સોમવાર, 25 જુલાઈ, 2022

🕉️૨૦૨૨ ના દેવ દિવાળી સુધીના તેહવારોની તારીખ સાથે માહિતી મેળવો


🔺શ્રાવણ માસ પ્રારંભ અમાસ – ૨૮/૦૭/૨૦૨૨

🔺શ્રાવણ માસ પ્રારંભ એકમ – ૨૯/૦૭/૨૦૨૨

🔺રક્ષાબંધન – ૧૧/૦૮/૨૦૨૨

🔺ફૂલ કાજરી વ્રત – ૧૪/૦૮/૨૦૨૨

🔺સ્વતંત્રતા દિવસ – ૧૫/૦૮/૨૦૨૨

🔺નાગ પાંચમ – ૧૬/૦૮/૨૦૨૨ 

🔺રાંધણ છઠ – ૧૭/૦૮/૨૦૨૨

🔺શીતળા સાતમ – ૧૮/૦૮/૨૦૨૨ 

🔺કૃષણ જન્માષ્ટમી ¬– ૧૯/૦૮/૨૦૨૨

🔺રામદેવપીર ના નોરતા – ૨૮/૦૮/૨૦૨૨

🔺કેવડા ત્રીજ - ૩૦/૦૮/૨૦૨૨

🔺ગણેશ ચતુર્થી – ૩૧/૦૮/૨૦૨૨

🔺સામાપાંચમ – ૦૧/૦૯/૨૦૨૨

🔺ગણેશ વિસર્જન – ૦૯/૦૯/૨૦૨૨

🔺પ્રતિપદા શ્રાદ્ધ – ૧૦/૦૯/૨૦૨૨

🔺નવરાત્રી પ્રારંભ – ૨૬/૦૯/૨૦૨૨

🔺દશેરા – ૦૫/૦૯/૨૦૨૨

🔺શરદ પુનમ – ૦૯/૧૦/૨૦૨૨

🔺આસો વદ દશમ – ૨૦/૧૦/૨૦૨૨

🔺વાઘ બારસ - ૨૧/૧૦/૨૦૨૨

🔺ધનતેરસ - ૨૨/૧૦/૨૦૨૨

🔺કાળી ચૌદસ - ૨૩/૧૦/૨૦૨૨

🔺દિવાળી - ૨૪/૧૦/૨૦૨૨

🔺સૂર્ય ગ્રહણ – ૨૫/૧૦/૨૦૨૨

🔺નુતન વર્ષ – ૨૬/૧૦/૨૦૨૨

🔺ભાઈબીજ – ૨૭/૧૦/૨૦૨૨

🔺લાભ પાંચમ – ૨૯/૧૦/૨૦૨૨

🔺સાતમ-જલારામ જયંતી – ૩૧/૧૦/૨૦૨૨

🔺તુલસી વિવાહ – ૦૫/૧૧/૨૦૨૨

🔺દેવદિવાળી – ૦૮/૧૧/૨૦૨૨


“હરિ ૐ તત્ સત્ ગુરુદેવ દત્ત”

🙏🏻“ૐ નમો નારાયણ”🙏🏻


શનિવાર, 23 જુલાઈ, 2022

☘️ બીલીપત્ર વિષે મહત્વ ની જાણકારી મેળવો.

 

☘️બીલીપત્ર☘️

☘ બિલીપત્રનું ચમત્કારી ઝાડ  દરેક મનોકામના પૂરી કરે છે. એટલું  જ આ પાનને ગંગાજળથી ધોઈને બજરંગબલીને અર્પિત કરવાથી તીર્થોનું  લાભ ફળ મળે છે.


☘ આ  વિશે તુલસીદાસજીએ ભગવાન શ્રીરામ પાસેથી કહેવડાવ્યુ કે- જે શિવનો દ્રોહ કરીને મને મેળવવા ઈચ્છે છે એ સપનામાં પણ મને પામી શકે નહી.

☘ બિલીપત્રની મૂળ સફેદ દોરામાં પિરોવીને રવિવારે પગમાં પહેરવાથી રક્તચાપ , ક્રોધ અને અસાધ્ય રોગોમાંથી છુટકારો મળશે.

☘ બિલ્વપત્રને શ્રીવૃક્ષ પણ કહેવાય છે. બિલ્વ પત્રના પૂજન પાનથી  દરિદ્રતાના અંત લાવીને વૈભવશાળી બની શકાય છે 

☘ ઘરમાં બિલ્વપત્ર લગાવવાથી દેવી મહાલક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે. અને તે સ્થળ તીર્થ સમાન ઘણાય છે.

☘ બિલપત્રના પાનને લક્ષ્મીનું  રૂપ ગણાય છે. એને પોતાની પાસે રાખવાથી ક્યારે પણ ધનની ઉણપ નહી આવે.

