મંગળવાર, 30 ઑગસ્ટ, 2022

🌝આજે ભૂલમાં પણ ચંદ્ર દર્શન કરવા નહિ, નહીતો લાગી શકે છે આપની ઉપર ખોટા કલંક

🌝ભાદરવા સુદ ચોથના ચંદ્રદર્શન થાય તો ખાટા દોષના આરોપ થાય છે.

🌝ધર્મ સિંધુમાં કહ્યું છે કે ચેાથમાં ઉદય થયેલા ચંદ્રનું પાંચમમાં દર્શન થાય અને તે દિવસે વિનાયકવ્રતનો દિવસ હોય તોપણ દોષ નથી. 

પ્રથમ દિવસે સાયાહ્નકાલને આરંભ કરી રહેનારી ચેાથમાં વિનાયકવ્રત ન હોય તે પણ પ્રથમ દિવસેજ ચંદ્રદર્શન માટે દોષ છે એમ સિદ્ધ થાય છે. 

ચેાથમાં ઉદય પામેલા ચંદ્રનું દર્શન કરવું નહી, એ પક્ષમાં તો બાકી રહેલી માત્ર દશ બાર ઘડી ચેાથને દિવસે પણ ચંદ્રદર્શનને નિષેધ પ્રાપ્ત થાય છે.

હાલમાં બધા જ તે બન્નેમાંથી એક પક્ષનો સ્વીકાર કરી ફક્ત વિનાયકવ્રતને દિવસેજ ચંદ્રદર્શન કરતા નથી, પરંતુ ઉદય સમયે અથવા દર્શન સમયે ચૌથ છે કે નહી તે જોતા નથી અને આંધરે બેહરુ કૂટે છે અને નિયમ પ્રમાણે ચાલતા નથી.


🌝હવે સમજીએ કે ચંદ્રદર્શન નો નિષેધ ક્યારે ???

તો આજે તા:૩૦/૦૮/૨૦૨૨ ને મંગળવાર, 

આજની ત્રીજની તિથી ૧૫:૩૨:૩૫ સુધી છે ત્યાર બાદ ચોથ શરુ થાય છે. 

ચંદ્રોદયનો સમય ૦૮:૪૫:૪૯ છે અને ચંદ્રાસ્ત નો સમય ૨૦:૫૯:૦૯ છે મતલબ કે આજે રાત્રે જે ચંદ્ર દર્શન થાય તે ચોથની તિથીના થશે, અને દોષ કર્તા બનશે. માટે આજે ચંદ્ર દર્શન કરવા નહિ.

🌝જે લોકો ફક્ત વિનાયક ચોથના દિવસે ચંદ્ર દર્શન ન થાય તેમ સમજીને આવતી કાલ તા:૩૧/૦૮/૨૦૨૨ એ ચંદ્ર દર્શન નહી કરે તેમના માટે સમજીએ કે....

આવતી કાલે તા:૩૧/૦૮/૨૦૨૨ ને બુધવાર, સૂર્ય ઉદિત વેળાએ તિથી ચોથ છે જે ૧૫:૨૨:૧૭ સુધી છે. ત્યાર બાદ પાંચમ શરુ થાય છે. ચંદ્રોદયનો સમય ૦૯:૪૦:૨૦ છે અને ચંદ્રાસ્ત નો સમય ૨૧:૩૩:૩૯ છે. મતલબ કે આવતી કાલે રાત્રે જે ચંદ્ર દર્શન થાય તે પાંચમની તિથીના થશે માટે તે દોષકર્તા રેહતા નથી. કા.કે ધર્મ સિંધુમાં કહ્યું છે કે ચેાથમાં ઉદય થયેલા ચંદ્રનું પાંચમમાં દર્શન થાય અને તે દિવસે વિનાયકવ્રતનો દિવસ હોય તોપણ દોષ નથી.


🙏ભાદરવા ચતુર્થી દિવસે ચન્દ્ર દર્શન થાય તો મિથ્યા કલંક લાગે, આ કલંક શ્રીકૃષ્ણ ભગવાને લાગેલ હતો. 

