ્ટિ બનાવીને રાખે છે. તેઓ આપણી ખોટી આદતોને પણ એ જ રીતે સ્વીકારે છે જે પ્રકારે સારી વાતોને સ્વીકારે છે.આ જ કારણે શ્રાદ્ધ પક્ષમાં કાગડાને સૌથી પહેલા ભોજન કરાવવામાં આવે છે.

“હરિ ૐ તત્ સત્ ગુરુદેવ દત્ત”

🙏🏻“ૐ નમો નારાયણ”🙏🏻

 🙏🏻શ્રાદ્ધ પક્ષ: જાણો કઇ તિથિ પર કયા પિતૃઓનું શ્રાદ્ધ કરવું

🕉️ભાદરવા માસનાં વદપક્ષએ પિતૃને તૃપ્ત કરવા માટેનો સમય છે આ માટે તેને પિતૃપક્ષ કહે છે. પંદર દિવસનાં આ પક્ષમાં લોકો પોતાનાં પિતૃઓને જળ આપે છે તથા તેમની મૃત્યુતિથિ પર શ્રાદ્ધ કરે છે. અમુક લોકો એવાં પણ હોય છે કે જેઓ પોતાનાં પરિજનોની મૃત્યુની તિથિ જાણતાં નથી. આ સમસ્યાનાં સમાધાન માટે પિતૃપક્ષમાં અમુક વિશેષ તિથિઓ પણ નિયત કરવામાં આવે છે જે દિવસે શ્રાદ્ધ કરવાથી દરેક પિતૃજનની આત્માને શાંતિ મળે છે આ પ્રમુખ તિથિઓ આ પ્રકારે છે.

🕉️ભાદરવા વદ એકમનું શ્રાદ્ધ- આ તિથિ નાના – નાની નાં શ્રાદ્ધ માટે ઉત્તમ માનવામાં આવી છે. જો નાના- નાનીનાં પરિવારમાં કોઇ શ્રાદ્ધ કરવાવાળું ના હોય અને જો તમે તેમની મૃત્યુતિથિનાં જાણતાં હોય તો આ તિથિનાં શ્રાદ્ઘ કરવાથી આત્માને શાંતિ મળે છે. તેના ઘરમાં સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

🕉️પાંચમનું શ્રાદ્ધ -આ તિથિ પર તેમનાં પરિવારજનોનું શ્રાદ્ધ કરવાનું મહત્વ છે. જેમની મૃત્યુ કુંવારાપણાની સ્થિતિમાં થઇ હોય. આ તિથિને કુંવારા પાંચમ કહે છે.

🕉️નોમનું શ્રાદ્ધ-આ તિથિ માતાનાં શ્રાદ્ધ માટે ઉત્તમ માનવામાં આવી છે. આ માટે તેને માતૃનોમ પણ કહે છે. આ તિથિ પર શ્રાદ્ધ કરવાથી કુળની દિવંગત મહિલાઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે. આ તિથિમાં શ્રાદ્ધ પરિવારનાં તે લોકો માટે કરવામાં આવે છે જેમણે સંન્યાસ લીધો છે.

🕉️ચૌદશનું શ્રાદ્ધ-આ તિથિ તે પરિવારજનોનાં શ્રાદ્ધ માટે છે જેની અકાળ મૃત્યુ થઇ હોય જેમ કે – દુર્ઘટના, આત્મહત્યા, શસ્ત્ર વગેરે.

🕉️સર્વ પિતૃમોક્ષ અમાસ -કોઇ કારણથી પિતૃપક્ષની દરેક તિથિઓ પર પિતૃઓનું શ્રાદ્ધ ચૂકી જાય અને પિતૃઓની તિથિ યાદ ના હોય ત્યારે આ તિથિ પર દરેક પિતૃઓનું શ્રાદ્ધ કરી શકાય છે. આ દિવસે શ્રાદ્ધ કરવાથી કુળનાં દરેક પિતૃઓનું શ્રાદ્ધ થઇ જાય છે.

“હરિ ૐ તત્ સત્ ગુરુદેવ દત્ત”

🙏🏻“ૐ નમો નારાયણ”🙏🏻