☘ બિલ્વપત્ર ભગવાન શિવને ખૂબ પ્રિય છે. કહેવાય  છે કે શિવને બિલ્વપત્ર ચઢાવવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. બિલ્વપત્રના પાનની એ  વિશેષતા છે કે આ ત્રણના સમૂહમાં જ મળે છે.

☘ બિલ્વપત્રને મહાદેવના રૂપ ગણાય છે. એવી માન્યતા છે કે બિલ્વના ઝાડમાં મહાદેવનો વાસ હોય છે અને સ્વયં શિવ સ્વરૂપ છે આથી ઝાડના મૂળમાં મહાદેવની પૂજા કરાય છે. એટલું જ નહી... પરંતુ બિલ્વ ઝાડને સિંચવા માત્રથી તીર્થોનું  ફળ મળે છે. પણ બિલ્વ પત્રને ગમે ત્યારે તોડી શકાતા નથી તે પણ ધ્યાન રાખવું.

☘ શિવ ઉપાસનાનો મુખ્ય દિવસ મતલબ સોમવારે બિલ્વપત્ર તોડવુ જોઈએ નહી.

☘ ચતુર્થી, અષ્ટમી, નવમી,  ચતુર્દશી અને અમાસને દિવસે બિલપત્ર તોડવુ નહી. 

☘ કોઈ માસની સંક્રાતિના દિવસે પણ બિલપત્ર  ન તોડવા જોઈએ. જો આ તિથિઓમાં શિવપૂજામાં બિલપત્રની  જરૂર હોય તો એ માટે એક નિયમ છે કે તમે શિવપૂજામાં ઉપયોગ કરેલ બિલપત્રને ફરીથી ધોઈને શિવને અર્પિત કરી શકો છો.☘બીલીવૃક્ષ સર્વ વૃક્ષોમાં શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે તે શિવજીની પૂજાનું માધ્યમ છે. આ વૃક્ષના મૂળમાં વૈશ્વિક વાસ્તવિક ભાવ છે. મધ્યમાં સુખ છે અને તેની ટોચ પર શિવજી છે, જે મંગલ સ્વરૂપે ત્યાં વિરાજે છે. 

☘ તેના ત્રિદલમાં વેદોનો નિર્દેશ છે, તેમાં ઉચ્ચતર જ્ઞાનભંડાર છે, અને થડને વિશે વેદાન્તના અર્કની અભિવ્યક્તિ છે. 

☘ બીલીપત્ર શિવલિંગ ઉપર ચડાવવામાં આવે છે. બીલી વૃક્ષના મૂળમાં શિવજીનો વાસ છે, માટે તેના ક્યારાને જળથી ભરપૂર રાખવો જોઇએ. બીલીવૃક્ષનું સાધકે પૂજન કરવું જોઇએ અને દીપ પ્રગટાવવો જોઇએ કા.કે બીલી વૃક્ષ તે સ્વયમ સદાશિવ સ્વરૂપ છે. 

☘ બિલ્વની ઉત્પત્તિની વિવિધ કથાઓ ઉપલબ્ધ છે, તેમાંની એક ઉલ્લેખનીય છે: એક વખત દેવી ગિરિજાના કપાળ પર પરસેવાનું બિંદુ હતું તે લૂછીને જમીન પર નાખ્યું. આ પ્રસ્વેદ બિંદુમાંથી ઘેઘૂર વૃક્ષ થયું. એક સમયે ફરતા-ફરતા દેવીએ તે વૃક્ષ જોયું અને પોતાની સખી જયાને કહ્યું કે, આ વૃક્ષ નિહાળી મારું હ્રદય પુલકિત બને છે. જયાએ કહ્યું "દેવી! આ વૃક્ષ આપના પ્રસ્વેદ બિંદુમાંથી પાંગર્યું છે..." અને ગિરિજા દેવી એ આ વૃક્ષનું નામ "બિલ્વ" રાખ્યું. 

☘ બિલ્વ વૃક્ષનો મહિમા અપરંપાર છે. એક માન્યતા એવી પ્રવર્તે છે કે, બિલ્વ વૃક્ષની ઉત્પત્તિ મહાલક્ષ્મીની તપશ્ચર્યાના પરિણામરૂપ છે. તેના ફળથી આધ્યાત્મિક અજ્ઞાનતા દૂર થાય છે. બીલીના ફળની વિશિષ્ટતા એ છે કે, તેના પર કળી કે ફૂલ બેસતા નથી, પણ સીધાં જ ફળ બેસે છે. કહેવાય છે કે લક્ષ્મીજીનો વાસ બિલ્વ વૃક્ષની કુંજોમાં છે.

☘ બિલ્વ ફળ લક્ષ્મીજીની તપશ્ચર્યાનું ફળ છે. ભગવાન વિષ્ણુએ આ વિશ્વના કલ્યાણ માટે શિવલિંગનું પૂજન કર્યું હતું ત્યારે બિલ્વ લક્ષ્મીજીની હથેળીમાં ઊગેલું! જે "શ્રીવૃક્ષ" તરીકે ઓળખાયું છે. 

☘ બીલીના ત્રણ પાંદડા ત્રણ અંગોનું સૂચન કરે છે. તે સૂર્ય, ચન્દ્ર અને અગ્નિ સ્વરૂપ શિવજીના ત્રણ નેત્રો છે. તદુપરાંત તે શિવજીના ત્રિશૂળનો પણ નિર્દેશ કરે છે. મુનિવર્ય યાજ્ઞવલ્ક્યના મતાનુસાર જો શિવની પૂજા બીલીપત્ર દ્વારા હ્રદયની સરળતા, સહજતા અને શિદ્ધિથી એકાગ્ર ચિત્તે કરવામાં આવે તો તે મનોવાંછિત ફળને આપે છે. અને ભક્તની મનોકામના મહેશ્વર પરિપૂર્ણ કરે છે, તેને મુક્તિ પ્રાપ્ત થાય છે. 

☘ બીલીપત્રો કેટલીક વખત અપ્રાપ્ય હોય છે. ભાવિક ભક્તો કે સાધકને પૂજન કરવા માટે બીલીપત્રો આપવામાં પણ મોટું પુણ્ય મળે છે. બિલ્વ વૃક્ષ અનેક રીતે શુભ ફળ આપનારું વૃક્ષ છે. 

☘ બીલી પત્ર મસ્તકે ધરનારને યમનો ભય રહેતો નથી.  બિલ્વ વૃક્ષના મૂળમાં શિવ-પાર્વતીનો વાસ છે. - આ વૃક્ષની શાખાઓમાં મહેશ્વરી વસે છે. આ વૃક્ષના પત્રોમાં પાર્વતીજી વસે છે.  ફળમાં કાત્યાયનીનો વાસ છે. - આ વૃક્ષની છાલમાં ગૌરીનો વાસ છે. આ વૃક્ષના કાંટાઓમાં નવ કરોડ શક્તિઓનો વાસ છે.  બિલ્વ વૃક્ષનું ફળ ઔષધિઓમાં ઉત્તમ ગુણકારક ગણાય છે. આ ફળ યજ્ઞમાં પણ હોમવામાં આવે છે.

☘️

☘ બીલીપત્ર કોણ અર્પણ કરી શકે ? કેવી રીતે અર્પણ કરવા ?


☘ તો જેઓ બિલ્વ વૃક્ષનું જતન કરતા હોય તે, તેની માવજત કરતા હોય તે વ્યકતિ બિલ્વ વૃક્ષ અર્પણ કરી શકે.

☘ બિલ્વ વૃક્ષ ને કાપ્યા બાદ માથે ભારો મૂકીને લાવેલ પાન અર્પણ કરી શકાતા નથી.

☘️ ખંડિત થયેલ,તૂટેલ,કાણા વાળા પત્ર અર્પણ કરવા નહિ.

☘ ફક્ત 3 પાન હોય તેવાજ બિલ્વ પત્ર અર્પણ કરી શકાય છે. 5 પાન કે 7 પાન નું બિલ્વપત્ર ઘણું દુર્લભ છે અને તે અતિ અતિ મહત્વ ધરાવનાર છે.

☘ 5 કે 7 પાન નું બિલ્વ પત્ર શિવજી ને અર્પણ કર્યા બાદ તે લઈને ફ્રેમ માં સરસ મઢાવીને ઘૃહ માં સ્થાપના કરવાથી ઉપરી કોઈ વાયવ્ય શક્તિ ઘૃહમાં પ્રવેશ કરી શકતી નથી.

☘બિલ્વ વૃક્ષ ની નીચે નિત્ય એક લોટો જળ અર્પણ કરી દીવો કરવાથી સ્વયં શિવપૂજા નું ફળ મળે છે.

“હરિ ૐ તત્ સત્ ગુરુદેવ દત્ત”

🙏🏻“ૐ નમો નારાયણ”🙏🏻

ગુરુવાર, 7 જુલાઈ, 2022

🕉️શિવજી ઉપર દૂધ નહિ ચઢાવવા માટે નો ખોટો પ્રચાર કેટલાક વામપંથીઓ અને ગેર હિંદુઓ દ્વારા ફેલાવવામાં આવે છે, જયારે આપણી સંસ્કૃતિ માં દરેક એ દરેક વસ્તુ વિષય ઉપવાસ તંત્ર મંત્ર યંત્ર બધુજ વૈજ્ઞાનિક ઢબે પણ સત્ય પુરવાર થયું છે.જાણો કે શ્રાવણ માસમાં શિવજી ઉપર દૂધ કેમ ચઢાવવું ?


🕉️જાણો કે શ્રાવણ માસમાં શિવજી ઉપર દૂધ કેમ ચઢાવવું  ?


🕉️શિવજી ઉપર દૂધ નહિ ચઢાવવા માટે નો ખોટો પ્રચાર કેટલાક વામપંથીઓ અને ગેર હિંદુઓ દ્વારા ફેલાવવામાં આવે છે, જયારે આપણી સંસ્કૃતિ માં દરેક એ દરેક વસ્તુ વિષય ઉપવાસ તંત્ર મંત્ર યંત્ર બધુજ વૈજ્ઞાનિક ઢબે પણ સત્ય પુરવાર થયું છે.

 🕉️આ વિષય ઉપર આજની પેઢી માટે સૌ પ્રથમ વૈજ્ઞાનિક અને આયુર્વેદિક તથા ઋતુ શાસ્ત્ર પ્રમાણે તથ્ય જણાવીશું.

🕉️તો આયુર્વેદિની દ્રષ્ટિએ જોઈએ તો શ્રાવણમાં દૂધ અથવા દૂધમાંથી બનેલા ખાદ્ય પદાર્થોનું સેવન કરવાની મનાઈ ફરમાવી છે, તેના વડે વાયુના રોગો સૌથી વધુ થાય છે. અને વાયુ – પિત્ત - કફના અસંતુલનથી બિમારીઓ ઉત્પન્ન થતી હોય છે.

🕉️ઋતુ શાસ્ત્ર અને વૈજ્ઞાનિક દર્ષ્ટિથી જોતા શ્રાવણ મહિનામાં વર્ષાઋતુ હોય છે તથા ઋતુ પરિવર્તનને કારણે શરીરમાં વાયુનું પ્રમાણ વધે છે. ભેજ વાળા વાતાવરણ ને કારણે જમીન ઉપર તથા વનસ્પતિ ઉપર અવનવા બેક્ટેરિયા જીવાણું વિષાણુંઓ પેદા થાય છે. અને આ જીવાત યુક્ત ઘાસ વનસ્પતિ ગાય ભેષ એમ દરેક દુધાળા પ્રાણીઓ આરોગે છે, જેના કારણે તેમનું દૂધ પણ જીવાણું અને વિષાણું યુક્ત હોય છે જે બીજી બધી ઋતુઓ માં હોતું નથી. 

🕉️અને માટે શારીરિક અને ઋતુ તથા વિજ્ઞાનિક ઢબ ને આધીન આપણા પુરાણોમાં શ્રાવણના સમયમાં શિવને દૂધ અર્પિત કરવાની પ્રથા બનાવવામાં આવી હતી. જેથી મનુષ્ય જાતક તે સમય માં આપો આપ જ દૂધ નું સેવન ઓછુ કરે અને નીરોગી રહે.

🕉️પહેલાના જમાનામાં જ્યારે શ્રાવણ મહિનામાં દરેક જગ્યાએ દૂધ ચઢાવાતું હતું. ત્યારે લોકો સમજી જતા હતા કે આ મહિનામાં દૂધ વિષ સમાન છે અને તેથી તેઓ દૂધનો ત્યાગ કરતા હતા, કે ક્યાંક તેઓ વરસાદની મોસમમાં બિમારીઓથી ઘેરાઈ ન જાય.


🕉️આની પાછળ ધાર્મિક કારણ પણ છે કે...

જયારે સમુદ્ર મંથન થયું તો એમાં હલાહલ વિષ નીકળ્યું, જે ત્રણેય લોક ને નષ્ટ કરી શકતું હતું. ત્યારે એ વિષ ને શિવજી એ ગાળામાં ગ્રહણ કરીને બધાનું મૃત્યુ બચાવ્યું હતું. પરંતુ હલાહલ વિષ પીધા પછી શિવજી ને તેની હાની થતી હતી, ત્યારે કોઈ ઋષિ એ એને દૂધ ની સાથે બીલીપત્ર ખવડાવાની વાત કરી. અને દેવી દેવતાઓ એ એવું જ કર્યું અને શિવ ને આ ઉપાય થી ખુબ આરામ પ્રાપ્ત થયો. ત્યાર થી શિવજી ને દૂધ બીલીપત્ર ચઢાવવાની પરંપરા શરુ થઇ ગઈ.

🕉️🙏આમ વામપંથીઓ અને ગેર હિંદુઓ ના msg થી બેહ્કવું નહિ અને આપણી સંકૃતિ પ્રમાણે જ દરેક કાર્ય ને અનુસરવું જ આપણા માટે શ્રેષ્ઠ છે.


🙏🌹આ સાથે મારો એક અલગ લેખ હતો જે અહી ફરીથી ઉમેરું છુ કે શિવજી ને કેવું અને કઈ રીતે દૂધ અર્પણ કરવું જોઈએ...