આજે ચોથ માં ઉદય પામેલા ચન્દ્ર નું દર્શન કરવું નહીં તે ધ્યાનમાં લેવું 

છતાય જો ભૂલમાં ચન્દ્ર દર્શન થઇ ગયું હોય તો તેના દોષની નિવૃત્તિ માટે નીચેના મંત્ર ની ૧૧ માળા કરવી. 

सिंह: प्रसेनमवधित्सिंहो जांबवता हत: |

सुकुमारक मा रोंदीस्तव ह्येष स्यमंतक ||


🌕ભાદરવા ચતુર્થી નું ચન્દ્ર દર્શન નિષેધ બાબત.

🌕બધાજ વ્રત અને તહેવારો નો સંબંધ ચંદ્ર તિથિ ઓ ઉપર આધારિત છે. ચંદ્ર દર્શન બધીજ શુકલ ચતુર્થી પર વિશેષ કરી ને ભાદરવા સુદ ચોથ નાં દિવસે નિષેધ માન્યું છે. શાસ્ત્ર અને સમાજ માં પ્રચલિત છે કે આ દિવસે ચન્દ્ર દર્શન કરવાથી મિથ્યા કલંક યા ખોટો આક્ષેપ લાગે છે.

🌕દર્શન શાસ્ત્ર માં કોઈ પણ કારણ અકારણ નથી થતુ. 

🌕ગ્રહો ની સ્થિતી અનુસાર જ વ્યક્તિ નો મૂડ બદલાયા કરે છે. આ દિવસે ચન્દ્ર દર્શન નીષેધ નું વૈજ્ઞાનિક આધાર છે કે, આ દિવસે સુર્ય અને ચંદ્ર એવી ત્રિભ્રૂજ કક્ષામાં હોય છે જેનાથી પ્રાણ શક્તિ ની કમી અનુભવાય છે.

🌕ભારતીય જ્યોતિષ ગણના સુર્ય ઉપર આધારિત છે. સુર્ય નો એક ભાગ પૃથ્વી તરફ નથી રહેતો તેનાં ભ્રમણ નાં કારણે બદલાયા કરે છે આવી સ્થિતી ચન્દ્ર ની પણ છે.

આ દિવસે સુર્ય દ્રારા મોકલવામાં આવેલ મારક કિરણો થી ચંદ્ર વધું પ્રકાશિત હોય છે.

🌕 ચન્દ્ર જે મન નું પ્રતિનિધિત્વ કરે છે પૃથ્વી ઉપર રહેવાવાલા દરેક વ્યક્તિઓ નાં મન ઉપર તેજ પ્રભાવ પાડે છે માટે જ આ દિવસે ચંદ્ર દર્શન શાસ્ત્ર મા નિષેધ છે.


🙏હવે આ બાબતે શાત્રોક્ત વિચારણા જાણીએ કે કેમ ગણેશ ચતુર્થીએ ન કરવા જોઇએ ચંદ્રમાના દર્શન ?

🙏તો એક વખત ચંદ્ર દેવે ગણેશજીનું મુખ જોઈને તેમની મજાક ઉડાવી હતી. જેનાથી ક્રોધિત થઈને ગણપતિએ ચંદ્રને શ્રાપ આપ્યો હતો કે આજથી સુદ ચોથના દિવસે જે તને જોશે તેને ખોટાં આરોપોનું ભોગ બનવું પડશે. તે પછી ચંદ્રમાને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો અને તેમણે ગણેશજીની માફી માંગી હતી.

🙏ત્યારે ગણેશજીએ ચંદ્ર દેવને શ્રાપ મુક્ત કરતાં કહ્યું કે જો કોઈ ચોથના દર્શન કરશે તો એવું જરૂર થશે પણ વર્ષમાં એક વાર જ તેનો પ્રભાવ રહેશે. ત્યારથી ભાદરવા સુદ ચોથના દિવસે ચંદ્રના દર્શન ન કરવા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. બાકીની ચોથના દિવસે દર્શન કરવામાં શુભદાયી છે.


“હરિ ૐ તત્ સત્ ગુરુદેવ દત્ત”

🙏🏻“ૐ નમો નારાયણ”🙏🏻

✍️અલ્પેશ કે.ભટ્ટ