🌄સાંજ ની વેળા હતી ને વરસાદી વાતાવરણ હતું, મનમાં ઉમળકો જાગ્યો કે કુદરતસાનિધ્ય ના ખોળામાં થોડું વિહાર કરું...અને નજીક ના ખેતરો વિસ્તાર ની લીલોતરી વાડી રડ્યામણી જગ્યામાં ફરવા નીકળી પડ્યો..
🌲વૃક્ષો માટે વિશેષ પ્રેમ હોવાથી આવી કુદરતી સાનિધ્ય વાડી જગ્યા માં જવામાં એક અલગજ આનંદ અને ઉત્સાહ આવી જાય છે. અને માનો કે ન માનો પણ આવી જગ્યાઓ માં ફરવા માત્ર થી આપના માં એક અલગ પ્રકાર ની તાજગી અને વાઈબ્રેસન મેહસૂસ કરવા મળે છે....
થોડું આગળ ફરતા ફરતા એક દિવ્ય વનસ્પતિ કદંબ ઉપર નજર ઠરી, નીચે સરસ મજાની નાની ખાટલી પાથરી હતી, ઘડીક આરામ પણ ફર્માયો અને કદંબ વિષે મનન કરવાનું શરુ થયું...
👂એવી માન્યતા છે કે કદંબનું વૃક્ષ કેવળ પુરાણ કથાઓનું વૃક્ષ છે અને પૃથ્વી પર અત્યારે તેનું કોઇ અસ્તિત્વ નથી. પરંતુ તે વાત સાથે હું શહમત નથી, આજે પણ કદંબના વૃક્ષ હયાત છે.
🌲કદંબ વૃક્ષ ની વાત કરવામાં આવે એટલે કૃષ્ણ લીલા માઈન્ડ માં કુદકા લગાવે જ લગાવે, કા.કે આ તે વૃક્ષ કેહવાય કે જેના પર ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાના પ્રિય કદંબના ફુલો લહેરાઈ રહ્યાં હોય છે.
🌲કદંબ પ્રાચીન વૃક્ષ હોવા છતાં વૈદિક સાહિત્યમાં એનો ઉલ્લેખ જોવા મળતો નથી. રામાયણ, મહાભારત અને પુરાણોમાં કદંબનો ઉલ્લેખ જોવા મળે છે. વૈષ્ણવ સંપ્રદાયમાં કદંબને શ્રીકૃષ્ણ રાધાનું પ્રિય વૃક્ષ દર્શાવવામાં આવ્યું છે. ગોપીઓના વસ્ત્રાહરણમાં કૃષ્ણ યમુના નદીમાં સ્નાન કરી રહેલ ગોપીઓનાં વસ્ત્રો લઈને આ જ કદંબ વૃક્ષ ઉપર ચઢીને બેસી ગયા હતાં.
🌲મહાદેવ ને જેમ બીલી પર્ણ પ્રિય છે તો માતા પાર્વતીને પણ કદંબ પર્ણ/પાન પ્રિય હોવાથી દશેરાના દિવસે કદંબના પાંદડાં ચઢાવવાનો મહિમા પણ છે.
🌲આમ તો કદંબ વર્ષાઋતુનું વૃક્ષ છે ,પણ કદંબના પાંદડાં બારેમાસ લીલાછમ રહે છે. કદંબને ફુલો વર્ષાઋતુમાં બેસે છે અને સર્વ ફુલો એક સાથે જ ખીલી ઉઠે છે. કદંબ ફુલો સંપૂર્ણ ગોળાકાર અને કેસરી તથા પીળા રંગ ધરાવે છે. આ ફુલોમાં ભરપૂર અને નાજુક પરાગ તંતુ હોય છે. તેની સુગંધ આક્રમક અને માદક હોય છે. વિશેષતા એ છે કે એની કળી પણ ગોળાકાર ફુટે છે.
🌲આયુર્વેદની દ્રષ્ટિએ કદંબ પાચક હોવાથી કબજિયાત દૂર કરે છે તથા આયુર્વેદની દ્રષ્ટિએ તેના બીજા ઘણા વિવિધ રોગોમાં દવાની ગરજ સારે છે.