 

🕉️શિવલિંગ અને દુધાભીષેક

🕉️મહાદેવ ના શિવલિંગ ઉપર આપણે નિત્ય મંદિરોમાં જોતા હોઈએ છીએ કે તાંબાના લોટામાં, પ્લાસ્ટિકની બોટલમાં અને ઘણા મહાન શિવભક્તો તો વળી ડાયરેક્ટ કોથળીને દાંતથી તોડીને શિવલિંગ પર દૂધનો અભિષેક કરે છે.😢 અને આ દુધાભીષેક શ્રાવણ માસ માં તો ખુબજ જોવા મળે છે.

🙏તો આવા દરેક શિવભક્તો માટે ખરેખર મહાદેવને કેવું દૂધ અને કેવા પાત્રમાં અર્પણ કરવામાં આવે તેનો ઉલ્લેખ શિવપુરાણમાં ખૂબ જ સુંદર રીતે આલેખાયેલો જોવા મળે છે તે અવશ્ય જાણવા સમજવા જેવો છે.


🌹તો હવે જોઈએ કે શિવલિંગ ઉપર કેવું દૂધ અર્પણ થાય.?❓

🔺તો શિવલિંગ ઉપર ફક્ત ગાયનું દૂધ અર્પણ થાય છે.

🔺જે ગાયને સવારે સૂર્ય ઉદય પહેલા દોહી લેવામાં આવે તે દૂધ અર્પણ થઈ શકે છે.

🔺જે ગાઈને સાજે સૂર્ય અસ્ત થાય તે પહેલા દોહી લેવામાં આવે તેવી ગાયનું દૂધ અર્પણ થાય છે.

🔺જે ગાયનું વાછરડું નાનું હોય અને તે ગાઈ ને ધાવતું હોય તેવી ગાયનું દુધ શિવલિંગ ઉપર અર્પણ કરી શકાતું નથી. જ્યારે તે વાછરડું ઘાસ ખાતું થઈ જાય અને ગાયનું દૂધ પીતું બંધ થાય ત્યાર પછી જ તે ગાયનું દૂધ શિવલિંગ ઉપર અર્પણ કરી શકાય છે.

🔺ગરમ કરવામાં આવેલ દૂધ ને ક્યારેય પણ અર્પણ કરી શકાતું નથી.

🔺દૂધ ને ક્યારેય પણ તાંબાના લોટામાં,પાલસ્ટિક ની બોટલમાં કે ડાયરેક્ટ કોથરી થી અર્પણ કરી શકાય નહીં.

🔺દૂધ ને ફક્ત અને ફક્ત ચાંદી અથવા કાંસા ના લોટા/પાત્રમાં જ અર્પણ કરી શકાય છે.

🙏અને આ રીતે લાવેલ દૂધ અને યોગ્ય પાત્ર થી શિવલિંગ ઉપર અર્પણ કરવું તે ને જ ધારા પૂજા કહેવામાં આવે છે.

🙏માટે મહેરબાની કરીને કોથરીના દૂધ અને તાંબા ના લોટામાં દૂધ ની ધારા શિવલિંગ ઉપર કરશો નહિ અને દોષ ના ભાગીદાર બનશો નહી.

🙏મહાદેવ તમારા એક લોટા પાણી માં પણ રાજીનો રેડ થઈ જાય છે.


🙏આ માહિતી ને  આપના સગા વ્હાલા મિત્ર મંડળ દરેક જગ્યા એ શેર કરવી જેથી યોગ્ય અભિષેક પૂજન શક્ય બને.

હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત

🙏🏻ૐ નમો નારાયણ🙏🏻

શનિવાર, 2 જુલાઈ, 2022

કૃષ્ણ પ્રિય ફૂલ, કેવળ પુરાણ કથાઓનું ફૂલ, એટલે કદંબ




🌄સાંજ ની વેળા હતી ને વરસાદી વાતાવરણ હતું, મનમાં ઉમળકો જાગ્યો કે કુદરતસાનિધ્ય ના ખોળામાં થોડું વિહાર કરું...અને નજીક ના ખેતરો વિસ્તાર ની લીલોતરી વાડી રડ્યામણી જગ્યામાં ફરવા નીકળી પડ્યો..


🌲વૃક્ષો માટે વિશેષ પ્રેમ હોવાથી આવી કુદરતી સાનિધ્ય વાડી જગ્યા માં જવામાં એક અલગજ આનંદ અને ઉત્સાહ આવી જાય છે. અને માનો કે ન માનો પણ આવી જગ્યાઓ માં ફરવા માત્ર થી આપના માં એક અલગ પ્રકાર ની તાજગી અને વાઈબ્રેસન મેહસૂસ કરવા મળે છે....

થોડું આગળ ફરતા ફરતા એક દિવ્ય વનસ્પતિ કદંબ ઉપર નજર ઠરી, નીચે સરસ મજાની નાની ખાટલી પાથરી હતી, ઘડીક આરામ પણ ફર્માયો અને કદંબ વિષે મનન કરવાનું શરુ થયું...
👂એવી માન્યતા છે કે કદંબનું વૃક્ષ કેવળ પુરાણ કથાઓનું વૃક્ષ છે અને પૃથ્વી પર અત્યારે તેનું કોઇ અસ્તિત્વ નથી. પરંતુ તે વાત સાથે હું શહમત નથી, આજે પણ કદંબના વૃક્ષ હયાત છે.

🌲કદંબ વૃક્ષ ની વાત કરવામાં આવે એટલે કૃષ્ણ લીલા માઈન્ડ માં કુદકા લગાવે જ લગાવે, કા.કે આ તે વૃક્ષ કેહવાય કે જેના પર ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાના પ્રિય કદંબના ફુલો લહેરાઈ રહ્યાં હોય છે.

🌲કદંબ પ્રાચીન વૃક્ષ હોવા છતાં વૈદિક સાહિ‌ત્યમાં એનો ઉલ્લેખ જોવા મળતો નથી. રામાયણ, મહાભારત અને પુરાણોમાં કદંબનો ઉલ્લેખ જોવા મળે છે. વૈષ્ણવ સંપ્રદાયમાં કદંબને શ્રીકૃષ્ણ રાધાનું પ્રિય વૃક્ષ દર્શાવવામાં આવ્યું છે. ગોપીઓના વસ્ત્રાહરણમાં કૃષ્ણ યમુના નદીમાં સ્નાન કરી રહેલ ગોપીઓનાં વસ્ત્રો લઈને આ જ કદંબ વૃક્ષ ઉપર ચઢીને બેસી ગયા હતાં.

🌲મહાદેવ ને જેમ બીલી પર્ણ પ્રિય છે તો માતા પાર્વતીને પણ કદંબ પર્ણ/પાન પ્રિય હોવાથી દશેરાના દિવસે કદંબના પાંદડાં ચઢાવવાનો મહિમા પણ છે.

🌲આમ તો કદંબ વર્ષાઋતુનું વૃક્ષ છે ,પણ કદંબના પાંદડાં બારેમાસ લીલાછમ રહે છે. કદંબને ફુલો વર્ષાઋતુમાં બેસે છે અને સર્વ ફુલો એક સાથે જ ખીલી ઉઠે છે. કદંબ ફુલો સંપૂર્ણ ગોળાકાર અને કેસરી તથા પીળા રંગ ધરાવે છે. આ ફુલોમાં ભરપૂર અને નાજુક પરાગ તંતુ હોય છે. તેની સુગંધ આક્રમક અને માદક હોય છે. વિશેષતા એ છે કે એની કળી પણ ગોળાકાર ફુટે છે.

🌲આયુર્વેદની દ્રષ્ટિએ કદંબ પાચક હોવાથી કબજિયાત દૂર કરે છે તથા આયુર્વેદની દ્રષ્ટિએ તેના બીજા ઘણા વિવિધ રોગોમાં દવાની ગરજ સારે છે.

🌲જ્યોતિષ શાસ્ત્ર માં શતભિષા નક્ષત્રના ૪ ચરણ કુંભ રાશિમાં આવે છે માટે જે વ્યક્તિનો જન્મ કુંભ રાશિના શતભિષા નક્ષત્રમાં હોય તેમની દિવ્ય વનસ્પતિ કદંબ છે અને તેનું પ્રતિનિધિત્વ રાક્ષસી તાકાત ધરાવતો ગ્રહ રાહુ કરે છે. આમ શતભિષા નક્ષત્રમાં જન્મેલ જાતકના વિકાસ અને વૈભવમાં કદંબ નો ઉપયોગ કરી જીવન ભર્યું ભર્યું પણ કરી શકાય છે.

🌲જો તમે જાણતા હોય તો ભગવાન શ્રીકૃષ્ણની બાળલીલા માં કદંબનું વર્ણન છે કદંબ નું વૃક્ષ પૃષ્ટિ માર્ગમાં અત્યંત પવિત્ર ગણવામાં આવ્યું છે. જેમ તુલસી વગર ઠાકોરજી કે શાલીગ્રામ ની પૂજા ના કરી શકાય તેમ કદંબ વગર કુષ્ણ ચરિત્ર ને ના સમજી શકાય તેમ સ્પષ્ટ કરવામાં આવેલ છે.

🌲નાગદમન કાવ્યમાં જે વૃક્ષ ઉપર ચઢીને કૃષ્ણ એ કાલીનાગ ને નાથવા માટે ભૂસકો માર્યો હતો તે કદંબ નું વૃક્ષ જ હતું. રાહુ આ વૃક્ષ નું પ્રતિનિધિત્વ કરે છે તે પણ બહુ સાંકેતિક છે. કાલીયા નાગ નું દમન કાર્ય એટલે રાહુ જેવી વૃતિ ધરાવતા કે કરતા વગેરે ગુણો ને મારવા.

🌲આમ રાહુની પિશાચી તાકાતને સન્માર્ગે વાળવાની કોઈ રહસ્યમય ક્રિયા એટલે કદંબ વૃક્ષનું સાધનામાં પ્રયોગ કરી સાધક વિકાસના માર્ગે ઉન્નતી કરી શકાય છે.

🌲શતભિષા નક્ષત્રમાં જન્મેલ સાધક કદંબના વૃક્ષ ના ફળ ની માળા બનાવી “ ॐ નમો ભગવતે વાસુ દેવાય“ અથવા “ કલીં કુષ્ણાય ગોવિન્દાય ” મંત્ર ની નિયમ પૂર્વક ૧૧-૨૨-૩૩ પ્રમાણે 3 વર્ષ માળા કરે છે તો તેવા જાતક ના સર્વ સંસારિક પ્રશ્નોનું નિરાકરણ થાય છે ગૃહસ્થ જીવનમાં સંઘર્ષમય જીવનનો સામનો કરવો પડતો નથી.

🌲સાધક કદંબના વૃક્ષ નીચે બેસી શ્રીયંત્ર નું પૂજન અને શ્રીસુક્તના પાઠ કરે છે તેને ત્યાં અવશ્ય સ્થિર લક્ષ્મી સ્થાયિ સ્વરૂપે મળે છે.

🌲કદંબના વૃક્ષ નું પાટિયું બનાવી તેની ઉપર સ્ફટિક શ્રીયંત્ર ની સ્થાપના કરી નિત્ય શ્રીસૂક્તના જાપ ચંપાના પુષ્પ વડે કરવામાં આવે તો અદભુત ફળ મળે છે અને લક્ષ્મી પ્રાપ્તિના માર્ગ મોકડા થાય છે.

🌲આમ કદંબ વિષે જેટલું લખો તેટલું અદબ માં લખી શકાય છે. પણ આટલું જાજુ છે.

હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત 🙏🏻ૐ નમો નારાયણ🙏🏻

🥀શાસ્ત્રોમાં વર્ણવાયેલ બ્રહ્મવૃક્ષ કેસુડો

 



હા આયુર્વેદ શાસ્ત્રમાં કેસસુડાને બ્રહ્મ વૃક્ષ તરીકે ઉલ્લેખ જોવા મળે છે.

ખીલ્યો પલાશ પુર બ્હારમાં રે લોલ,
સઘળી ખીલી છે વનવેલ;
ટહુકે શી આમ્રકુંજ કોકિલા રે લોલ,
ટહુકે મયુર અને ઢેલ !
બંધુ બેનીઓ ! ચાલો વસંતૠતુ માણવા.

🍁ખાખરો અથવા કેસૂડો કે ખાખરિયા, ખાકડા, ખાખડો, ખાખર અથવા પલાશ સુંદર કેસરી/સફેદ ફૂલો ધરાવતું વૃક્ષ છે. સંસ્કૃતમાં તેને બીજસનેહ, બ્રાહ્મોપાદપ, કરક, કૃમિધ્ન, લક્ષતરુ, પલાશ, રક્તપુષ્પક અને ત્રિપત્રક એવા નામોથી ઓળખવામાં આવે છે.

🍁તે એક મધ્યમ કદનું આશરે ૨૦ થી ૪૦ ફૂટ ઊંચું, પાનખરનું વૃક્ષ છે. પર્ણો ત્રણ પર્ણિકાઓ ધરાવતા પીંછાકાર છે દરેક પર્ણિકાની લંબાઈની ૧૦-૨૦ સેમી જેટલી હોય છે. પુષ્પો ઘાટ્ટા કેસરી,સફેદ કે પીળા રંગનાં હોય છે તેને લાંબી કલગી પુષ્પવિન્યાસમાં ખીલે છે. તેનાં ફળ, શીંગ રૂપે આવે છે, તેનું થડ વાંકું અને ડાળીઓ પણ અનિયમિત હોય છે. તેની છાલ રાખોડિયા રંગની અને ખરબચડી હોય છે. પાંદડાં ત્રણ-ત્રણનાં ઝુમખામાં હોય છે. પાંદડાંની નીચેની સપાટી રેશમી હોવાથી તેનો દેખાવ દૂરથી ભૂરો લાગે છે. પાંદડાની નીચેની સપાટીમાં નસો ચોખ્ખી દેખાય છે. નવેમ્બર અથવા ડિસેમ્બરમાં પાદડાં ખરવા માંડે અને જાન્યુઆરીમાં લગભગ બધાંજ પાન ખરી પડે છે. એપ્રિલ અથવા મે માસમાં નવાં પાન આવે તે પહેલા મહા-ફાગણ (ફેબ્રુઆરી-માર્ચ)માં તેના ભરપુર પુષ્પો આવવાની શરૂઆત થઈ જાય છે. શિયાળાની ઋતુ પુરી થવામાં હોય ત્યારે કેસુડો મા આવતા કેસરી, સળગતી જ્યોત જેવા ફૂલો ને લીધે અંગ્રેજીમા તેને 'the flame of Forest's કહે છે.

🍁ચંદ્રનું આ પવિત્ર વૃક્ષ છે. કહેવાય છે કે સોમરસ પીધેલા ગરુડનાં પીંછાંમાંથી તેની ઉત્પત્તિ થઈ છે. માટે સોમરસનો તેમાં અંશ હોવાથી ધાર્મિક ક્રિયામાં કૃષણ પૂજા, વિષ્ણુ પૂજા અને લક્ષ્મી પૂજા અભિષેક માં તેનો બહોળો ઉપયોગ થાય છે. કેસુડાના સૂકાં લાકડાં યજ્ઞમાં પણ હોમાય છે. કેટલાંક પવિત્ર વાસણ અને બ્રહ્મચારીનો દંડ કેસુડાના લાકડામાંથી બનાવાય છે. જનોઈ આપતી વખતે કેશ કાપ્યા પછી બ્રહ્મચારીને પલાશના પતરાળામાં જમવાનું વિધાન છે, તે પતરાળું ત્રણ પાનના સમૂહનું બનેલું હોય છે, જેમાં મધ્યનું પાંદડું વિષ્ણુ, ડાબું બ્રહ્મા અને જમણું શિવ મનાય છે.

🍁કેસૂડાની બે પ્રજાતિઓ મળી આવે છે, સફેદ અને કેસરી, કેસરી કેસુડો સર્વ સામાન્ય છે પણ સફેદ કેસુડો ખૂબ જ દુર્લભતાથી મળે છે જો તે મળી જાય તો ભાગ્ય ના દરવાજા ખુલી જાય. તેના માટે તંત્ર શાસ્ત્ર માં બહુ ઉચા ફળ જણાવ્યા છે..

🍁પોતાના પ્રિય ફૂલોનો ઉલ્લેખ મહાભારતમાં યુધિષ્ઠિર સાથે કરતી સમયે શ્રીકૃષ્ણ કહે છે કે મને કમળ, કેસુડો, માલતી, કરવરી, ચણક અને વનની માળાના ફૂલ ખૂબ જ પ્રિય છે.

🍁ભગવતી ગૌરી - શંકર ભગવાનને અર્પણ થતા બધા જ ફૂલ માતા ભગવતીને પણ પ્રિય છે. આ સિવાય મોગરાનું ફૂલ, સફેદ કમળ, કેસુડો, ચંપાના ફૂલ પણ માતા ભગવતી ને પ્રિય છે.

🍁કેસુડાનો ઉલ્લેખ કેમ કરવામાં આવ્યો ???
તો ફેબ્રુઆરી અને માર્ચ મહિના દરમિયાન કેસુડાના ફૂલો ભરપુર પ્રમાણ માં મળી રેહશે, તો શક્ય હોય તેટલા તેને ભેગા કરી લેવા, અને તાપ માં સરસ સુકવી ને હવા અવાર જવર થાય તેવા એક ડબ્બા માં ભરી દેવા, આ ફૂલ સકાયા બાદ એક વર્ષ સુધી બગડતા નથી કે તેને કાઈ પણ થતું નથી.

🍁હવે જયારે જયારે શિવ પૂજા, વિષ્ણુ પૂજા, શાલીગ્રામ પૂજા કે શ્રીયંત્ર પૂજા અને અભિષેક કરો ત્યારે આ સૂકાયેલ કેસુડાને આગલા દિવસે રાત્રે પાણી માં પલાળી દેવા જેથી સવારે કેસરી પાણી તૈયાર થશે, અને આ કેસુડાં ના પાણી થી શિવ, કૃષ્ણ, વિષ્ણુ, શાલીગ્રામ અને શ્રીયંત્ર ઉપર અભિષેક અદમ્ય લાભ આપનાર અને અખૂટ લક્ષ્મી સાથે રાજ્ય લક્ષ્મી અર્પણ કરનાર છે. માટે કેમે કરીને આ બે મહિના માં બને તેટલા કેસુડાં ના ફૂલ ને એકત્રિત કરી લેવાની ભલામણ કરું છુ.

🍁બીજી એક મહત્વ ની વાત કે આ બે મહિના સુધી જ્યાં સુધી કેસુડાં ના ફૂલ મળે છે ત્યાં સુધી ઘરના દરેક સભ્યો એ કેસુડાં યુક્ત પાણી થી સ્નાન કરવામાં આવે તો, લક્ષ્મી લાભ સાથે શુઆરોગ્ય ની પ્રાપ્તિ થાય છે.

(મેં વર્ષ ભર ચાલે તેટલો કેસુડાં ના ફૂલ એત્રિત કરી દીધા, અને તમે ??)

હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત 🙏🏻ૐ નમો નારાયણ🙏🏻