🌲જ્યોતિષ શાસ્ત્ર માં શતભિષા નક્ષત્રના ૪ ચરણ કુંભ રાશિમાં આવે છે માટે જે વ્યક્તિનો જન્મ કુંભ રાશિના શતભિષા નક્ષત્રમાં હોય તેમની દિવ્ય વનસ્પતિ કદંબ છે અને તેનું પ્રતિનિધિત્વ રાક્ષસી તાકાત ધરાવતો ગ્રહ રાહુ કરે છે. આમ શતભિષા નક્ષત્રમાં જન્મેલ જાતકના વિકાસ અને વૈભવમાં કદંબ નો ઉપયોગ કરી જીવન ભર્યું ભર્યું પણ કરી શકાય છે.
🌲જો તમે જાણતા હોય તો ભગવાન શ્રીકૃષ્ણની બાળલીલા માં કદંબનું વર્ણન છે કદંબ નું વૃક્ષ પૃષ્ટિ માર્ગમાં અત્યંત પવિત્ર ગણવામાં આવ્યું છે. જેમ તુલસી વગર ઠાકોરજી કે શાલીગ્રામ ની પૂજા ના કરી શકાય તેમ કદંબ વગર કુષ્ણ ચરિત્ર ને ના સમજી શકાય તેમ સ્પષ્ટ કરવામાં આવેલ છે.
🌲નાગદમન કાવ્યમાં જે વૃક્ષ ઉપર ચઢીને કૃષ્ણ એ કાલીનાગ ને નાથવા માટે ભૂસકો માર્યો હતો તે કદંબ નું વૃક્ષ જ હતું. રાહુ આ વૃક્ષ નું પ્રતિનિધિત્વ કરે છે તે પણ બહુ સાંકેતિક છે. કાલીયા નાગ નું દમન કાર્ય એટલે રાહુ જેવી વૃતિ ધરાવતા કે કરતા વગેરે ગુણો ને મારવા.
🌲આમ રાહુની પિશાચી તાકાતને સન્માર્ગે વાળવાની કોઈ રહસ્યમય ક્રિયા એટલે કદંબ વૃક્ષનું સાધનામાં પ્રયોગ કરી સાધક વિકાસના માર્ગે ઉન્નતી કરી શકાય છે.
🌲શતભિષા નક્ષત્રમાં જન્મેલ સાધક કદંબના વૃક્ષ ના ફળ ની માળા બનાવી “ ॐ નમો ભગવતે વાસુ દેવાય“ અથવા “ કલીં કુષ્ણાય ગોવિન્દાય ” મંત્ર ની નિયમ પૂર્વક ૧૧-૨૨-૩૩ પ્રમાણે 3 વર્ષ માળા કરે છે તો તેવા જાતક ના સર્વ સંસારિક પ્રશ્નોનું નિરાકરણ થાય છે ગૃહસ્થ જીવનમાં સંઘર્ષમય જીવનનો સામનો કરવો પડતો નથી.
🌲સાધક કદંબના વૃક્ષ નીચે બેસી શ્રીયંત્ર નું પૂજન અને શ્રીસુક્તના પાઠ કરે છે તેને ત્યાં અવશ્ય સ્થિર લક્ષ્મી સ્થાયિ સ્વરૂપે મળે છે.
🌲કદંબના વૃક્ષ નું પાટિયું બનાવી તેની ઉપર સ્ફટિક શ્રીયંત્ર ની સ્થાપના કરી નિત્ય શ્રીસૂક્તના જાપ ચંપાના પુષ્પ વડે કરવામાં આવે તો અદભુત ફળ મળે છે અને લક્ષ્મી પ્રાપ્તિના માર્ગ મોકડા થાય છે.
🌲આમ કદંબ વિષે જેટલું લખો તેટલું અદબ માં લખી શકાય છે. પણ આટલું જાજુ છે.
હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત
🙏🏻ૐ નમો નારાયણ🙏🏻


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો